સભ્યની ચર્ચા:115.240.249.56

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

આભાર[ફેરફાર કરો]

ભાઇશ્રી/બહેનશ્રી,
આપે તાજેતરમાં કરેલાં આ ફેરફારો માટે આપનો આભાર. કદાચ આપ જો આ સ્થાયી (સ્ટૅટીક) આઇ.પી. એડ્રેસ 115.240.249.56 વાપરતા હશો તો તમને મારો આ સંદેશો જોવા મળશે, મેં નોંધ્યું છે કે તમે ઘણા સારા ફેરફાર કરી રહ્યાં છો. માટે આપને એક સુચન કરવું હતું કે, જો શક્ય હોય તો આપ પોતાનું એક ખાતું ખોલીને વિધિવત ફેરફારો કરવાનું રાખો તો સારૂં. ખાતું ખોલવાથી ફાયદો એ છે કે તમે આ એકજ કોમ્પ્યૂટર સિવાય અન્ય કોઇ પણ કોમ્પ્યૂટર પરથી વિકિપીડીયા વાપરશો તો પણ પોતે કરેલા ફેરફારો ઉપર તમે નજર રાખી શકશો, આ ઉપરાંત મારા જેવા અન્ય સભ્યોએ તમારો સંપર્ક કરવો હોય તો પણ અમને સરળતા રહેશે તથા આપ પણ ચોતરા પર કે અન્ય જગ્યાઓએ ચર્ચામાં વધુ સક્રિય પણે ભાગ લઇ શકશો.
વિચારી જુઓ અને યોગ્ય લાગે તો અમલમાં મુકો.

મિત્ર એ.એ. પટેલ, આપને અહીં યોગદાન કરવાનો આટલો બધો ઉત્સાહ છે તે જોઈને આનંદ થાય છે, પરંતુ તેમ કરતા પહેલા અહીં કેવી રીતે લખવું તે જાણી લેવું ખુબજ અગત્યનું છે, ફક્ત લેખન શૈલી જ નહી, પરંતુ સાચી જોડણી અને ગુજરાતી ટાઇપીંગ પર થોડી ઘણી પકડ પણ જરૂરી છે, આપ કૃપા કરી ટાઇપીંગનિ થોડો-ઘણો મહાવરો કરી લો અને પહેલેથી લખેલા થોડા લેખો વાંચી જુઓ, જેથી તમને ખ્યાલ આવે કે અહીં કેવી રીતે લખવામાં આવે છે. અને હા, આ ઉપરાંત એ વાતનું ધ્યાન રાખજો કે એક વખત હટાવવામાં આવેલું પાનું (ઉદા. ચાંપાંનેર) કે લખાણ કેમ દૂર કર્યું છે તે જોઈ જુઓ, જો વારંવાર દૂર કરેલું લખાણ કે લેખ આપ વારેવારે બનાવશો તો આપના પર પ્રતિબંધ મુકવામાં આવી શકે છે, માટે યોગદાનની ગંભીરતા સમજીને સભ્ય બની યોગદાન કરશો. --ધવલચર્ચા/યોગદાન ૨૧:૫૫, ૯ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)


આ એક અજ્ઞાત સભ્યનું ચર્ચા પાનું છે જેમણે ક્યાં તો પોતાનું ખાતું ખોલ્યું નથી અથવા તો તેને વાપરતા નથી. આથી તેમને ઓળખવા માટે અમારે સાંખ્યિક IP સરનામાની મદદ લેવી પડી છે. આવું IP સરનામું ઘણાં અન્ય સભ્યો પણ વાપરતા હોઇ શકે. જો તમે અજ્ઞાત સભ્ય હોવ અને માનતા હોવ કે અસંધિત ટિપ્પણીઓ તમારી તરફ વાળવામાં આવી છે, તો કૃપયા create an account અથવા log inનો ઉપયોગ કરશો જેથી તમને કોઈ અજ્ઞાત સભ્ય સમજવાની ભૂલ ભવિષ્યમાં ટાળી શકાય.