કપાસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
લીટી ૨૯: લીટી ૨૯:


દુનિયામાં કપાસની કુલ ૫૦ પ્રકારની પ્રજાતીઓ જોવા મળે છે. જે પૈકી બે દેશી (હરબેશીયમ અને આરબોરીયમ) અને બે વિદેશી (હિરસુટમ અને બારબેડન્સ) પ્રજાતીઓની વ્યવસાયીક ધોરણે ખેતી કરવામાં આવે છે. હરબેશીયમ અને આરબોરીયમ પ્રજાતી દેશી કપાસ તરીકે ઓળખાય છે. જ્યારે હિરસુટમ તથા બારબેડન્સ પ્રજાતીઓ અનુક્રમે અમેરીકન તથા ઇજીપ્શીયન કપાસ તરીકે જાણીતો છે. કપાસની ખેતી લગભગ ૭૫ દેશોમાં કરવામાં આવે છે. વિશ્વમાં ફક્ત બે જ દેશો ભારત અને ઇરાનમાં હરબેશીયમ કપાસની ખેતી થાય છે.
દુનિયામાં કપાસની કુલ ૫૦ પ્રકારની પ્રજાતીઓ જોવા મળે છે. જે પૈકી બે દેશી (હરબેશીયમ અને આરબોરીયમ) અને બે વિદેશી (હિરસુટમ અને બારબેડન્સ) પ્રજાતીઓની વ્યવસાયીક ધોરણે ખેતી કરવામાં આવે છે. હરબેશીયમ અને આરબોરીયમ પ્રજાતી દેશી કપાસ તરીકે ઓળખાય છે. જ્યારે હિરસુટમ તથા બારબેડન્સ પ્રજાતીઓ અનુક્રમે અમેરીકન તથા ઇજીપ્શીયન કપાસ તરીકે જાણીતો છે. કપાસની ખેતી લગભગ ૭૫ દેશોમાં કરવામાં આવે છે. વિશ્વમાં ફક્ત બે જ દેશો ભારત અને ઇરાનમાં હરબેશીયમ કપાસની ખેતી થાય છે.
ADD BY SANJAY D PATEL CHALTHAN DIST SURAT 9825867892


== બાહ્ય કડીઓ ==
== બાહ્ય કડીઓ ==

૨૦:૧૬, ૧ ફેબ્રુઆરી ૨૦૧૬ સુધીનાં પુનરાવર્તન

પૂર્ણ વિકસિત કપાસ

કપાસ એક સપુષ્પીય વનસ્પતિ છે, જેની ખેતીને વૈશ્વિક ગણનામાં રોકડીયો પાક માનવામાં આવે છે. કપાસના છોડનું વૈજ્ઞાનિક નામ ગોસિપિયમ (Gossypium) છે. કપાસના છોડ પરથી રૂનું ઉત્પાદન મેળવવામાં આવે છે. આ રૂ ભારતમાં "સફેદ સોનું" તરીકે ઓળખાય છે. ઉષ્ણ કટિબંધમાં આવેલા પ્રદેશો તેમ જ તેની નજીકના વિસ્તારોમાં ખાસ કરીને કપાસ ઉગાડવામાં આવે છે.

ગુજરાત રાજ્યમાં કપાસની ખેતી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારમાં મોટા પાયે કરવામાં આવે છે.

કપાસના પ્રકાર

  • લાંબા રેસા વાળો કપાસ
  • મધ્યમ લંબાઇના રેસા વાળો કપાસ
  • ઓછી લંબાઇના રેસા વાળો કપાસ
  • જાડા રેસાવાળો કપાસ

કપાસ ઉત્પાદન માટે ભૌગોલિક પરિસ્થિતિ

  • તાપમાન - ૨૧ સેં. ગ્રે. થી ૨૭ સેં. ગ્રે.
  • વરસાદ - ૭૫ સેં. મી થી ૧૦૦ સેં. મી.
  • જમીન - કાળી જમીન

કપાસ ઉત્પાદનનું વિશ્વ વિતરણ

ભારત અને ગુજરાતમાં મુખ્ય રોકડિયા પાક તરીકે કપાસ અગત્યનું સ્થાન ધરાવે છે. વિશ્વસ્તરે ભારત કપાસના ઉત્પાદન, વપરાશ અને નિકાસ માં બીજા નંબરે છે.

