સભ્યની ચર્ચા:Baburam Maharaj

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય Baburam Maharaj, સુપ્રભાત, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- ધવલ સુ. વ્યાસચર્ચા/યોગદાન ૧૦:૦૩, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

શ્રી હરજીવનદાસ મહારાજ દેથાણ[ફેરફાર કરો]

                                                                                                શ્રી હરજીવનદાસ મહારાજ


હરજીવનદાસ વડોદરા પ્રાંતના કરજણ તાલુકામાં આવેલા દેથાણ ગામના રહીશ છે. તેઓ અટકમાં જાતે ગોહેલ કહેવાય છે. તેમનો જન્મ સને ૧૯૦૧ માં થયેલો કહેવાય છે. તેમના પિતાનું નામ હાથીભાઈ અને માતૃશ્રી નું નામ દેવ હતું. હરજીવનદાસ પાંચેક વર્ષના હશે એવામાં એમના પિતા જમીન વગેરે ગુમાવી બેઠા. ફકત ઘર એકલું રહેવા પૂરતું રહ્યું હતું. કંઈ પણ આધાર ન હોવાથી એમના પિતા કુટુંબ સાથે રેલ્વે કંપનીમાં દેથાણથી બે માઈલ છેટે એક બંગલીએ સાત રૂપિયાના પગારથી રહેવા ગયા. સાત રૂપિયા મળે તેમાં પોતે સાડા ત્રણ તોલા મહીને અફીણ ખાય જેથી કુટુંબનું પૂરૂં કરવું એ એમને વધારે કઠણ પડતું. માણસના માથા ઉપર દુઃખ આવે ત્યારે ચારે તરફથી આવી પડે છે. જંગલમાં બંગલી ત્યાં ટુંક પગારમાં છાંટો ઘી તો ક્યાંથી મળે પૂરતું છાશ પણ લાવવી ક્યાંથી? ત્યાંથી એક માઈલ ઉપરાંત વલણ મુસલમાની ગામ હતું. બાકીનાં ગામો બે માઈલ ઉપરાંત હતાં. એવા જંગલમાં દુઃખી સ્થિતીમાં ઉછરી હરજીવનદાસ સાત વર્ષના થયા એટલે ત્યાંથી વલણ નીશાળે જવા લાગ્યા. એક માઈલ જેટલો રસ્તો હોવાથી રસ્તે અટકચાળાં છોકરાં મારે પણ ખરાં. ભાગ્યે હરજીવનદાસએ કે દહાડો મારખાધા વિના ઘેર આવે. પોતાનાં માતાપિતા આ વાત જાણે, પરંતુ અજાણ્યા ગામમાં કોને ઠપકો દેવા જાય. મુસલમાની ગામમાં કોઇ સગુ પણ નહી એટલે વારસપણ કોણ કરે. પાણી પીવું હોય તો મહેતાજીની રજા લઈ ગામમાં વાણીઆનાં ઘર હતાં ત્યાં પી આવે. ઉનાળામાં જોડા ન મળે, ચોમાસામાં છત્રીના હોય અને શિયાળામાં ફાટ્યાં ટુટ્યાં કપડાં પહેરવાનાં તે પણ પૂરતાં મળે નહીં. એવી રીતે તાઢ તડકો વેઠી બે ચોપડી સુધીનો અભ્યાસ કર્યો એવામાં ત્યાંથી દેથાણ નજીક એક બંગલી હતી ત્યાં બદલી થઈ. અહીંથી તો વલણ ત્રણ માઈલ જેટલું દૂર થઈ પડયું. પોતે ત્યાંથી પણ વલણ જવાનું ચાલુ જ રાખ્યું. નાની ઉંમર અને તેમાં આવતાં જતાં છ માઈલ જેટલું ચાલવું, અને વાટે છોકરાંનો ત્રાસ વેઠી જવું આવવું એ ઘણું જ કઠણ પડતું. ઘેરથી બપોરે ખાવા રોટલા બાંધી જાય ખરા પરંતુ રસ્તે છોકરાં અડકી પડે એટલે કુતરાંને જ નાખવા પડે એવું પણ ઘણી વખત બનતું. એવા દુઃખમાં નાની ઉમરમાં નીત્ય જવું એ જેવી તેવી વાત નથી. તેમાં ઉનાળે શીયાળે તો ઠીક પરંતુ ચોમાસામાં કેટલી હરકત પડતી હશે ? ત્યાં પણ બે વર્ષ આવ જા કરી ચાર ચોપડી સુધીનો અભ્યાસ કર્યો, પરંતુ ઘણી જ દુઃખી સ્થિતી, તેમાં લોકો કહે કે તમારે ભણાવી ભણાવી શાં રાજ લેવાં છે ! ઘેર રાખી કંઈ કામ કાજ શીખવોને એટલે કમાઈ ખાય. ઘરમાં તો ખાવાનું નથી અને ભણાવી ભણાવી શું કરો છો ! આવું નીત્ય સાંભળવાનું મળે. બધાં કારણને લઈ એમનાં માતા-પિતાનાં મન ભમ્યાં. ભમે જ, કારણકે ઘણી જ દુઃખી સ્થિતિ અને ગામડાનાં રહીશ, તેમાં ગામડાના લોકોની વાતો, બધું સાથે મળે ત્યાં બુધ્ધિ ફરે જ. આ કારણ થી હરજીવનદાસે નીશાળ બંધ કરી પણ કામ શું કરે. પોતાના પિતા બંગલી પર રહે અને ગામ નજીક હોવાથી પોતાનાં માતુશ્રી ઘેર રહેતાં તે આધ ભાગનાં કોઈનાં ઢોર પાલવતાં તે હરજીવનદાસને ચારવા જવું પડતું. એમ બે વર્ષ જતાં રહ્યાં છતાં એમનું ધ્યાન કંઈક ભણવામાં ખરૂં. એટલામાં દેથાણમાં પાચમું ધોરણ નીકળ્યું જેથી પોતે ફરીથી નિશાળે જવા માંડયું. મહા