સભ્યની ચર્ચા:Mepalival

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત[ફેરફાર કરો]

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય Mepalival, સુપ્રભાત, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

--ધવલચર્ચા/યોગદાન ૧૬:૧૩, ૨૮ માર્ચ ૨૦૧૧ (UTC)

એસ-બેન્ડ ગોટાળો[ફેરફાર કરો]

બેન્ડના ઉપયોગ અંગે જાણો છો?

ઈસરોની વેપારી પાંખ અંતરિક્ષ અને બેંગ્લોર સ્થિત દેવાસ મલ્ટીમીડિયા વચ્ચે એસ-બેન્ડ પર સ્પેક્ટ્રમ માટે કરાર થયા હતા. જોકે, કેગના અંદાજ પ્રમાણે આ કરારના કારણે દેશને રૂ. બે લાખ કરોડનું નુકશાન થવાનો અંદાજ છે. આ પહેલા દેશભરમાં 2જી સ્પેક્ટ્રમ કૌભાંડ ગાજ્યું હતું. ત્યારે તમે જાણો છોકે, કઈ ફ્રિકવન્સીનો ઉપયોગ ક્યાં થાય છે?

-540 કિલોહર્ટ્ઝ, એએમ રેડિયો માટે ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા ઉપયોગ -145-860 મેગાહર્ટ્ઝનો ઉપયોગ કેબલ ઓપરેટરો દ્વારા -2300 મેગાહર્ટ્ઝનો ઉપયોગ વાયરલેસ બ્રોડબેન્ડ માટે

540 કિલોહર્ટ્ઝ એએમ રેડિયો – ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા સમગ્ર દેશમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

145-860 મેગાહર્ટ્ઝ કેબલ ટીવી- ગ્રાહકના ઘર સુધી સિગ્નલ પહોંચાડવા માટે કેબલ ઓપરેટર દ્વારા આ ફ્રિક્વન્સીનો ઉપયોગ કરવામાં આવે છે.

2300 મેગાહર્ટ્ઝ વાયરલેસ બ્રોડબેન્ડ - હાઈ સ્પીડ બ્રોડબેન્ડ માટે ઉપયોગમાં આવતી એલટીઈ અને વાઈમૈક્સ પ્રૌદ્યોગિકીમાં ઉપયોગ (40 મેગાહર્ટ્ઝની હરાજીથી R 38,300 કરોડ મળ્યાં)

2,100 મેગાહર્ટ્ઝ 3જી મોબાઈલ ફોન – ઝડપથી સેવા અને ડેટા ટ્રાન્સફર માટે આ બેન્ડનો ઉપયોગ થાય છે. (15 મેગાહર્ટ્ઝની હરાજીથી R 67,718 કરોડની આવક થઈ હતી. )

2500 મેગાહર્ટ્ઝ એસ બેન્ડ – સેટેલાઈટ સર્વિસ માટે તેનો ઉપયોગ થાય છે. જેનો ઉપયોગ સ્પેસ વિભાગ દ્વારા કરવામાં આવે છે. મોબાઈલ બ્રોડબેન્ડ માટે પણ તેનો ઉપયોગ થાય છે. (રૂ. 12,847 કરોડમાં બીએસએનએલને 20 મેગાહર્ટ્ઝ આપવામાં આવ્યા હતા.)

800-1200 મેગાહર્ટ્ઝ 2જી મોબાઈલ ફોન – જીએસએમ અને સીડીએમએ ઓપરેટર સેલ્યુલર સેવા માટે તેનો ઉપયોગ કરે છે. (પ્રતિ સ્લોટ R 1,650 કરોડની કિંમત રાખવામાં આવી છે. જોકે, બુધવારે ટ્રાઈએ તેને વધારીને રૂપિયા (10,997 કરોડ કરવા માટે ભલામણ કરી છે.)

54-88 મેગાહર્ટ્ઝ ટેરેસ્ટરિયલ ટીવી- આ બેન્ડનો પ્રયોગ દુરદર્શન દ્વારા કરવામાં આવે છે. 2 થી છ ચેનલનું પ્રસારણ આ બેન્ડ પર કરવામાં આવે છે.

