સભ્યની ચર્ચા:DharavSolanki
સ્વાગત!
[ફેરફાર કરો]પ્રિય DharavSolanki, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!
- જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
- વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
- સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
- લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
- આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
- ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
- નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
- ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
- આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
- અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
- જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.
--sushant ૦૭:૫૯, ૨૧ નવેમ્બર ૨૦૧૧ (UTC)
a | a |
Physics
<dynamicpagelist> category=Physics-Help order=descending ordermethod=lastedit mode=ordered count = 20 </dynamicpagelist> |
Chemistry
<dynamicpagelist> category=Chemistry-Help order=descending ordermethod=lastedit mode=ordered count = 20 </dynamicpagelist> | ||
Mathematics
<dynamicpagelist> category=Mathematics-Help order=descending ordermethod=lastedit mode=ordered count = 20 </dynamicpagelist> |
Biology
<dynamicpagelist> category=Biology-Help order=descending ordermethod=lastedit mode=ordered count = 20 </dynamicpagelist> |
DynamicPageList
[ફેરફાર કરો]સર્વશ્રી ધારવજી, DynamicPageList વિષે મને કોઈ જાણકારી નથી. આપ ધવલભાઈ વ્યાસ કે જેઓ પ્રબંધક છે તેમનો સંપર્ક કરી શકો છો. --sushant ૧૬:૦૦, ૨૧ નવેમ્બર ૨૦૧૧ (UTC)
સમાજ મુખપૃષ્ઠ
[ફેરફાર કરો]ધારવજી, હું જરૂરથી તમે કરેલ સુધારાને જોઈ જઈશ. તમે ઉમેરેલ સાહિત્ય સરાહનીય છે. જો શક્ય હોય તો આપ પહેલા વિકિપીડિયાની પોલિસી વાંચી જશો. જેથી આપને વિષ્ય વસ્તુની મર્યાદા નો આઈડિયા આવે જાય. આ સિવાય એક અન્ય વાત આપનો સવિસ્તારીત પરિચય આપશો.--sushant ૧૬:૨૩, ૨૧ નવેમ્બર ૨૦૧૧ (UTC)
પોલિસી
[ફેરફાર કરો]પોલિસીનો સાર એ વાત જણાવે છે કે આ એક માહિતી કોષ છે, અહીં કોપીરાઈટ ધરાવતી કોઈ વસ્તુ ન અપાય, અહીં કરેલ યોગદાન વપરાશ માટે મુક્ત છે, અહીંના લેખન પર તમે દાવો ના કરી શકો, અહીં ફક્ત માહિતીને સ્થાન છે, અલંકારી ભાષામાં સાહિત્યિક લેખન માટે આ સ્થાન નથી. વિગેરે વિગેરે...
આ સમયે જો વિકિ મિત્રો નવા લેખો બનાવે તો તે ખરા અર્થમાં માહિતીકોષ બની રહે. અત્યારે આપણું લક્ષ્ય વિકિ ગુજરાતીને ૧ લાખ લેખોથી ઉપર લઈ જઈએ એવું હોવું જોઈએ. આ માટે વિકિનો પ્રસાર પણ ઘણી મહત્વની કડી છે.
--sushant ૧૬:૪૨, ૨૧ નવેમ્બર ૨૦૧૧ (UTC)
રાઉલ અને નૅનો ટેક્નોલોજી
[ફેરફાર કરો]ભાઈશ્રી સારવ ભાઈ, રાઉલ અને તેના જેવા લેખોને વન લાઈનર કહેવામાં આવે છે. તેઓનું શું મહત્વ નથી કેમકે તેઓ કોઈ પણ માહિતી આપતા નથી. જો એક આંબાંની પેટી લઈએ અને તેમાં તમને પાકા ફળોને બદલે નાનકડા કાચા ફળો મળે તો તમને નિરાશા થાય ને. તેમ જ અત્યારે આપણને ગુજરાતી વિકીને સારા કંટેટને જરૂર છે નહીં કે નકામા એક રેખાના આર્ટિકલની. જ્યારે ભવિષ્યમાં વધુ લોકો જોડાશે અને જરૂર જણશે તો વોટિંગ દ્વારા પોલિસી બદલવાનું વિચારીશું.
નૅનો ટેક્નોલોજી નો આપે નવો લેખ શરૂ કર્યો છે. પણ તે સંપૂર્ણ અંગ્રેજીમાં છે. તેમાં કંઈ પણ ગુજરાતી નથી. આવા લેખોને પોલિસી અનુસાર "ભાંગફોડિયા પ્રવૃત્તિ" (અલબત્ તે ભાંગફોડિયા નહીં તો અન્ય લોકોનું કામ વધારનારી) ગણાય છે. માટે જ્યારે આપ કોઈ નવો લેખ અન્ય વિકિમાંથી લાવો તો ખાત્રી કરશો કે તેમાં ગુજરાતી ભાષા આવે. જો આપ અનુવાદ કરવા માંગતા હોવ તો ઠીક છે પણ તેમ ન હોય તો નવા લેખ અંગ્રેજીમાં મૂકી અને કોઈ અન્ય આવી ને તેનું અનુવાદ કરે તે મ કરવાનો કશો અર્થ નથી. અને એક અન્ય વાત આ લેખની જોડણી મારે હિસ્સાબે નૅનો ટેક્નોલોજી કે સૂક્ષ્મ તંત્રજ્ઞાન હોવું જોઈએ.
