લખાણ પર જાઓ

મણિશંકર રત્નજી ભટ્ટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
કડીઓ વગેરે.
નાનું (કડી.)
નાનું (કડીઓ વગેરે.)
| years_active =
}}
'''મણિશંકર રત્નજી ભટ્ટ''' (૨૦ નવેમ્બર ૧૮૬૭ - ૧૬ જૂન ૧૯૨૩), જેઓ તેમના ઉપનામ '''કવિ કાન્ત''' વડે જાણીતા છે, ગુજરાતી કવિ, નાટ્યલેખક અને નિબંધકાર હતા. તેઓ ''[[ખંડકાવ્ય]]'' કવિતા પ્રકારના રચયિતા હતા. તેમનું પુસ્તક ''[[પૂર્વાલાપ]]'' (૧૯૨૩) ગુજરાતી કવિતામાં એક સીમાચિહ્ન ગણાય છે.<ref name="Das1991">{{cite book|last=Das|first=Sisir Kumar|title=History of Indian Literature: 1911-1956, struggle for freedom : triumph and tragedy|url=https://books.google.com/books?id=sqBjpV9OzcsC&pg=PA573|year=૧૯૯૧|publisher=Sahitya Akademi|location=New Delhi|isbn=978-81-7201-798-9|pages=૫૭૩–}}</ref>
 
== જીવન ==
૧૮૯૧માં પ્રથમ પત્નીનું અવસાન થયું, જેણે એમને તીવ્ર મર્માઘાત કર્યો. એમના સ્નેહાતુર કલ્યાણવાંછુ હૃદયને જડ બુદ્ધિવાદ અને અજ્ઞેયવાદથી સંતોષ નહોતો અને થિયોસોફીના રહસ્યવાદથી તેઓ આ પૂર્વે પ્રબળપણે આકર્ષાયા હતા, પણ હવે તેઓ ઈશ્વરના અસ્તિત્વને માનતા અને ભક્તિની આવશ્યકતાને સ્વીકારતા થઈ જાય છે અને વિભિન્ન ખેંચાણોની અનુભૂતિ સાથે, ૧૮૯૮માં લગ્નસ્નેહની દિવ્યતા પ્રબોધતા તથા સ્વર્ગમાં પણ સ્ત્રીપુરુષના આત્માના મિલનની ખાતરી આપતા સ્વીડનબોર્ગીય ખ્રિસ્તી ધર્મમાં જઈ વિરમે છે. ૧૮૯૮માં એમણે ખ્રિસ્તી ધર્મનો કરેલો સ્વીકાર કામચલાઉ નીવડ્યો, પણ ભાવનગર ગયા પછી ૧૯૦૦માં કરેલો જાહેર સ્વીકાર જ્ઞાતિબહિષ્કૃત બની રહ્યો.
 
== કારકિર્દી ==
=== અવસાન ===
તેમણે વડોદરામાં ''મેન ટ્રેઈનીંગ કોલેજ'' નામની સંસ્થામાં આચાર્ય તરીકે કાર્ય કરેલું.<ref>{{cite book|url=https://ia801606.us.archive.org/34/items/in.ernet.dli.2015.305445/2015.305445.Motibhai-Amin.pdf|title=મોતીભાઈ અમીન - જીવન અને કાર્ય|last=અમીન|first=આપાજી બાવાજી|date=ફેબ્રુઆરી ૧૯૪૨|publisher=નવજીવન મુદ્રણાલય|isbn=|location=કાળુપુર, અમદાવાદ|archive-date=૧૦ ઓગષ્ટ ૨૦૧૫}}</ref>
૧૯૨૩માં તેઓ કાશ્મીરના પ્રવાસે ગયા, ત્યાંથી પાછા ફરતાં રાવળપિંડીથી લાહોર આવતી મેલ ટ્રેનમાં એમનું અવસાન થયું.
 