મુસીબતે પાચમું ધોરણ કર્યું. એવી રીતે પાંચ ચોપડી સુધીનો અભ્યાસ તો સુખે દુખે થયો હવે એમનું લગ્ન કેવી રીતે થયું તે વાત કરીએ. એમના મહોલ્લામાં પાડોસીના છોકરાં સાથે ગામ મેઘા-કુઈના પા. રામદાસ નરોતમ ની દીકરીબાઈ ગુલાબનો કાચો વિવાહ કરેલો હતો. બે એક વર્ષ સુધી સગાઈ રહી પરંતુ કોઇ કારણને લઈ એક દિવસ મેઘાકુઈના લોકો મહેમાન આવ્યા ત્યારે પેલા પાડોસીએ ના કીધું કે મારે સગાઈ રાખવી નથી. જેથી મેઘાકુઈવાળાને વટ ચઢ્યો કે તમારે સામે બારણે સગાઈ કરીને જઈશું, નહીં તો અમારી કસુર બતાવો. પેલાએ કહ્યું કે મારે સગાઈ રાખવી જ નથી, મેઘાકુઈવાળા ભોંઠા પડયા અને મનમાં ધાર્યું કે આ પણે આ ગામમાં જ વિવાહ કરીને જવું છે. પૂછપરછ કરતાં તેઓએ જાણ્યું કે આ મહોલ્લામાં એક છોકરો છે. એટલે તેઓને બીજાઓએ જણાવ્યું કે ભાઈ છોકરો તો છે પણ સીમમાં ખેતર નથી. ગામમાં ઘર છે તે પણ પેલું દેખાય, જુઓ બારણું પણ નથી, એ ઝાંપલી દેખાય છે. છોકરાનો બાપ સડકમાં રહે છે, ઘરમાં ખાવાને અનાજના પણ સાંસા છે. જેને પૂછે તે એવું બોલે પણ નરસીંહ મહેતાના શામળીયાની પેઠે ઈશ્વરે ધાર્યું હોય તે જ થાય. ગમે તેટલું લોકોએ કહ્યું છતાં પેલા આવેલા મેમાનોએ માન્યું નહીં. ઝટ હરજીવનદાસના પિતાને બોલાવી વાત પૂછી એટલે જવાબમાં તેઓ બોલ્યાકે મારે હાલ ખેડવાને જમીન પણ નથી, ઘર છે તે તમે જુઓ છો પછી તમારી ધ્યાનમાં આવે તે ખરૂં. ત્યારે તે લોકોએ કહ્યું કે ભલે કંઈ નથી તો મજુરી કરી ખાશે પણ હમારે તો થઈ ચૂકયું. તે જ વખતે માણસ મોકલી વલણ હરજીવનદાસ ભણવા ગયા હતા ત્યાંથી બોલાવી ન્યાતના રિવાજ પ્રમાણે વિવાહ નક્કી કર્યો મહેમાનો વિદાય થયા પછી બીજા દિવસથી જ મેઘાકુઈ વાતો જવા લાગી. કારણકે સગાઈ કરવામાં હરજાવનદાસના સાળા હતા અને તે કાકા સસરાના છોકરા હતા કન્યાના બાપ આવ્યા ન હોતા એટલે લોકોએ ધાર્યું કે ભલે વિવાહ કરી ગયા પરંતુ કન્યાનો બાપ આંધળો છે કે તે જાણી જોઈ પોતાની દીકરી દુઃખમાં નાખશે ! સંદેશા ઉપર સંદેશા જવા લાગ્યા. તમારી દીકરીની સગાઈ કરી છે તેના ઘરમાં ટંકે ખાવા જોઈએ એટલું પણ અનાજ નથી, સીમમાં ખેતર પણ નથી. ઘર છે તે પણ ભાગલા જેવું, તળાવીયાં ભીલાંની માફક બારણાને બદલે અડકાવાને ઝાંપલી છે. અમને તો એના ઘરમાં બેસીએ તો પણ શરમ આવે ત્યાં તમારો ભત્રીજો તમારી દીકરીનો વિવાહ કરીને આવ્યો છે. છોકરો પણ કદરૂપા જેવો છે, કંઈ પણ ધંધો આવડતો નથી માટે જાણી જોઈ દ્દુઃખમાં શા માટે નાખો છો ?આવા સંદેશા સાંભળી કન્યાના બાપનું મન ભમ્યું. વિચાર કર્યો કે મારે સગાઈ રાખવી જ નથી. વાતોમાં ને વાતોમાં વર્ષ દહાડો વહી ગયો. સગાઈ ભાગવા શું બહાનું કાઢવું તે ઉપાય શોધ્યા કરતા હતા. અને શોધે જ કેમ કે આગળના વખતમાં જાત જોવામાં આવતી હતી અને અત્યારે જુવાર જોવામાં આવે છે. પાછળ શું થશે તે ન જોતાં માત્ર હાલ પૈસા સામુજ લોકો જુએ છે, એટલે ઉપર કહ્યું એમ બને એમાં નવાઈ નથી. પરંતુ જેના પ્રભુ પાધરા તેના વેરી આંધળા. તેમને ઉપાય સુજી આવ્યો કે લગ્ન લેવાનું જ કહો એટલે પૈસા વિના લગ્ન કયાંથી કરશે. એટલે એ પોતે જ ના કહેશે. આપણો વાંક નહિ નીકળે અને ધાર્યું કામ થશે. એમ સમજી લગ્ન લેવા આવ્યાને કહ્યું મારે લગ્ન કર્યા સિવાય ચાલે તેમ નથી. હરજીવનદાસના પિતાએ કંઈ પણ વિચાર કર્યા સિવાય હા પાડી તે વખતે કેટલાક લોકો કહેવા લાગ્યા કે ભાઈના જ કહોને તમો લગ્ન કયાંથી કરવાના છો ?