સપ્ટેમ્બર ૨૭
Appearance
૨૭ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૭૦મો (લિપ વર્ષ દરમ્યાન ૨૭૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૯૫ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૮૨૫ – વરાળ એન્જિનથી ચાલતી વિશ્વની સૌપ્રથમ રેલવે સ્ટૉકટન અને ડાર્લિંગટન વચ્ચે શરૂ કરવામાં આવી.
- ૧૯૮૮ – મ્યાનમારમાં સરમુખત્યારશાહી સામે લડવા માટે આંગ સાન સૂ કી અને અન્ય સમર્થકો દ્વારા 'નેશનલ લીગ ફોર ડેમોક્રેસી'ની રચના કરવામાં આવી.
- ૧૯૯૮ – ગૂગલ ઇન્ટરનેટ સર્ચ એન્જિન શોધાયું.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૭૩ – વિઠ્ઠલભાઈ પટેલ, ભારતીય રાજકીય નેતા (અ. ૧૯૩૩)
અવસાન
[ફેરફાર કરો]- ૧૮૩૩ – રાજા રામમોહનરાય, ભારતીય માનવતાવાદી અને સુધારક (જ. ૧૭૭૨)
- ૧૯૭૨ – એસ. આર. રંગનાથન, (S. R. Ranganathan) ભારતીય ગણિતશાસ્ત્રી, ગ્રંથપાલ અને શૈક્ષણિક (જ. ૧૮૯૨)
- ૧૯૮૧ – બબલભાઈ મહેતા, ગુજરાતી સાહિત્યકાર (જ. ૧૯૧૦)
- ૧૯૯૯ – કૃષ્ણપાલ સિંઘ, ભારતીય રાજકારણી, ગુજરાતના પૂર્વ રાજ્યપાલ (જ. ૧૯૨૨)
- ૨૦૨૦ – જસવંત સિંહ, ભારતીય સેનાના નિવૃત્ત અધિકારી અને ભૂતપૂર્વ કેબિનેટ પ્રધાન (જ. ૧૯૩૮)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૫-૦૮-૧૮ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર September 27 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.