સભ્યની ચર્ચા:ખેડુત અને ખેતિ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી
                ખેતી

--------

ખેતી એટલે કે ખેતરને લગતું કોઇપણ કાર્ય. ખેતી એ ભારત દેશના લોકોનો મુખ્ય વ્યવસાય છે. ખેતીનાં કાર્યોમાં ખેતર તૈયાર કરવું, એમાં કોઇપણ વનસ્પતિનો યોગ્ય રીતે ઉછેર કરી એમાંથી ફળ, ફૂલ, સાંઠી, પાંદડા કે લાકડાંનું ઉત્પાદન મેળવવું, આ ઉત્પાદનને શુધ્ધ કરી સંગ્રહ કરવો અથવા બજારમાં લઇ જઇ વેચાણ કરવું એ મુખ્ય કાર્યો છે.

ખેતીના વ્યવસાયમાં ચોમાસાની ઋતુમાં થતા વરસાદ પર ખૂબ મોટો આધાર રહેતો હોય છે.

કાર્યોફેરફાર કરો

ખેતીનો વ્યવસાય કરવામાં આ પ્રમાણેનાં કાર્યો કરવામાં આવે છે.

જૂના પાકનાં ઠુંઠા તથા કાંકરાઓ ખેતરમાંથી દૂર કરવામાં આવે છે. ખેતરની ખેડ કરવામાં આવે છે. ખેતરમાં છાણીયું ખાતર નાંખવામાં આવે છે. ખેતરની માટીથી બનેલી પાળો સરખી (સમારકામ) કરવામાં આવે છે. ખેતરની વાડ સરખી (સમારકામ) કરવામાં આવે છે. જે પાકનું ઉત્પાદન લેવાનું હોય તેનું બિયારણ તૈયાર કરવામાં આવે છે. ખેડેલા ખેતરમાં ચાસ પાડવામાં આવે છે. બિયારણની વાવણી કરવામાં આવે છે. પિયતની સગવડ હોય તો વખતસર પાણી પીવડાવવું પડે છે. જે પાકની રોપણી કરવાની હોય તેનું ધરૂ ઉછેરવામાં આવે છે. ધરુ તૈયાર થયા પછી એની રોપણી કરવામાં આવે છે. સમય અને પરિસ્થિતિ જોઇને નિંદામણ કરવામાં આવે છે. ખેતરમાં તૈયાર થતા પાકમાં રોગ ન ફેલાય તે કાળજી લેવામાં આવે છે, આ માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. સમય અને પરિસ્થિતિ જોઇને રાસાયણિક ખાતર આપવામાં આવે છે. પાકનું પશુઓ કે ચોરોથી રક્ષણ કરવામાં આવે છે. પાકનું ઉત્પાદન તૈયાર થાય એટલે કાપણી કરવામાં આવે છે. કેટલાક પાક જેવા કે ફળ, ફુલ, શાકભાજીના ઉત્પાદનને નિયમિત રીતે ચૂંટીને બજારમાં પહોંચાડવામાં આવે છે. ઉત્પાદન મેળવી લીધા પછી ખળી બનાવી એમાં દાણા છુટા પાડવા, સાફ કરવામાં આવે છે. ઉત્પાદન મેળવી લીધા પછી ફરી ખેતરને તૈયાર કરવામાં આવે છે.


ફેરફાર કરોઆ પાનું ધ્યાનમાં રાખો

                      મગફળી

મગફળી એ એક વનસ્પતિ છે, જે તેલિબીયાં આપતી વનસ્પતિઓમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ગુજરાત રાજ્યમાં, એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં મગફળીની ખેતી વિપુલ પ્રમાણમાં કરવામાં આવે છે. આમ મગફળી એ ગુજરાત રાજ્યમાં ખેતીવાડી ક્ષેત્રે મહત્વ ધરાવતો પાક છે. મગફળી વનસ્પતિમાંથી મેળવાતા પ્રોટીન માટેનો સુલભ અને સસ્તો સ્ત્રોત છે. મગફળીમાં પ્રોટીનનું પ્રમાણ માંસમાં રહેલા પ્રોટીનની તુલનામાં ૧.૩ ગણું, ઇંડામાં રહેલા પ્રોટીનની તુલનામાં ૨.૫ ગણું તેમ જ ફળોમાં રહેલા પ્રોટીન કરતાં ૮ ગણું વધારે હોય છે.

