શિવભદ્રસિંહ ગોહિલ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
શિવભદ્રસિંહ ગોહિલ
M K Shivbhadra Sinhji.jpg
માતાવિજયાબાકુંવરબા
પિતાકૃષ્ણકુમારસિંહ ગોહીલ
જન્મ૨૩ ડિસેમ્બર ૧૯૩૩ Edit this on Wikidata
અભ્યાસનું સ્થળદુન સ્કુલ Edit this on Wikidata
કુળગોહિલ વંશ[*]

મહારાજા કુમાર શ્રી શિવભદ્રસિંહજી ગોહીલ ગુજરાતના એક જાણીતા પ્રકૃતિવિદ્ છે. તેઓ ભાવનગરના પ્રજાવત્સલ રાજવી મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલના પુત્ર છે.

જીવન[ફેરફાર કરો]

તેઓનો જન્મ તે સમયના ભાવનગર રાજ્યના રાજમહેલ નિલમબાગ પેલેસમાં ડિસેમ્બર ૨૩, ૧૯૩૩ ના રોજ થયો હતો. હાલમાં તેઓ ભાવનગરના ગૌરીશંકરળ તળાવને કીનારે આવેલા ભાવવિલાસ પેલેસ નામનાં આવાસમાં રહે છે. એમણે ૧૯૭૫માં ભાવનગરમાં "ઘી ભાવનગર વાઇલ્ડ લાઇફ કન્ઝરવેશન સોસાયટી"ની સ્થાપના કરી હતી. એમણે પોતાને વારસામાં ભાલનાં વેળાવદર ગામ પાસે મળેલી સમગ્ર જમીન વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ની રચના કરવા માટે પોતાનો હક્ક જતો કરીને ભારત સરકારને ભેંટ આપેલી છે. તેઓ ૧૯૬૨ થી ૧૯૭૨ દરમ્યાન એમ.એલ.એ. પણ રહી ચુક્યા છે. સ્વાધ્યાય પરીવારનાં પાંડુરંગ આઠવલેજીના સંસર્ગમાં આવ્યા પછી એમણે વધુ ચુંટણી લડવાનું માંડી વાળ્યું અને પોતાનું સમગ્ર ધ્યાન વન્ય-સંરક્ષણમાં લગાડ્યું છે. ગુજરાત સરકારની સિંહ-વિષયક-તજજ્ઞોની સમીતી જ્યારથી ગઠીત થઇ ત્યારથી તેઓ એના સભ્ય છે અને સિંહોની વસ્તિ ગણત્રી વખતે પોતાની સેવાઓ આપે છે. ભાવનગર પાસે આવેલ ખોડીયાર માતાજીના મંદીરના તેઓ ટ્રસ્ટી છે.