સભ્યની ચર્ચા:Dilipsinh Bhatti

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત[ફેરફાર કરો]

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય Dilipsinh Bhatti, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

--જીતેન્દ્રસિંહ ૦૬:૩૭, ૩૦ એપ્રિલ ૨૦૦૯ (UTC)

શ્રી દિલીપસિંહજી...જય માતાજી...આપશ્રી મારા વિષેનાં તમારા પાનામાં તમારો પરિચય આપશો તો ચર્ચાની વધુ મજા આવશે. આભાર...--જીતેન્દ્રસિંહ ૦૬:૪૦, ૩૦ એપ્રિલ ૨૦૦૯ (UTC)

ગુપ્ત સંજ્ઞા (પાસવર્ડ) બદલવા માટે[ફેરફાર કરો]

દિલિપસિંહ, તમારી ગુપ્ત સંજ્ઞા (પાસવર્ડ) બદલવા માટે, અહિં છેક ઉપર "મારી ચર્ચા"ની બાજુમાં જે "મારી પસંદ" છે, તેના પર ક્લિક કરીને તમારા સેટિંગ્સમાં જાવ, ત્યાં જે પાનું ખુલે તેમાં નીચેની તરફ તમને Change Password એવું લખેલું દેખાશે, તેના પર ક્લિક કરવાથી તમને જુનો અને નવો બંને પાસવર્ડ પુછશે, ઘણુ સહેલું છે.--ધવલચર્ચા/યોગદાન ૦૭:૫૭, ૧૪ મે ૨૦૦૯ (UTC)

જય માતાજી[ફેરફાર કરો]

શ્રી દિલીપસિંહજી...જય માતાજી..સીતારામ...વિકિપીડીયામાં મારા વિષે પરિચય આપવો ફરજીયાત નથી હોતો પરંતુ વધારે ઓળખ થાય તે માટે તમારૂ ધ્યાન દોર્યુ હતુ. ચાલો તે પણ તમે કરી નાખ્યુ જ છે. હવે તમો પણ આપણા વિકિમિત્રોની જેમ કાંઈક નવા લેખો અથવા તો હોય તેમાં જરૂર લાગે ત્યાં યોગદાન શરૂ કરો અને વિકિને સમૃધ્ધ બનાવવામાં મદદરૂપ થાવ તેવી ઈચ્છા છે. આમ તો ગુજરાત નાં ઘણા વિકિમિત્રો સરસ યોગદાન આપી રહ્યા છે તેની સાથે આપણે પણ સામેલ થઈ જાય. તમને કાંઈપણ માર્ગદર્શન જોઈએ તો પ્રબંધંક શ્રી ધવલભાઈ, પીઢ અને પરિપક્વ શ્રી અશોકભાઈ, સમયની ઝડપ સાથે ચાલવામાં પાવરધા એવા શ્રી સતિષચંદ્રજી અને આપણા ભુદેવ શ્રી મહર્ષિભાઈ મહેતા વગેરે મિત્રોનો સંપર્ક કરશો તો તમને વધારે સરળતા રહેશે અને મારૂ કામ પડે તો નિ:સંકોચે જણાવજો. આ ઉપરાંત સમય મળે ત્યારે બીજા લેખોનો અભ્યાસ કરશો. ચાલો આતો વધારે કાંઈક સલાહ સુચન થઈ ગયા:):)..આભાર સીતારામ...--જીતેન્દ્રસિંહ ૦૪:૧૫, ૧૬ મે ૨૦૦૯ (UTC)

નવરાત્રિપર્વની શુભેચ્છા[ફેરફાર કરો]