મગફળીના ઉત્પાદન માટે ભૌગોલિક કારકોફેરફાર કરો

સામાન્ય રીતે મગફળીનું વાવેતર જૂન- જુલાઇ મહિનામાં કરવામાં આવે છે.

ઉત્પાદક કટિબંધ - મગફળીનો છોડ ઉષ્ણ કટિબંધની વનસ્પતિ છે. તાપમાન - ૨૨ થી ૨૫ ડીગ્રી સેન્ટિગ્રેડ વરસાદ - ૬૦ થી ૧૩૦ સે.મી. વરસાદ જરુરી હોય છે. માટી - હલકી दोमट માટી ઉત્તમ હોય છે. માટી કરકરી તેમ જ પોલાણવાળી હોવી જોઇએ. મગફળીનો ઉપયોગફેરફાર કરો

ખાસ કરીને મગફળીના દાણામાંથી સીંગતેલ મેળવવામાં આવે છે. આ ઉપરાંત મગફળીનું ગોતર એટલે કે સુકાયેલા છોડનો કચરાનો ઉપયોગ પશુઓના ખોરાક તરીકે કરવામાં આવે છે. મગફળીના દાણામાંથી સીંગતેલ કાઢી લીધા પછી વધતા ખોળને પણ દુધાળાં પશુઓના ખોરાક તરીકે વાપરવામાં આવે છે. મગફળીના દાણાનો સૂકામેવા તરીકે, ખારા શેકેલા સિંગદાણાનો નાસ્તા તરીકે, આખી મગફળીની સિંગો બાફીને તેમ જ ભારતીય વાનગીઓને સ્વાદિષ્ટ બનાવવા માટે મગફળીના દાણા અથવા તેના ભૂકાનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે.


ફેરફાર કરોઆ પાનું ધ્યાનમાં રાખો

        કપાસ

પૂર્ણ વિકસિત કપાસ કપાસ એક સપુષ્પીય વનસ્પતિ છે, જેની ખેતીને વૈશ્વિક ગણનામાં રોકડીયો પાક માનવામાં આવે છે. કપાસના છોડનું વૈજ્ઞાનિક નામ ગોસિપિયમ (Gossypium) છે. કપાસના છોડ પરથી રૂનું ઉત્પાદન મેળવવામાં આવે છે. આ રૂ ભારતમાં "સફેદ સોનું" તરીકે ઓળખાય છે. ઉષ્ણ કટિબંધમાં આવેલા પ્રદેશો તેમ જ તેની નજીકના વિસ્તારોમાં ખાસ કરીને કપાસ ઉગાડવામાં આવે છે.

ગુજરાત રાજ્યમાં કપાસની ખેતી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારમાં મોટા પાયે કરવામાં આવે છે.

કપાસના પ્રકારફેરફાર કરો

લાંબા રેસા વાળો કપાસ મધ્યમ લંબાઇના રેસા વાળો કપાસ ઓછી લંબાઇના રેસા વાળો કપાસ જાડા રેસાવાળો કપાસ કપાસ ઉત્પાદન માટે ભૌગોલિક પરિસ્થિતિફેરફાર કરો

તાપમાન - ૨૧ સેં. ગ્રે. થી ૨૭ સેં. ગ્રે. વરસાદ - ૭૫ સેં. મી થી ૧૦૦ સેં. મી. જમીન - કાળી જમીન


          ઘઉં (Triticum spp.)

