સભ્યની ચર્ચા:HIREN K CHAUHAN

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી, અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી. ખામી તમારા રૂપમાં દેખાય છે હવે, પહેલાં હતી જે, એવી અમારી નજર નથી. ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં? આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી! પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું, તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી. આ છૂટવાની રીત કે મિત્રોએ કહી દીધું, શું થઇ શકે કે જ્યાં તને તારી કદર નથી! આવાગમન છે બંને જગતમાં સતત ‘મરીઝ’, પૂરી જે થાય એવી જીવનની સફર નથી. -મરીઝ

વર્ષો વીતી ગયાં છે… પીછું અડાડવામાં વર્ષો વીતી ગયાં છે, જંતર જગાડવામાં વર્ષો વીતી ગયાં છે. કિસ્મત હતું હથેળીમાં બંધ એ ખરું પણ, ચપટી વગાડવામાં વર્ષો વીતી ગયાં છે. ગુંદર ન હોય એવી દેશી ટિકિટ માફક આ મન લગાડવામાં વર્ષો વીતી ગયાં છે. તું તો કરે રવાના ઝડપી ટપાલ દ્વારા, અહીંયા ઉઘાડવામાં વર્ષો વીતી ગયાં છે. સદીઓ વહી ગઈ છે જાણે પવનની માફક, બે પળ ખૂટાડવામાં વર્ષો વીતી ગયાં છે. -બંકિમ રાવલ

વિશ્વાસ ક્યાં મળે છે કોઈ આંખમાં હવે ? વિશ્વાસ ક્યાં મળે છે કોઈ આંખમાં હવે? વિશ્વાસ ચોપડીમાં મળે વાંચવા હવે. વિશ્વાસ ખટઘડી તણા સંભારણા હવે, વિશ્વાસ દાદીમાની કોઈ વારતા હવે. શોધો છો એ જીવન હવે મળશે નહીં કદી, વિશ્વાસના આ ‘વિ’ વિનાના શ્વાસમાં હવે. ફાવી ગયું બધાયને ઘર બહાર ઝાંપે છે…ક ‘વિશ્વાસ’ નામ કોતરી શણગારતાં હવે. તારી ને મારી વચ્ચેનું અંતર, કહું ? શું છે? વિશ્વાસના ન હોવાની સંભાવના હવે. છો, શ્વાસ જ્યાં નિઃશ્વાસ મૂકે, શબ્દ નીકળે, વિશ્વાસના વજન વિના શું કામના હવે ? - ડૉ. વિવેક મનહર ટેલર

શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે, આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે. હક, અપેક્ષા, શક, અહમ્ ના પંક ની વચ્ચેથી કોઈ, પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે. બેકરારી વસ્લ માં, પીડા વિરહ માં કત્લની, એટલું સમજી શકો કે કેમ છે એ પ્રેમ છે. ‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ, શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ, તું વહે એ પ્રેમ છે. બાદબાકી તુજ ની, તારાં સ્પર્શ, યાદો, સાથની, શેષ મારામાં પછી જે પણ બચે એ પ્રેમ છે. શબ્દ થઈ મુજ શ્વાસ માં બસ તું સદા વહેતી રહે, આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે. રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે, ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ છે. -ડો.વિવેક મનહર ટેલર

ખુશી - ડૉ.વિવેક મનહર ટેલર જીવનમાં જ્યારે ચૌદિશે છલકાય છે ખુશી, આંસુ બનીને આંખમાં મલકાય છે ખુશી. તું આવ કે ન આવ, કહી દે કે આવશે, જો! કેવી આ તરફ પછી વળ ખાય છે ખુશી. વિશ્વાસ એકમાત્ર છે આધાર આપણો, તૂટી ગયો એ જ્યારથી, સંતાય છે ખુશી.

ગાંડી ! રડી નથી પડ્યો, તું વાત મારી માન, જોઈ તને યુગો પછી ઊભરાય છે ખુશી. સરનામું જ્યારથી તું આ દિલનું ત્યજી ગઈ, આવીને પાછી ઘરથી વળી જાય છે ખુશી.

- ડૉ.વિવેક મનહર ટેલર છૂટ છે તને અડધી રમત થી ઊઠવાની છૂટ છે તને, તારી શરત થી જીતવાની છૂટ છે તને. વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે, સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને. ખાલી જગા સમાન આ જીવન હવે થયું, પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને. મરજી થી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને. નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મ માં, ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને. આ આંગળીનાં શ્વાસ માં થઈ શબ્દ ની હવા, આશ્રિત ને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.

- ડૉ. વિવેક મનહર ટેલર સાત પગલાં, સાત વચનો-વાત ક્યાં વિસરાઈ ગઈ ? સાત પગલાં, સાત વચનો-વાત ક્યાં વિસરાઈ ગઈ ? ટાંકણાથી કાળના બે જિંદગી બદલાઈ ગઈ.

‘જિસ્મ બે પણ જાન એક’ એ વાત ત્યાં ભૂંસાઈ ગઈ,

’હું’ ને ‘તું’ પડખું ફર્યાં ને ભીંત એક બંધાઈ ગઈ. થઈ ગયાં અદ્વૈતમાંથી દ્વૈત પાછાં આપણે, જ્યોત આસ્થાના અનલની જ્યાં પ્રથમ બુઝાઈ ગઈ. બાવફા કાયમ રહી તું, બેવફા હું થઈ ગયો, એક માત્રાના ફરકમાં જિંદગી બદલાઈ ગઈ. સાત જન્મોનું છે બંધન, સાતમો છે જન્મ આ, તેં કહ્યું જેવું આ મારી આંખ ત્યાં મીંચાઈ ગઈ. થઈ ગયાં મા-બાપ, ના સાથે રહ્યાં, ના થ્યાં અલગ, અજનબી બે સાથે રહેતાં જોવા છત ટેવાઈ ગઈ. ‘હું વધું’ કે ‘તું વધે’ની રાહ જોવામાં, સખી ! પુલ વિનાના કાંઠા વચ્ચે જિંદગી જીવાઈ ગઈ…

ડૉ.વિવેક મનહર ટેલર કવિ-પત્નીની ગઝલ કવિતામાં તારું તું જીવન વિતાવે, મને એમાં કે એને મુજમાં જીવાડે ? મને રાત-દિન પ્રશ્ન બસ, આ સતાવે, તું કોને વધુ દિલની નજદીક રાખે? અહર્નિશ ને અઢળક પ્રણય આપણો, પણ કશું છે જે આ રોમેરોમે દઝાડે. વખાણોના કાંટે મને ભેરવીને તું તારું જ ધાર્યું હંમેશા કરાવે. દુઃખી થાઉં તો મારા દિલને હું બાળું, તને દુઃખ પડે તો તું કાગળને બાળે. રદીફ-કાફિયાવત્ ગણ્યું મારું જીવન, શું માણસ ગણી તેં મને કોઈ કાળે ? તું ક્યારે પતિ છે ને ક્યારે કવિ છે - આ દ્વિધાની સૂડી જીવાડે કે મારે? મળે લાશ મારી તો શું થાય, જો કોઈ પ્રસિદ્ધિના પાયાના પથ્થર ઉખાડે ?! આ કાગળ એ મારા સમયનું કફન છે, મને શબ્દે શબ્દે ધીમે ધીમે દાટે. - ડૉ.વિવેક મનહર ટેલર

સ્વાગત[ફેરફાર કરો]

સ્વાગત![ફેરફાર કરો]

ભાઈશ્રી HIREN K CHAUHAN, સુપ્રભાત, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

--ધવલચર્ચા/યોગદાન ૧૮:૪૮, ૨૭ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]