સભ્યની ચર્ચા:Divyesh.ng

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

સ્વાગત![ફેરફાર કરો]

ભાઈશ્રી Divyesh.ng, શુભ સંધ્યા, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

 • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
 • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
 • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
 • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
 • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
 • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
 • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
 • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
 • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
 • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
 • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

વાહ...! દિવ્યેશ ભાઇ... ખુબ જ પ્રશંસનીય યોગદાન... બહુજ સુંદર તરજુમા કરેલા છે આપે. અને હા, વિકિપીડિયા માં તમારું સ્વાગત છે.. સીતારામ... મહર્ષિ --Maharshi675 ૧૨:૩૩, ૧૨ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

ગુજરાતી અંકો[ફેરફાર કરો]

દિવ્યેશભાઈ, ભાષાંતર ખુબ સુંદર કરો છો આપ. એક વાત ધ્યાનમાં રાખશો કે અહીં ગુજરાતીમાં આપણે શબ્દોની સાથે અંકો પણ ગુજરાતીમાં વાપરવાનો આગ્રહ રાખીએ છીએ, માટે જો આપ અંગ્રેજી અંકોનો ઉપયોગ ટાળશો તો આપે કરેલા કામમાં અન્ય લોકોએ વધુ સુધારા કરવાની જરૂર નહી રહે.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૦૪, ૧૪ ઓકટોબર ૨૦૧૦ (UTC)

વિલવણીકરણ[ફેરફાર કરો]

આભાર હું છેલ્લા કેટલાય વર્ષોથી ભાષાતંર સાથે જોડાયેલો છું, ખાસ કરી વિજ્ઞાનના વિષયમાં મારું ઊઁડું જ્ઞાન છે, તમે જે મારો આર્ટીકલ ડિલીટ કર્યો તે પાછળનું કારણ જાણવા માંગું છું, ભાઇશ્રી ડિસેલીનેશનનું ગુજરાતી ડિસેલિનેશન (વિલવણીકરણ) જે મેં રાખ્યું છે તે એક વિજ્ઞાનિક પ્રક્રિયા છે અને વિજ્ઞાનિક પ્રક્રિયાના જે નામ હોય તેને તેમનું તેમ જ રખાય..આ નામ વિલવણીકરણ માટે તમે સંદર્ભ પુસ્તક તરીકે 12ના પુસ્તકો અને સાયન્સની ડિક્સનરીમાં આ શબ્દનું ગુજરાતી તમે જોઇ શકો છો, તમે જેટલો સમય આ આર્ટીકલને રદ કરવામાં પણ નહીં લગાડ્યો હોય તેના કરતા દસ ગણો સમય મેં આના માટે યોગ્ય શબ્દ શોધવામાં લગાવ્યો છે…અને રહી વાત આંકડાઓની તો તેની અંગ્રેજીમાં એટલા માટે રાખ્યા છે કે તે ગુજરાતી ન હોય તેવા લોકો પણ સરળતાથી સમજી શકે...હું પણ ગુજરાતી છું અને પાક્કો ગુજરાતી છું...પણ મારે ઘણા મિત્રો છે જે ગુજરાતી વાંચી શકે છે પણ પૂર્ણ પણે નહીં તેમને માહિતગાર કરવા આમ કર્યું છે....તમે તો ખાલી લંડનમાં બેસી ગુજરાતી ભાષાની વાતો કરો છો...પણ કદી 8 થી 12 ઘોરણની ચોપડી એક શબ્દના યોગ્ય ગુજરાતી શબ્દ ને શોધવા માટે નહીં ગાળ્યો હોય... જે વસ્તુ ચર્ચાથી થતી હોય તેને કોઇની મહેનતને એક મિનિટમાં રદ કરીને કેમ બગાડો છો..

દિવ્યેશભાઈ, આપની માફી ચાહું છું કે આપે લખેલા પારિભાષીક શબ્દ વિલવણીકરણને મેં બદલ્યો છે, કારણ ફક્ત એ જ હતું કે આ શબ્દ કાંઈ અટપટો લાગતો હતો. પરંતુ હા, આપે કરેલું ભાષાંતર કાંઈ આખેઆખું દૂર કર્યું નથી. આ લેખ ડિસેલિનેશન નામથી રહેવા જ દીધો છે. અને આપે કહ્યું કે ધોરણ ૧૨નાં પુસ્તકોમાં આ શબ્દ છે, તો મેં આ શબ્દથી લેખ ફરીથી બનાવ્યો છે. આ ઉપરાંત એ લેખ દૂર કરવા પાછળનું કારણ એ પણ હતું કે તેનું શીર્ષક આપે ગુજરાતી અને અંગ્રેજી બંને રાખ્યું હતું. ભાઈ, એક વાતનું ધ્યાન રાખો કે દૂધ અને દહીં બંનેમાં પગરાખવઅનો કોઈ અર્થ નથી. આપણે એક વાત મગજમાં ઠસાવી લેવી જોઈએ કે આ ગુજરાતી વિકિપીડિયા છે, અને અહીં ફક્ત ગુજરાતીમાં જ લખાણ હોવું જોઈએ, હા, લેખની અંદર ક્યાંક જરૂર જણાય ત્યાં જો તે શબ્દ ગુજરાતીનો ના હોય તો તેને માટેનું યોગ્ય અંગ્રેજી કે અન્ય ભાષાનું નામ મુકી શકીએ, પરંતુ, લેખનું શીર્ષક ફક્ત એક જ ભાષામાં રાખવાનો આગ્રહ રાખીએ.
આ ઉપરાંત આપની એ દલિલ સાથે હું સહમત નથી કે લેખમાં આંકડા અંગ્રેજી રાખવા પાછળનું કારણ જે લોકો ગુજરાતીથી પરિચિત ના હોય તેમના લાભાર્થે છે. જો કોઈને ગુજરાતી ના અવડતું હોય તો તેને કશું જ ના આવડે ભાઈ, તે આપનો આખો લેખ વાંચી જાય અને તેમાંથી ફક્ત તેને ગુજરાતી આંકડા વાંછતાં ના અવડે? શું તમને ખરેખર લાગે છે કે એવું બને? ગુજરાતી આંકડા ફક્ત ૧૦ છે, જ્યારે મૂળાક્ષરો ૪૬, વિચારી જો જો કે તમે કરેલી દલિલમાં કેટલું તથ્ય છે.
અને છેલ્લે છેલ્લે, આપનો આભારી છું કે આપે ભાષાંતર કરીને અહીં યોગદાન કર્યાં પછી ફરી પાછા આવીને તે લેખ વાંચવાની તસ્દી લીછી, નહિતર ઘણા સભ્યો એ પણ કરતા નથી. ફક્ત તસ્દી લીધી એટલું જ નહી, આપને જે ના ગમ્યું તે આપે સુંદર રીતે રજૂ કર્યું અને ચર્ચા કરી, જેનું પરિણામ એ આવ્યું કે આપનો સાચો શબ્દ ફરીથી પુનઃસ્થાપિત થયો. તો ભવિષ્યમાં પણા આપ આ જ રીતે યોગદાન કરતા રહેશો અને જે કોઈ વાત આપને યોગ્ય ના લાગે તેના વિષે ચર્ચા પણ જરૂરથી કરશો.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૧૮, ૧૮ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)