[૧] એ વિશ્વભરમાં વાવવામાં આવતો ઘાસ પ્રકારનો પાક છે. ૨૦૦૭માં વિશ્વમાં ઘઉંનું ઉત્પાદન ૬.૦૭ કરોડ ટન હતું, જે મકાઈ (૭.૮૪ કરોડ ટન) અને ચોખા (૬.૫૧ કરોડ ટન) પછીનું ત્રીજા ક્રમાંકે આવતું અનાજનું ઉત્પાદન છે.[૨] ઘઉં એ ઘણી સંસ્કૃતિના ભોજનનો પ્રમુખ ધાન્ય છે તેને મોટે બહગે લોટ દળીને વપરાય છે. તેના લોટમાં આથો લાવી અને બ્રેડ, બિસ્કીટ, કૂકિઝ, કેક, પાસ્તા, નૂડલ્સ વગેરે બનાવાય છે.[૩] ગુજરાતી ભોજનમાં ઘઉંનો ઉપયોગ મોટાભાગે રોટલી, લાડુ, લાપસી જેવી વાનગીઓ બનાવવામાં કરાય છે. વિદેશોમાં અમુક જગ્યાએ તેમાં આથો લાવી અને બિયર જાતનો શરાબ [૪], વોડકા જાતનો શરાબ,[૫]પણ બનાવાય છે. તેનો ઉપયોગ જૈવિક બળતણ[૬] તરીકે પણ થાય છે. અમુક પ્રમાણમાં આ પાકનું ઉત્પાદન પાળેલા પશુઓના ચારા તરીકે પણ કરાય છે, ક્યારેક તેનો ઉપયોગ છાપરૂં બાંધવામાં પણ કરવામાં આવે છે.[૭][૮]

ખોરાકમાં ઘઉંનું સ્થાન મહત્વનું છે અને વિશ્વમાં તેનો વપરાશ પણ ખૂબ બહોળા પ્રમાણમાં થાય છે. બધા પ્રકારના અનાજ કરતાં ઘઉંમાં પૌષ્ટિક તત્વ વધારે છે. રોજિન્દા ખોરાકમાં વપરાતા સર્વ પ્રકારના અનાજમાં ઘઉં શ્રેષ્ઠ છે. તેની આ ગુણવત્તાને કારણે ઘઉં ધાન્યનો રાજા ગણાય છે.

ભારતમાં ઘઉં સર્વત્ર થાય છે. નહેરોના પાણીની સગવડને લીધે ખાસ કરીને પંજાબમાં ઘઉંનો પાક વિપુલ પ્રમાણમાં થાય છે. ઉત્તર ભારતમાં પણ ઘઉં પુષ્કળ થાય છે તેથી ઘઉં ઉત્તર ભારતનો માનીતો આહાર છે. ગુજરાતમાં પણ ઘઉં સારા પ્રમાણમાં થાય છે. ઘઉંને ચોમાસામાં છાશિયા પાક તરીકે અને શિયાળામાં રવિપાક તરીકે વાવવામાં આવે છે . પિયત (રવિપાક)ના ઘઉં ને સારા નિતારવાળી કાળી, ગોરાડું કે બેસર રેતાળ જમીન વધારે અનુકુળ આવે છે, જ્યારે બિન-પિયત (છાશિયા-ચોમાસું પાક)ના ઘઉં માટે કાળી અને ભેજ નો સંગ્રહ કરે તેવી ચીકણી જમીન અનુકુળ આવે છે. એકંદરે પોચી કાળી જમીન ઘઉંને વધુ માફક આવે છે .


ઘઉંના છોડ દોઢ-બે હાથ ઊંચાઈના થાય છે. તેના સાંઠા (છોડ ) પોલા હોય છે. તેને ઉંબીઓ આવે છે. ઉંબીઓમાં ઘઉંના દાણા હોય છે, ઘઉંની લીલી ઉંબીઓને શેકીને તેનો પોંક પાડીને ખવાય છે . ઘઉંનો પોંક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે .

જાતિઓફેરફાર કરો

ઘઉં ઘણી જાતના થાય છે . કાઠા ઘઉં અને પોચા ઘઉં એવા બે ભેદ છે . રંગભેદે કરી ઘઉંના ધોળા અને લાલ (રાતા) ઘઉં વધારે પૌષ્ટિક ગણાય છે .એ સિવાય વાજિયા, પૂંસા, બન્સી, પૂનમિયા, ટુકડી, દાઉદખાની, જૂનાગઢી, સરબતી, સોનારા, કલ્યાણ સોના, સોનાલીકા ઈત્યાદિ ઘઉંની જાતો જાણીતી છે .

