શ્યામ સાધુ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

શ્યામ સાધુ ‍(મૂળ નામ: શામળદાસ મૂળદાસ સોલંકી) ગુજરાતી સાહિત્યકાર હતા.

તેમનું વતન જુનાગઢ હતું અને તેઓએ મેટ્રીક સુધીનો અભ્યાસ કરેલો. સાવ અલગારી જીવન જીવનારા શ્યામ સાધુએ પોતાનું આખું જીવન કાવ્ય પદાર્થની ખેવના કરવામાં જ વિતાવી દીધું. તેમણે મુખ્ચત્વે ગઝલ સર્જન કર્યું હતું. "યયાવરી" તેમનો પ્રથમ ગઝલસંગ્રહ છે, જે ૧૯૭૨માં બહાર પડેલો, ત્યારે આ યુવાકવિ પ્રત્યે સાહિત્યકારોનું ધ્યાન ખેંચાયેલું. આ ઉપરાંત "થોડાં બીજાં ઇન્દ્રધનુષ્ય" અને "આત્મકથાનાં પાનાં" માં કવિ-સર્જક તરીકેની તેમની મુદ્રાઓ ઊપસી આવેલી. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા સંજુ વાળા સંપાદિત તેમનું સમગ્ર કાવ્યસર્જન "ઘર સામે સરોવર" નામે પ્રકાશિત થયું છે.