વિસનગર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
વિસનગર
શહેર
દેશ  ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
સ્થાપક રાજા વિશળદેવ
ઉંચાઇ ૧૧૭
વસ્તી (૨૦૧૧)[૧]
 • કુલ ૬૩,૦૭૩
પિનકોડ ૩૮૪૩૧૫
ટેલિફોન કોડ ૦૨૭૬૫
વાહન નોંધણી જીજે-૨

વિસનગર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાનું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે.

સ્થાપના[ફેરફાર કરો]

વિસનગર નામ વિશળદેવ રાજાના નામ પરથી પડયું છે.

શિક્ષણ[ફેરફાર કરો]

ઉત્તર ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની શરુઆત એમ.એન. કૉલેજથી થઈ. તેથી તેને "રણની રાણી" કહેવામાં આવે છે. વિસનગરમાં ઇજ્નેરી કોલેજ અને ડેન્ટલ કોલેજ પણ આવેલી છે.

જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનીત કવિશ્રી વી. કે. ગોકાક આ કોલેજના પ્રાચાર્ય રહી ચૂકયા છે. રંગભૂમિના નટ સમ્રાટ જયશંકર સુંદરી આ સંસ્કાર નગરીનું સંતાન. સહકારી કાર્યકર સાંકળચંદ પટેલની આ કર્મભૂમિ છે.

શિક્ષણ ઊપરાંત વિસનગર ધંધાનું મોટું ધામ છે. તાંબા-પીત્તળનાં ઘાટનાં વાસણો માટે તે પ્રખ્યાત છે.

સંદર્ભ[ફેરફાર કરો]