ગુજરાત રાજ્ય કપાસ ઉત્પાદન (૮૫ લાખ ગાંસડી) અને વાવેતર વિસ્તાર (૨૪ લાખ હેક્ટર) ની દૃષ્ટિએ દેશમાં અનુક્રમે પ્રથમ અને દ્વિતિય સ્થાન ધરાવે છે (વર્ષ ૨૦૧૨-૧૩). રાજ્યમાં આશરે ૭૯% વિસ્તારમાં વિદેશી કપાસ ( સંકર અને ઇન્ડો અમેરીકન) અને ૨૧% વિસ્તારમાં સ્વદેશી કપાસ (હરબેશીયમ) જાતોની ખેતી થાય છે. વાગડ વિસ્તાર દુનિયામાં ખેતી માટે સૌથી પ્રતિકુળ પરિસ્થિતિઓ માટે જાણીતો છે. દેશી કપાસ (હરબેશીયમ) વાગડ વિસ્તારમાં અનિયમિત વરસાદ, ઉચુ તાપમાન, હીમ, જમીનની ક્ષારતા અને ઓછી ઉંડાઇ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. સામાન્ય રીતે દેશી કપાસની ખેતીમાં જરૂરીયાત કરતાં વધારે બિયારણ, ઘણે પહોળે ગાળે વાવેતર, ખાલાયુક્ત અને નિંદામણોવાળા ખેતરો જોવા મળે છે. જો આ મુદાઓને ધ્યાને રાખીને દેશી કપાસની યોગ્ય ખેતી પધ્ધતી અપનાવાય તો જ કપાસની સારી જાતોની ઉત્પાદન ક્ષમતાનો પુરો લાભ મળી શકે છે અને તેના ઉત્પાદનમાં વધારો કરી શકાય છે.

ગુજરાત સરકારની નવી જાહેર કરેલ ટેક્ષટાઇલ પોલીસી - ૨૦૧૨ મુજબ ગુજરાતની કપાસની ખેતી ને નિકાસલક્ષી બનાવવા “ફાર્મ ટુ ફાઇલર ટુ ફેબ્રીક ટુ ફેશન ટુ ફોરેન” ના ધ્યેય સાથે કપાસનું મહત્તમ મુલ્ય વર્ધન (વેલ્યુ એડીશન) કરવાનું લક્ષ્યાંક છે. આથી રાજ્યમાં કપાસની માંગમાં ઉત્તરોત્તર વધારો થવા સંભવ છે.

દુનિયામાં કપાસની કુલ ૫૦ પ્રકારની પ્રજાતીઓ જોવા મળે છે. જે પૈકી બે દેશી (હરબેશીયમ અને આરબોરીયમ) અને બે વિદેશી (હિરસુટમ અને બારબેડન્સ) પ્રજાતીઓની વ્યવસાયીક ધોરણે ખેતી કરવામાં આવે છે. હરબેશીયમ અને આરબોરીયમ પ્રજાતી દેશી કપાસ તરીકે ઓળખાય છે. જ્યારે હિરસુટમ તથા બારબેડન્સ પ્રજાતીઓ અનુક્રમે અમેરીકન તથા ઇજીપ્શીયન કપાસ તરીકે જાણીતો છે. કપાસની ખેતી લગભગ ૭૫ દેશોમાં કરવામાં આવે છે. વિશ્વમાં ફક્ત બે જ દેશો ભારત અને ઇરાનમાં હરબેશીયમ કપાસની ખેતી થાય છે. ADD BY SANJAY D PATEL CHALTHAN DIST SURAT 9825867892

બાહ્ય કડીઓ