શર્મિષ્ઠા
શર્મિષ્ઠા | |
---|---|
જોડાણો | દૈત્ય |
ગ્રંથો | મહાભારત, મત્સ્ય પુરાણ |
વ્યક્તિગત માહિતી | |
જીવનસાથી | યયાતિ |
બાળકો | દ્રુહ્યુ, અનુદ્રુહ્યુ, પુરૂ |
માતા-પિતા |
|
કુળ | ચંદ્રવંશ (લગ્ન દ્વારા) |
શર્મિષ્ઠા (સંસ્કૃત: शर्मिष्ठा,) એ હિન્દુ પૌરાણિક કથાઓમાં એક રાજકુમારી છે. તેણીને દૈત્ય રાજા વૃષપર્વણની પુત્રી તરીકે વર્ણવવામાં આવી છે. તે યયાતિની બીજી પત્ની બને છે, જેના કારણે તે પાંડવો અને કૌરવોની પૂર્વજ બને છે.[૧][૨]
તે દેવયાનીની સહિયર તરીકે દર્શાવવામાં આવી છે, જે બાદમાં તેની ચાકર બને છે. તેની કથા વૈશંપાયને મહાભારતના આદિપર્વમાં કહી છે.
દંતકથા
[ફેરફાર કરો]દેવયાની સાથે ઝઘડો
[ફેરફાર કરો]શર્મિષ્ઠા દૈત્ય રાજા વૃષપર્વણની પુત્રી છે. વૃષપર્વણના સલાહકાર દૈત્યગુરુ શુક્રાચાર્યની પુત્રી દેવયાનીની તેણીની સહિયર છે. એક દિવસ, બંને એક જંગલમાં એક ઝરણામાં સ્નાન કરવા જાય છે, તેમની સાથે તેમની નોકરાણીઓની પણ હોય છે, અને તેમના કપડાંને પ્રવાહના કાંઠે છોડી દે છે. જ્યારે તેઓ સ્નાન કરે છે, ત્યારે ઇન્દ્ર પવનની જેમ પોતાને પ્રગટ કરે છે, તેમના વસ્ત્રોને કાંઠેથી ફૂંકે છે. પોતાનાં કપડાં પાછાં લેવાની ઉતાવળમાં બંને એકબીજાનાં કપડાં પહેરી લે છે. આ બાબતે તેમની વચ્ચે ઝઘડો થાય છે, અને એકબીજાના પિતાને લઈને અપમાનની આપ-લે થાય છે. એ પછીના ઝઘડામાં શર્મિષ્ઠા અને તેની નોકરાણીઓ દેવયાનીને કૂવામાં ફેંકી દે છે અને તેને મરવા માટે છોડી દે છે. દેવયાનીને ચંદ્રવંશના રાજા યયાતિ બચાવે છે.[૩]
વનમાં શર્મિષ્ઠા દ્વારા હત્યાના પ્રયાસથી હજી પણ ગુસ્સે થયેલી દેવયાની બદલો લેવા માટે વલણ ધરાવે છે. તે તેના પિતાને કહે છે કે જ્યાં સુધી શર્મિષ્ઠા જીવનભર તેની દાસ તરીકે કામ નહીં કરે ત્યાં સુધી તે રાજધાની પાછી નહીં જાય. શુક્રાચાર્ય પણ તેમની પ્રિય પુત્રી સાથે રહેવા માટે રાજધાની છોડી દે છે. તેના પિતા, રાજા વૃષપર્વણની દુર્દશા જોઈને, શર્મિષ્ઠા તેના શાહી દરજ્જાનું બલિદાન આપે છે, અને તેના રાજ્યના હિતોની રક્ષા માટે દેવયાનીની દાસીની ભૂમિકા નિભાવવા સંમત થાય છે. દેવયાની તેના પિતા સાથે રાજધાની પરત ફરે છે, અને શર્મિષ્ઠાની ચાકરીનો આનંદ માણે છે.
પ્રણય
[ફેરફાર કરો]થોડા સમય પછી, દેવયાની શર્મિષ્ઠા અને તેના અન્ય નોકરો સાથે એ જ જંગલમાં પાછી ફરે છે. યયાતિ શિકાર માટે સ્થળ પર આવે છે, અને તેઓ ફરીથી મળે છે. રાજા અને બ્રાહ્મણની પુત્રી પ્રેમમાં પડે છે, અને તેથી રિવાજ મુજબ શુક્ર પાસેથી દેવયાનીનો હાથ માંગે છે. શુક્ર તેની સંમતિ સહેલાઇથી આપે છે, પરંતુ યયાતિને ચેતવણી આપે છે કે શર્મિષ્ઠા સાથે તેના વૈવાહિક સંબંધો નથી. યયાતિ દેવયાની સાથે લગ્ન કરે છે, અને તેના મહેલમાં તેની સારી સંભાળ રાખે છે.[૪]
રાજા પૂર્વ રાજકુમારી માટે અશોકવનિકા તરીકે ઓળખાતા કૃત્રિમ વન પાસે એક વિશેષ રૂપથી ભવ્ય હવેલી ઊભી કરે છે. તેની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખે છે, પરંતુ દેવયાનીને વફાદાર રહે છે. દેવયાનીને પોતાનું પહેલું સંતાન થયા પછી શર્મિષ્ઠા રાજાને અશોકવનિકા ખાતે મળે છે અને તેની સાથે સંબંધ બાંધવાની વિનંતી કરે છે. યયાતિ કબૂલ કરે છે કે તેને રાજકુમારી સુંદર લાગે છે પરંતુ તે શર્મિષ્ઠાના પ્રસ્તાવનો એમ કહીને ઇનકાર કરે છે કે તેણે શુક્રાચાર્યને તેણીનો સ્પર્શ ન કરવાનું વચન આપ્યું છે. જોકે શર્મિષ્ઠા રાજાને પોતાની સાથે સંબંધ માટે સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેણી રાજા તરીકેની યયાતિની રાજસી સ્થિતિનો ઉલ્લેખ કરીને કહે છે કે તેમની પ્રજાની ઇચ્છાઓ પૂરી કરવી એ ફરજ છે, તેમજ એવી દલીલ કરે છે કે દેવયાનીની દાસી તરીકે, તેણી કોઈ ઓળખ ધરાવતી નથી, અને દેવયાની તેની માલિકીની હોવાથી, તેણી પણ તેની જ હતી:[૫]
"હે સમ્રાટ, કોઈ પણ વ્યક્તિ તેની મિત્રના પતિને તેના પોતાના પતિ તરીકે જોઈ શકે છે. કોઈની મિત્રના લગ્ન પોતાના લગ્ન જેવા જ હોય છે. તમને મારી મિત્રે તેના પતિ તરીકે પસંદ કર્યો છે. એટલે તમે પણ એટલા જ મારા પતિ છો."
