લખાણ પર જાઓ

શાઇસ્તા સુહરાવર્દી ઇકરામુલ્લાહ

વિકિપીડિયામાંથી
નિશાને ઈમ્તિયાઝ

શાઇસ્તા ઇકરામુલ્લાહ
شائستہ اکرام الله
બેગમ શાઇસ્તા ઇકરામુલ્લાહ
પાકિસ્તાન બંધારણસભાના સભ્ય
પદ પર
૧૦ ઓગસ્ટ ૧૯૪૭ – ૨૪ ઓક્ટોબર ૧૯૫૪
બેઠકપૂર્વીય બંગાળ
અંગત વિગતો
જન્મ(1915-07-22)22 July 1915
કલકત્તા, બ્રિટીશ ભારત
(વર્તમાન પશ્ચિમ બંગાળ, ભારત)
મૃત્યુ11 December 2000(2000-12-11) (ઉંમર 85)
કરાચી, સિંધ, પાકિસ્તાન
રાષ્ટ્રીયતાપાકિસ્તાની
જીવનસાથીમોહમ્મદ ઇકરામુલ્લાહ
સંતાનોઈનામ ઇકરામુલ્લાહ
નાઝ ઇકરામુલ્લાહ
સલમા ઇકરામુલ્લાહ
સાર્વથ ઇકરામુલ્લાહ
માતૃ શિક્ષણસંસ્થાકલકત્તા વિશ્વવિદ્યાલય (બી.એ)
સ્કૂલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝ, લંડન (પીએચડી)
વ્યવસાયરાજનેત્રી, રાજદ્વારી, લેખક

બેગમ શાઇસ્તા સુહરાવર્દી ઇકરામુલ્લાહ (૨૨ જુલાઈ ૧૯૧૫ – ૧૧ ડિસેમ્બર, ૨૦૦૦) બંગાળના પાકિસ્તાની રાજકારણી, રાજદ્વારી અને લેખક હતા.[] લંડન યુનિવર્સિટીમાંથી પીએચડી મેળવનારા તેઓ પ્રથમ મુસ્લિમ મહિલા હતા.[] તેઓ ૧૯૬૪થી ૧૯૬૭ સુધી મોરોક્કોમાં પાકિસ્તાનના રાજદૂત રહ્યા હતા. ઉપરાંત તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં પણ પાકિસ્તાનના પ્રતિનિધિ રહ્યા હતા.[]

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

ઇકરામુલ્લાહનો જન્મ શાઇસ્તા અખ્તરબાનુ સુહરાવર્દી તરીકે થયો હતો. તેમના પિતાનું નામ હસન ઇકરામુલ્લાહ હતું. તેમની માતા નવાબ અબ્દુલ લતીફના પૌત્રી હતા.[]

તેમણે લોરેટો કોલેજ, કોલકાતામાં અભ્યાસ કર્યો હતો.[] તેઓ લંડન યુનિવર્સિટીમાંથી પીએચડી મેળવનારા પ્રથમ મુસ્લિમ મહિલા પણ હતા.[] તેમનો શોધનિબંધ, "ઉર્દૂ નવલકથા અને ટૂંકી વાર્તાનો વિકાસ" ઉર્દૂ સાહિત્યનો એક વિવેચનાત્મક અભ્યાસ હતો.[]

તેમણે ૧૯૩૩ માં મોહમ્મદ ઇકરામુલ્લાહ સાથે લગ્ન કર્યા હતા.[] તેમને ચાર સંતાનો હતા.[]

રાજકીય કારકિર્દી

[ફેરફાર કરો]

લગ્ન બાદ તેઓ પડદા પ્રથા છોડનારા પ્રથમ ભારતીય મુસ્લિમ મહિલાઓમાંના એક હતા.[] મહમદ અલી ઝીણાએ તેમને રાજકારણમાં સામેલ થવા માટે પ્રેરણા આપી હતી.[] તેઓ 'મુસ્લિમ મહિલા વિદ્યાર્થી સંઘ' અને 'અખિલ ભારતીય મુસ્લિમ લીગ'ની મહિલા પાંખની પેટા સમિતિમાં નેતા હતા.[]