ઘઉંની વધુ પાક આપતી અનેક સુધારેલી જાતો શોધાઈ છે . સઘળી જાતોમાં બંસી ઘઉં સૌથી ઉત્તમ ગણાય છે . ગુજરાતના ભાલના કાઠા ઘઉં અને મધ્યભારતમાં ઇંદોર-માળવાના ઘઉં વખણાય છે.

વપરાશફેરફાર કરો

ઘઉંના લોટમાંથી રોટલી,ભાખારી,સેવો,પાઉં ,પૂરી,કેક,બિસ્કીટ વગેરે અનેક વાનગીઓ બને છે. વળી ઘઉંના લોટમાંથી શીરો,લાપશી,લાડુ,સુખડી, માલપૂડા,પૂરણ-પોળી,ઘેબર,ખાજાં,જલેબી, ઈત્યાદિ પકવાનો પણ બને છે.

ઘઉના પકવાનોમાં ઘી,ખાંડ,ગોળ કે સાકર નંખાય છે. ઘઉંને પાંચ-છ દિવસ પલાળી રાખી તેના સત્વનો બદામી પૌષ્ટિક હલવો બનાવાય છે. ઉપરાંત ઘઉંની થૂલી પણ પૌષ્ટિક છે. જેનો ઉપયોગ અશક્ત-માંદા માણસોને શક્તિ આપવા માટે થાય છે . વળી ઘઉંમાં ચરબીનો ભાગ ઓછો હોવાથી તેના લોટમાં ઘી કે તેલનું મોંણ નાખવામાં આવે છે તેમજ તે રોટલી કે રોટલા સાથે ઘી, માખણ કે મલાઈનો ઉપયોગ થાય છે. ઘઉંની સાથે યોગ્ય પ્રમાણના ઘી કે તેલ લેવાય તે જરૂરી છે. ઘી સહિત ઘઉં ખાવાથી વાયુ ને દૂર કરે છે અને તે બદી કરતા નથી.

ઘઉંની રાબ કરતાં રોટલી પચવામાં ભારે છે અને તે કરતાં પૂરી,શીરો,લાડૂ, લાપશી(કંસાર),ગોળપાપડી અનુક્રમે એકબીજાં કરતા વધુ ભારે છે. ભારતમાં ઘઉંની રોટલી સામાન્યતઃ મુખ્ય ખોરાક છે. ગુજરાતમાં અતિશય પાતળી ફૂલકા રોટલી અનાવાય છે પરંતુ તે વધુ હિતાવહ નથી,કારણકે પાતળી રોટલીમાં ઘઉના પ્રજીવકો(વિટામીનો) અગ્નિના તાપથી જલ્દી નાશ પામે છે.એકંદરે તો ઉત્તરભારતની જાડી રોટલી કે બાટી આરોગ્યની દ્રષ્ટીએ વધુ હિતકારી છે.


જો કે ઘઉં વિશ્વની મોટાભાગની ખાદ્ય પ્રોટિન ખોરાકની આપૂર્તિ કરે છે,


              જીરું 


એક સપુષ્પીય વર્ગની વનસ્પતિ છે, જેનું વૈજ્ઞાનીક નામ ક્યુમીનમ સાયમીનમ (Cuminum cyminum) છે. વરિયાળી જેવા દેખાતા જીરુંના દાણા તેમ જ પાવડરનો મસાલા તરીકે બહોળા પ્રમાણમાં વપરાય છે. ભારતીય ઉપખંડમાં આખા જીરુંના દાણા વઘારમાં તેમ જ દળીને બનાવેલા જીરુંના પાવડરનો ઉપયોગ વાનગી બનાવતી વેળાના અંતિમ ચરણમાં સ્વાદ માટે કરવામાં આવે છે.

ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં જીરુંની ખેતી કરવામાં આવે છે. આ પૈકી મહેસાણા તેમ જ પાટણ જિલ્લાઓમાં સૌથી વધુ પ્રમાણમાં જીરું પકવવામાં આવે છે.

આયુર્વેદમાં જીરુંફેરફાર કરો

ભારતીય પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદમાં પણ જીરુંનો ઉલ્લેખ જોવા મળે છે. જીરું તીખું, પચ્યા પછી પણ તીખું, ગરમ, તીક્ષ્ણ, રુચિકારક, જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર, પિત્ત તથા અગ્નિ વધારનાર, ઉદરશૂળ - આંકડી- મરોડનું શમન કરનાર, સુગંધી, કફ, વાયુ, દુર્ગંધ, ગોળો, ઝાડા, સંગ્રહણી તથા કરમિયાંનો નાશ કરનાર છે.