અન્ય એક વાત , એ જરૂરી નથી કે અંગ્રેજીમાં હોય તેટલો મોટો લેખ અનુવાદ કરવો. તેની ઓળખના શરૂઆત ના ત્રણ ચાર ફકરાનો અનુવાદ કરી દેશો તે પણ ઠીક છે.
--sushant ૦૭:૪૪, ૨૨ નવેમ્બર ૨૦૧૧ (UTC)
તમે જેમ કહ્યુ તેમ જે ગામ, તત્વો આદિ પર લેખ છે તે માહિતી પ્રદ લેખ છે. જેને એક યોજના બદ્ધ પદ્ધતિએ લખાય અને વિક્સાવાય છે. પરિયોજના અને પોલીસી આદિની ચર્ચામાં પડ્યાં કરતાં તમે પણ નવા માહિતી સભર લેખ સંબંધી કોઈ યોગદાન કરીને મહાવરો લો જેથી તમને ગ્રાઉન્ડ રીયાલિટીની માહિતી મળે. જ્યાર સુધી તમે કોઈ એક લેખનું પણ યોગદાન કર્યું નથી ત્યારે યોજન વિકાસ આદિની વાતિ ઘણી આગળ પડતી લાગે છે. તમારા જેવ ઉત્સાહી અને તરવરિયા સભ્ય સાથે આપણે આગળ ઉપર ચાલીને તે વિશે યોજના ઘડી અને ચોક્ક્સ આગળ વધીશું પણ અત્યારે એ વાતની ખાસ જરૂરી છે કે આપ યોગદાન કરીને મહાવરો લો. અમારો એવો અનુભવ છે ઘણાં સભ્યો આવીને ઘણે મોટી મોટી વાતો કરે છે પણ જ્યારે મૂળ યોગદન ની વાત આવે છે ત્યારે તેઓ ડરીને દૂર ચાલી જાય છે. અત્યારે સતિષભાઈ ૪૦૦૦૦ થી પણ વધુ ફેરફારનું યોગદાન કરી ચૂક્યા છે. ધવલભઅઈ ૯૦૦૦ આસપાસ છે મારું યોગદન ૪૦૦૦ ની આસપાસ છે. આપણ ને આવા અવિરત યોગદાન-સભ્યોની જરૂર છે માટે આપ પણ આ શ્રેણીમાં નવું મોતી બની ને ઉભરો તે જ આશા. --sushant ૦૮:૩૪, ૨૨ નવેમ્બર ૨૦૧૧ (UTC)
તમે જે કહ્યુ તેનો મને ખ્યાલ હતો. પણ એ વસ્તુ નો પણ ખ્યાલ રાખવો પડે ને કે આપણે દિશાહિન ન જાઇએ! ૯૦૦૦ લેખકો માથી આપણે કેટલા લેખકોને સાચવી શક્ય છિએ? આપણે કશેક તો ઉણપ હશે? આખ આગળ પાટા બાધી ને ક્યા સુધી આપણે આગળ વધી શકશુ? મુદ્દો અહિયા એ છે કે આવનારા લેખકો પાસે એક ચોક્કસ કામ હોવુ જોઇએ. ચાલો જે ગમે તે એક લેખ ઉઠાવિયે એ એભિગમ થી તો બસ ત્રુતક ગ્નયાન કોષ બનશે. ચોક્ક્સ નિતી થી બનાવેલા નવા લેખ અને અનુવાદિત કરેલા લેખ વાચકગણ તથા લેખકગણ ને ઉત્સાહિત કરવામા બોજ દુર જશે.
જોકે બધી વાત સમાપ્ત થાઇ ત્યારે એ વસ્તુ નો ખ્યાલ જરા અર્થપુર્ણ લાગશે કે આપણે બેવ જ્યા સુધી કામ કરીએ છિએ તો વાત આગળજ પહુચશે ને? બે ડગલા પાછડ તો જવાના નથી ને?
crowdsourcing/oneliner
[ફેરફાર કરો]http://meta.wikimedia.org/wiki/WikiConference_India_2011/Submissions/Badri_Seshadri
અહિયા એમના લેખની Abstract જેમ ની તેમ રાખુ છુ, જે ક્દાચ તમારા નજરિયાને જરા બદલી શકે.
