પ્રિન્સિપિયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
ઈન્ફોબોક્ષ ઉમેર્યું
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
ચિત્ર
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧: લીટી ૧:
{{માહિતીચોકઠું પુસ્તક
{{માહિતીચોકઠું પુસ્તક
| નામ = ફિલૉસૉફી નેચુરાલિસ્ પ્રિન્સિપિયા મૅથેમૅટિકા
| નામ = ફિલૉસૉફી નેચુરાલિસ્ પ્રિન્સિપિયા મૅથેમૅટિકા
| ચિત્ર = Prinicipia-title.png
| ચિત્ર = [[ચિત્ર:Prinicipia-title.png|thumb]]
| ચિત્ર શિર્ષક = ''પ્રિન્સિપિયા'' ગ્રંથની પ્રથમ આવૃત્તિ, ૧૬૮૭
| ચિત્ર શિર્ષક = ''પ્રિન્સિપિયા'' ગ્રંથની પ્રથમ આવૃત્તિ, ૧૬૮૭
| લેખક = [[આઇઝેક ન્યૂટન]]
| લેખક = [[આઇઝેક ન્યૂટન]]

૧૪:૨૯, ૨૪ ઓક્ટોબર ૨૦૧૮ સુધીનાં પુનરાવર્તન

પ્રિન્સિપિયા

ફિલૉસૉફી નેચુરાલિસ્ પ્રિન્સિપિયા મૅથેમૅટિકા (અંગ્રેજી: Philosophiæ Naturalis Principia Mathematica) એ આઇઝેક ન્યૂટન દ્વારા લિખીત ત્રણ ભાગમાં વિભાજીત ગ્રંથ છે. આ ગ્રંથ સામાન્ય રીતે પ્રિન્સિપિયા તરીકે જાણીતો છે. આ ગ્રંથ ૧૬૮૭માં પ્રકાશિત થયો હતો. રોજર કૉટ્સ ના સહકારથી તેની બીજી આવૃત્તિ ૧૭૧૩માં પ્રસિદ્ધ થઈ હતી, જ્યારે હેન્રી પેમ્બર્ટના સહયોગથી તૈયાર થયેલી ત્રીજી આવૃત્તિ ૧૭૨૬માં પ્રકાશિત થઈ હતી. અને ત્યાર પછી આ ગ્રંથની અનેક આવૃત્તિઓ અને તે પરના અનેક વિવેચન ગ્રંથો પ્રગટ થયેલા છે. આ ગ્રંથ મૅથેમૅટિકલ પ્રિન્સિપલ્સ ઑવ્ નેચરલ ફિલૉસૉફી નામે પણ ઓળખાય છે.[૧]

આ ગ્રંથમાં ન્યૂટનના ગતિના નિયમો તરીકે ખ્યાતી પામેલા નિયમો, ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમો તેમજ પાર્થિવ અને અવકાશી પદાર્થોની ગતિનું યથોચિત અને ચોક્કસ રીતે વર્ણન યંત્રશાસ્ત્રના આધારે કરવામાં આવેલું છે. આ ગ્રંથના પ્રથમ ભાગમાં ગાણિતીય દ્રષ્ટિકોણથી ગતિશાસ્ત્રનો વિકાસ રજૂ કરવામાં આવ્યો છે. બીજા ભાગમાં અવરોધક માધ્યમોમાં પદાર્થોની ગતિ અંગેનું વિવરણ કરવામાં આવ્યું છે. ત્રીજા ભાગમાં ગતિશાસ્ત્રના ગાણિતીય સિદ્ધાંતોનો ઉપયોગ જ્યોતિષશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રની સમસ્યાઓ ઉકેલવા માટે કરવામાં આવ્યો છે. બીજા ભાગનો પ્રિન્સિપિયા ગ્રંથમાં સમાવેશ કરવાનો વિચાર ન્યૂટનને પાછળથી આવેલો એવું માનવામાં આવે છે.[૧]

આ ગ્રંથને કારણે ન્યૂટનની કીર્તિ સર્વત્ર પ્રસરી હતી. પ્રકાશન પછીના લગભગ ૨૦૦ વર્ષ સુધી વિજ્ઞાન-જગતમાં આ ગ્રંથનો રહ્યો હતો. આધુનિક વિજ્ઞાનના વિકાસની શરૂઆત આ ગ્રંથથી જ થઈ ગણાય છે.[૧]

સંદર્ભો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ જાની, શિવપ્રસાદ મ. (૧૯૯૯). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૨ (પ્યા - ફ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૪૫૩-૪૫૪.