ઘરમાં તો ખાવાનું નથી. પરંતુ એમને ના કહ્યું નહિ એટલે ના ઈલાજે લગ્ન કેવી રીતે થયું તે ટુંકામાં વાત કરીએ. ગરીબમાં ગરીબના છોકરાને માફો તો મળે છે પરંતુ હરજીવનદાસ ડમણામાં બેસી પરણવા ગયા હતા. જાનમાં પણ ના ઈલાજે થોડા માણસો ગયા હતા. લોકો કહેતા કે જાનમાં જશે તેની પણ ઈજ્જ્ત રહેવાની નથી, એટલું તો નહિ જ પરંતુ આ છોકરો ત્યાં પરણશે કે કેમ તે વાતની પણ લોકોને ખાત્રી ન હોતી. પરંતુ પ્રભુએ એવી દયા રાખી કે શાન્તિથી લગ્ન થઈ ગયું. કોઇ જાતની રાઢ કે તકરાર થઈ જ નથી. લગ્ન થયા બાદ પાછી લોકોની વાતો ચાલી. આ ઉપરથી એમ તો સમજાય છે કે મનુષ્યોની ધારણા ગમે તેવી હોય પરંતુ ઈશ્વરનું ધાર્યું જ થાય છે. માટે પ્રભુ ગરીબો નો દાતાર છે એ વાત સાચી જ છે. જે એની ઝીકરમાં છે તેની ફીકર એને સદા રાખવી જ પડે છે. સમય વિત્યા બાદ ભલે એકબીજાનાં મન ઉંચાં થવાથી ગમે તેવું બન્યું હશે પરંતુ એ જ કન્યા હાલ એમના ઘરમાં છે. લોકોએ બૂમો પાડી પરંતુ તેમાંનું કશું પણ વળ્યું નહિ. હવે હરજીવનદાસે છઠ્ઠા ધોરણનો કેવી રીતે અને ક્યાં અભ્યાસ કર્યો તથા કોલેજનું પ્રથમપદ પાસ કેવી રીતે કર્યું, તેમાં કેવી અડચણો આવી, અડચણોમાં ધીરજ રાખી વ્યવહારિક કાર્ય તથા સદ્કાર્ય કેવી રીતે કરતા ગયા તે બાજુ લક્ષ આપીએ. એમનું લગ્ન થયા બાદ એ પણ ગરીબ સ્થિતીને લઈ સડકમાં રહ્યાં. અણતોળ્યા ભાર ઉઠાવવા પડે, વહેંચીને કામ આપે તે કરવું પડે, નાની ઉંમર અને તેમાં કોઇ દિવસ ભૂખ્યું રહીને પણ કામે જવું પડે કારણકે આઠ રૂપિયા મળે તેમાં વૃધ્ધ પિતાનું અફીણ બીજું દાણા વગેરેનું ખર્ચ અને તેમાં વળી જુનું દેવું તથા એમના પિતાએ કરેલું દેવું તે દેવા પેટે પણ માગતા લોકો ત્યાં આવી હાથમાંથી જ પૈસા પડાવી લે. ખાવાનું નહિ ને પત્થર તથા લોઢા સાથે રમત રમવાની એ ઘણું મુશ્કેલ હતું. દીવસે દીવસે રોગ થવા લાગ્યો. મહિનો સારા તો મહિનો માંદા એવી રીતે મહામુસીબતે ત્રણ વર્ષ કાઢયાં. છેવટે વધુ શરીર બગડવાથી સડક છોડવી પડી. એટલે બીજું તો ઠીક પણ અનાજના સાંસા પડવા લાગ્યા. લોકો એમના માટે ગમે તેમ બોલે. જે દિવસે એ ભૂખ્યા હોય તે દિવસે એમની જાણી જોઈ લોકો મશ્કરી કરે. ભાઈ, આજ તો તમો કંઈ સારૂ સારૂ જમ્યા હોય એવું જણાય છે – ભાઈ, તમારા જેવું સુખ તો કોઈને નહિ હોય કારણકે શેર લાવી શેર ખાવું અને વળી તમો તો ભક્ત એટલે પ્રભુ પણ તમારી ઉપર પ્રસન્ન અમારે તો ખેતીમાં પાકે તો ખાઈએ નહિ તો કાકા મામાં ગાઈએ. એવી રીતે લોકો એમની મશ્કરી પણ કરે. કોઈને એમનાં માતાપિતા કહે કે કામ હોય તો અમારા છોકરાને કહેજો એટલે સીધો જ જવાબ આપે કે એ શું કરે, માત્ર ભજન ગાઈ જાણે એનાથી કામ થાઈ નહિ માટે ભજન બેઠાં બેઠાં ગવાડયા કરોને. સાંજે પ્રભુ આવીને આપી જશે. પડતી હાલતમાં વ્હાલાં પણ વેરી થાય એ વાત સાંભળતાં સાચી લાગે છે હરજીવનદાસ બીજો શો ધંધો કરે. એમને શાકભાજી લાવીને વેચવા માંડી. સવારમાં ટોપલો લઈ ગામમાં ફરે તે પણ ન ચાલતાં લોકો લે. કેટલાક મશ્કરી કરે ને કહે કે કેમ ભાઈ પ્રભુના ભક્તને ટોપલા ઉંચકી ફરવું પડે છે ? હરજીવનદાસ જે કહે તે મુંગે મોઢે સહન કરે. છેવટે એમણે બહારગામ ટોપલો લઈ જવું શરૂ કર્યું ત્યારે પાંચ શેર દાણા પેદા કરી લાવે તેમાં ટુંકા લહેણાવાળા ફાવવા દે નહિ. હજારનો એક સારો પણ પાંચ પાંચના પચીસ ખોટા એ વાત ખરી છે. મણ દાણા ભેગા ન થાય ત્યાર પહેલાં ધમકાવીને તાણી જાય. બીજુ દુઃખ કદાચ સહન થઈ શકે પરંતુ દેવા જેવું દુઃખ નહીં. કહ્યું છે કે દેવું આઠમો કોઢ છે. આ વખતે હરજીવનદાસને દેવાનું એવું દુઃખ હતું કે જેમ હરીશચંન્દ્રને સોના માટે વિશ્વામિત્રે આપ્યું હતું તેવું કહીએ તો પણ ચાલે. કારણકે તે રાજા હતા તો તેમને મોટું દુઃખ, આ ગરીબ તો એમને છોટું. પરંતુ કીડી ને તો પીસાબનો રેલો તરવોએ મુશ્કેલ પડે જ ને. વળી પડતી હાલત હોય તેમાં લોકોની કનડગત વધારે આવે. કેટલીક કનડગતોને લઈ એમને ગામ છોડી જવાનો વખત આવ્યો. ગામની ચોરીને પરદેશની ભીખ એ કહેવત પ્રમાણે હરજીવનદાસે વિચાર કર્યો કે ભલે બહારગામ જઈ ભીખ માગવી પણ ગામમાં રહેવું નથી. એવો