શ્રીપાદ રઘુનાથ જોશી

વિકિપીડિયામાંથી

શ્રીપાદ રઘુનાથ જોશી ‍‍(૧૯૨૦ – ૨૪ સપ્ટેમ્બર ૨૦૦૨) એ જાણીતા મરાઠી ભાષાના શબ્દકોશકાર તથા અનુવાદક હતા. તેમનો જન્મ મહારાષ્ટ્ર રાજ્યના કોલ્હાપૂર ખાતે થયો હતો. મહાત્મા ગાંધીના માર્ગદર્શન હેઠળ, તેમણે સ્વતંત્રતાની લડતમાં ભાગ લીધો હતો. ચળવળમાં ભેગા લેવા બદલ બ્રિટિશ સરકારે ૧૯૪૨-૧૯૪૪ દરમિયાન યરવડા જેલમાં પૂર્યા હતા.

જોશીએ મરાઠી અને હિન્દીમાં મુખ્યત્વે ૧૯૪ પુસ્તકો વિવિધ વિષયો પર લખ્યા છે. તેમનાં કાર્યોમાં મહાત્મા ગાંધીના જીવન પરના આધારિત પુસ્તક, સાત ભાગમાં પ્રવાસવર્ણન અને મુસ્લિમ સંસ્કૃતિ પરના પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમણે કેટલીક ઉર્દૂ કવિતાઓનું મરાઠીમાં ભાષાંતર પણ કર્યું હતું.

મહારાષ્ટ્ર સરકારે તેમને ૧૯૮૦માં સંતવાન પારિતોષિક એનાયત કર્યું હતું.

પ્રકાશિત સાહિત્ય[ફેરફાર કરો]

નામ સાહિત્યપ્રકાર પ્રકાશન પ્રકાશન વર્ષ (ઇ.સ.)
ગંગાજળી (ખંડ ૧ વ ૨) મૅજેસ્ટિક પ્રકાશન
જિબ્રાનચ્યા નિતીકથા ઉત્કર્ષ પ્રકાશન
મંટોચ્યા કથા મેહતા પ્રકાશન
ઉલગાઉલગ કૉંટિનેંટલ પ્રકાશન
સ્થાવર મૅજેસ્ટિક પ્રકાશન
જીવનસુગંધ ઉત્કર્ષ પ્રકાશન
પાથેય કૉંટિનેંટલ પ્રકાશન
પ્રેષિત કૉંટિનેંટલ પ્રકાશન
આનંદી ગોપાળ મૅજેસ્ટિક પ્રકાશન
ગ. દિ. માડગૂળકર વાઙમયદર્શન ગોકુળ માસિક