જયા મહેતા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
માહિતીચોકઠું
માહિતીચોકઠું
લીટી ૧: લીટી ૧:
{{Infobox writer
{{Infobox writer
| name = જયા મહેતા
| name = જયા મહેતા
| image =
| caption =
| native_name =
| native_name_lang =
| pseudonym =
| birth_name =
| birth_date = {{birth date and age|1932|08|16}}
| birth_date = {{birth date and age|1932|08|16}}
| birth_place = [[કોળીયાક (તા. ભાવનગર)]], ગુજરાત, બ્રિટીશ ભારત
| birth_place = [[કોળીયાક (તા. ભાવનગર)]], ગુજરાત, બ્રિટીશ ભારત
લીટી ૧૪: લીટી ૮:
| education = એમ.એ., પીએચ. ડી.
| education = એમ.એ., પીએચ. ડી.
| alma_mater = [[એસ. એન. ડી. ટી. મહિલા વિશ્વવિદ્યાલય|એસ.એન.ડી.ટી. મહિલા યુનિવર્સિટી]], [[મુંબઈ]]
| alma_mater = [[એસ. એન. ડી. ટી. મહિલા વિશ્વવિદ્યાલય|એસ.એન.ડી.ટી. મહિલા યુનિવર્સિટી]], [[મુંબઈ]]
| period =
| genres =
| subjects =
| movement =
| notableworks =
| spouse =
| children =
| relatives =
| awards =
| signature =
| years_active =
| website =
| module = {{Infobox academic
| module = {{Infobox academic
| child = yes
| child = yes

૨૨:૧૧, ૨૩ જાન્યુઆરી ૨૦૨૧ સુધીનાં પુનરાવર્તન

જયા મહેતા
જન્મ (1932-08-16) August 16, 1932 (ઉંમર 91)
કોળીયાક (તા. ભાવનગર), ગુજરાત, બ્રિટીશ ભારત
વ્યવસાયકવયિત્રી, વિવેચક અને અનુવાદક
ભાષાગુજરાતી
શિક્ષણએમ.એ., પીએચ. ડી.
માતૃ શિક્ષણ સંસ્થાએસ.એન.ડી.ટી. મહિલા યુનિવર્સિટી, મુંબઈ
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા
શોધ નિબંધHumour in Gujarati Poetry and Drama _upto 19th Century_ with special reference to Akho Premanand Shamal Dalpatram and Navalram. (૧૯૭૩)
માર્ગદર્શકઅનસૂયા ત્રિવેદી

જયા વલ્લભદાસ મહેતા એ ગુજરાત, ભારતના ગુજરાતી ભાષાના કવયિત્રી, વિવેચક અને અનુવાદક છે.

જીવન

જયા મહેતાનો જન્મ ૧૬ ઓગસ્ટ ૧૯૩૨ના રોજ ભાવનગર જિલ્લાના, કોળીયાક (તા. ભાવનગર)કોળિયાક]] ગામે લલીતાબેન અને વલ્લભદાસને ત્યાં થયો હતો. તેમણે પીટીસી સુધી અભ્યાસ કરી પ્રાથમિક શાળાનાં શિક્ષિકા તરીકે કામ કરવાનું શરૂ કર્યું. [૧] નોકરી દરમિયાન તેમણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને ૧૯૫૪માં બી.એ. પૂર્ણ કરી અને એસ.એન.ડી.ટી. મહિલા યુનિવર્સિટી, મુંબઇથી ૧૯૬૩માં એમ.એ. [૨] અને બાદમાં પી.એચ. ડી. ની પદવી મેળવી. તેઓ એસ.એન.ડી.ટી. મહિલા યુનિવર્સિટીમાં ગુજરાતીના પ્રોફેસર તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયા હતા. તેઓ સુધા (સૌરાષ્ટ્ર ટ્રસ્ટના સાપ્તાહિક) અને વિવેચન (ત્રિમાસિક રૂપે ગુજરાતી વિભાગ, એસ.એન.ડી.ટી. મહિલા યુનિવર્સિટી) ના સહ સંપાદક હતા. [૩] તેમણે પ્રવાસી, મુંબઈ સમાચાર અને સમકાલીન દૈનિકમાં કટારલેખક તરીકે પણ કાર્ય કર્યું હતું.