વિચાર કરી પોતે એકલા જ નીકળ્યા ખરેખર જ્યારે માથે દુઃખ આવે ત્યારે સગુવ્હાલું કોઈ સગુ થતું નથી. પોતે રખડતા રખડતા વાઘોડીયા તાલુકામાં તવરા ગામ છે ત્યાં ગયા. ત્યાં એક છાપરી ભાડે રાખી તે પણ મળવાની ન હોતી પરંતુ મળી તેનું કારણ એ કે છાપરીમાં ભુતનો વ્હેમ હતો. જેથી એનો માલીક પણ બીજા મહોલ્લામાં ઘર રાખી રહેતો હતો જે કોઈ રહે તે સુખી થાય નહિ. જેથી કોઈ રહે નહી અને ખાલી પડેલી એટલે મળી. એમને પણ ત્યાંના લોકો કહેતા કે ભાઈ તમો આ છાપરીમાં સુખી નહી થાઓ કારણકે આ વ્હેમવાળી જગ્યા છે. જવાબમાં એ કહેતા કે ભાઈ મારી દશા એવી ભૂંડી છે કે હાલ તો મને દેખી ભૂત પણ ભાગી જશે. દુ:ખીયાને તો જંગલમાં વાઘ પણ ખાતો નથી કારણકે ભૂંડાને દેખી ભૂત નાસે એ કહેવત પ્રમાણે મારી હાલત છે એટલે મને કશું પણ નહી થાય અને થશે તો ભલે, કેમ કે દુઃખ હોય ત્યાં દુઃખ જ આવે, સુખ કદી આવે નહીં ત્યાં રહી પોતે છ આને મણ ડુંગરી લાવી વેચવી શરૂ કરી. બે ત્રણ ગામો રોજ ફરે, ગામમાં પણ વેચે. મહીને ને મહીને બે ચાર મણ કોદરા થાય તે ગાડી મારફત દેથાણ પોતાનાં માતાપિતા વાસ્તે મોકલાવે. પણ કહ્યું છે કે દુઃખ દશ ડગલાં આગળ ચાલે છે. ત્યાં ગયા પછી એમને ગળામાં રોગ લાગુ થયો તે ન બોલાય કે ન ચલાય, ખવાય પીવાય પણ નહીં. પૈસા વિના દવા કયાંથી કરે. તેમાં ત્યાં પણ એમને લોકોની કનડગત ગામ કરતાં વધુ હસતી. ગામના આગેવાન માણસો જ દુઃખ દે તેને કોણ કહેવા જાય. ટુંકામાં એમને લોકો તરફથી એવું દુઃખ હતું કે ખાતાંખાતાં પણ બોલાવે તો ઉઠીને દોડવું પડતું હતું. ઉપર કહ્યો તે રોગ પણ એમને મહાભારે થયો હતો. અગીયાર દીવસ તો એમના થી ખવાયું કે બોલાયું પણ નથી અને મટયો ત્યારે વગર દવાએ. તવારામાં એ કેવા દુઃખી થયા તેની ટુંકમાં વાત કરીએ. છ માસ સુધી એક જ ધોતીએ અને તે પણ ફાટેલું હોવાથી લંગોટો વાળીને જ ફરતા. એક બે દીવસે એકાદ ટંક અનાજ વિના પણ જતી. આવા દુઃખમાં પણ પોતાનાં માતાપિતાની મરજી ન છતાં એમની સ્ત્રીએ એમની સાથે રહી દુઃખમાં ભાગ લીધો છે. દેથાણ એમનાં માતુશ્રી દેવલોક થયાં તે વાતની પણ ખબર એમને મરણ પછી એક મહીને પડી હતી. ખબર મળ્યા બાદ દેથાણ જઈ પોતાના નાનાભાઈને તથા પોતાના પિતાને તેઓ તવરે તેડી લાવ્યા. મહોલ્લામાં નિશાળ હતી ત્યાં વાઘોડીઆ ના હેડમાસ્તર ધનજીભાઈ રઘુનાથજી વિઝિટ લેવા આવ્યા ત્યારે એમની સાથે એમણે વાત કરી કે સાહેબ મારે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરવો છે માટે મને દાખલ કરો તો હું આવું. જવાબમાં તેઓ સાહેબ બોલ્યા કે હું તમારી સ્થીતી જાણું છું તમારા કુટુંબનો આધાર તમારી ઉપર છે તેનું કેમ કરશો ? હરજીવનદાસ બોલ્યા કે ગમે તે થશે પરંતુ મારે સ્કુલમાં આવવું જ છે. બીજે દિવસે નિશાળમાં નામ દાખલ કરાવી પોતે નિશાળે જવા લાગ્યા. સવારમાં શાકભાજી વેચી આવે, દિવસે અભ્યાસ કરવા જાય, રજાને દિવસે લોકોમાં મજુરી કરવા જાય, ઘણી અડચણ પડે ત્યારે પંદર દિવસની રજા લે ને આજવાના તળાવ પાસેનાં બિડાં સુધી પણ ઘાસ કાપવા મજુરીએ જાય. વાઘોડીયાના શેખ લોકોના ચારડાઓમાં પાણીમાં નીંદવા પણ જાય અને નિશાળે પણ જાય. આવું દુઃખ વેઠી છઠ્ઠું ધોરણ પસાર કર્યું. છઠ્ઠા ધોરણમાં પાસ થયા બાદ વાઘોડીયા તાલુકાનું ગામ ફલોડ કરીને છે ત્યાં નવ રૂપિયા પગારથી શિક્ષકની નોકરીમાં જોડાયા. આઠ નવ માસનો કરી કરી એવામાં પ્રભુકૃપાથી કોલેજનો હુકમ આવ્યો. હુકમ વાંચી પોતાની સ્ત્રીને તેમના પિયરમાં મૂકી આવી પોતાના પીતાને વેજલપુર ગામ આગળ વાઘોડીયા લાઈને પાટી વાળાની ઓરડીઓ છે ત્યાં પાટીના મુકરદમને સોંપણ કરી પોતના ભાઈને પાટીની નોકરીમાં દાખલ કરાવી પોતે કોલેજમાં ગયા. ત્યાં પણ એમને એક મહીના પછી સંગ્રહણી નો રોગ લાગુ થયો. રાત દીવસ ચુંક