- The following is a rough draft of topics Dr.Badri Seshadri Profile is planning to talk at the conference.
- Crowd sourcing
- Crowd sourcing - where it has succeeded and where the traction has not happened yet (looking at Cricinfo, but also Wikipedia English vs Wikipedia other languages, including Tamil)
- Madness: Only a very small handful of people, with limited capability ploughing through a lone burrow
- Passion + some competence: How madness slowly turns into few passionate (but not mad) and competent people coming on to the scene to build critical mass to the content map.
- Flood gates open up: This is when both the good and average people turn up. But now we need some "systems" to encourage more good people and put a break to more bad people. How is this being achieved across.
- Wikipedia has shown a way to be in collaboration. Indian languages, especially Telugu have enormous amounts of knowledge which has to be given to the coming generations in a better manner. But, lack of interest in people has been the biggest hindrance. So, employing a bot and creating 1-liner articles, that would in turn inspire people to come up with an interest to write about the articles was the most primitive idea that came to the founders of Telugu wikipedia. Hence 1-liner articles about all the villages, mandals and districts were created with the minimum required article size. This paper/presentation would bring to light the pros and cons of such approaches and their impact.
- --DharavSolanki ૦૯:૦૪, ૨૨ નવેમ્બર ૨૦૧૧ (UTC)
- અમારો એવો અનુભવ છે ઘણાં સભ્યો આવીને ઘણે મોટી મોટી વાતો કરે છે પણ જ્યારે મૂળ યોગદન ની વાત આવે છે ત્યારે તેઓ ડરીને દૂર ચાલી જાય છે.
- આ વાક્ય પર મારી નજર હમણાજ ગઇ. એવુ બની શકે કે એ લોકો વાત ના તડાકા મારવામા માહેર હોય. પણ એવુ પણ બની શકે ને કે એમની વાતો પહેલા નરા ઉત્સાહ મા હોઇ અને પછી, વ્ય્વ્સ્થા ના અભાવે અને જરુર કરતા વધારે પડતી કાળજી માગી લઇ એવા કામકાજ ને કારણે એમને પણ ગ્રાઉન્ડ રિઆલિટી નો આભાસ થઇ ગયો હોય?
- એક નિષ્ફળ પ્રોજેક્ટ, જેની એક ઝલક અહિ જોઇ શકો છો: (હાઇસ્કુલ હેલ્પ ફોરમ)
- Accelerating Wikibooks : WCI11 Talk at Mumbai University 02/02 - http://www.youtube.com/watch?v=lDCTLh0CTUo&feature=related
- --DharavSolanki ૦૯:૩૦, ૨૨ નવેમ્બર ૨૦૧૧ (UTC)
તમે કહ્યું તે વાત કદાચ સાચી હોય કે લેખકોને દિશા આપવી જોઈએ. પણ આ મુખ્ત કોશ છે અને અહીં કોઈને તમે આ લેખ લખો તેવું કહી શકાતું નથી. અને અહીં વ્યવસ્થાનો અભાવ છે અને તે કારણે લોકો આગળ સહભાગ નથી કરતાં તે વાત હું માનવા તૈયર નથી.
અને ઉપર લખેલ તમારી સફલ અને નિષ્ફળ યોજનાઓની વાર મારા સમજમાં ન આવી. તેનું સંદર્ભ સ્પષ્ટી કરણ કરશો. --sushant ૧૨:૧૦, ૨૨ નવેમ્બર ૨૦૧૧ (UTC)
આપના પ્રતિભાવની આવશ્યકતા
[ફેરફાર કરો]મિત્ર DharavSolanki, મેં તાજેતરમાં ચોતરા ઉપર બે ચર્ચાઓ શરૂ કરી છે જે વિકિપીડિયાની નીતિઓ નિર્ધારિત કરવામાં અને આવશ્યક ફેરફારો માટે જરૂરી છે. આપને વિનંતી છે કે જો શક્ય હોય તો ચોતરા પર Mailing List અને ચિત્રો ચઢાવવા અંગેની નીતિ પર ફેરવિચાર અંગેની ચર્ચામાં ભાગ લઈ આપના અભિપ્રાયો જણાવશો. આ અભિપ્રાયો જેટલા વહેલા જણાવી શકશો તેટલા ઝડપથી આપણે ફેરફારો અહીં લાવી શકીશું. પરિવર્તન એ સૃસ્ટિનો નિયમ છે, અને આપણું ગુજરાતી વિકી વિકસી રહ્યું છે એટલે આપણે વખતો વખત આપણી નીતિઓ ઘડતા રહેવું પડે અને નવા ફેરફારો લાવતા રહેવું પડે. આમ કરતી વખતે અહીં રહેલા બહુમતિ સક્રિય સભ્યોની સહમતી મેળવવી હું આવશ્યક માનું છું, અને માટે આપનો મત જાણવાની ઉત્કંઠા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૧૦, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)