સર્જન

જયા મહેતા મુક્ત છંદમાં તર્કવાદી (રેશનાલિસ્ટ) કવિતા લખે છે. તેમની કવિતા ભાવનાત્મક દુનિયાથી સંલગ્ન થવાને બદલે તાર્કિક અને સામાજિક રીતે જાગૃત છે.[૪] વેનેશિયન બ્લાઇન્ડ (૧૯૭૮), એક દિવસ (૧૯૮૨), આકાશમાં તારાઓ ચૂપ છે (૧૯૮૫), હોસ્પિટલ પોએમ્સ (૧૯૮૭) એ તેમના કાવ્યસંગ્રહો છે. રેણુ અને એક આખરે પાંદડુ (૧૯૮૯) તેમની નવલકથાઓ છે. [૩] [૨] વેનેશિયન બ્લાઇન્ડ અને આકાશમાં તારાઓ ચૂપ છે કાવ્યસંગ્રહો તેમની "માનવ દુર્દશાની ચિંતા" પ્રતિબિંબિત કરે છે. મનોગત (૧૯૮૦), કાવ્યઝાંખી (૧૯૯૮૫), અને અનુસંધાન (૧૯૮૬), બુકશેલ્ફ (૧૯૯૧) એ તેમની વિવેચનાત્મક કૃતિઓ છે. કવિ પ્રિય કવિતા (૧૯૭૬), વાર્તા વિશ્વ (સહ સંપાદન, ૧૯૮૦), સુરેશ દલાલના શ્રેષ્ઠ કાવ્યો (૧૯૮૫), આપણા શ્રેષ્ઠ નિબંધો (૧૯૯૧), રઘુપતિ રાઘવ રાજારામ (૨૦૦૭) તેમના સંપાદિત પુસ્તકો છે . તેના સંશોધન કાર્યોમાં ગુજરાતી કવિતા અને નાટકમાં હાસ્યવિનોદ, ગુજરાતના પ્રશસ્તિકાવ્યો (૧૯૬૫), ગુજરાતી લેખિકાઓએ નવલકથા-વાર્તા સાહિત્યમાં આલેખેલું સ્ત્રીનું ચિત્રનો સમાવેશ થાય છે. વિમાનથી વ્હીલચેર તેમનું પ્રવાસવર્ણન છે .

તેમણે અનેક કૃતિઓનું ભાષાંતર કર્યું છે. મારા મિત્રો (૧૯૬૯), આરતી પ્રભુ (૧૯૭૮), મનનું કારણ (૧૯૭૮), ચર્ચબેલ (૧૯૯૮૦), છાની (૧૯૮૧), રવિન્દ્રનાથ : ત્રણ વ્યાખ્યાનો, સૌંદર્યમીમાંસા (સહ અનુવાદ), ચંપો અને હિમપુષ્પ, સમુદ્રાલયની પ્રચંડ ગર્જના, રેવન્યૂ સ્ટેમ્પ ( અમૃતા પ્રીતમની આત્મકથા, ૧૯૮૩), દસ્તાવેજ (૧૯૮૫), સુવર્ણ મુદ્રા અને ... (૧૯૯૧). રાધા, કુંતી, દ્રૌપદી (૨૦૦૧), વ્યાસમુદ્રા એ તેમના અનુવાદો છે. [૩] [૨] તેમણે અર્નેસ્ટ હેમિંગ્વેની ધ ઓલ્ડ મેન એન્ડ ધ સીનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે.

તેમણે ૧૯૯૨માં એસ એલ યેદિયુરપ્પાની નવલકથા દતુનો ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો.[૫]

પુરસ્કાર

તેમના અનુવાદો માટે તેમને દિલ્હી, સાહિત્ય અકાદમી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. [૩]

આ પણ જુઓ

સંદર્ભ

  1. Susie J. Tharu; Ke Lalita (1991). Women Writing in India: The twentieth century. Feminist Press at CUNY. પૃષ્ઠ 365–366. ISBN 978-1-55861-029-3.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Jani, Suresh B. (2006-08-13). "જયા મહેતા". ગુજરાતી પ્રતિભા પરિચય. મેળવેલ 2018-02-26.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ Brahmabhatt, Prasad (2010). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ [History of Modern Gujarati Literature – Modern and Postmodern Era]. Ahmedabad: Parshwa Publication. પૃષ્ઠ 141–142. ISBN 978-93-5108-247-7.
  4. Nalini Natarajan; Emmanuel Sampath Nelson (1996). Handbook of Twentieth-century Literatures of India. Greenwood Publishing Group. પૃષ્ઠ 125. ISBN 978-0-313-28778-7.
  5. Rao, D. S. (2004). Five Decades: The National Academy of Letters, India : a Short History of Sahitya Akademi. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 48. ISBN 978-81-260-2060-7.