શિયાળો

વિકિપીડિયામાંથી

ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણે ભારત દેશમાં વર્ષમાં કુલ ત્રણ મુખ્ય ઋતુઓ હોય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ. આ ઋતુઓ પૈકીની એક ઋતુ એટલે શિયાળો. શિયાળાને ઠંડીની ઋતુ ગણવામાં આવે છે. હિંદુ ધર્મના પંચાંગ વિક્રમ સંવત તેમ જ શક સંવત પ્રમાણે કારતક, માગશર, પોષ અને મહા એમ વર્ષના ચાર મહિના શિયાળાની ઋતુ હોય છે. શિયાળામાં દિવસ ટૂંકો હોય છે અને રાત લાંબી હોય છે.

શિયાળાની બે પેટા ઋતુઓ છે, પાનખર અને વસંત. આ સમય દરમિયાન કેટલાક તહેવારો આવે છે જેવા કે, બેસતુ વર્ષ, દેવ દિવાળી, મકર સંક્રાંતિ, વસંતપંચમી, વગેરે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]