લખાણ પર જાઓ

વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

(→‎Interface Rights: મથાળું બદલ્યું)
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
 
થોડા સમય પહેલા પ્રબંધકો પાસેથી ઇન્ટરફેસ ફેરફારના હક્કો પાછા લઈ લેવામાં આવ્યા છે અને હવે તે હક્કો જરૂર મુજબ આપવામાં આવે છે. આના કારણે મિડિયાવિકિ નામસ્થળના પાનાઓમાં પ્રબંધકો ફેરફાર કરી શકતા નથી. મોટા વિકિપીડિયા પ્રકલ્પોમાં બ્યુરોક્રેટ હોય છે જેની પાસે આ હક્કો હોય અને જરૂર પડે બ્યુરોક્રેટ્સ આવા કામો કરી શકે. આપણા જેવા નાના વિકિમાં બ્યુરોક્રેટ ન હોવાથી આપણે પ્રબંધકો માટે આ ઇન્ટરફેસ પ્રબંધક હક્કની માંગણી કરી શકીએ અને તે મળતા પ્રબંધકો એવા ફેરફારો કરી શકે. પ્રબંધકના હક્કોમાં આ ફેરફાર આવ્યો તે પહેલા હું મિડિયાવિકિ નામસ્થળના પાનાઓમાં ફેરફારો કરતો હતો. તાજેતરમાં કાર્તિકભાઈએ મૂકેલી એક વિનંતીની ફરજબજાવણી કરવા જતા ધ્યાને ચડ્યું કે હવે હું એવા ફેરફારો કરી શકું તેમ નથી. મેં મેટા પર આ અધિકારો માટે માંગણી કરી છે જેમનું કહેવું છે કે પહેલા હું અહિં સ્થાનિક કક્ષાએ ચર્ચા ચાલુ કરું. જો કોઈને મને Inrterface Administrator Rights મળવા સામે વિરોધ હોય તો કૃપા કરી નીચે પોતાનો વિરોધ નોંધાવશો. જો આપણે નક્કી કરીએ કે પ્રબંધકો પાસે આ હક્કો ન હોવા જોઈએ તો ભવિષ્યમાં આવા બધા ફેરફારો માટે Global Bureaucratની મદદ લેવાની રહે.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૨:૦૨, ૧૦ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
 
== કોઈની લાગણી દુભાય એવા પેજ ડીલીટ કરવા બાબત ==
 
એક ભાઈએ "ઇસ્લામની ટીકા" અને "મોહમ્મદની ટીકા" જેવા પેજ બનાવ્યા છે.આમાં જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે એનાથી કોઈ ચોક્કસ વર્ગના વાચકોની લાગણી દુભાઈ શકે છે.અને હું સમજુ છું ત્યાં સુધી વિકિપીડિયા આ પ્રકારના વાદ વિખવાદ ઉભા કરે એવા લેખો અને માહિતીની વિરુદ્ધ છે.આખી પોલીસી તો મેં વાંચી નથી પરંતુ આ પ્રકારના લેખો કે પેજ અહી ચલાવી લેવા નાં જોઈએ.હું તમામ જવાબદાર સંપાદકોને વિનંતી કરું છું કે આ બાબતની ચર્ચા કરી આવા વિવાદ ઉત્પન્ન કરનારા પેજ ને ડીલીટ કરી દેવામાં આવે.આભાર.
{Ping|user:Sushant savla},{Ping|user:કાર્તિક મિસ્ત્રી},{Ping|user:Gazal World},{Ping|user:ધવલ સુધન્વા વ્યાસ},{Ping|user:[[સભ્ય:Nizil Shah|Nizil Shah]]},{Ping|user:Vijay B. Barot}
૧૧૫

edits