લખાણ પર જાઓ

મણિશંકર રત્નજી ભટ્ટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
કડીઓ, થોડા સુધારા.
(લિન્ક)
નાનું (કડીઓ, થોડા સુધારા.)
| notableworks =
* ''સિદ્ધાન્તસારનું અવલોકન'' (૧૯૨૦)
* ''[[પૂર્વાલાપ]]'' (૧૯૨૩)
| spouse = નર્મદા
| children =
કાન્તના સંભવતઃ ૧૮૯૭ના અરસામાં લખાયેલાં પાંચ સંવાદો (‘કલાપી-કાન્તના સંવાદો’, બી. આ. ૧૯૨૩) કાલ્પનિક કે ઐતિહાસિક પાત્રોનાં જીવનની માર્મિક પળનું અવલંબન લેતા હોવા છતાં એકંદરે વિચારચર્ચાના નિબંધો છે અને ધર્મ, કર્તવ્ય, ઈશ્વર વગેરે પરત્વેનાં કાન્તનાં લાક્ષણિક વિચારવલણોની દ્રષ્ટિએ વિશેષ નોંધપાત્ર છે. કાન્તની અધૂરી વાર્તા ‘કુમાર અને ગૌરી’ (૧૯૧૦)માં પણ કાન્તનું કેટલુંક વિચારમંથન છે; જ્યારે બીજી વાર્તા ‘હીરામાણેકની એક મોટી ખાણ’ (બી. આ. ૧૯૧૨)માં હેતુલક્ષી બોધપ્રધાન જીવનવિશ્લેષણ છે. કિશોરવયમાં કાન્તે દલપતરામ વલ્લભદાસ પાઠકના સહકર્તૃત્વથી લખેલી ‘ખરી મોહોબત અથવા ગુલબાસનું ફૂલ’ (૧૮૮૨) બાણની વર્ણનશૈલીનો પ્રભાવ દર્શાવતી તથા વિવિધ છંદો-ઢાળોના વિનિયોગવાળી એક લાક્ષણિક પ્રેમવાર્તા છે.
 
=== શિક્ષણનો ઇતિહાસ (૧૮૯૫) ===
'''શિક્ષણનો ઇતિહાસ''' (૧૮૯૫) કાન્તની ઊંડી અભ્યાસશીલતા અને પર્યેષકબુદ્ધિના ફળ સમો આકરગ્રંથ છે. જગતમાં જુદા જુદા દેશકાળમાં જે શૈક્ષણિક પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી, જે શૈક્ષણિક પ્રયોગો થયા, કેળવણીવિષયક જે વિચારો પ્રવર્ત્યા તેની વિગતવાર માહિતી અને ચર્ચા રજૂ કરતા આ ગ્રંથમાં સ્વાભાવિક રીતે જ યુરોપીય પ્રજાનો શિક્ષણઇતિહાસ કેન્દ્રમાં રહ્યો છે. મુખ્યત્વે અંગ્રેજી ગ્રંથોના દોહનરૂપે રચાયેલા આ ગ્રંથના ગદ્યમાં કેટલીક કિલષ્ટતા અને કેટલુંક ભારેખમપણું રહી ગયેલાં છે, તો ઘણે સ્થાને નોંધપાત્ર પ્રાસાદિક્તા અને વિશદતા સિદ્ધ કરી શકાયાં છે.
 
'''સિદ્ધાન્તસારનું અવલોકન (૧૯૨૦)''' કાન્તની એક વિશિષ્ટ ને વિરલ કૃતિ છે. ‘જ્ઞાનસુધા’માં ૧૮૯૫માં ક્રમશઃ પ્રગટ થયેલી મણિલાલના ‘સિદ્ધાન્તસાર’ની આ સમીક્ષા વેદાંતવિચારનું તીવ્ર ખંડન કરે છે અને કાન્તના લાક્ષણિક ધર્મવિચારને વ્યક્ત કરે છે; પણ એ વિશેષ ધ્યાનપાત્ર તો બને છે એનાં આકાર અને અભિવ્યક્તિથી. કલ્પિત કાન્તના વિધવા કાન્તા પર લખાયેલા પત્રોના રૂપમાં ચાલતી આ સમીક્ષા એ રસિક સંદર્ભમાં સરસ લાભ લે છે ઉપરાંત કાન્તનાં તર્કપાટવ, કટાક્ષકલા અને વિનોદવૃત્તિનો પણ મનોરમ અનુભવ કરાવે છે.
 