થાય. રોગ એટલા સુધી વધ્યો કે રૂના ડુચા રાખી ઉપર લંગોટી વાળી તેની ઉપર ધોતીયું પહેરે તો પણ ડુચા બે વખત દીવસમાં બદલવા પડે. રાત દીવસ ગુદા વાટે લોહી જ પડ્યા કરે. અનાજ પણ ખવાય નહીને કોલેજમાં અભ્યાસ કરવોએ તો એ જ કરે. ટુંકામાં એવા દુઃખમાં પણ પોતે પાસ થયા એટલું તો નહી પરંતુ નવ રૂપિયાની સ્કોલરશીપમાં વડોદરા જેવા શહેરમાં રહી અડતાળીસ રૂપિયા બચાવીને ઘેર લાવ્યા એવું તો એ જ કરે બીજાથી બનવું મુશ્કેલ છે. કોલેજમાં પાસ થયા બાદ એમને દેથાણમાં દાખલ થવાનો હુકમ મળ્યો. વિદ્યાને પ્રતાપે હરજીવનદાસે વતનનું મુખ ફરીથી જોયું. ઘેર આવ્યા ત્યારે તેમના ઘર ઉપર નળીયાં પણ રહ્યાં ન હોતાં. કારણકે જેઠ મહીને જે પોતાનું છાપરૂ ચાળે તેને ખોટ આવે કે હરજીવનદાસનાં ઘર ઉપરથી ઉકેલી જાય. એક બાજુનું પડાળ તદ્ન ખાલી કરી ઉઘાડું કરી નાખ્યું હતું. પોતે ઘેર આવ્યા પછી પોતાના પિતાને તથા પોતાના ભાઈને પોતાની પાસે બોલાવી લીધા. બધું કુટુંબ પાછું ઠેકાણે પડ્યું પરંતુ હરજીવનદાસને સંગ્રહણી નો રોગ ચાલુ જ હતો. એ પોતે બહારગામ હતા ત્યાંથી પણ બાર મહીને પાંચ-દશ કે પચીસ જે મળે તે દેથાણ આવી દેવા પેટે આપી જતા. કારણકે એમને દેવું વાળવાની બહુ ખંત હતી. તવરે એટલું દુઃખ પડે છતાં પણ સવારમાં ઉઠી દાતણ કરી પ્રભુ પાસે માગતા કે કોઇ પુન્યવાનને તું સુખ આપી તેનું દુઃખ તારી પાસે જમે હોય તો મારા તરફ મોકલી દેજે. કારણકે તું આપવા બેઠો ત્યારે મારે પણ મણ માથે તો અધમણ પાજેઠીએ નાખીશ.પરંતુ અંતે તારે જ હારીને મારી સહાય કરવી પડશે. કારણકે તેં ઘણા ભક્તોની અંતે સહાય કરેલી છે માટે મને તારો વિશ્વાસ છે આ દુઃખ તો શું પણ મારૂં શરીર પડતાં સુધી હું તને નહી ભૂલું એ યાદ રાખજે. આ ઉપરથી એમ સમજાય છે કે દુઃખ પડે ત્યારે હીંમત હારવી નહી પરંતુ ધીરજ રાખવી કારણકે હીંમતે મરદા તો મદદે ખુદા. એ કહેવત હરજીવનદાસને ફળીભૂત થયેલી નજરે જોવામાં આવી છે. હજી પણ એમને વ્યવહારિક બાબતનું આવૃણ વધારે વેઠવું પડે છે. હવે એ ભક્તિના રસ્તા ઉપર ચઢ્યા તે વાત કહીએ. હરજીવનદાસ છ સાત વર્ષના હતા ત્યારથી એમનાં માતાપિતા જંગલમાં બંગલી પર રહેતા એ વાત ઉપર આવી ગઈ છે. એમના પિતા નિરાંતપંથી ભક્ત હતા તેથી રાત્રે ભજન ગાય, નવરાશના ટાઈમે સારી વાતો કરે તે સાંભળવામાં આવે, સવારમાં ઉઠી દેવસેવા કરે તે જોવામાં આવે. ઉઠતાં બેસતાં પોતાનાં માતપિતા સામું જોવાનું, કોઇ બીજાનો સહેવાસ એમને જંગલમાં ક્યાંથી હોય. એમના પિતા ભણેલા હોવાથી ભજન કીર્તનની ચોપડીઓ વાંચે, બુધ્ધિ પ્રમાણે સમજાવે તે ઉપરથી એમને નાનપણથી જ ભક્તિનો રસ લાગયો હતો. કહેવત છે કે જેવો સંગ તેવો રંગ. ધીમે ધીમે હરજીવનદાસ પણ ભજન કીર્તન બોલે વળી પોતાના પિતા પાસે તેના અર્થ કરાવે એમ કરતાં કરતાં નીરાંતનું બનાવેલું એક ભજન છે તે સાંભળી એમને સચોટ લાગી ગઈ. તે ભજનની છે પ્રમાણે છે. રાગઃપ્રભાત નારાયણ નું નામ જ નૌતમ, ના ભજે નરને નારી રે; ધીક્ધીક્જનુની તેની કહીએ, જન્મ્યો તે ઝખ મારી રે. નારાયણ૦૧

આઠપહોર આશકની વૃતિ, રામ ના રાખ્યા હૈયે રે; જેના પુત્ર પ્રભુના ભજતા, ગોકુળ વાળ્યું છૈયે રે. નારાયણ૦૨

હરી મળવાને આવ્યો અવસર, ઉંઘે અમથો ખોયો રે; વાસીદામાં ગયું મુસળું, જુઠે જન્મ વગોયો રે. નારાયણ૦૩

પરમાર્થની પેર ના પ્રીછે, સ્વાર્થમાં છે શુરો રે; નાક વિના નારાયણ ભૂલ્યો; અર્થ રહ્યો અધુરો રે. નારાયણ૦૪