           તલ 

અંગ્રેજી: Sesame; વૈજ્ઞાનિક નામ: Sesamum indicum) એક તેલીબિયાં વર્ગની વનસ્પતિ છે. વનસ્પતિશાસ્ત્ર પ્રમાણે તે સપુષ્પી વનસ્પતિના સિસેમમ ગોત્રમાં આવે છે. ભારતમાં અને આફ્રિકામાં તેની અસંખ્ય જંગલી જાતો મળી આવે છે. ઉષ્ણકટિબંધના વિસ્તારોમાં તે સારી રીતે કેળવાય છે.

તલને સૌથી જૂના ખેતી કરીને પકવવામાં આવતા તેલીબિયાં તરીકે ગણવામાં આવે છે અને ૩,૦૦૦ વર્ષથી પણ વધુ સમયથી તેની માવજત થતી હોવાનું જાણમાં છે. તલ સુષ્કતા પ્રત્યે ખૂબ સારી સહિષ્ણુતા ધરાવે છે, એટલે કે સુકા વિસ્તારમાં તે સારી રીતે ઉગી શકે છે. જ્યાં બીજો કોઈ પાક થઈ ન શકતો તેવા વિસ્તારમાં તે સરળતાથી ઉગી શકે છે અને માટે અંગ્રેજીમાં તેને સર્વાઇવર ક્રોપ (survivor crop) તરીકે પણ ઓળખવામાં આવે છે[૧][૨].

બધાં તેલીબિયામાં તલ સૌથી વધુ તેલ ધરાવે છે. તલનું તેલ મીઠું હોય છે અને તે કારણે દુનિયાના લગભગ દરેક ભાગમાં ખાધ્યતેલ તરીકે વપરાય છે[૩][૪].

અન્ય સુકામેવા (નટ્સ-Nuts) અને ખાધ્ય પદાર્થોની જેમજ તલ પણ અમુક માણસોમાં એલર્જી પેદા કરી શકે છે[૫].

૨૦૧૦ની સાલમાં વિશ્વમાં તલનું કુલ ઉત્પાદન ૩૮.૪ લાખ ટન થયું હતું અને મ્યાનમાર (બર્મા) સૌથી મોટો ઉત્પાદક દેશ હતો[૬]. ભારત સૌથી મોટો નિકાસકર્તા અને જાપાન સૌથી મોટો આયાતકર્તા દેશ હતો.


                મગ

એ એક પ્રકારનું કઠોળ છે. મગનું મૂળ વતન ભારતીય ઉપખંડમાં છે. [૧]આ ઉપરાંત જાપાન , શ્રીલંકા, બર્મા, પાકિસ્તાન, ઈરાન, ઈરાક, ઈન્ડોનેશિયા, વિએટનામ અને દક્ષીણ એશિયાના બીજા ભાગો અને યુરોપના સૂકા ક્ષેત્રો તેમજ યુનાઇટેડ સ્ટેટ્સ [૨][૩] માં ઉગાડવામાં આવે છે. આનો ઉપયોગ તીખી અને મીઠી એવી બંને પ્રકારની વાનગીઓ બનાવવા માટે થાય છે. મગ સામાન્ય રીતે ભારતીય અને ચાઇનીઝ ભોજનમાં વપરાય છે.

મગને ગ્રીન ગ્રામ કે ગોલ્ડન ગ્રામ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે ઝીણા અને રંગમાં લીલા હોય છે.

