લખાણ પર જાઓ

સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય, કાશી

વિકિપીડિયામાંથી
સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યલય
सम्पूर्णानन्द संस्कृत विश्वविद्यालय
ભૂતપૂર્વ નામ
સરકારી સંસ્કૃત કૉલેજ
મુદ્રાલેખસંસ્કૃત:-श्रुतम् मे गोपाय
શ્રુતમ મે ગોપાય
"Let my learning be safe."
પ્રકારસાર્વજનિક
સ્થાપના1791
ઉપકુલપતિબિંદાપ્રસાદ મિશ્રા
સ્થાનવારાણસી, ઉત્તર પ્રદેશ, ભારત
કેમ્પસશહેરી
જોડાણોયુજીસી
વેબસાઇટwww.ssvv.ac.in

સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય ઉતર પ્રદેશના વારાણસી (કાશી) શહેરમાં આવેલ એક્ સંસ્કૃત વિશ્વવિદ્યાલય છે. તે સંસ્કૃત સબંધિત વિષયો પર ઉચ્ચ શિક્ષા માટેનું કેન્દ્ર છે.

આ વિશ્વવિદ્યાલયનું અગાઉનું નામ 'શાસકિય સંસ્કૃત વિશ્વવિદ્યાલય' હતું. જેની સ્થાપના સન ૧૭૯૧માં કરવામાં આવી હતી. વર્ષ ૧૮૯૪માં સરસ્વતી ભવન ગ્રંથાલય નામે એક્ ભવનનું નિર્માણ કરાયું હતું જેમાં હજારો પાંડુલીપીઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ૨૨ માર્ચ ૧૯૫૮ના દિવસે ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી સંપૂર્ણાનંદના વિશેષ પ્રયત્નોથી આ સંસ્થાને વિશ્વવિદ્યાલયની માન્યતા પ્રાપ્ત થઈ. તે સમયે આ વિશ્વવિદ્યાલયનું કામ વારાણસેય સંસ્કૃત વિશ્વવિદ્યાલય હતું. સન ૧૯૭૪માં તેનું નામ બદલીને 'સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય રાખવામાં આવ્યું હતું.  

ભારત અને નેપાળના સંસ્કૃત મહાવિદ્યાલયો આ સંસ્થાને વિશ્વવિદ્યાલયની માન્યતા મળી એ પહેલાથી જ તેની સાથે જોડાયેલા હતા. ઉત્ત્ર પ્રદેશમાં જ્ આ વિશ્વવિદ્યાલય સાથે જોડાયેલ મહાવિદ્યાલયોની સંખ્યા ૧૪૪૧ હતી. તેથી આ વિશ્વવિદ્યાલય માત્ર ભારત જ નહીં પણ અન્ય દેશોના મહવિદ્યાલયો માટે પણ વિશ્વવિદ્યાલય તરીકે જોડાયેલ છે.

  • વેદ-વેદાંગ વિભાગ
  • વેદ વિભાગ
  • વ્યાકરણ વિભાગ
  • જ્યોતિષ વિભાગ
  • ધર્મશાસ્ત્ર વિભાગ
  • સાહિત્ય સંસ્કૃતિ વિભાગ
  • સાહિત્ય વિભાગ
  • પૌરાણિક ઇતિહાસ વિભાગ
  • પ્રાચીન રાજશાસ્ત્રર્થશાસ્ત્ર વિભાગ
  • દર્શન વિભાગ
  • વેદાંત વિભાગ
  • સાંખ્યયોગતંત્રમ વિભાગ
  • તુલનાત્મક ધર્મ એવં દર્શન વિભાગ
  • ન્યાય વિભાગ
  • મિમાંસા વિભાગ
  • શ્રમણ વિદ્યા વિભાગ
  • આધુનિક જ્ઞાન-વિજ્ઞાન વિભાગ
  • આધુનિક ભાષા એવં ભાષાવિજ્ઞાન વિભાગ
  • કાર્યચિકિત્સા તંત્ર
  • શાલ્ય તંત્ર (સર્જરી)
  • શાલક્ય તંત્ર
  • કૌમારભૂત્ય તંત્ર
  • અગદ તંત્ર (ટોક્સિકોલોજી)
  • બાજીકરણ તંત્ર (Purification of the Genetic organs)
  • રસાયણ તંત્ર
  • ભૂત વિદ્યા વિભાગ (Spiritual Healing)ની સ્થાપના પ્રાસ્તાવિક છે..

જોડાયેલી કૉલેજો

[ફેરફાર કરો]

આ વિશ્વવિદ્યાલયની સાથે ૧૨૦૦થી વધુ સંસ્કૃત મહાવિદ્યાલયો જોડાયેલ છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]