88-108 મેગાહર્ટ્ઝ એફએમ રેડિયો- ઓલ ઈન્ડિયા રેડિયો અને બીજી ખાનગી રેડિયો ચેનલ દેશભરમાં પ્રસારણ માટે આ બેન્ડનો ઉપયોગ કરે છે. (વર્ષ 2006માં 64 સ્લોટ વેંચવાથી સરકારને R 450 કરોડ મળ્યા હતા.)

5.95-26.1 મેગાહર્ટ્ઝ શોર્ટવેવ રેડિયો – દુનિયા ભરના રેડિયો સ્ટેશન આ બેન્ડનો ઉપયોગ કરે છે. ખાસ કરીને દુરના પ્રસારણ માટે આ બેન્ડનો ઉપયોગ કરવામાં આવે છે.

Reference <http://www.divyabhaskar.co.in/article/NAT-which-spectrum-for-what-1834151.html>

એસ-બેન્ડ ગોટાળો: કેવી રીતે ગઈ કેગને શંકા?

ભારત સરકારના અંતરિક્ષ વિભાગ અને તેની હસ્તકનું ઈસરો શંકાના દાયરા હેઠળ છે. તેમણે હરાજી વગર જ એસ-બેન્ડ પર ખાનગી કંપનીને સ્પેક્ટ્રમ ફાળવી દીધું હતું. 2જી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડ R 1.76 લાખ કરોડનું હતું. જ્યારે નવું સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડ R 3.80 લાખ કરોડનું છે.

કેવી રીતે કેગને ગઈ શંકા?

ઈસરો જ્યારે સ્પેક્ટ્રમ અંગેના કોન્ટ્રાક્ટ કરતું હતું, ત્યારે તેણે હંમેશા એવી શરત રાખી હતીકે, અન્ય કંપનીને સ્પેક્ટ્રમ ભાડા પર આપવામાં ન આવે. પરંતુ, દેવાસ સાથે આ પ્રકારની કોઈ શરત રાખવામાં આવી ન હતી. આ કરારની મદદથી એસ-બેન્ડ (જેની રેન્જ 2500 મેગાહર્ટ્ઝથી 2690 મેગાહર્ટ્ઝ સુધીની છે.) પહેલી વખત ખાનગી ક્ષેત્ર માટે ખોલવામાં આવ્યું હતું.

હાલ આ કેસની તપાસ કરી રહેલ કેગ પાસે પૂરતા પૂરાવા છેકે, આ અંગે ઈસરોના નિયમોને નેવે મુકવામાં આવ્યા હતા. એટલું જ નહીં વડાપ્રધાન કાર્યાલય, સ્પેસ કમિશન, કેબિનેટ, અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસને પણ અંધારામાં રાખવામાં આવ્યા હતા.

સસ્તામાં કર્યો સોદો

ઈસરોની વેપારી પાંખ અંતરિક્ષ કોર્પોરેશન લિમિટેડે ખાનગી કંપની દેવાસ મલ્ટી મીડિયા પ્રાઈવેટ લિમિટેડ સાથે R 600 કરોડના કરાર કર્યા હતા. જેનાથી દેવાસ મલ્ટીમીડિયાને જબરદસ્ત નાણાંકીય લાભ મળ્યો છે. કંપનીના ડાયરેક્ટર ડૉ. એમ. જી. ચંદ્રશેખર છે. જેઓ પહેલા વિજ્ઞાન સચિવ હતા. અત્રે એ જાણવું રસપ્રદ છેકે, કેન્દ્ર સરકારે 3જી મોબાઈલ સેવા માટે માત્ર પંદર મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમની ફાળવણી કરી હતી તો પણ તેને R 67,719 કરોડ રૂપિયા મળ્યા હતા.

આ ડીલના પગલે દેવાસ મલ્ટીમીડિયાના બ્રોડબેન્ડ સ્પેક્ટ્રમને કુલ 2500 મેગાહર્ટ્ઝ બેન્ડમાંથી 70 મેગાહર્ટ્ઝ બેન્ડ મળ્યા હતા. આ બેન્ડ અગાઉ દુરદર્શન પાસે હતા. આ બેન્ડની મદદથી દુરદર્શન દેશભરમાં તેના કાર્યક્રમ પ્રસારિત કરતું હતું. વર્તમાન સમયમાં આની કિંમત અનેક ગણી વધી ગઈ છે.