નુઘરા જનના ભારે ભૂતરમાં, ભારે ભૂમી ધ્રૂજેરે; નીરાંત કહે નારાયણ ભજતાં, પૃથ્વી પગલાં પૂજે રે. નારાયણ૦૫ આ ભજનના અર્થ વારંવાર એમને સાંભળવા સારા લાગે. આ ભજન વારંવાર પોતે ગાય. એમ કરતાં એક દિવસ શ્રી નિરાંત પંથની મુખ્ય ગાદીના મહંત શ્રી નથુદાસજી કોઇની સાથે એમ વાત કરતા હશે કે ભાઈ હાથીભાઈનો છોકરો એ ભજન કીર્તનમાં સારો ઉતર્યો કારણકે એને ભજન ઉપર વધારે લક્ષછે. આગળ એ છોકરો ભક્ત જ થશે. મારો એની ઉપર અત્યંત ભાવ છે. આ વાત એમણે મચકુર ગામના લક્ષ્મણ ધર્મદાસને કહેલી તે જ્યારે પુનમ ઉપર મંદિરમાં ભજન કરવા ગયા તે વખતે શ્રી નથુદાસ પાસે ગામના એક બે મણસો બોધ લેવા બેઠા તે જોઈ પેલા માણસને પેલી વાત યાદ આવતાં હરજીવનદાસને બારણે બોલાવી પેલા માણસે મહારાજની કીધેલી બધી વાત જણાવી તે ઉપરથી હરજીવનદાસને એમ જ લાગ્યુંકે આ વખતે ગુરૂનો ભાવ છે તો એ જ ભાવ મને જરૂર ફળીભૂત થશે માટે આ વખત જ બોધ લેવો એ વધારે ઉતમ છે. તુર્ત પોતે કપડાં ઉતારી હાથ પગ ધોઈ મહારાજને પગે લાગી બોધની માગણી કરી. મહારાજ નથુદાસનો તો ભાવ હતો જ એટલે તેમણે ઘણાં ઉમંગથી એક જ શબ્દ કહ્યો કે જા ભાઈ, આ તારૂં શરીર રૂપી ક્ષેત્ર છે એને ચોક્ખું કર એટલે તું તારા આત્માને ઓળખીશ. આટલો જ બોધ હરજીવનદાસને પોતાના ગુરૂએ આપેલો છે. જે વખતે એમણે બોધ લીધો તે વખતે એમણે ગુરુ માટે ગાદી કે ભેટ કંઈ પણ કર્યું નથી માત્ર ભાવ અર્પણ કરતાં ભાવ જ ફળીભૂત થયો છે. સંવત ૧૯૬૯ના મહા સુદ પૂનમે એમણે ઉપદેશ લીધોતે વખતે માત્ર એમની ઉંમર આશરે અગીયારેક વર્ષની હોવી જોઈએ. ઉપદેશ લીધા પછી પોતે ઘણે ભાગે ગુરૂ પાસે જ રહેતા. લોકો એમનાં માતા પિતાને કહે કે આ છોકરો તમારૂં ભલું કરવાનો નથી એ તો બાવો જ થશે. એ સાંભળી પોતાનાં મા બાપનાં દીલ નારાજ થતાં. કેટલાક કહે કે અત્યારથી એને ધોળાં ટીલાં શાં,વળી માળાઓ પણ શી. ધંધામાં ચિત્ત રાખતો નથી એટલું ભજનમાં રાખે છે. ઉઠ્યોને નાથા ભક્તનું ઘર. કોઇ કહે તે તો માનવું જ નહિ. એવી એવી વાતો કરી એમનાં માતાપિતા નું મન ઉંચું કરે તેમાં એમના પિતાને તો કંઈ નહિ પરંતું એમના માતુશ્રી આવું સાંભળે તેથી એમના દિલમાં દુઃખ થાય ત્યારે ખીજવાય ને કલેશ કરે . ત્યારે હરજીવનદાસ કહે હું તમારી સેવા મૂકી બાવો શું કામ થાઉં. માતાપિતાની સેવા, સંત સાધુ નો સમાગમ ગુરૂ ઉપર નિષ્ટાએ જ મનુષ્ય દેહ ધર્યાનો ધર્મ છે. આ ઉપરથી એમ સમજાય છે કે માતાપિતાનો આશિર્વાદ, ગુરૂકૃપા તથા સંતનો સહેવાસ એ જ પ્રભુ રાજી કરવાનો સહેલો ઉપાય છે પરંતુ એ બધું ક્યારે બને કે આપણા માં નીતિ હોય તો જ. કહ્યું છે કે નીતિ એ નારાયણ વસે. જ્યારે એ ફરીથી દેથાણ આવ્યા ત્યારથી એમણે પોતાનું ગામ સુધારવા તથા લોકોપયોગી કામોમાં ચિત્ત પરોવ્યું. મહેલ્લે મહેલ્લે રાત્રે ભજન કરી બોધ કરી બોધ આપવા માંડયો. ભજન ગાય, સમજાવે, એમ કરતાં કરતાં ગામમાં સારો સુધારો કર્યો. એ સને ૧૯૨૧ માં દેથાણમાં આવ્યા ત્યારથી તે અત્યાર સુધીમાં મહાદેવના પુંજારીને રહેવા માટે છાપરૂં ન હોતું તે પણ થયું તથા તળાવ પણ ફાળો કરી થોડું ઘણું ખોદાવ્યું. ગામની ધર્મશાળામાં કામડાં ભરી પોતાની સ્ત્રી પાસે જ લીપાવી સાધુ સંતને પડી રહેવા માટે સ્વચ્છ જગા બનાવી. એમની સ્ત્રી જ્યારે ધર્મશાળા લીપતાં ત્યારે લોકોનાં બૈરાં જતાં આવતાં કહેતાં કે મારૂં પણ ઘર લીપી આપજો હું પણ પૈસા આપીશ આવી મશ્કરીઓ કરતાં. ગામમાં નિશાળનું મકાન ન હોતું તે પણ લોકોને સમજાવી ઘેર ઘેરથી કપાસ ઉઘરાવી માથે પોટલાં ઉંચકી રૂપિયા ભેળા કર્યાં. ખુટ્યા ત્યારે મચકુર ગામના શાહ ડાહ્યાભાઈ હીરાચંદ પાસે જઈ કહ્યું કે શેઠ હું આપની પાસે ભીખ માગવા આવ્યો છું મને ખુટતી રકમ આપો જેથી નિશાળનું મકાન બંધાય અને આપણને બચ્ચાંના આશીર્વાદ મળે. જેથી શેઠે ખુશ થઈ એમને રૂ. ૪૦૦/-ખુટતા આપ્યા. રૂપીયા ૧૦૦૦/- ની રકમ ભેળી કરતાં કરતાં એમને ઘણું જ વિત્યું છે. પરંતુ હજાર ભેળા કરી સરકારમાં ભરી નિશાળનું મકાન પાકું બંધાવા તજવીજ કરવી તે પણ પાર પાડી છે. હજી સુધીમાં એ કેટલોક વધારે સુધારો કરત પરંતુ ગામને ગુણ નહિ ને મડાને