દિલીપસિંહજી, જય માતાજી, સીતારામ.. આદ્યશક્તિ, જગત જનની જગદંબા, માં ભગવતીએ મહિષાસુર નો નાશ કરવા નવ દિવસ ખેલેલા મહાભયંકર યુધ્ધને આપણે નવરાત્રિ તરીકે પુજા અર્ચના કરીએ ઉજવીએ છીએ. આ પર્વ નિમિતે તમને અને તમારા પરિવારને હાર્દિક શુભેચ્છા તેમજ મહિષાસુર રૂપી રાગ, દ્વેષ, ઇર્ષા, મોહ, માયા અને અભિમાન જેવા તત્વોને ઓળખવાની અને તેનાથી બચવાની શક્તિ માતાજી આપના પરિવારને આપે એજ પ્રાર્થના. આપણે સૌ જન્મદેનારી માં નાં ખોળે આળોટીને શાંતિ મેળવીએ એજ ઈચ્છા છે કારણકે તેના જેવી શાંતિ દુનિયામાં બીજે ક્યાંય નથી. તેથીજ દુલા કાગ કહ્યુ છેને કે, મોઢે બોલુ માં, મને સાચે જ નાનપણ સાંભરે, ત્યારે આ મોટપની મજા મને કળવી લાગે કાગડા (ભારતમાં વૃધ્ધાશ્રમ ખોલવા પડે તે એક કલંક છે. મધર્સ ડે ઉજવવાથી માં ના ઋણમાંથી મુકત કોઈ દિવસ ના થઈ શકાય)આ ઉપદેશ નથી ઉભરો છે તે મિત્રો પાસે તો ઠલવાય જ ને ?. જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૦૫:૪૫, ૧૯ સપ્ટેમ્બર ૨૦૦૯ (UTC)


શુભ દિપાવલી સાથે નુતન વર્ષાભિનંદન[ફેરફાર કરો]

શુભ દિપાવલી - નુતન વર્ષાભિનંદન

દિલીપસિંહજી બાપુ, સીતારામ....જય માતાજી... તમને અને તમારા પરિવાર તથા સૌ પ્રિયજનોને મારા અને મારા પરિવાર ઉપરાંત સમગ્ર ગુજરાતી વિકિપીડિયા પરિવાર તરફથી પણ ગુજરાતી નવા વર્ષની શુભેચ્છા. નવું વર્ષ સૌને જીવનમાં રંગોળીની જેમ વિવિધ રંગોથી, નવા વિચારોથી તેમજ દિપકનાં પ્રકાશથી ભરી દે અને જીવનમાં ઉચ્ચ શિખરો શર કરવાની અને સત્યને અનુસરવાની શક્તિથી ભરી દે તેમજ સૌને નિરોગી રાખે તેવી ઈશ્વરને પ્રાર્થના સાથે શુભ દિપાવલી સાથે નુતન વર્ષાભિનંદન . તેમજ તમારા અમુલ્ય જ્ઞાનનો લાભ અમને સૌને આ નવા વર્ષમાં ગયા વર્ષ કરતા પણ વધુ મળે તે જ કામના. તેમજ ૧૦૦૦૦ લેખોનો અંક વટાવવામાં યોગદાન આપનાર તમામ વિકિમિત્રોનો દિલથી આભાર માનુ છું, સૌ મિત્રો આવો જ સહયોગ આપતા રહે તેવી મારી ઈચ્છા છે. તો ચાલો, મનાવીએ આ શુભ અવસરને...જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૦૮:૦૩, ૧૩ ઓકટોબર ૨૦૦૯ (UTC)


શુભ દિપાવલી સાથે નુતન વર્ષાભિનંદન[ફેરફાર કરો]

શુભ દિપાવલી - નુતન વર્ષાભિનંદન

દિલીપસિંહ, સીતારામ....જય માતાજી... તમને અને તમારા પરિવાર તથા સૌ પ્રિયજનોને મારા અને મારા પરિવાર ઉપરાંત સમગ્ર ગુજરાતી વિકિપીડિયા પરિવાર તરફથી પણ ગુજરાતી નવા વર્ષની શુભેચ્છા. નવું વર્ષ સૌને જીવનમાં રંગોળીની જેમ વિવિધ રંગોથી, નવા વિચારોથી તેમજ દિપકનાં પ્રકાશથી ભરી દે અને જીવનમાં ઉચ્ચ શિખરો શર કરવાની અને સત્યને અનુસરવાની શક્તિથી ભરી દે તેમજ સૌને નિરોગી રાખે તેવી ઈશ્વરને પ્રાર્થના સાથે શુભ દિપાવલી સાથે નુતન વર્ષાભિનંદન . તેમજ તમારા અમુલ્ય જ્ઞાનનો લાભ અમને સૌને આ નવા વર્ષમાં ગયા વર્ષ કરતા પણ વધુ મળે તે જ કામના. તો ચાલો, મનાવીએ આ શુભ અવસરને...જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૧૧:૫૬, ૨૧ ઓકટોબર ૨૦૧૧ (UTC)