સંશયવાદ

વિકિપીડિયામાંથી

સંશયવાદ અથવા સંદેહવાદ (અંગ્રેજી: Skepticism or Scepticism) જ્ઞાન અને શ્રદ્ધાની શક્યતાને સંશયની નજરે જોવાનું વલણ ધરાવતી ફિલસૂફીની એક શાખા તે સંશયવાદ. આ સંશય બે પ્રકારના: (૧) વિનીત (soft) અને (૨) ઉગ્ર (hard). ગ્રીક તત્વચિંતક પાયરહો, પ્લેટો તેમજ સેક્સટસ ઍમ્પિરિક્સ અને દ્'કાર્ત આ વાદના મુખ્ય પુરસ્કર્તાઓ હતા.[૧]

વ્યાખ્યા[ફેરફાર કરો]

બીજી સદીના ચિંતક સેક્સટસ એમ્પિરિક્સે સંદેહવાદી ચિંતકને સમીક્ષક, સત્યશોધક, જિજ્ઞાસુ તરીકે ઓળખાવ્યો છે. સમીક્ષા પછી, શોધતપાસ બાદ કોઈ સત્યશોધકને જો લાગે કે તત્વજ્ઞાનમાં પ્રવર્તતા જે તે મતને ન તો સત્ય કે ન તો અસત્ય માની શકાય, તો એવું સમજનારો સત્યશોધક કોઈ પણ સિદ્ધાંતની સત્યતા કે અસત્યતા અંગેના આખરી નિર્ણયને મોકૂફ રાખે છે. સેક્સટસ પ્રમાણે નિશ્ચય-મોકૂફી પછી પણ પ્રશ્નને ખુલ્લો રાખનાર અને શોધ ચાલુ રાખનાર ચિંતક જ સાચા અર્થમાં સંદેહવાદી છે.[૧]

  • પોતે અમુક વિષયમાં અત્યારે કશું જાણતો નથી, પણ ભવિષ્યમાં પોતે એ વિષય અંગે કશું જાણી શકે એવું પણ બને - આવા મતને વિનીત (soft) સંદેહવાદ કહેવામાં આવે છે.
  • મોટાભાગના વિષયો વિશે પોતે કે કોઈ પણ વ્યક્તિ કશું પણ ક્યારેય જાણી શકે તેમ નથી - આવા મત ને ઉગ્ર (hard) સંદેહવાદ કહેવામાં આવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ બક્ષી, મધુસૂદન (January 2007). ગુજરાતી વિશ્વકોષ. ખંડ ૨૨. અમદાવાદ: ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ. પૃષ્ઠ ૬૩૪-૬૩૫.