મગ ભારતમાં બધે ઠેકાણે થાય છે. સામાન્ય રીતે મગ દરેક જાતની જમીનમાં થાય છે, છતાં તેને હલકી, ગોરાડુ કે મધ્યમ, કાળી અને સારા નિતારવાળી જમીન વધુ માફક આવે છે. મગ કાળા, લીલા, પીળા, ધોળા અને રાતા એમ ઘણી જાતના થાય છે. મગની દાળમાં ચોખા ભેળવી ખીચડી બનાવાય છે. જે ગુજરાતમાં રાત્રીના ભોજનમાં મોટા ભાગના ઘરોમાં નિયમિત ખવાય છે. માંદગીમાં કે ઉપવાસ પછી, અગ્નિ સાવ મંદ પડી ગયો હોય ત્યારે, મગનું ઓસામણ, મગનું પાણી, મગની દાળ કે ઢીલી ખીચડી ખાવી જોઈએ. મગ પચવામાં ખુબ હલકા તેમજ પૌષ્ટિક છે:

            અડદ 

એ એક કઠોળ છે. આનું શાસ્ત્રીય નામ વીગ્ના મુંગો છે. આને અંગ્રેજીમાં બ્લેક ગ્રામ, બ્લેક લેન્ટીલ, વ્હાઈટ લેન્ટીલ, કે બ્લેમ માટ્પે બીન નામે ઓળખાય છે. આ કઠોળ દક્ષિણી એશિયામામ્ ઉગાડવામાં આવે છે. પહેલા આને અમ્ગ સાથે ફેસીઓલ્સ્માં વર્ગીકૃત કરયા હતા પણ પછી તેને વીગ્નામાં ખસેડાયા. એક સમયે આને મગની જ એક પ્રજાતી ગણાવામાં આવતી હતી. જો તેની છાલ સાથે વેચવામાં આવે તો તેને બ્લેક લેન્ટીલ કહે છે અને તેને છાલ રહિત વેચાય તો એને વ્હાઈત લેન્ટીલ કહે છે.

આ કઠોળનું મૂળ ઉદ્ગમ ભારત મનાય છે. પ્રાચીન સમયથી ભારતમાં અડદ ખવાતા આવ્યા છે અને તે ભારતના સૌથી મોમ્ઘા કઠોળમાંનું એક છે. તટાવર્તી આંધ્ર પ્રદેશનું ક્ષેત્ર ચોખા અને અડદની ખેતીમાતે જાનીતું છે. અડદના ઉત્પાદનમાં આધ્રપ્રદેશમાં ગુંટુર જિલ્લો પ્રથમ ક્રમાંકે આવે છે. ભારતથી સ્થળાંતરીત થયેલા લોકોએ અન્ય પ્રદેશોમાં આનો ફેલાવો કર્યો છે.

વર્ણનફેરફાર કરો

આનો છોડ એ ટટ્ટાઅર વધતો રૂંવાટી ધરાવતો, વાર્ષિક છોડ છે. આના મૂળ એનેક શાખાઓ ધરાવે છેઅને તેની શાખા લીસી અને ગોળાકાર હોય છે. આની શિંગો સાંકડી, નળાકાર અને લગભગ ૬ સેમી જેટલી લાંબી હોય છે.

રસોઈમાં વપરાશફેરફાર કરો

અડડનો ઉપયોગ મોટૅભાગે તેની દાળ સ્વરૂપે થાય છે. તેની છોત્રાવાળી દાળમાંથી દાળ બનાવવામાં આવે છે. આની દાળને બાફીને સીધી પણ ખવાય છે. દક્ષિણભારતમાં આની છોત્રા વગરની દાળને વાટીને ખીરું તૈયાર કરાય છે. આ ખીરું ડોસા, ઈડલી, વડા, પાપડ વબેરે બનાવવા માટે વપરાય છે.


છોત્રા કાઢેલી સફેદ અડદ આ એક પૌષ્ટિક ખોરાક છે અને અન્ય કઠોળની જેમ મધુપ્રમેહ ધરાવતા લોકોને આનું સેવન કરવાની સલાહ અપાય છે. પંજાબી અને પાકિસ્તાની રસોઈમાં અડદ મહત્તવપૂર્ણ છે અહીં આને સબુત માશ કહે છે. તેનો ઉપયોગ દાલ મખની બનાવવામાં થાય છે. બંગાળમાં બ્યુલીર દાળ બનાવવામાં તેનો ઉપયોગ થાય છે.


     મેથી 


(હિંથી:मेथी) એ એક વનસ્પતિ છે, જેના છોડ કદમાં ૧ ફુટથી નાના હોય છે. મેથીનાં પર્ણો શાક બનાવવા માટે કામ આવે છે તથા તેનાં સુકાયેલાં બીજ એટલે કે દાણા મસાલાના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ મેથી અત્યંત ગુણકારી ગણાય છે.


