સભ્યની ચર્ચા:Jadeja rajendra ding g

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય Jadeja rajendra ding g, શુભ સંધ્યા, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

જાડેજા ના 4 કુળદેવી કોણ અને 4 ભાયો==

વીકમ સ 1203 થી 1301 નવી રાજગાદી સ્થાપી વિસમાં જામ લાખાજી એ લાખિયારવિયરા કચ્છમાં જામ લાખાના પુત્ર કુંવર રાયધણ ના ચાર પુત્રો થયા 1 દેદો 2 હોથી 3 ગજણજી 4 ઑઠો માતેઈ દેવે ચારો પુત્રો ને જામ બનવા ના આશીર્વાદ આપ્યા ત્યારે જામ રાયધણ માતેઈ દેવ ને વિનંતી કરી કે તમે ચારેય પુત્રો ને રાજા બનવા ના આશીર્વાદ આપ્યા તો ભવિષ્યમાં કોઈ જગડા ન થાય માટે તમે ભાગ પાડી આપો માતેઈ દેવે ચારો કુંવરો ને ભાગ પાડી આપ્યા 1 મોટા દેદા ને કંથકોટ આપ્યું 2 હોથી ને બંધરા આપ્યું 3 ઑઠો ને લાખિયાર આપ્યું 4 ગજણ ને બારા આપ્યું માતેઈ દેવ ની વહેંચણી જામ રાયધણ ને બરાબર લાગી પણ હજી રાજ્ય ની સીમા નકી કરવા કહ્યું માતેઈ દેવે ચારેય ભાયો ને સીમાડા નકી કરી આપ્યા વેડદાર ડુંગરથી આથમણી તરફ નો પ્રદેશ ગજનજીનો બદરા હેઠે ના 12 ગામ હોથી ના સિકરા પાછળ નો પ્રદેશ દેદાનો બાકી નો બધો ભાગ ઓઠા જામનો આ વહેંચણી થી દેદાજી ને દુઃખ થયું તેમને વાંધો રજૂ કર્યો કે આઠમ અને ચૌદસ ના દિવસે હું દૂર હોવાથી રુદ્ર માતાના દસેન નો કરી શકું મારો નિયમ જળવાઈ રહે તેવી કોઈ વ્યવસ્થા કરો માતંગ દેવ આ બધી વાત સમજી ગયા ને ચારે ને એક નવોજ રસ્તો બતાવ્યો 1 દેદાજી ને રવેચી માતાજી નું પૂજન કરવાની 2 ગજણજી ને આશાપુરા નું પૂજન કરવાની 3 હોથીજી ને હબાય માતાજી નું પૂજન કરવાનું 4 ઓઠાજી ને રુદ્ધ માતાજી નું પૂજન કરવાનું કહ્યું તેમને દર વર્ષે ત્રેજાર પર પાડો ચડાવવાનું કહ્યું ત્યાર થી જાડેજા વંશ માં ચાર શાખાઓ થઈ 1 દેદાજી ના દેદા જેસર 2 હોથીજી ના હોથી 3 ગજણજી થી જામ હાલોજી જે હાલા અને જામ કેવાય 4 ઓઠાજી ના ઓઠાંણી જે આગળ જતાં ખેંગાર રાહેબ ને સાહેબ કેવાણા જાડેજા ના 4 માતાજી ને પૂજવાનું કારણ પણ આજ છે 1 આશાપુરા 2 રવેચી 3હબાય 4 રુદ્ર માતા આમ 4 માતાજી ના પૂજન કરવા માંડ્યા Jadeja rajendra ding g (ચર્ચા) ૨૨:૫૫, ૧૧ મે ૨૦૧૯ (IST)[ઉત્તર]

જામ લાખાણી ભાયાતો અને તેમના ગામો[ફેરફાર કરો]