'''કલાપીનો કેકારવ''' (૧૯૦૩) તથા કલાપીના અન્ય બે ગ્રંથો ‘માલા અને મુદ્રિકા’ (૧૯૧૨) અને ‘હમીરજી ગોહેલ’ (૧૯૧૩)નાં પોતે પ્રગટ કરેલાં સંપાદનોમાં મૂકેલી પ્રસ્તાવનાઓ, ગુજરાતી સાહિત્ય પરિષદના પહેલા અધિવેશન (૧૯૦૫)માં રજૂ કરેલો ‘આપણું નવીન કાવ્યસાહિત્ય’ નામનો નિબંધ તથા કલાપી વિશેનાં વ્યાખ્યાનોમાં કાન્તનું સાહિત્યવિવેચન સમાયેલું છે. એમાં એમની સૂક્ષ્મ કાવ્યરસજ્ઞતા, વિવેકવંત મૂલ્યદ્રષ્ટિ અને સુઘડ ઉદગારની શક્તિનો પરિચય થાય છે. ‘ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચન્દ્રરાજ’ એમ કહીને કાન્ત જેટલી સરળતાથી ન્હાનાલાલનું પહેલવહેલું ઉમળકાભર્યું સ્વાગત કરે છે એટલી જ તટસ્થતાથી કલાપી અને ન્હાનાલાલ જેવા મિત્રોની કવિતાની મર્યાદા પણ સૂચવી શકે છે.
કાન્તના અનૂદિત ગ્રંથો પૈકી કેટલાક એમની નવી ધર્મશ્રદ્ધાને પ્રેરકપોષક કૃતિઓના અનુવાદો છે- જેમ- કે સ્વીડનબોર્ગના બે અનુવાદો ‘લગ્નસ્નેહ અને તેનાં વિશુદ્ધ સુખો’ (૧૮૯૭) તથા ‘સ્વર્ગ અને નરક’ (૧૮૯૯), બાઈબલનાં બે પ્રકરણોના અનુવાદો ‘નવું યારૂશાલેમ અને તેનો સ્વર્ગીય સિદ્ધાંત’ (૧૯૧૬) તથા ‘સેન્ટ જહોનનું ભાગવત’ (૧૯૨૩); તો કેટલાક જગતની પ્રશિષ્ટ કૃતિઓના અનુવાદો છે- જેમ કે ગ્યોથના ‘વિલ્હેમ માઇસ્ટર’ના એક પ્રકરણનો અનુવાદ ‘એક દેવીનો આત્મવૃત્તાંત’ (૧૮૯૭), ‘ઍરિસ્ટોટલનું નિકોમિકિઅન નીતિશાસ્ત્ર’ (૧૯૧૨), ટાગોરકૃત ‘ગીતાંજલિ’ (મહારાણી નંદકુંવરબાના નામે, ૧૯૧૯) તથા ‘પ્લેટોકૃત ફીડ્રસ’ (૧૯૨૧). આ ઉપરાંત ‘પ્રેસિડેન્ટ લિકનનું ચરિત્ર’ (૧૮૯૫) અને ‘ઇજિપ્ત’ (૧૮૯૫) અન્ય ઉપયોગી ગ્રંથોના એમના અનુવાદો છે. એમનું અનુવાદસાહિત્ય એમની જીવનભાવનાઓ, વિદ્યાપ્રીતિ અને ભાષાસામર્થ્યની પ્રતીતિ કરાવે છે. કાન્તના જીવનવિચારને વણી લેતો એક નાનકડો લેખ ‘દિનચર્યા’ (૧૯૦૦) સ્વતંત્ર પુસ્તિકારૂપે મળ્યો છે. ઉપરાંત એમણે ‘બ્રિટીશ અને હિંદી વિક્રમ’ (૧૯૧૪-૧૯૧૯) તથા ‘ધ હાર્ટ ઑવ ઇન્ડિયા’ (૧૯૧૫) સમાયિકો ચલાવેલાં તેમાં તથા અન્યત્ર પ્રકાશિત એમનાં પ્રકીર્ણ અનૂદિત-સ્વતંત્ર ગદ્યલખાણો હજી અગ્રંથસ્થ છે.
 
