સભ્યની ચર્ચા:Harshil s mehta

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય Harshil s mehta, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- ધવલ સુધન્વા વ્યાસચર્ચા/યોગદાન ૧૮:૪૦, ૨૨ મે ૨૦૧૭ (IST)[ઉત્તર]

'ઉડતા પંજાબ' પછી 'ફૂંકતા ગુજરાત' વિષે તૈયાર થઇ જાઓ[ફેરફાર કરો]

બરાબર વાંચ્યું તમે 'ફૂંકતા ગુજરાત'! . પ્રશ્ન થાય કે વળી આવું કેમ? પણ આની પાછળ બહુ જ મોટું કારણ છે.હજુ આજે જ ગાંધીનગરમાં રેડ પડી ને ઘણાં નબીરા પકડાયા. કાલ ઉઠી ને ગુજરાત ના યુવાનો વિષે 'ફૂંકતા ગુજરાત' ફિલ્મ બને તો નવાઈ નથી. કારણ કે અહીંના યુવાનો જે રીતે હુક્કા પાછળ ઘેલા બન્યા છે તે જોતા જો આમ જ ચાલતું રહેશે તો 5-7 વર્ષ માં તો આ પ્રશ્ન ખુબ જ વિકરાળ થઇ જશે.

ગુજરાત સરકારે ફેબ્રુઆરી 2017 માં વિધાનસભા માં બિલ પાસ કરાવીને જે હુક્કા બાર ધમધમતા હતા તે એકી ઝાટકે બંધ કરાવી દીધા. આ પગલું આવકારદાયક પગલું છે તેનો વિરોધ ના હોઈ શકે. પણ શું તમને ખબર છે કે ગુજરાત માં દારૂબંધી પણ છે? તો પણ પેપર માં અવાર નવાર દારૂ પકડાયા ની ખબરો આવતી રહે છે. પ્રશ્ન કાયદા નો નથી, કાયદા ને અમલ કઈ રીતે કરાવો તે છે. દારૂબંધી હોવા છતાં પણ છેક ઉપર સુધી ની ગોઠવણો ને લીધે ક્યાંક દારૂ વેચાતો હોય તેવું પણ બને! અને હા ચૂંટણી ટાણે તો... જવા દો ને હવે!

પ્રશ્ન હુક્કા બાર બંધ કરી દેવા થી પૂરો નથી થતો પણ આપણે જે પ્રજા ખાસ કરીને યુવાનો અને યુવતીઓ જે રીતે હુક્કા ઘેલા થયા છે તે બન્ધ કરવું પડશે તો કઈ મેળ પડે.કોઈ ઝાડ પર ઉધઈ થઇ હોય તો માત્ર તેની ડાળીઓ કાપી દો તો પણ નવી ઉગેલી ડાળીઓને ઉધઈ લાગશે જ. માટે તેનો જડમૂળ થી નાશ કરવો પડે. આપણું પોલીસ ખાતું કેટલું પ્રામાણિક છે તે તો સૌ કોઈ જાણે જ છે ને.હુક્કા બાર બંધ થયા તો રાજ્ય ને જે રેવન્યુ ની આવક મળતી હતી તે બન્ધ થઇ ગઈ. જે યુવાનો થોડા ઓછા પ્રમાણ માં જતા હતા તે બંધ થઇ ગયા. પણ જેમને લત લાગી જ ગઈ હતી તેવા ભટકેલા નવયુવાઓં હવે ગેરકાયદેસર રીતે સપ્લાય મેળવી ને ફૂંકવા લાગ્યા છે. તેને જોતા તો એક નજરે એમ જ કહી શકાય કે રાજ્યે તેની રેવન્યુ ગુમાવી. કારણ કે હુક્કાબાર બંધ થવા થી ના તો યુવાનો ની લત ઓછી થઇ કે ના તો તેમની જિંદગી સુધરી.

આફ્ટર ઑલ,જયારે પંજાબ માં ડ્રગ્સ નો પગેપેસારો થયો ત્યારે સમસ્યા આટલી વિકરાળ નહતી જે અત્યારે પંજાબ માં છે. તે જ રીતે આ હુક્કા ના વ્યસન નો શરૂઆતી દોર છે હજુ તેની સમસ્યા છૂટક સ્વરૂપે જોવા મળે પણ પછી તેની માસ ઇફેક્ટ થઇ શકે, જે પુરા સમાજ ને લઈને ડૂબે. એ વાત ચોક્કસ છે કે ડ્રગ્સ કરતા હુક્કો ઓછો હાનિકારક છે પણ ઝેર તો ઝેર જ કહેવાય. પંજાબ માં તો હવે ડ્રગ્સ ના વ્યસનીઓ માટે ઠેર ઠેર દવાખાનાં ખોલવા માં આવ્યા છે(એક જોતા પગલું સારું છે.), બીજું જોતા તો ટેક્સ પેયર ના પૈસા નો બગાડ જ છે કારણ કે દેશ ની સામે ઓલરેડી ઘણી સમસ્યા છે અને તેનો ઉકેલ નથી જયારે નવી સમસ્યા પેદા કરવા માં આવે છે.

હુક્કા માં તમાકુ અને અમુક વખત તો નશાકારક પદાર્થો ને ભેળવી ને તેનું સેવન કરવા માં આવે છે. જે મોટે ભાગે છુપાઈ ને અને મોડી રાત્રે થતું હોય છે. માદક પદાર્થો લેવા થી વ્યક્તિ ને કશું જ ભાન રહેતું નથી ને આવી પરિસ્થિતિ માં તે પોતાની જાત ને અને પોતાના આવેગો ને કાબુ માં રાખી શકતો નથી. તેથી હત્યા,બળાત્કાર,ચોરી,છેડતી જેવી ઘટના ઓ આમ બની જાય છે. ઘણી વાર હુક્કા માટે પૈસા ના મળવા થી વ્યક્તિ જુગાર,ચોરી-ચપટા,અપહરણ જેવા અપરાધો કરે તેવું પણ બને. અને વ્યસન એ તો વ્યસન જ છે ભલે ને એ ગમે તે કેમ ના હોય!

એક વસ્તુ યુવાઓ ના મન માં ઠોસી ઠોસી ને ભરી દેવા માં આવી છે કે હુક્કા થી કોઈજ નુકશાન થતું નથી. તેમાં તમાકુ હોય તો જ નુકશાન થાય છે. પણ હકીકત તો એ છે કે તમાકુ વગર પણ હુક્કો તેટલો જ નુકશાનકારક છે. કારણ કે કોલસા ને બાળવા થી કાર્બન મોનોકસાઇડ(CO) પેદા થાય છે(આ જે વાયુ છે તે વાયુ આપણે ગાડી અને બાઈક માં સાઇલેન્સર થી છોડીએ છીએ પણ હુક્કા વાળા શ્વાસ માં લે છે.) આ અંગે થોડા ઘણા જે પણ રિસર્ચ થયા તેની લિંક મુકું છું:- https://www.cdc.gov/features/hookahsmoking/index.html http://www.quitshisha.com/effects-of-shisha.html http://www.health.umd.edu/sites/default/files/Hookah%20Brochure-%20Final_0.pdf https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC4003490/

અહીં તો મેં જેને જોવું હોય તે દેખી શકે તેનો પ્રયાસ કર્યો પણ જેણે આંખ પર પટ્ટી બાંધી હોય તે ક્યાં થી જોઈ શકવા નો. સરકાર તો કઈ દરેક ની પાછળ બે હવાલદાર ગોઠવવા ની નથી કે લોકો હુક્કો ના પીવે.