સંજીવ કુમાર

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

સંજીવ કુમાર હિન્દી ફિલ્મોનાં એક પ્રસિદ્ધ અભિનેતા હતાં. તેઓ ગુજરાતી હતાં. તેમણે નયા દિન નયી રાત ફિલ્મમાં નવ ભૂમિકાઓ કરી હતી. કોશિશ ફિલ્મમાં તેમણે મુગા-બહેરાં વ્યક્તિનો શાનદાર અભિનય કર્યો હતો. શોલે ફિલ્મનું ઠાકુરનું પાત્ર તેમના અભિનય દ્વારા અમર થઇ ગયું છે.

જીવન[ફેરફાર કરો]

સંજીવ કુમાર નો જન્મ ગુજરાત માં એક ગુજરતી પરિવાર માં થયો હતો. તેમનું અસલી નામ હરિહર જરીવાલા હતું. તેમનું પત્રિક નિવાસ સૂરત હતું પાછળથી તેમનો પરિવાર મુંબઈ આવી ગયો. ફિલ્મ પ્રતિ જનૂન તેમને ભારતીય ફિલ્મ ઉદ્યોગ માં લઈ આવ્યો જ્યાં તેઓ એક પ્રશિદ ફિલ્મ અભિનેતા બન્યા. તેઓ આજીવન કુંવારા રહ્યાં અને સં ૧૯૮૫ માં હૃદય ગતિ રોકાઈ જતા તેમનું મૃત્યુ થયું. તેઓ પોતાના વ્યવ્હારથી સૌથી અલગ અભિનય શૈલી માટે ઓળખાય છે. સંજીવ કુમાર એ વિવાહ નહીં પરંતુ પ્રેમ ઘણી વાર કર્યો હતો. તેમને એ અન્ધવિશ્વાસ હતો કે તેમના પરિવાર માં મોટો પુત્ર ૧૦ વર્ષ નો થતા પિતા ની મૃત્યુ થઈ જાય છે. તમના દાદા, પિતા, અને ભાઈ સાથે આ થઈ ચૂક્યૂં હતું. સંજીવ કુમાર એ પોતાના દિવંગત ભાઈ ના પુત્ર ને દત્તક લીધો હતો અને તે દસ વર્ષ નો થતાં તેમનું મૃત્યુ થયું! સંજીવ કુમાર ને ભોજન નો બહુ શોખ હતો. વીસ વર્ષ ની આયુ માં ગરીબ માધ્યમ વર્ગ ના આ યુવાને રંગમચ માં કામ કરવું શુરૂ કર્યું. આમણે નાની ભૂમિકાઓ થી કોઈ પરહેજ ન કર્યો. એચ.એસ.રવૈલ ની 'સંઘર્ષ' માં દિલીપ કુમાર ની બાહુમાં શ્વાસ છોડવાનું દ્રશ્ય તેમણે એટલું શાનદાર કર્યો કે તેઓ અભિનય સમ્રાટ ની હરોળમાં આવી ગયા. સિતારા બની ગયા છતાં પણ તેમણે ક્યારેય નખરા ન કર્યાં. આપણે જયા બચ્ચન ના સાસરા, પ્રેમી, પિતા, પતિ ની ભૂમિકાઓ બજાવી. જ્યારે લેખક સલીમ ખાન એ તેમના સમકાલીન અમિતાભ બચ્ચન અને શશિ કપૂર ના પિતાની ભૂમિકા ત્રિશૂલમાં નિભાવવાનો આગ્રહ કર્યો તો તેમણે અચકાયા વિના આ ભૂમિકા કરી અને આને શાનદાર ઢંગ થી નિભાવી કે તેમને જ કેંદ્રીય પાત્ર માની લેવામાં આવ્યાં. વૃદ્ધ માણસની ભૂમિકા તેમણે વીસ વર્ષ ની આયુ માં એટલી ખૂબી થી નિભાવી હતી કે પૃથ્વીરાજ કપૂર જોઈને દંગ રહી ગયા હતાં.એમની ફિલ્મ 'શોલે' માં ઠાકુર બલદેવસિંહની ભૂમિકા યાદગાર હતી.લોકો આજે પણ તે યાદ કરે છે.