શણગાર નહિ એ કહેવત પ્રમાણે એમની ચઢતી કળા તથા આવાં સારાં કામ કરતા જોઈ લોકોને ઉલટી અદેખી આવી જેથી કેટલાક આગળ પડતા જ માણસો બીજા લોકોને સમજાવવા લાગ્યા કે કાલે અત્યારે ચોરાશીમાં રખડી ખાતું હતું તેનું શું આજ આપણે કહેવું માનીએ. આવી તેવી ખોટી ખોટી વાતો કરી એમનું ચાલવા જ દીધું નહિ. અને વળી એમને જ્યારથી શ્રી નિરાંત પંથની મૂળ ગાદીના મહંત તરીકે નીમ્યા ત્યારથી તો લોકો વધારે અદેખી કરવા લાગ્યા. કારણકે જે દુર્ગુણી હોય તેને સારૂં કામ ગમે જ નહિ. અત્યારે એમણે પોતાના જ ખર્ચે મંદિરમાં સદાવ્રત કાઢ્યું છે. અઢારે વર્ણ માટે પાણીની પરબ, મફત દવા આપે છે. દવા લેવા આવે તે રાત રહે તેમની ખાવાપીવાની સવડ પણ સારી કરે છે. એટલું જ નહિ પણ તેમને ભજન કિર્તન સંભળાવી બુધ્ધિ પ્રમાણે જ્ઞાન પણ આપે છે તેમાં કંઈ પણ આશા સિવાય. એમને કેટલાક પંથના હરીજનો કહે છે કે તમો ફરવા નિકળો જેથી મંદિરનો ખર્ચ પુરો થાય. ત્યારે એ કહે છે કે ભાઈ ભીખ માગીને મંદિરમાં બેસી પરમાર્થ કરવું એ તો વાટમારી વૈરાગી જમાડ્યા જેવું થાય. મારા માગવા કરતાં તમોને જો એમ લાગતું હોય કે અહી કંઈ પરમાર્થ જેવું થાય છે તો તમો વગર માગ્યે આવીને આપો તો ભેળે ભેળું તમારૂં પણ વપરાશે. કારણકે આપે એનું પુન્ય; તેમાં મારે માગવાનું હોય જ નહિ. મેં જે પાસ્યું છે તે હું જ રંગીશ તેમાં કોઈક ભાવિકનું આવશે તેવા પરીશ નહિં તો હજી મારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી હું માગવું એ ઉત્તમ માનતોનથી .ક્ષાનની બાબતમાં પણ જ્ઞાતિ અભિમાનીઓ તથા મિથ્યા આડંબરવાળા એમને વારંવાર સતાવે છે. કોઇ કહે તમો ન્યાતેની ચાછો, કોઇ કહે ત્મો કયાં ત્યાગી છો, કોઇ કહે તમારી ભાષા શુધ્ધ નથી. પોતે નિરાંત પંથની મૂળ ગાદીના મહંત છે છતાં અંગના મંદિરો બીજાં છે ત્યાં નામ હંતો પણ એમની નીંદા કરે છે. તો પણ એ પોતે કશું મનમાં લાવ્યા સિવાય જે કોઇ મંદિરમાં આવે તેની સેવા બનતી બજાવ્યે જાય છે. કેટલાક પંથની ગાદીઓવાળા તો કહે છે કે અમોને બોલાવો તો આવીએ. જવાબમાં પોતે કહે છે કે ભાઈ તમારો ગુરુદ્વારો છે ગુરૂનાં દર્શન કરવા આવવું તેમાં મારે બોલાવવાનું ન હોય તમો આવો તો તમારી બનતી સેવા કરવી એ મારો ધર્મ છે. પરંતુ તમારા ગુરૂનાં દર્શન તમારે કરવાં એમાં મારે બોલાવવાનું હોય જ નહિ. મારે તો તમો આવો એટલે તમારી સેવા જ કરવાની બીજું ત્રીજું હું કંઈ જાણું નહિ. એમને જે જે લોકોએ પૂછપરછ કરેલી તે બાબતનાં પદો પણ એમણે કેટલાંક લખ્યાં છે . છેવટ ખરૂં શું છે તે પોતે પદોમાં જ તેમને જણાવી આપ્યું છે . વ્યવહારિક બાબતમાં પણ જયારે જ્યારે એમને કનડગત થતી ત્યારે પોતે મનહરોમાં જેવી તે તે બાબતો લખતા. ઘણા ખરા મનહરોમાં પોતે વીતેલી વાતો પણ લખી છે. જ્યારે એમને નિરાંત પંથની મુળ ગાદી એમના ગુરૂએ આપી ત્યારે એમણે પોતે કહ્યું હતું કે હું મહંત થવાને લાયક નથી અને મારે મોટા પણ થવું નથી. વળી મંદિર ટુટે –ફાટે ત્યારે મારે ભીખ માગવા જવું પડે તેમને પસંદ નથી. હું તો હરજીવનદાસ તરીકે લાયક નથી તો મહંતની પદવી મને ન શોભે. વળી હું મહંત છું એવો ગર્વ કોઈ દિવસ પણ મારામાં આવી જાય માટે પંથમાં અગર તમારા કુટુંબમાં કોઈ લાયક હોય તેને આપો. છેવટે પોતાના ગુરૂ નથુદાસે કહ્યું કે ભાઈ હું શું તને મહંતની પદવી આપું. નિરાંત પંથની મૂ. ગાદી તારી જ છે કારણકે શ્રી નિરાંત બોલ્યા છે કે - સવાયા રાજાનો જે પુત્ર હશે ડહાપણમાં જો ડાહ્યો થશે, ઈન્દ્રીજીત ને મહિમાવાન રાજા સુણે કાને કાન; એથી ગાદી શું અદકી થઈ નીરાંત પણ પીતાનું પાળે સહી. શ્રી નિરાંતે કીધેલી બધી બાબત હું તારામાં જોઉં છું વળી પચીસ માણસો વચ્ચે પોતે એમ પણ બોલી ગયા કે ભાઈ મને તો એમ લાગે છે કે જાણે