Reference <http://www.divyabhaskar.co.in/article/NAT-how-cag-to-came-know-about-spectrum-scam-1830821.html>

એસ-બેન્ડ ગોટાળો: ઈસરો માટે કરાર રદ્દ કરવો અશક્ય

એસ બેન્ડ ફાળવણીનો મુદ્દો સરકાર માટે મુસિબતરૂપ બનતો જાય છે. વડાપ્રધાન કાર્યાલયની સ્પષ્ટતા છતાં, સરકારને નુકશાન થાય તેવી વકી છે. જેનું કારણ ઈસરોની વેપારી પાંખ અંતરિક્ષ અને દેવાસ મલ્ટીમીડિયા પ્રાઈવેટ લિમિટેડ વચ્ચેના કરારની શરતો પ્રમાણે સેટેલાઈટ લોન્ચ કરવામાં જો ઢીલ થાય તો દેવાસ મલ્ટીમીડિયાને વળતર આપવાની શરતનો પણ સમાવેશ થાય છે. ઈસરોના અધ્યક્ષે પણ આ અંગે પુષ્ટી કરી છે, સાથો-સાથ તેમણે ઉમેર્યું હતુંકે, આ અંગે વિચારણા પણ કરવામાં આવી રહી છે.

-એસ-બેન્ડ ગોટાળો: ઈસરો માટે કરાર રદ્દ કરવો અશક્ય -કરાર રદ્દ થાય તો દેવાસ મલ્ટીમીડિયાને પ્રજાના પૈસાનું વળતર આપવું પડશે -અંતરિક્ષ અને દેવાસની વચ્ચેની કાયદાકીય સમજૂતિના કારણે

સરકારના કહેવા પ્રમાણે, અંતરિક્ષ અને દેવાસની વચ્ચેની કાયદાકીય સમંજૂતિના કારણે, સરકારી ખજાનાને કોઈ નુકશાન નથી થયું. પરંતુ, કરારની શરતો પ્રમાણે, દેવાસ મલ્ટીમીડિયાના ટ્રાન્સપોન્ડાર્સને અવકાશમાં મોડેથી મોકલવા માટે અંતરિક્ષે પેનલ્ટી ભરવી પડી શકે છે. આમ છેવટે સરકારને જ નુકશાન થનાર છે. કરાર પ્રમાણે દેવાસને પ્રાઈમરી સેટેલાઈટમાં 8.1 મેગાહર્ટ્ઝ પર પાંચ અન્ય ટ્રાન્સપોન્ડર્સ 36 મહિનામાં આપવાના હતા. (જેમાં ગ્રોસ પીરિયડ પણ સામેલ છે.)

આનાકાની કર્યા પછી, સરકારે સ્વીકાર્યું છેકે, ઈસરો દ્વારા મોંઘા એવા એસ-બેન્ડમાં સ્પેક્ટ્રમ ફાળવણીમાં ભૂલ થઈ છે અને યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં નથી આવ્યું. કેબિનેટને આ અંગે પૂરી જાણકારી આપવામાં આવી ન હતી. અંતરિક્ષ વિભાગના સચિવ અને ઈસરોના પ્રમુખ ડૉ. કે. રાધાકૃષ્ણને વર્ષ 2009માં આ કરારને રદ્દ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી લીધી હતી. આ પહેલા પીએમઓએ કહ્યું હતુંકે, સ્પેક્ટ્રમ ફાળવણી માટે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો.

નીતિગત નિર્ણય લઈને કરારને રદ્દ કરવાની સલાહ આપવામાં આવી હતી

કાયદાકીય નિષ્ણાતોએ સરકારને સલાહ આપી હતીકે, આ કરારને ખતમ કરવા માટે સરકારે નીતિગત નિર્ણય લેવો જોઈએ. 12 જુલાઈ 2010ના આસિસટન્ટ સોલિસિટર જનરલે સરકારને એક ચીઠ્ઠી લખી હતી. જેમાં એવી સલાહ આપવામાં આવી હતીકે, અંતરિક્ષ અને દેવાસ વચ્ચેના કરારને રદ્દ કરવા ઈસરો માટે અઘરા છે. આથી, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ આ કરારને રદ્દ કરે તેના બદલે કેન્દ્ર સરકાર નિર્ણય લઈને આ કરારને રદ્દ કરે તો યોગ્ય રહેશે.

