સંસ્કૃત વ્યાકરણ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

કોઈ પણ ભાષાને જીવંત રાખવા માટે તેનું વ્યાકરણ સુવ્યવસ્થિત અને વૈજ્ઞાનિક હોય તે જરૂરી છે. આપણે સંસ્કૃત વિષે એ બાબતે ગર્વ લઈ શકીએ છીએ કે તેનુ વ્યાકરણ વિશ્વની બીજી તમામ ભાષાઓ ના વ્યાકરણ કરતાં વધુ વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક છે. વ્યાકરણ શબ્દનો અર્થ-- સંસ્કુત વ્યાકરણશાસ્ત્ર મુજબ વ્યાકરણનો અર્થ આ મુજબ છે-"व्याक्रियन्ते पृथ्थक्रियन्ते अनेन शब्दाः इति।" અર્થાત "જેના વડે શબ્દોને(પ્રકૃતિ-પ્રત્યયમાં) બિભાજીત કરવામાં આવે છે તે વ્યાકરણ છે. " દા.ત. रामः = राम(પ્રકૃતિ)+ सु(પ્રત્યય). સંસ્કૃત સાહિત્યમાં ઘણા વૈયાકરણો થઈ ગયા જેમણે વ્યાકણ પર પોતાના ગ્રન્થો લખ્યા છે, પણ તે બધામાં અને વિશ્વ આખામાં પાણિનિ વ્યાકરણ તેની આગવી વિશેષતાઓ(જેવી કે લાઘવ,અનવદ્યતા,સંપૂર્ણ વૈજ્ઞાનિકતા, વાક્યનિષ્પાદન, અર્થનો પણ સમાવેશ વગેરે) ને કારણે પ્રસિદ્ધ છે. વધુમાં આધુનિક સમયમાં કમ્પ્યૂટર લેંગ્વેજના નૂતન અનુસંધાન માટે પાણિનિ વ્યાકરણ(અષ્ટાધ્યાયી) ના માળખાનો અભ્યાસ થઈ રહ્યો છે.ઉપરોક્ત વ્યાકરણની વ્યાખ્યાના અનુસંધાનમાં એ વાતની સ્પષ્ટતા જરૂરી છે કે પાણિનિ વ્યાકરણ એ ઉપરોક્ત વ્યાખ્યા મુજબનુ પૃથ્થકરણાત્મક વ્યાકરણ ન હોતા સંયોગાત્મક વ્યાકરણ છે.(આ વિષય પર વધુ માહિતી શ્રી ડો.વસન્ત મ. ભટ્ટ ( ડાયરેક્ટર ભાષાસાહિત્ય ભવન,ગુજરાત યુનિવર્સિટિ,અમદાવાદ) ના આ વિષય પર ના લેખો તેમજ પુસ્તકો માં વિસ્તૃત રીતે પ્રસ્તૃત છે.જિજ્ઞાસુએ તે અવશ્ય જોવા.

સંસ્કૃત વ્યાકરણના મુનિત્રય અને તેમનુ પ્રદાન-
  • (૧)પાણિનિ - અષ્ટાધ્યાયી
  • (૨)કાત્યાયન- વાર્તિકો
  • (૩)પતંજલિ - વ્યાકરણ મહાભાષ્ય