તું નીરાંતનો અવતાર જ ન હોય ! તારા વખતમાં મારાથી સવાયું ચાલશે એટલું તો નહીં પરંતુ દવાના કામમાં પણ તું આગળ પડીશ માટે પરબનું માટલું તોડીશ નહિ. હરજીવનદાસે કહ્યું, મહારાજ આપનું વચન ફળીભૂત થાઓ. એ પ્રમાણે ફળીભૂત પણ થયેલું અમો નજરે જોઈએ છીએ. નહીં તો એ એટલા બધા ગ્રહસ્થી નથી તે આટલો મંદીરનો ખર્ચો પૂરો કરે. મફત દવા તે વળી આવનારને ખાવા પીવાની સગવડ સાથે. પાણીની પરબ તથા સદાવ્રત અને મંદીરનો ટુટ્યા ફાટ્યાનો ખર્ચ. એ આવ્યા પછી મંદીરમાં એમણે સાતસો રૂપીયા જેટલો સુધારો કર્યો છે તેમાં બહારની આવક સવા ત્રણસો જેટલી આવી તે દરેક આવનાર જનાર જાણે છે. પોતે જાતે ધંધો કરી ખર્ચો પૂરો કરે છે તેમાં કોઇ ભાવીક હોય મદદ કરે તો ઠીક, નહીં તો કોઇની પાસે માગવું નહીં એ તો એમણે નીયમ જ લીધો છે. પોતે ભજનને અર્થે નવરાશ હોય તો બહારગામ જાય છે પરંતુ એમની જાતનો ખર્ચ પણ જેને ત્યાં જાય તેને પડે જ નહીં કારણકે – ઘી – ગોળ – ઘઉં આ ત્રણ ચીજ હજી સુધી ખાતા જ નથી. જે તેનાં છોકરાં ખાય તે એમને ખાવાનું. પોતાના મંદીરમાં કોઇ આવે તેને તેની ખાધેલી થાળી કે પીધેલું પવાલું પણ અજવાળવા દેતા નથી. અત્યારે તો એ એમની સ્ત્રી બન્નેમાં સેવાનો જ ગુણ જોવામાં આવે છે. કોઇ કહે તમો દવાને માટે જુજજા જ ફી રાખો, ત્યારે એ કહે છે કે પૈસા કરતાં અંતરનો આશીર્વાદ મેળવવો એ વધારે ઉત્તમ છે. તે વાત ખરી કારણકે એ કંઈ એટલું બધું સંસ્કૃત કે વેદશાસ્ત્ર કે પીંગળના પાઠ ભણ્યા નથી. ઉપર કહેલું બધું એ કરી શકે છે તે માત્ર ગુરૂકૃપા જ છે. મોઢે મીઠું બોલીને મુખ રીઝાવવું તે કરતાં કરી જાણીને અંતર રીઝાવવું એ એમને વધારે પસંદ છે. એનું જ નામ ખરી ભક્તિ છે. માત્ર આત્મસેવા એ સાચું કર્મ છે એટલું જ એ સમજ્યા છે. સેવા-ભક્તિનો ગુણ એમનામાં વધુ જોવામાં આવે છે. એમનું ઘણી વખત એવું કહેવું છે કે સાચ – દયા – સંતોષ – વિવેક – ક્ષમા વગેરે, પ્રભુના અંગો છે તેમાનું એક પણ પકડાય તો પ્રભુ હાથ આવે. પરંતુ ગુરૂકૃપા મેળવ્યા સિવાય એ પકડી શકાય નહીં. કારણકે ભાવ વિના ભક્તિ ન થાય, ભક્તિ વિના ગુરૂ રીઝે નહી ગુરૂ રીઝ્યા સિવાય આત્મ ઓળખાય નહીં, આત્મ ઓળખ્યા સિવાય સદ્ગુણો ટકી શકે નહીં, સદ્ગુણો ટ્ક્યા સિવાય પ્રભુ હાથ આવે નહીં, શાથી કે સદ્ગુણો એ જ પ્રભુનું અંગ છે એમ ઉપર કહ્યું છે. અંગનો કોઇ પણ ભાગ પકડાય એટલે પ્રભુ પાસે જ છે માટે બધું મૂકી દઈ પહેલી ગુરૂકૃપા મેળવવીએ એમનું વારંવાર કહેવું છે. પણ સેવા સિવાય એ બને જ નહિ. બધી સેવા કરતાં ગુરૂ વાકયનું સેવનએ ઉત્તમ સેવા છે. એમના અત્યાર સુધીના જીવન વૃતાંત પરથી એમ લાગે છે કે એમને વિદ્યા પ્રાપ્ત કરતાં જેમ અર્જુનને દુઃખ પડ્યું તેવું પડ્યું છે. ગ્રહસ્થાશ્રમમાં સુદામાને વિત્યું છે તેવું જ એમને પણ વિત્યું છે. એમના ઉપર સગાંનો પ્રેમ પણ જેવો તુલસીસ્વામીને પોતાનાં સસરાએ બતાવ્યો હતો તેવો જ જોવામાં આવી ગયો છે. ત્યારે પિતરાઈઓએ પણ જેવું કૌરવોએ પાન્ડવોને વિતાડ્યું હતું તેવું જ વિતાડ્યું છે એમને કન્યા પણ નરસીંહ મહેતાના શામળીયાને મળી એવી રીતે જ મળી છે ગામ લોકોએ પણ નરસિંહ મહેતાના જેવો સંબંધ રાખ્યો છે તે નજરે જોવામાં આવે છે. ત્યારે પ્રભુની દયા પણ કેટલી છે કે સમય આવ્યે પ્રભુ એમની લાજ રાખે છે. ત્યારે એ પણ દરેક પંથના સાધુ સંતની સેવા કંઈ પણ ભેદભાવ રાખ્યા સિવાય બને તેટલી કરી રહ્યા છે. ગામની સેવા પણ દવા વગેરે બાબતમાં સારી કરી રહ્યાં છે. એમનો સ્વભાવ સાદો, પહેરવેશ સાદો,ખોરાક સાદો, ભાષા ગામઠી તથા તેમનામાં ધીરજનો ગુણ સારો છે. પહેલેથી ઘણા ગરીબ કુટુંબમાં ઉછરેલા હોવાથી એમનામાં માન, મોટાઈ વગેરે અભિમાનનો ગુણ જોવામાં આવતો નથી. શા. ડાહ્યાભાઈ હીરાચંદ જેન મુ. દેથાણ.