— મહાભારત, - સમભાવ પર્વ
રાજકુમારીની વિનંતીથી યયાતિ તેની સાથે સંબંધ બાંધે છે અને સમય જતાં તેણે દુહ્યુ, અનુદુહ્યુ અને પુરુ એમ ત્રણ પુત્રોને જન્મ આપ્યો:[૬]
એકવાર, યયાતિ અને દેવયાની શર્મિષ્ઠાના બાળકોને એક બગીચામાં મળે છે, અને બાળકો તેમની માતાની ઓળખ જાહેર કરે છે. ગુસ્સે થઈને દેવયાની તેના પિતાને યયાતિના સંબંધની જાણ કરતા અસુરોના સામ્રાજ્યમાં ચાલી જાય છે. શુક્ર યયાતિને તેની યુવાનીમાં વૃદ્ધાવસ્થાની નબળાઇઓ સહન કરવાનો શ્રાપ આપે છે. જ્યારે રાજા તેને શ્રાપમાંથી મુક્ત કરવા વિનંતી કરે છે, ત્યારે શુક્રઅચાર્ય કહે છે કે જો તેના પુત્રોમાંનો કોઈ તેની જગ્યાએ શ્રાપ સહન કરવા સંમત થાય, તો રાજાને તેની યુવાવસ્થા પરત મળશે. રાજાના બધા પુત્રોમાંથી માત્ર પુરુ જ તેમના શાપનો ભાર સહન કરવાનું સ્વીકારે છે, અને તેથી તેને યયાતિના વારસદાર તરીકે નિયુક્ત કરવામાં આવે છે. એક હજાર વર્ષ સુધી તેની યુવાનીનો સંવેદનાત્મક આનંદ માણ્યા પછી, યયાતિ પુરુને તેની યુવાવસ્થા પરત આપીને તેને રાજા તરીકે શાસન કરવા માટે શાપમાંથી મુક્ત કરે છે. પુરુ એ ચંદ્રવંશની ઉપશાખાનો પૂર્વજ બને છે જેને પૌરવ કહેવામાં આવે છે, જેના ઉત્તરાધિકારીઓ છેવટે પાંડવો અને કૌરવોની વંશ પરંપરા[૭], કુરુવંશ[૮] ને સ્થાપિત કરે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ www.wisdomlib.org (2012-06-29). "Sarmishtha, Sharmishtha, Sarmiṣṭhā, Śarmiṣṭhā: 12 definitions". www.wisdomlib.org (અંગ્રેજીમાં). મેળવેલ 2022-10-07.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ www.wisdomlib.org (2019-01-28). "Story of Pūru". www.wisdomlib.org (અંગ્રેજીમાં). મેળવેલ 2022-10-07.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ "The Mahabharata, Book 1: Adi Parva: Sambhava Parva: Section LXXVIII".
- ↑ "The Mahabharata, Book 1: Adi Parva: Sambhava Parva: Section LXXXI".
- ↑ www.wisdomlib.org (2010-10-17). "Section LXXXII [Mahabharata, English]". www.wisdomlib.org (અંગ્રેજીમાં). મેળવેલ 2022-10-07.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ "The Mahabharata, Book 1: Adi Parva: Sambhava Parva: Section LXXXII".
- ↑ www.wisdomlib.org (2019-01-28). "Story of Yayāti". www.wisdomlib.org (અંગ્રેજીમાં). મેળવેલ 2022-10-07.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ Rao, D. Venkat (2014-05-02). Cultures of Memory in South Asia: Orality, Literacy and the Problem of Inheritance (અંગ્રેજીમાં). Springer Science & Business. p. 221. ISBN 978-81-322-1698-8.
{{cite book}}
: Check date values in:|date=
(મદદ)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- દેવયાની અને યયાતિ સંગ્રહિત ૨૦૧૭-૧૧-૧૩ ના રોજ વેબેક મશિન પી.આર. રામચંદ્ર દ્વારા પુનર્કથન
- બ્રહ્મ પુરાણમાં યયાતિ