            તુવેર, 


તુવર કે તુવેરની દાળ (હિંદી:अरहर दाल, અંગ્રેજી: Pigeon pea, Gungo pea), (વૈજ્ઞાનિક નામ: Cajanus cajan, અન્ય વૈજ્ઞાનિક નામો Cajanus indicus Spreng. (Valder 1895) અને Cytisus cajan (Crawfurd 1852)) તે કઠોળ વર્ગની વનસ્પતિનાં ફેબેસી કુળનો બહુવર્ષાયુ છોડ છે.

ઉછેરફેરફાર કરો

તુવેરની ખેતી ઓછામાં ઓછા ૩૦૦૦ વર્ષ પહેલાં પણ થતી હતી. તેની મૂળ જન્મ ભૂમિ એશિયા માનવામાં આવે છે. ત્યાંતી ગુલામો દ્વારા તેને પૂર્વી આફ્રિકા અને ત્યારે બાદ અમેરિકા ખંડમાં લવાઈ હોય એમ માનવામાં આવે છે. આજે તુવેરની ખેતી સંપૂર્ણ વિશ્વના સમષીતોષ્ણ કટિબંધના ક્ષેત્રોમાં કરવામાં આવે છે. તુવેરના છોડ બહુવર્ષાયુ છોડ છે તે ૩ થી ૫ વર્ષ ટકે છે. જે કે બીજા વર્ષ પછી ઉત્પાદનમાં ઘણો ઘટાડો થાય છે. અને તેના બી ફરી રોપવા માટે લાયક નથી રહેતા.


તુવેરનો છોડ એક બહુવર્ષાયુ છોડછે જે એક નાનકડા વૃક્ષ જેવું સ્વરૂપ ધારણ કરે છે.

તુવેરના દાણા તુવેર એ ઉપ-શુષ્ક આબોહવા ધરાવતા ક્ષેત્રનો એક ખૂબ મહત્ત્વપૂર્ણ ફળી-પાક છે. ભારતીય મહાદ્વીપ, પૂર્વી આફ્રિકા અને મધ્ય અમેરિકા તુવેર પકવતા મુખ્ય ક્ષેત્રો છે. આજાકાલ તુવેર્ અ૨૫ કરતાં વધુ દેશોમાં ઉગાડવામાં આવે છે. યાતો તેને એકલ પાક તરીકે અથવા તેને ફરતા પાક તરીકે છાસટિયા પાક, બાજરી કે મકાઈ ના પાક પછી કે મગફળી ઉગાડવામાં આવે છે. તુવેરનો છોડ દ્વીદળ હોવાને કારણે તેની મૂળમાં આવેલ બેક્ટેરિયા નાઈટ્રોજનના જૈવિક સ્થિરીકરણ માં મદદ કરે છે.

ગરીબ ખેડૂતો દ્વારા આને જમીનના નાના ટુકડા ઉપર મધ્યમથી લાંબી આવરદા (૫-૧૧ મહિના) માટે રોપવામાં આવે છે. ટૂંકી આવરદાના તુવેર વાવેતરની (૩- ૪ મહિના) પદ્ધતિ હમણાં વિકસાવવામાં આવી છે જેથી તેને ફરતા પાક તરીકે વાવી શકાય. પરમ્પારિક રીતે તુવેરની ખેતીમામ્ ખાતર, સિંચન અને જંતુનાશક જેવા સહાયકોનો ઉપયોગ અત્યંત અલ્પ છે. જેને કારાણે તુવેરના ઉત્પાદનની ઉપજ ઘણી અલ્પ છે (૭૦૦ કિલો પ્રતિ હેક્ટર). તુવેરની માગ વધુ હોવાને કારણે હાલના સમયમાં આ પાકના વ્યવસ્થાપન પર વધુ જોર મુકાયું છે

તુવેરના છોડ શુષ્ક વાતાવરણ પ્રત્યે ખૂબ સારો પ્રતિરોધ ધરાવે છે. તે ૬૦૦ મિમી કરતાં ઓછા વરસાદ ધરાવતા ક્ષેત્રોમાં પણ ઉગી શકે છે.