૧૯૪૫માં, તેમને ભારત સરકારે પેસિફિક રિલેશન્સ કોન્ફરન્સમાં ભાગ લેવા જણાવ્યું હતું. જોકે, ઝીણાએ તેમને આ પ્રસ્તાવ ન સ્વીકારવા જણાવ્યું હતું. ઝીણાની ઈચ્છા તેઓ મુસ્લિમ લીગના પ્રતિનિધિ તરીકે સંમેલનમાં હાજરી આપે એમ હતી.

તેઓ ૧૯૪૬માં ભારતની બંધારણ સભામાં ચૂંટાયા હતા, પરંતુ મુસ્લિમ લીગના ઠરાવને કારણે તેમણે ક્યારેય આ બેઠક લીધી ન હતી.[][] ૧૯૪૭માં પાકિસ્તાનની પ્રથમ બંધારણ સભામાં તેઓ બે મહિલા પ્રતિનિધિઓ પૈકીના એક હતા.[]

તેઓ સંયુક્ત રાષ્ટ્રના પ્રતિનિધિ પણ રહ્યા હતા અને માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા (૧૯૪૮) અને નરસંહાર વિરુદ્ધ સંમેલન (૧૯૫૧) પર કામ કર્યું હતું. તેઓ ૧૯૬૪થી ૧૯૬૭ સુધી મોરોક્કોમાં પાકિસ્તાનના રાજદૂત રહ્યા હતા.[][][][]

તેમણે ઉર્દૂ મહિલા સામયિકો 'તહઝીબ-એ-નિસ્વાન' અને 'ઇસ્મત' માટે લખ્યું હતું અને બાદમાં અંગ્રેજી ભાષાના અખબારો માટે પણ લખ્યું હતું.[] ૧૯૫૦માં તેમનો 'કોશિશ-એ-ના તમામ' નામનો ટૂંકી વાર્તાઓનો સંગ્રહ પ્રકાશિત થયો હતો.[] ૧૯૫૧માં તેમનું પુસ્તક 'લેટર્સ ટુ નીના' પ્રકાશિત થયું; તે ભારતીયોને લખેલા દસ ખુલ્લા પત્રોનો સંગ્રહ છે.[૧૦] ભારતના ભાગલા પછી તેમણે પાકિસ્તાન સરકાર માટે ઇસ્લામ વિશે લખ્યું હતું, અને તે નિબંધો આખરે 'બિયોન્ડ ધ વેઇલ' (૧૯૫૩) તરીકે પ્રકાશિત થયા હતા.[] તેમની આત્મકથા, "ફ્રોમ પરદાહ ટુ સંસદ" (પડદાથી સંસદ સુધી) (૧૯૬૩) તેમની સૌથી જાણીતી રચના છે.[][૧૧] ૧૯૯૧માં તેમના કાકા વિશેનું પુસ્તક 'હુસેન શહીદ સુહરાવર્દી: અ બાયોગ્રાફી' પ્રકાશિત થયું હતું.[૧૧] તેઓ ભારત અને પાકિસ્તાન વિશેના 'કોમન હેરિટેજ; (૧૯૯૭) પુસ્તકના આઠ લેખકોમાંના એક હતા.[૧૨] પોતાના અંતિમ દિવસોમાં તેમણે મિરાત ઉલ ઉરોસ ઉપરાંત કહેવતો અને રૂઢિપ્રયોગો પરના ઉર્દૂ ગ્રંથનું અંગ્રેજી ભાષાંતર કર્યું હતું. ૨૦૦૫માં તેમનું 'દિલ્લી કી ખાવતીનકી કહાવતે ઔર મુહાવરે' નામનું પુસ્તક ઉર્દૂમાં મરણોપરાંત પ્રકાશિત થયું હતું.[] તેમણે ઉર્દૂમાં સફરનામા શીર્ષકથી પ્રવાસનિબંધો પણ લખ્યા હતા.[૧૧]