==કારકિર્દી==
વડોદરામાં મેન ટ્રેઈનીંગ કોલેજ નામની સંસ્થામાં આચાર્ય તરીકે કાર્ય કરેલું.<ref>{{cite book|url=https://ia801606.us.archive.org/34/items/in.ernet.dli.2015.305445/2015.305445.Motibhai-Amin.pdf|title=મોતીભાઈ અમીન - જીવન અને કાર્ય|last=અમીન|first=આપાજી બાવાજી|date=ફેબ્રુઆરી ૧૯૪૨|publisher=નવજીવન મુદ્રણાલય|isbn=|location=કાળુપુર, અમદાવાદ|archive-date=૧૦ ઓગષ્ટ ૨૦૧૫}}</ref>
 
== સર્જન ==
સાહિત્યક્ષેત્રે એમનું મુખ્ય અને મહત્વનું પ્રદાન કવિ તરીકેનું છે. અંગ્રેજીના પ્રભાવ નીચે વિકસતી આવેલી અર્વાચીન ગુજરાતી કવિતાનું પ્રૌઢ સ્વાધીન રૂપ પહેલીવાર એમની કવિતામાં પ્રગટ થાય છે. ‘પૂર્વાલાપ’ (૧૯૨૩)માં એમણે પોતાનાં કાવ્યોનો સંચય કર્યા પછી ૧૯૨૬ ની રા. વિ. પાઠક સંપાદિત આવૃત્તિમાં પરિશિષ્ટરૂપે કેટલાંક કાવ્યો ઉમેરાયેલાં છે તેમ છતાં હજુ કેટલાંક કાવ્યો અપ્રગટ રહેલાં તથા સામયિકો ને નાટક કે સંગીતના ગ્રંથોમાં કાન્તના નામે કે નામ વગર પડ્યાં રહેલાં છે. ૧૮૮૬ કે તે પૂર્વેથી માંડીને ૧૯૨૩ સુધીના કાવ્યસર્જનના આ પ્રવાહની દિશા અને ગતિ ૧૮૯૧ પછી એકદમ બદલાઈ જતી ભાસે છે. ત્યાં સુધી વૃત્તબદ્ધ અને એમાંયે વિશેષે લાંબાં વૃત્તાંતકાવ્યો આપનાર કવિ પાસેથી પછીથી અંગત ઊર્મિનાં થોડાં વૃત્તબદ્ધ કાવ્યો, તો વિશેષે ગઝલ, કવ્વાલી, અંજલી વગેરે પ્રકારની ગીતરચનાઓ અને સંગીતાનુકૂલ શબ્દરચનાઓ મળે છે; કાવ્યબાની સંસ્કૃતની શિષ્ટમિષ્ટ છટાથી તળપદી સરલતા અને સીધાપણા તરફ ઢળતી જાય છે; પ્રયોગશીલતા શાંત પડે છે અને કવિતાની સિદ્ધિઓથી ભરેલો અંક પૂરો થતો અનુભવાય છે. સૌન્દર્યતત્વના ઉપાસક કવિ હવે શિવતત્વના ઉપાસક પ્રતીત થાય છે. કવિતાના આ અસાધારણ દિશા-ગતિના પલટામાં ઊંચા કાવ્યાદર્શ અને અત્યંત સભાન, આયાસપૂર્ણ કાવ્યલેખનરીતિના થાકથી પ્રસંગોપાત્ત ઉદભવતી નિરાશા, પત્નીના મૃત્યુ જેવા અંગત જીવનના આઘાતો, વડોદરાના કલાભવનમાં ‘શિક્ષણનો ઇતિહાસ’ જેવા ગ્રંથની કામગીરીનો બોજ અને સૌથી વિશેષ સ્વીડનબોર્ગીય ખ્રિસ્તી ધર્મના સ્વીકારમાં પરિણમેલું કવિનું આંતરમંથન કારણભૂત હોવાનો સંભવ છે.
 
