સભ્યની ચર્ચા:પીઠવા પ્રકાશ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ મંદિરમાં બાલવી માતાજી ઉપરાંત બુટ ભવાની, બહુચર માતાજી તથા બલાડ માતાજી એમ ચારેય બહેનો એકીસાથે બિરાજમાન છે.

ઉપલેટાથી ૨૧ કિ.મી. પોરબંદર જતાં હાઇવે રોડ પર વાડાસડા ગામ આવેલું છે અને આ ગામમાં બાલવી માતાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે.

આ મંદિરની સ્થાપના વિ.સં. ૧૬૦૦માં પોરબંદરના મહારાણા સરતાનજીના વરદહસ્તે થયેલી. એટલે કે આ મંદિર આશરે ૪૬૫ વર્ષ જૂનું છે.

આ મંદિરમાં બાલવી માતાજી ઉપરાંત બુટ ભવાની, બહુચર માતાજી તથા બલાડ માતાજી એમ ચારેય બહેનો એકીસાથે બિરાજમાન છે. આ મંદિરની સ્થાપના અષાઢી બીજના દિવસે થયેલ હોઇ. અષાઢીબીજે સમસ્ત ગામ ભાદર નદીનાં નવાં આવેલાં નીરથી માતાજીને સ્નાન કરાવે છે. માતાજીને ધજા ચઢાવવામાં આવે છે. સમસ્ત ગામ માતાજીની લાપસી કરીને આ પર્વની ઉજવણી કરે છે. મંદિરના પટરાંગણમાં હનુમાનજી, શિવમંદિર તેમજ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. બાલવી માતાજીના મંદિરે દરરોજ યાત્રાળુઓ ખૂબ જ આવે છે. રવિવાર તથા જાહેર રજાના દિવસે યાત્રાળુઓની સંખ્યા બહોળી હોય છે. આ મંદિરે યાત્રાળુ માટે સુંદર ધર્મશાળા તથા રહેવા તેમજ જમવાની સુંદર વ્યવસ્થા છે, જે ચોવીસ કલાક ચાલુ રહે છે. આ વ્યવસ્થા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે. બાલવી માતાજીના મંદિરે નવરાત્રિ તેમજ અષ્ટમીના દિવસે હવન થાય છે. આ મંદિર ખૂબ જ રમણીય તેમજ સુંદર છે. બાલવી માતાજીનાં દર્શન કરીને આપણે સર્વે ધન્યતા અનુભવીએ છીએ.

તમારા ફેરફારો[ફેરફાર કરો]

માનનીય પ્રકાશભાઇ,

તમે કરેલા ફેરફારો જેવાં કે વિકિપીડિયા:આજનું ચિત્ર‎ સમજાવવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૫૧, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]

ફાઇલ અપલોડ[ફેરફાર કરો]

આ માટે તમારે ફોટાને commons.wikimedia.org પર મૂકવો પડશે. ધ્યાનમાં રાખવું કે ત્યાં કોપીરાઇટ ધરાવતી કોઇ ફાઇલ અપલોડ ન કરવી. તમે જાતે પાડેલાં ફોટાઓ હોય તો સર્વોત્તમ બનશે. અન્યથા તે તરત દૂર થઇ શકે છે. Commons વેબસાઇટ પર તમારા ગુજરાતી વિકિપીડિયા ના યુઝરનેમ અને પાસ વર્ડ થી લોગ ઇન કર્યા પછી ડાબી બાજુએ ફાઇલ અપલોડ માટેની વ્યવસ્થા છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૫:૫૩, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]

આ જોવા વિનંતી, https://commons.wikimedia.org/wiki/Commons:First_steps/Uploading_files --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૦૧, ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]
ગુજરાતીમાં વાંચવા માટે, https://commons.wikimedia.org/wiki/Commons:First_steps/Uploading_files/gu જુઓ. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૨૭, ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]