૧૧ ડિસેમ્બર, ૨૦૦૦ના રોજ કરાચીમાં ૮૫ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.[]

પુરસ્કાર

[ફેરફાર કરો]

૨૦૦૨માં, પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ તેમને મરણોપરાંત પાકિસ્તાનના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, નિશાન-એ-ઇમ્તિયાઝ (ઓર્ડર ઓફ એક્સેલન્સ)થી સન્માનિત કર્યા હતા.[૧૩][]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦૦ ૧.૦૧ ૧.૦૨ ૧.૦૩ ૧.૦૪ ૧.૦૫ ૧.૦૬ ૧.૦૭ ૧.૦૮ ૧.૦૯ ૧.૧૦ ૧.૧૧ Bonnie G. Smith (2008). The Oxford Encyclopedia of Women in World History. Oxford University Press. pp. 528–. ISBN 978-0-19-514890-9.
  2. ૨.૦ ૨.૧ Muneeza Shamsie (11 July 2015). And the World Changed: Contemporary Stories by Pakistani Women. Feminist Press at CUNY. pp. 6–. ISBN 978-1-55861-931-9. {{cite book}}: Check date values in: |date= (મદદ)
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ "NCRI Women's Committee - Women in History - 22 July". Women.ncr-iran.org. 28 July 2018. મૂળ માંથી 14 February 2018 પર સંગ્રહિત. મેળવેલ 9 April 2019. {{cite web}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  4. ૪.૦ ૪.૧ Begum Shaista Ikramullah storyofpakistan.com website, Retrieved 8 April 2019
  5. Nayantara Pothen (30 January 2012). Glittering Decades: New Delhi in Love and War. Penguin Books Limited. pp. 218–. ISBN 978-81-8475-601-2. {{cite book}}: Check date values in: |date= (મદદ)
  6. Muhammad Ikramullah (2006-02-03). "Doc Kazi's collection by Muhammad Ikramullah". The Friday Times. મૂળ માંથી 30 September 2013 પર સંગ્રહિત. મેળવેલ 2018-02-13. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  7. ૭.૦ ૭.૧ Rachel Fell McDermott; Leonard A. Gordon; Ainslie T. Embree; Frances W. Pritchett; Dennis Dalton, સંપાદકો (15 April 2014). Sources of Indian Traditions: Modern India, Pakistan, and Bangladesh. Columbia University Press. pp. 574–. ISBN 978-0-231-51092-9. {{cite book}}: Check date values in: |date= (મદદ)
  8. Status of the Convention સંગ્રહિત ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૪ ના રોજ વેબેક મશિન
  9. Hussein, Aamer (29 December 2013). "COLUMN: Forgotten literary past". Dawn. મેળવેલ 8 April 2019. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  10. M. Reza Pirbhai (27 May 2017). Fatima Jinnah. Cambridge University Press. pp. 143–. ISBN 978-1-107-19276-8. {{cite book}}: Check date values in: |date= (મદદ)
  11. ૧૧.૦ ૧૧.૧ ૧૧.૨ "Begum Shaista Ikramullah - Former First Female Representative of the first Constituent Assembly of Pakistan". 21 October 2013. મેળવેલ 8 April 2019. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  12. Ṣiddīqī, Muḥammad ʻAlī; Ikramullah, Shaista Suhrawardy (13 February 1997). Common Heritage. Oxford University Press. ISBN 9780195778083. {{cite book}}: Check date values in: |date= (મદદ)
  13. President gives away civil, military awards Dawn (newspaper), Published 24 March 2002, Retrieved 9 April 2019