જોકે, ફેબ્રુઆરી માસમાં આ ખબર બહાર આવી ત્યાર સુધી સરકારે આ સલાહને નેવે મુકી રાખી હતી. સરકારને લાગ્યું હતુંકે, જો આ કરાર રદ્દ કરી દેવામાં આવે તો એસ-બેન્ડ પરનો મોટાભાગનો સ્પેક્ટ્રમ દેવાસને મળી જશે. આમ છતાં, વર્ષ 2005માં કરાર થયા, વર્ષ 2009માં તેને સમિક્ષા માટે મોકલવામાં આવ્યો, અને વર્ષ 2010માં તેને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, આમ છતાં, આ કરાર આજ દિવસ સુધી રદ્દ થઈ શક્યો નથી.

Reference <http://www.divyabhaskar.co.in/article/NAT-s-band-spectrum-not-possible-for-isro-to-cancel-1834124.html>

એસ-બેન્ડ ગોટાળો: દેવાસના 'ચહેરાઓ' અને 'મનસુબા'

તાજેતરમાં ઈસરો દ્વારા એસ-બેન્ડ સ્પેક્ટ્રમ કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં ઈસરો દ્વારા કોઈપણ જાતની સ્પર્ધાત્મક પ્રક્રિયા વગર જ બેંગ્લોરની ખાનગી કંપનીને સ્પેક્ટ્રમ આપવામાં આવ્યું હતું. જેના કારણે, કેગના પ્રાથમિક અંદાજ પ્રમાણે R બે લાખ કરોડનું નુકશાન થયું હતું. ત્યારે દેવાસ મલ્ટીમીડિયાની કરમકુંડળી પણ રોચક છે. કંપની સાથે અનેક મોટા માથા સંકળાયેલા છે. -તાજેતરમાં ઈસરો દ્વારા એસ-બેન્ડ સ્પેક્ટ્રમ કૌભાંડ બહાર આવ્યું -વર્ષ 2004માં દેવાસ મલ્ટીમીડિયાની બેંગ્લોર ખાતે સ્થાપના કરવામાં આવી -અધ્યક્ષ ડૉ. એમ. જી. ચંદ્રશેખર હતા -જેઓ ઈસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક સચિવ રહી ચૂક્યાં છે વર્ષ 2004માં દેવાસ મલ્ટીમીડિયાની બેંગ્લોર ખાતે સ્થાપના કરવામાં આવી હતી. જેના અધ્યક્ષ ડૉ. એમ. જી. ચંદ્રશેખર હતા. જેઓ ઈસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક સચિવ રહી ચૂક્યાં છે. આ પહેલા તેઓ સેટેલાઈટ રેડિયો કંપની વર્લ્ડ સ્પેસના મેનેજિંગ ડિરેક્ટર હતા. આ કંપનીએ ગયા વર્ષે ભારતમાં તેનું કામકાજ બંધ કરી દીધું હતું. 2008માં ડૉચ્ચે ટેલિકોમમાં 17 ટકા ભાગીદારી ખરીદી હતી. આ માટે કંપનીએ 75 મિલ્યન ડૉલરનું રોકાણ કર્યું હતું. કોલંબિયા કેપિટલ, અને ટેલિકોમ વેન્ચર્સ જેવા આંતરરાષ્ટ્રીય રોકાણકારો એ પૈસા રોક્યાં હતા. દેવાસના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં નાસકોમના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ કિરણ કર્ણિક, વેરિજોન કંપનીના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ લૈરી બાબિયો અને એક્સ. એમ. સિરિયસ સેટેલાઈટના ચેરમેન ગૈરી પારસન્સનો સમાવેશ થાય છે. દેવાસ કંપનીની યોજના દેવાસ તેની સેટેલાઈટ બ્રોડબેન્ડ સેવાઓને ભારતમાં વિવિધ પ્લેટફોર્મ પર પૂરી પાડે છે. જેમાં કેટલીક મોબાઈલ કંપનીઓનો સમાવેશ થાય છે. દેવાસના દાવા પ્રમાણે, તેમની પાસે એક પોર્ટેબલ સાધન છે, જે વાઈ-ફાઈ રાઉટરની જેમ કામ કરે છે. કંપની ભારતીય રેલવે સાથે પણ વિવિધ સેવાઓ માટે વાતચીત કરી રહી છે. જેમાં રિયલ-ટાઈમ સ્પોટિંગ અને ટક્કર ન થાય તે માટેની સેવાઓ અંગે વાતચીત ચાલી રહી હતી. કંપનીના દાવા પ્રમાણે વર્ષ 2009 અને વર્ષ 2010માં આ સેવાઓનું સફળ પરીક્ષણ થઈ ચૂક્યું છે. કેવી રીતે થઈ હતી ડીલ ? 