અરાલ સમુદ્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
નાનું છબી વર્ણન.
લીટી ૩: લીટી ૩:
[[ભૂસ્તરશાસ્ત્રી]]ઓ ના મત પ્રમાણે લગભગ ૨૫ લાખ વર્ષ પહેલા અરાલ સમુદ્રનુ અસ્તિત્વ ન હતુ ત્યારે આદિકાળમાં [[યુરેશીયા]] (યુરોપ + એશીયા) ખંડના દક્ષિણે ટિથિસ નામનો સમુદ્ર ફેલાયેલો હતો. ઉત્તર તરફ પ્રવાસ ખેડતો ભારતીય ઉપખંડ યુરેશીયા જોડે ટકરાયો ત્યારે ટિથિસ સમુદ્ર આપોઆપ નાબુદ થયો. ભારતીય ઉપખંડનો પોપડો યુરેશીયન પ્લેટ નીચે સરક્યો આ ભુસ્તરીય ટક્કરે આઘાતનાં મોજાં છેક મધ્ય એશીયા સુધી પહોંચાડ્યાં. પારીણામે ત્યાં પણ ઉથલપાથલો મચી. ગ્રેનાઇટના અમુક થરો ત્યાં સખત દબાણના માર્યા ફસકી પડ્યા. ભુસપાટી કરતા સહેજ નીચે બેસી ગયા. પ્રક્રિયા બહુ ધીમી ચાલી, પરંતુ લાંબે ગાળે જે ત્રણ નાનાં બેસીનો રચાયાં તેમાં [[કાળો સમુદ્ર]], કાસ્પિયન સમુદ્ર, તથા અરાલ સમુદ્ર એમ ત્રણ સમુદ્રો બન્યા.

<gallery class="center" mode=packed heights=250px>
<gallery class="center" mode="packed" heights="250">
File:Aral sea 1985 from STS.jpg|અવકાશમાંથી અરાલ સમુદ્ર, ઓગસ્ટ ૧૯૮૫
ચિત્ર:Aral sea 1985 from STS.jpg|અવકાશમાંથી અરાલ સમુદ્ર, ઓગસ્ટ ૧૯૮૫
File:AralSea(1997)_NASA_STS085-503-119.jpg|અવકાશમાંથી અરાલ સમુદ્ર, ૧૯૯૭
ચિત્ર:AralSea(1997) NASA STS085-503-119.jpg|અવકાશમાંથી અરાલ સમુદ્ર, ૧૯૯૭
File:Aral Sea Continues to Shrink, August 2009.jpg|અવકાશમાંથી અરાલ સમુદ્ર, ઓગસ્ટ ૨૦૦૯
ચિત્ર:Aral Sea Continues to Shrink, August 2009.jpg|અવકાશમાંથી અરાલ સમુદ્ર, ઓગસ્ટ ૨૦૦૯
ચિત્ર:Aral Sea.gif|સૂકતો જતો અરાલ સમુદ્ર: ૧૯૬૦-૨૦૧૪
File:Aral Sea.gif|1960-2014
</gallery>
</gallery>

૨૦:૨૪, ૩૦ એપ્રિલ ૨૦૨૦ સુધીનાં પુનરાવર્તન

અરાલ સમુદ્ર ઉઝબેકિસ્તાન અને કઝાકિસ્તાનની સરહદ પર આવેલો સમુદ્ર છે.

ભૂસ્તરશાસ્ત્રીઓ ના મત પ્રમાણે લગભગ ૨૫ લાખ વર્ષ પહેલા અરાલ સમુદ્રનુ અસ્તિત્વ ન હતુ ત્યારે આદિકાળમાં યુરેશીયા (યુરોપ + એશીયા) ખંડના દક્ષિણે ટિથિસ નામનો સમુદ્ર ફેલાયેલો હતો. ઉત્તર તરફ પ્રવાસ ખેડતો ભારતીય ઉપખંડ યુરેશીયા જોડે ટકરાયો ત્યારે ટિથિસ સમુદ્ર આપોઆપ નાબુદ થયો. ભારતીય ઉપખંડનો પોપડો યુરેશીયન પ્લેટ નીચે સરક્યો આ ભુસ્તરીય ટક્કરે આઘાતનાં મોજાં છેક મધ્ય એશીયા સુધી પહોંચાડ્યાં. પારીણામે ત્યાં પણ ઉથલપાથલો મચી. ગ્રેનાઇટના અમુક થરો ત્યાં સખત દબાણના માર્યા ફસકી પડ્યા. ભુસપાટી કરતા સહેજ નીચે બેસી ગયા. પ્રક્રિયા બહુ ધીમી ચાલી, પરંતુ લાંબે ગાળે જે ત્રણ નાનાં બેસીનો રચાયાં તેમાં કાળો સમુદ્ર, કાસ્પિયન સમુદ્ર, તથા અરાલ સમુદ્ર એમ ત્રણ સમુદ્રો બન્યા.

અરાલ સમુદ્રને જન્મ આપનાર મુખ્ય નદી અમુદરીયા છે જે અફઘાનિસ્તાનના પહાડોમાંથી નીકળીને કિઝિલ કુમ તરીકે ઓળખાતા રણપ્રદેશ વચ્ચે પસાર થઇને અરાલ સમુદ્રને મળે છે. ઇ. સ. પૂર્વે ચૌથી સદીમાં ગ્રીસના સિકંદરે મધ્યએશીયા પર આક્રમણ કરવા અહીં પડાવ નાખેલો. ૨૦મી સદીના સર્વેક્ષણ મુજબ અરાલ સમુદ્રનું ક્ષેત્રફળ ૬૮,૦૦૦ ચોરસ કિલોમીટર હતું. પરંતુ બાષ્પીભવનને લીધે તેનુ લેવલ દર વર્ષે ૩ ફીટ ઘટતુ હતું.