વિશ્વમાં લગભગ ૪૬૦૦૦ ચો કિમી ક્ષેત્ર પર તુવેર ઉગાડાતી હોવાનો અંદાજ છે. તેમાંની ૮૨% તો ભારતમાં જ ઉગે છે. હાલના સમયમાં આફ્રિકામાં, ખાસ કરીને પશ્ચિમ આફ્રિકામાં (નાઈજીરિયા) પ્રાણીજ ખોરાકમાં તે એક આવશ્યક અંગ બન્યું છે

ઉપયોગોફેરફાર કરો


ટ્રીનીદાદ અને ટોબેગોમાં તુવેર તુવેરને ખાદ્ય પાક અને ઘાસચારા એમ બંને રીતે ઉગાડાય છે. તેને સૂકા કઠોળ, લોટ તરીકે કે લીલા દાણા સ્વરૂપે ખાઈ શકાય છે. તેમાં ઉંચા પ્રમાણમાં પ્રોટીન અને મહત્વપૂર્ણ એમિનો ઍસિડ જેવાકે મેથીઓનાઈન, લાયસાઈન, ટ્રીપ્ટોફેન હોય છે. [૧] તુવેરને સિરિયલની સાથે મેળવીને લેતા તે એક સમતોલ માનવ આહાર બનાવે છે. સૂકા વટાણાના એક વિકલ્પ તરીકે આના સૂકવેલા કઠોળને પલાળીને રાંધવાના ઉપયોગમં લેવામાં આવે છે. તુવેરને ફણગાવીને ખાતા તે પચવામાં સરળ બને છે. ફણગાવવાથી તેમાંની અપાચક સાકર ઘટે છે. આ સાકર તુવેરના કઠોળને સીધી રાંધવાથી તેમની તેમ જ રહે છે. [૨]

ભારતમાં, તુવેરની દાળ એક લોકપ્રિય કઠોળ છે. તે શાકાહારી ખોરાકમાં પ્રોટીન એક મહત્વપૂર્ણ સ્ત્રોત પૂરો પાડે છે. જ્યાં તે ઉગાડાય છે ત્યાં તેની તાજી શીંગો માંથી દાણા કાઢી શાક બનાવી કહ્વાય છે. તેના કઠોળની દાળમાંથી દાળ, સાંબાર જેવી વાનગીઓ બનાવવામાં આવે છે.

ઇથોપિયામાં માત્ર શીંગો નહિ,પરંતુ તાજા અને કુણા અંકુર અને પાંદડા પણ રાંધીને ખાવામાં આવે છે. [૩]

કેટલીક જગ્યાઓમાં, જેમ કે ડોમિનિકન રીપબ્લિક અને હવાઈ તુવેર ઉગાડીને ડબ્બામાં બંધ કરવામાં સાચવવામાં આવે છે. મોરો દી ગ્વૅન્ડ્યુલસનામની એક વાનગી ચોખા અને લીલા તુવેરને મિશ્ર કરી બનાવાય છે, તે ડોમિનિકન રીપબ્લિકનો એક પરંપરાગત ખોરાક છે. પ્યુઅર્ટો રિકોમાં ઍરોઝ કોન ગૅન્ડ્યુલસનામની વાનગી ચોખા અને તુવેર સાથે મેળવીને બનાવાય છે. તુવેર પણ સ્ટયૂ તરીકે કરવામાં આવે છે

થાઇલેન્ડમાં, તુવેરને લાખ નિર્માણ કરનારા જંતુઓના યજમાન તરીકે ઉગાડવામાં આવે છે.

કેટલાક વિસ્તારોમાં તુવેરનો ઉપયોગ લીલું ખાતર બનાવવા માટે થાય છે. આ ખાતર ૪૦ કિલો પ્રતિ હેક્ટર નાઇટ્રોજન પૂરો પાડે છે. તુવેરની લાકડાજેવી ડાળીઓ બાળવા, વાડ બનાવવા અને છાપરું બનાવવા ઉપયોગી છે. સ્વાગત|realName=|name=ખેડુત અને ખેતિ}}

-- ધવલ સુ. વ્યાસચર્ચા/યોગદાન ૨૦:૦૦, ૯ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]