=== પૂર્વાલાપ (૧૯૨૬) ===
'''પૂર્વાલાપ''' (૧૯૨૬) ગુજરાતી સાહિત્યમાં આજ સુધી અપૂર્વ કહી શકાય એવો મણિશંકર રત્નજી ભટ્ટ, ‘કાન્ત’નો કાવ્યસંગ્રહ. ઉત્તમ નાદમાધુર્ય, ચમત્કૃતિપૂર્ણ પ્રાસનિબંધન, ચુસ્ત-સંયત શ્લોકબંધ અર્થઘન અભિવ્યક્તિ, ઉત્કટ ભાવનિરૂપણ, લલિતકાન્ત શૈલી, સપ્રાણ અલંકારવૈભવ અને ઘનીભૂત અંગત વેદનાના કલાત્મક કરુણાવિષ્કારની બાબતમાં કાન્તની આ રચનાઓ અનન્ય છે. ધર્માન્તર પછી પાંખું પડેલું ઉત્તરવયનું સર્જન બાદ કરતાં કવિનાં દાંપત્યપ્રેમ, મિત્રપ્રેમ અને વ્યક્તિપ્રેમ નિરૂપતાં ઊર્મિકાવ્યો અને એમાંય સંમોહક વર્ણસંયોજનથી ઊંડો અર્થપ્રભાવ જન્માવતું ‘[[સાગર અને શશી]]’ અત્યંત દ્યોતક છે. ખંડકાવ્ય કાન્તની સિસૃક્ષામાંથી પ્રગટેલું તદ્દન નવું કાવ્યસ્વરૂપ છે; અને ‘અતિજ્ઞાન’, ‘ચક્રવાકમિથુન’, ‘વસન્તવિજય’ તેમ જ ‘દેવયાની’ એ ચાર ખંડકાવ્યોમાં એનું સર્વાંગ સૌંદર્ય પ્રગટ થયું છે. ભાષારાગ, ઈન્દ્રિયસંવેદ્યતા અને સંદર્ભદ્યોતક અલંકાર-પ્રતીક-કલ્પનો દ્વારા આ ખંડકાવ્યો કેવળ પ્રસંગો નથી રહ્યાં, પણ એમાં અખંડ કવિકર્મનો સંસ્પર્શ અનુભવાય છે. જીવનરહસ્ય નહીં, પણ કલારહસ્ય અહીં કવિની સફળતાનું કેન્દ્ર છે. અતૃપ્ત પ્રણયની ભાવસૃષ્ટિ, સંસ્કૃતનો સંનિવેશ, ગ્રીક કરુણ નાટકોનો સંસ્કાર અને છાંદસ તરેહોનું અનોખું શિલ્પ-ખંડકાવ્યોની સંસિદ્ધિની સામગ્રી છે. ખંડશિખરિણી અને અંજની જેવા, કાન્તને હાથે પહેલીવાર પ્રયોજાયેલા છંદોનું આકૃતિમાધુર્ય પણ અજોડ છે.
{{મુખ્ય|પૂર્વાલાપ}}

=== સિદ્ધાન્તરનું અવલોકન (૧૯૨૦) ===
'''સિદ્ધાન્તરનું અવલોકન''' (૧૯૨૦) મણિલાલ ન. દ્વિવેદીકૃતદ્વિવેદી ‘સિદ્ધાંતસાર’નુંકૃત ''[[સિદ્ધાંતસાર]]''નું કાન્તે કરેલું અવલોકન. મૂળે ‘જ્ઞાનસુધા’માં ૧૮૯૪-૯૬ દરમિયાન પ્રગટ થયેલું આ અવલોકન કાન્તના એક વિધવા સ્ત્રી કાન્તા ઉપરના પત્રો તથા કાન્તા પરના એક પત્ર રૂપે છે. મણિલાલના વેદાન્તવિચારની તીક્ષ્ણ પરીક્ષા કરતા આ લઘુગ્રંથમાં કાન્તના તર્કપાટવનો તથા એમની વિનોદશક્તિનો હૃદ્ય પરિચય થાય છે. એમાં ઉપહાસ-વ્યંગના શસ્ત્રનો ધારદાર ઉપયોગ થયો છે. ધર્મનો બુદ્ધિ કરતાં વિશેષે હૃદયની લાગણી સાથે સંબંધ સ્થાપતો અને તત્વજ્ઞાન કરતાં ધર્મમય જીવન નીપજાવવામાં એની સફળતા લેખતો, બુદ્ધ-ઈશુ-મહંમદ વગેરે પ્રભાવક વ્યક્તિત્વોનું આકર્ષણ વ્યક્ત કરતો તથા વાસ્તવનિષ્ઠ કહી શકાય એવો કાન્તનો ધર્મવિચાર પણ આ અવલોકનમાંથી પ્રગટ થતો જોવાય છે.
 
== પૂરક વાચન ==
* [https://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Manishankar-Bhatt.html ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય]
 
[[શ્રેણી: ગુજરાતી સાહિત્યકાર]]
[[શ્રેણી:વ્યક્તિત્વ]]