28 જાન્યુઆરી 2005ના દેવાસ મલ્ટીમીડિયા અને ઈસરોના વેપારી એકમ અંતરિક્ષ વચ્ચે કરાર થયા હતા. જે હેઠળ દેવાસને એસ-બેન્ડ ટ્રાન્સપોન્ડર કેપિસીટિ લીઝ પર આપવાની મંજૂરી આપવામાં આવી હતી. જેનો ઉફયોગ જીસેટ-6 અને જીસેટ-6એ માટે કરવામાં આવનાર હતો. આ કરાર હેઠળ ટ્રાન્સપોન્ડર્સ ઉપરાંત 2500 મેગાહર્ટ્ઝના સ્પેક્ટ્રમ બેન્ડમાં 70 મેગાહર્ટ્ઝ બેન્ડનો ઉપયોગ દેવાસ કરી શકે તેમ હતું. દેવાસ મલ્ટીમીડિયા સેટેલાઈટ અને ટેરેસ્ટ્રિયલ નેટવર્કના ઉપયોગ દ્વારા બ્રોડબેન્ડ સેવા લોચન્ કરવાની યોજના ઘડી રહ્યું હતું. શું છે કરારમાં ? કારર પ્રમાણે દેવાસ મલ્ટીમીડિયા પ્રી-લોન્ચ કેપીસિટી રિઝર્વેશન માટે 4 કરોડ ડોલર અને સેટેલાઈટ કેપીસિટી લીઝ પર લેવા માટે 25 કરોડ ડોલરની રકમ ચૂકવશે. દેવાસ મલ્ટીમીડિયાના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ઈસરો / અંતરીક્ષનો એક પ્રતિનિધિ સામેલ છે. સેવાઓ શરૂ થાય તે પછી જે કાંઈ આવક થાય તે બંને વહેંચશે. એક વખત સેવાઓ શરૂ થઈ જાય એટલે કંપની 500 થી 700 મિલ્યન ડોલરનું અતિરેક રોકાણ કરશે. ક્યારે લોન્ચ થશે આ સેવાઓ ભારતથી બે નવા સેટેલાઈ વર્ષ 2010માં લોન્ચ થનાર હતા. પરંતુ, તેમાં મોડું થયું હતું. હવે ઈસરો જીસેટ-6ને એરિએન સ્પેસ નામની યુરોપીય કંપની દ્વારા લોન્ચ કરાવવાની યોજના ઘડવામાં આવી રહી છે. કેમકે, કરાર પ્રમાણે જો સમયસર લોન્ચ કરવામાં ન આવે તો દેવાસ મલ્ટીમીડિયાને વળતરની રકમ આપવાની જોગવાઈ છે. દેવાસના કહેવા પ્રમાણે સેટેલાઈટ લોન્ચ થઈ જાય એટલે તે પૂર્ણપણે તૈયાર છે. દેવાસ પાસે જરૂરી મંજૂરી છે ? દેવાસ પાસે ઈન્ટરનેટ સેવા પૂરી પાડવાનું લાઈસન્સ છે. ફોરેન ઈનવેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ દ્વારા 74 ટકાના સીધા વિદેશી મૂડી રોકાણની મંજૂરી નથી. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ દ્વારા ટ્રાયલ સ્પેક્ટ્રમ અને ફુલ લાઈસન્સ માટે અરજી કરવાની મંજૂરી પણ દેવાસ પાસે છે. પરંતુ, સેટેલાઈટ આધારિત સેવાઓ માટે ગ્લોબલ મોબાઈલ પર્સનલ કોમ્યુનિકેશન બાય સેટેલાઈટનું લાઈસન્સ લેવું પડી શકે છે. આ સાથે એ પણ સ્પષ્ટ નથી કે, દેવાસ મલ્ટીમીડિયા પાસે અતિરેક ચૂકવણી વગર ટેરેસ્ટરિયલ સ્પેક્ટ્રમનો ઉપયોગ કરવાની મંજૂરી છેકે નહીં ?

Reference <http://www.divyabhaskar.co.in/article/NAT-persons-associated-with-devas-1830960.html>