કારકિર્દી[ફેરફાર કરો]

ફિલ્મી સફર[ફેરફાર કરો]

સંજીવ કુમાર એ પોતાની કારકીર્દીની શુરુઆત હમ હિન્દુસ્તાની ફિલ્મ થી ૧૯૬૦ માં કરી. તેમની હીરો ના રૂપમાં ફિલ્મ નિશાન (૧૯૬૮) હતી. તેમણે દિલીપ કુમાર વિરુદ્ધ સંઘર્ષ ફિલ્મ માં કામ કર્યું. ફિલ્મ ખિલૌના એ તેમને સ્ટારનો દરજ્જો દેવડાવ્યો. ત્યાર બાદ આમની હિટ ફિલ્મ 'સીતા ઔર ગીતા' (૧૯૭૨) અને મનચલી (૧૯૭૩) પ્રદર્શિત થઈ. ૭૦ ના દાયકામાં આમણે ગુલઝાર જેવા દિગ્દર્શક સાથે કામ કર્યું. આમણે કુલ ૯ ફિલ્મો ગુલઝાર સાથે કરી જેમાં આંધી (૧૯૭૫), મૌસમ (૧૯૭૫), અંગૂર (૧૯૮૧), નમકીન (૧૯૮૨). તેમના ચાહકો આ તેમની સૌથી સારી ફિલ્મો માં ની એક માને છે. શોલે (૧૯૭૫) ફિલ્મ માં આમના દ્વારા અભિનીત પાત્ર ઠાકુર આજે પણ લોકો ના દિલોમાં જીવીત છે અને મિમિક્રી આર્ટિસ્ટ માટે આ એક મસાલો છે.

મુખ્ય ફિલ્મો[ફેરફાર કરો]