રાવળજામ 1535 માં વવાણીયા અને ત્યારબાદ 1540 માં ખીલોસ અને નવાનગર ની સ્થાપના કરી રાવળજામ ના મોટા દીકરા જામ જિયાજી ઘુમલી ની લડાઈ માં કામ આવી ગયા હતા રાવળજામ પછી રાજ ના સાચા હકદાર જિયાજી ના દીકરા લાખાજી હતા રાવળજામ પોતાના અંતિમ દિવસોમાં ધ્રોલ ઠાકોર જામ જસોજી ને બોલાવીને કહ્યું મારા પછી જિયાજી ના દીકરા જામલાખાજી ને ગાદી એ બેસાડજે ને વિભાજી નું ધ્યાન રાખજે તે કપટી છે રાજ માટે કાઈ પણ કરશે જામ જસોજી એ કહ્યું હું ધ્યાન રાખીશ ને આ વચન મળતા રાવલજામે દેહ છોડ્યો રાવલ જામ ના મૃત્યુ પછી બધા ભાયાતો અગ્નિ સંસ્કાર કરવા ગયા પણ જામ વિભોજી પોતાની આખો દુઃખવાનું બહાનું કરી ને ઘરે રહ્યા બધા નગર બહાર ગયા પછી જામ વિભાજીએ નગર ના દરવાજા બંધ કરી ને પોતે ગાદીએ બેસી ગયા ને રાજ ના મૂળ હકદાર જામ જિયાજી ના ઉત્તરાધિકારી જામ લાખાજી ને તેમના રક્ષણ માટે જામ જસોજી પોતાની સાથે ધ્રોલ લઈ ગયા તેથી જામ વિભાજી ને લાખાજી અને જસોજી બેય ખટકતા હતા કારણ કે જસોજી ને કારણે તે લાખોજી ને કાઈ કરી શકતા નહોતા રાજ ના વારસદારો ને ફક્ત 12 ગામ મળ્યા ને રાજ હાથમાંથી નીકળી ગયું આજે પણ લાખાણી વંશ ના ખાખડાબેલા ભાયાતો મંડપ નીચે ફેરા ફરતા નથી આમ જાડેજા ભાયાતો માં જામ લાખાજી ના વંશજો લાખાણી જાડેજા કહેવાય તેમના 12 ગામો ની યાદી 1 ખાખડાબેલા 2 નાની લાખાણી 3 મોટી લાખાણી 4 ખીલોસ 5 હડમતીયા મતવા 6 લાવડીયા 7 ચંદ્રાગા 8 નેસડા 9 વાવડી 10 રામપર 11 ખીજડિયા 12 જાંબુડિયા

1 રાવળજામ 2 જિયોજી 3 લાખાજી 4મોકજી 5 કુંભાજી આપણે 1540 માં ખીલોસ ને પછી 1740 માં ખાખડાબેલા બાકી ભાયો ને અલગ અલગ ગામો મળ્યા ને રાવળજામ નું સપનું જિયાજી ના કુંવર લાખાજી ને ગાડી એ બેસાડવાનું અધૂરું રહી ગયું Jadeja rajendra ding g (ચર્ચા) ૨૨:૩૦, ૧૨ મે ૨૦૧૯ (IST)[ઉત્તર]

તમારું યોગદાન[ફેરફાર કરો]

વિકિપીડિયામાં તમે જે માહિતી મૂકી રહ્યા છો, તે સૌપ્રથમ તો યોગ્ય પાનાંમાં મૂકવી જરૂરી છે. વધુમાં તે માહિતી ક્યાંથી આવી ‍‍(પુસ્તકો, સંદર્ભ સામગ્રી, વેબસાઇટ વગેરે)નો ઉલ્લેખ જરૂરી છે. વિકિપીડિયામાં કોપીરાઇટ ધરાવતી માહિતી સીધી જ મૂકી શકાતી નથી તેનું ધ્યાન રાખવું જરૂરી છે. થોડો સમય લઇને વિકિપીડિયા કેવી રીતે કામ કરે છે તે જાણો અને પછી માહિતી મૂકશો તો આપણે તેને સાચવી શકીશું તેમજ યોગ્ય રીતે ગોઠવી શકીશું જે લોકોને ઉપયોગી બનશે. અન્યથા આવી અસ્પષ્ટ, સંદર્ભ વગરની માહિતીનું વિકિપીડિયામાં સ્થાન નથી તેમજ તે દૂર થઇ જશે. કોઇ પણ પ્રશ્ન હોય તો મારી ચર્ચાના પાનાં પર સંદેશો મૂકી શકો છો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૧૭, ૧૩ મે ૨૦૧૯ (IST)[ઉત્તર]