કાવ્યની કવિપ્રતિભાનો વિશિષ્ટ ઉન્મેષ, પછીથી ‘ખંડકાવ્ય’ એ સંજ્ઞાથી ઓળખાયેલાં એમનાં વૃત્તાંતકાવ્યો છે. પુરાણકથા કે કવિસમયનો આશ્રય, માર્મિક જીવનક્ષણનું રહસ્યગર્ભી વસ્તુલક્ષી સ્વસ્થ આલેખન અને વૃત્તવૈવિધ્યથી સિદ્ધ કરેલું મનોરમ કાવ્યસ્થાપત્ય-એ એનાં લક્ષણો પછીથી ખંડકાવ્યનાં સ્વરૂપવિધાયક લક્ષણો બની ગયાં છે અને ‘વસંતવિજય’‘[[વસંત વિજય|વસંતવિજય]]’, ‘ચક્રવાકમિથુન’ અને ‘દેવયાની’ એ ત્રણ કાવ્યોમાં એમની સિદ્ધિ અદ્યપર્યત અનુપમ રહી છે. આ ખંડકાવ્યોમાં પ્રણયની અતૃપ્તિની વેદના અને તે નિમિત્તે કઠોર વિધિશાસનનું કરુણ જીવનદર્શન વ્યક્ત થયેલું છે.
 
નવેકની સંખ્યામાં મળતાં એમનાં ખંડકાવ્યો કરતાં એમનાં ઊર્મિકાવ્યો જથ્થામાં ઘણા વધારે છે. એમાં પણ ‘ઉપહાર’, ‘ઉદગાર’, ‘વત્સલનાં નયનો’, ‘[[સાગર અને શશી]]’ જેવી ગહન ભાવભરી, મૂર્ત શૈલીની સ્થાપત્ય સુંદર રચનાઓ છે; પરંતુ ઘણા ઊર્મિકાવ્યો કવિના અંગત જીવન સાથે સંકળાયેલાં છે અને વિવિધ પ્રસંગોની એમની લાગણીઓનું વહન કરે છે. એમાં મિત્રોને અને સ્વજનોને અનુલક્ષીને રચાયેલાં કાવ્યો છે, તેમ કેવળ પ્રાસંગિક કાવ્યો પણ છે. આ ઊર્મિકાવ્યો સર્જકના સચ્ચાઈભર્યા સંવેદન અને પારદર્શક અભિવ્યક્તિથી આસ્વાદ્ય બન્યાં છે.
=== સિદ્ધાન્તરનું અવલોકન (૧૯૨૦) ===
મણિલાલ ન. દ્વિવેદી કૃત ''[[સિદ્ધાંતસાર]]''નું કાન્તે કરેલું અવલોકન. મૂળે ‘જ્ઞાનસુધા’માં ૧૮૯૪-૯૬ દરમિયાન પ્રગટ થયેલું આ અવલોકન કાન્તના એક વિધવા સ્ત્રી કાન્તા ઉપરના પત્રો તથા કાન્તા પરના એક પત્ર રૂપે છે. મણિલાલના વેદાન્તવિચારની તીક્ષ્ણ પરીક્ષા કરતા આ લઘુગ્રંથમાં કાન્તના તર્કપાટવનો તથા એમની વિનોદશક્તિનો હૃદ્ય પરિચય થાય છે. એમાં ઉપહાસ-વ્યંગના શસ્ત્રનો ધારદાર ઉપયોગ થયો છે. ધર્મનો બુદ્ધિ કરતાં વિશેષે હૃદયની લાગણી સાથે સંબંધ સ્થાપતો અને તત્વજ્ઞાન કરતાં ધર્મમય જીવન નીપજાવવામાં એની સફળતા લેખતો, બુદ્ધ-ઈશુ-મહંમદ વગેરે પ્રભાવક વ્યક્તિત્વોનું આકર્ષણ વ્યક્ત કરતો તથા વાસ્તવનિષ્ઠ કહી શકાય એવો કાન્તનો ધર્મવિચાર પણ આ અવલોકનમાંથી પ્રગટ થતો જોવાય છે.
 
=== અવસાન ===
૧૯૨૩માં તેઓ કાશ્મીરના પ્રવાસે ગયા, ત્યાંથી પાછા ફરતાં રાવળપિંડીથી લાહોર આવતી મેલ ટ્રેનમાં એમનું અવસાન થયું.
 
== પૂરક વાચન ==
== બાહ્ય કડીઓ ==
* [https://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Manishankar-Bhatt.html ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય]
* {{GujLit author}}
 
[[શ્રેણી: ગુજરાતી સાહિત્યકાર]]