વર્ષ ફિલ્મ પાત્ર નોંધ
૧૯૯૩ પ્રોફેસર કી પડ઼ોસન પ્રોફેસર વિદ્યાધર
૧૯૮૭ રાહી
૧૯૮૬ કત્લ
૧૯૮૬ કાઁચ કી દીવાર જસવંત સિંહ/દુર્જન સિંહ
૧૯૮૬ લવ એંડ ગૉડ
૧૯૮૬ હાથોં કી લકીરેં ડૉક્ટર સાબ
૧૯૮૬ બાત બન જાયે સૂરજ સિંહ
૧૯૮૫ રામ તેરે કિતને નામ રામ કુ્માર
૧૯૮૫ જ઼બરદસ્ત રતન કુ્માર
૧૯૮૪ લાખોં કી બાત એડવોકેટ પ્રેમ સાગર
૧૯૮૪ મેરા દોસ્ત મેરા દુશ્મન
૧૯૮૪ પાખંડી
૧૯૮૪ બદ ઔર બદનામ
૧૯૮૪ યાદગાર
૧૯૮૩ હીરો
૧૯૮૨ અંગૂર અશોક
૧૯૮૨ સવાલ
૧૯૮૨ સુરાગ
૧૯૮૨ હથકડ઼ી
૧૯૮૨ અય્યાશ
૧૯૮૨ ખુદ્દાર
૧૯૮૨ લોગ ક્યા કહેંગે
૧૯૮૨ નમકીન
૧૯૮૨ શ્રીમાન શ્રીમતી
૧૯૮૨ સિંદૂર બને જ્વાલા
૧૯૮૨ વિધાતા અબુ બાબા
૧૯૮૧ દાસી
૧૯૮૧ ઇતની સી બાત
૧૯૮૧ બીવી ઓ બીવી
૧૯૮૧ ચેહરે પે ચેહરા
૧૯૮૧ લેડીજ઼ ટેલર
૧૯૮૧ વક્ત કી દીવાર
૧૯૮૧ સિલસિલા ડા વી કે આનન્દ
૧૯૮૦ હમ પાઁચ
૧૯૮૦ જ્યોતિ બને જ્વાલા
૧૯૮૦ અબ્દુલ્લા
૧૯૮૦ બેરહમ
૧૯૮૦ ફ઼ૌજી ચાચા
૧૯૮૦ પત્થર સે ટક્કર
૧૯૮૦ સ્વયંવર
૧૯૮૦ ટક્કર
૧૯૭૯ કાલા પત્થર
૧૯૭૯ ગૃહ પ્રવેશ
૧૯૭૯ હમારે તુમ્હારે
૧૯૭૯ બૉમ્બે એટ નાઇટ
૧૯૭૯ ઘર કી લાજ
૧૯૭૯ જાની દુશ્મન
૧૯૭૯ માન અપમાન
૧૯૭૮ ત્રિશૂલ
૧૯૭૮ દેવતા
૧૯૭૮ મુકદ્દર
૧૯૭૮ પતિ પત્ની ઔર વો
૧૯૭૮ સાવન કે ગીત
૧૯૭૮ સ્વર્ગ નર્ક
૧૯૭૮ તૃશ્ણા
૧૯૭૮ તુમ્હારે લિયે
૧૯૭૭ મુક્તિ
૧૯૭૭ શતરંજ કે ખિલાડ઼ી
૧૯૭૭ યહી હૈ જ઼િન્દગી
૧૯૭૭ ઈમાન ધર્મ
૧૯૭૭ આલાપ
૧૯૭૭ અંગારે
૧૯૭૭ અપનાપન
૧૯૭૭ ધૂપ છાઁવ
૧૯૭૭ દિલ ઔર પત્થર
૧૯૭૭ પાપી
૧૯૭૭ વિશ્વાસઘાત
૧૯૭૬ જ઼િન્દગી
૧૯૭૬ અર્જુન પંડિત
૧૯૭૬ દો લડ઼કિયાઁ
૧૯૭૫ મૌસમ
૧૯૭૫ ફ઼રાર
૧૯૭૫ શોલે
૧૯૭૫ આક્રમણ મેજર અજય વર્મા
૧૯૭૫ આઁધી જે કે
૧૯૭૫ અપને દુશ્મન
૧૯૭૫ અપને રંગ હજ઼ાર
૧૯૭૫ ધોતી લોટા ઔર ચૌપાટી
૧૯૭૫ ઉલઝન
૧૯૭૪ કુઁવારા બાપ
૧૯૭૪ આપ કી કસમ
૧૯૭૪ મનોરંજન
૧૯૭૪ અર્ચના
૧૯૭૪ ચરિત્રહીન
૧૯૭૪ ચૌકીદાર
૧૯૭૪ દાવત
૧૯૭૪ ઈમાન
૧૯૭૪ નયા દિન નઈ રાત
૧૯૭૪ શાનદાર
૧૯૭૩ અનહોની
૧૯૭૩ અગ્નિ રેખા
૧૯૭૩ અનામિકા
૧૯૭૩ દૂર નહીં મંજ઼િલ
૧૯૭૩ મનચલી
૧૯૭૩ સૂરજ ઔર ચંદા
૧૯૭૨ પરિચય
૧૯૭૨ કોશિશ
૧૯૭૨ રિવાજ઼
૧૯૭૨ સબસે બડ઼ા સુખ
૧૯૭૨ સીતા ઔર ગીતા
૧૯૭૨ સુબહ ઓ શ્યામ
૧૯૭૧ અનુભવ
૧૯૭૧ એક પહેલી
૧૯૭૧ કંગન
૧૯૭૧ મન મન્દિર
૧૯૭૧ પારસ
૧૯૭૦ બચપન
૧૯૭૦ દસ્તક
૧૯૭૦ દેવી
૧૯૭૦ ગુનાહ ઔર કાનૂન
૧૯૭૦ ઇંસાન ઔર શૈતાન
૧૯૭૦ ખિલૌના વિજયકમલ એસ સિંહ
૧૯૭૦ માઁ કા આઁચલ
૧૯૭૦ પ્રિયા
૧૯૬૯ બંધન
૧૯૬૯ ચંદા ઔર બિજલી
૧૯૬૯ ધરતી કહે પુકાર કે
૧૯૬૯ ગ઼ુસ્તાખી માફ઼
૧૯૬૯ ઇન્સાફ કા મન્દિર
૧૯૬૯ જીને કી રાહ
૧૯૬૯ જ્યોતિ
૧૯૬૯ સચ્ચાઈ
૧૯૬૯ સત્યકામ
૧૯૬૮ ગૌરી સંજીવ
૧૯૬૮ અનોખી રાત બલ્દેવ સિંહ
૧૯૬૮ રાજા ઔર રંક સુધીર
૧૯૬૮ આશીર્વાદ
૧૯૬૮ સંઘર્ષ દ્વારકા પ્રસાદ
૧૯૬૮ શિકાર પુલિસ ઇંસ્પેક્ટર
૧૯૬૮ સાથી અશોક
૧૯૬૬ હુસ્ન ઔર ઇશ્ક આશિક હુસૈન
૧૯૬૬ બાદલ
૧૯૬૬ કાલપી રાજકુમાર સૂરસિંહજી તખ઼્તસિંહજી ગોહિલ
૧૯૬૬ સ્મગલર મોહન
૧૯૬૬ પતિ પત્ની અમર

નામાંકન અને પૂરસ્કારો[ફેરફાર કરો]