સભ્યની ચર્ચા:હરિસિંહ ગોહિલ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય હરિસિંહ ગોહિલ, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- ધવલ સુધન્વા વ્યાસચર્ચા/યોગદાન ૧૬:૦૩, ૨૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST)[ઉત્તર]

વિકિપીડિયામાં સંદર્ભ રહિત અયોગ્ય માહિતી ઉમેરવા બાબતે..[ફેરફાર કરો]

મહેરબાની કરીને જ્ઞાનકોશથી વિપરીત એવી વાર્તા, દુહા, લોકકથા જેવી વિગતો અહીં ન ઉમેરશો. એ માટે તમે અન્ય સોશિયલ મીડિયા (દા.ત. ફેસબુક, ટ્વિટર, ક્વોરા કે બ્લોગ) જેવી વેબસાઇટ્સ વાપરી શકો છો. -- કાર્તિક ચર્ચા ૧૦:૧૯, ૧૪ ઓક્ટોબર ૨૦૨૨ (IST)[ઉત્તર]

@KartikMistry હા સર
વિજાજી ગોહિલ મીતીયાળા નાં રાજવી હતાં અને તેમનો ઇતિહાસ છે તે જ્ઞાનકોશથી વિપરીત નથી અને તેમના દુહા અને લોક કથા છે, તો સર આ અમારી તમને રિક્વેસ્ટ છે, કે આવા ઉજળા ઇતિહાસને મીતીયાળાના વિકિપીડિયામાં રહેવા દેવામાં આવે તેમજ યોગ્ય માર્ગદર્શન સાથે વાતચીત સાંભળવામાં આવે સર્ wikipedia ભાવનગરમાં જોઈએ છીએ તો ભાવનગર રાજવી નો ઇતિહાસ બતાવે છે, વડોદરામાં જોઈએ છીએ તો ગાયકવાડ રાજવી નો ઇતિહાસ બતાવે છે, જામનગરમાં જોઈએ છીએ તો જાડેજા રાજવી નો ઇતિહાસ બતાવે છે તો મીતીયાળામાં કેમ નહીં આ બાબત ધ્યાન લેવા વિનંતી આમાં કોઈ ખોટી માહિતી નથી લેખક નાનાભાઈ જેબલિયા નું પુસ્તક તેમજ અન્ય પુસ્તકો માં ઇતિહાસ ના લેખો તેમજ મીતીયાળામાં અવશેષોના પુરાવા છે. આ વાતને ધ્યાનમાં લેવી હરિસિંહ ગોહિલ (ચર્ચા) ૧૧:૧૨, ૧૪ ઓક્ટોબર ૨૦૨૨ (IST)[ઉત્તર]
ના. દુહા, લોકકથા તેમજ તેવી અન્ય વિગતો મૂકાતી નથી. તમે ઉલ્લેખ કરેલા લેખો તમે ચકાસી શકો છો. ક્યાંય પણ વાર્તાઓ નથી. મીતીયાળાના ઇતિહાસ માટે ઓનલાઇન કયા સંદર્ભગ્રંથો છે? તે જણાવશો. તેમજ વિકિપીડિયાને પોતાની લખાણ શૈલી છે, તે જાળવી રાખશો. તમે જેમ-તેમ વિગતો મૂકશો તો તે વિકિપીડિયાની નિતીઓનો ભંગ ગણાશે અને દૂર કરવામાં આવશે. ફોરમેટિંગ વગેરે પણ ધ્યાનમાં લેવું જરુરી છે.
અગાઉ કહ્યું તેમ - તમે અન્ય સોશિયલ મિડિયામાં ગમે તે વિગતો મૂકી શકો છો, વિકિપીડિયામાં નહી! -- કાર્તિક ચર્ચા ૧૧:૧૭, ૧૪ ઓક્ટોબર ૨૦૨૨ (IST)[ઉત્તર]
@KartikMistry હા સર જરૂર
વિકિપીડિયા ના નિયમો અનુસાર અમે મીતીયાળા ની માહિતી મૂકશું. હરિસિંહ ગોહિલ (ચર્ચા) ૧૬:૨૩, ૧૪ ઓક્ટોબર ૨૦૨૨ (IST)[ઉત્તર]
હજુ પણ તમે જે માહિતી મૂકી રહ્યા છો, તે વિકિપીડિયા યોગ્ય નથી. તમે અન્ય લેખોમાં કયા પ્રકારના સંદર્ભો છે તેમજ તેનું ફોરમેટ/બંધારણ શું છે તે ચકાસ્યું? @Aniket, @Dsvyas - આ સભ્યના યોગદાનો ચકાસવા વિનંતી છે. -- કાર્તિક ચર્ચા ૧૬:૪૬, ૨૩ ઓક્ટોબર ૨૦૨૨ (IST)[ઉત્તર]

ચેતવણી[ફેરફાર કરો]

ભાઈ શ્રી @હરિસિંહ ગોહિલ, તમે અહિં જે વારંવાર વિનંતી કરવા છતાં એકધાર્યા ફેરફારો કરે રાખો છો તેને ભાંગફોડીયા પ્રવૃત્તિ ગણવામાં આવે છે અને લગાતાર આવી ભાંગફોડ કરનાર પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ છે. આપ નવા બનેલા સભ્ય છો એટલે તમને આ આખરી ચેતવણી આપું છું કે જો હવે તમે એક પણ વખત આવી વિકિ અસંગત, અસંદર્ભ માહિતી અહિં મૂકી છે તો આપના પર તત્કાલ પ્રતિબંધ મૂકવામાં આવશે.

તમારું સ્વાગત કરતો સંદેશ જે અહિં સૌથી ઉપર મૂકેલો છે તેમાં ઘણી પ્રારંભિક માહિતી આપેલી છે અને અમૂક કડીઓ પણ છે, એક વખત થોડો સમય ફાળવી ને એ સંદેશો વાંચી જાઓ, તેમાં આપેલી કડીઓની મૂલાકાત લો, અમુક પાના વાંચી જુઓ, આમ કરવાથી વિકિપીડિયા શું છે, અહિં કયા પ્રકારની માહિતી મૂકવામાં આવે છે, કેવી રીતની ભાષા વાપરવામાં આવે છે, વગેરે ખ્યાલ તમને આવી જશે જે તમારા યોગદાન કરવામાં ઉપયોગી થશે.

પણ જો તમે નહી જ શીખો અને આમ સતત ભાંગફોડ કરવાનું ચાલુ જ રાખશો તો મારે ના છૂટકે તમને પ્રતિબંધિત કરવા પડશે. અસ્તુ! --ધવલચર્ચા/યોગદાન ૧૬:૦૨, ૨૪ ઓક્ટોબર ૨૦૨૨ (IST)[ઉત્તર]