સભ્યની ચર્ચા:Nimeshpatel.mca

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય Nimeshpatel.mca, શુભ સંધ્યા, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

 • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
 • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
 • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
 • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
 • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
 • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
 • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
 • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
 • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
 • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
 • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- ધવલ સુ. વ્યાસચર્ચા/યોગદાન ૧૨:૩૩, ૧૮ ડિસેમ્બર ૨૦૧૩ (IST)

વાછાવડ[ફેરફાર કરો]

શ્રી.Nimeshpatel.mca, આપે વાછાવડ પર પૂરક માહિતીઓ આપી તે આવકાર્ય કાર્ય છે. આપનો આભાર. જો કે કેટલીક વિગતો જ્ઞાનકોશને માટે અમાન્ય હોય છે તેથી સંપાદિત કરવી કે હટાવવી પણ પડે છે. કૃપયા સંપાદિત કે હટાવાયેલી વિગતોનો અભ્યાસ કરી તે શા માટે અયોગ્ય હતી તે સમજવા પ્રયાસ કરશોજી. મેં ઉપરોક્ત લેખને ફરીથી ગોઠવ્યો છે એ જોઈ જશો. વિનાસંકોચ આપ કાર્ય કરી શકો છો, કોઈ પ્રશ્ન હોય તો અહીં કે ત્યાં લેખના "ચર્ચાના પાને" પણ લખી શકો છો. સુધારા વિશેના કેટલાંક ખુલાસા અહીં આપુ છું:

 • વસતી = આંકડો કયા વર્ષનો છે, સરકારી રીતે પ્રસિદ્ધ છે ? સંદર્ભ છે?
 • ગામના અક્ષાંશ-રેખાંશ ઈન્ફોબોક્ષમાં છે જ, અલગ આપવા જરૂરી નથી.
 • બાહ્ય કડીઓમાં ફેસબૂક, બ્લૉગ વગેરે જેવી ખાનગી વ્યક્તિઓ દ્વારા ઓપરેટેડ અને નોંધપાત્ર નહિ તેવી લિંક્સ અમાન્ય છે. માત્ર સરકારી વેબ કે કોઈ ચોક્કસ માહિતી મળે તેવી વેબલિંક્સ જ માન્ય છે.
 • દરેક ગામ માટે કોમન એવી (જેમ કે, તહેવારો વગેરે) વિગતો જ્ઞાનકોશને કામની નથી. બિનજરૂરી પેટામથાળાંઓ પણ નકામા છે.
 • માહિતી કરતાં ચિત્રો વધુ હોય એ બિનજરૂરી બને, આમે એ ચિત્રો અન્યત્ર હોય અને તેની લિંક અહીં આપી હોય તો બધાં અહીં મેલવાની શું જરૂર હોય ? વ્યક્તિઓને દર્શાવતા, ખાનગી જગ્યાઓ દર્શાવતા, નોંધપાત્ર ન હોય તેવી બાબતો દર્શાવતા વગેરે ચિત્રો વાંધાજનક છે. હાલ ઉપયોગી ચિત્રોને એક ગેલેરીમાં સમાવીને રાખ્યા છે. આશા છે તમે વિકિની પદ્ધતિનો અભ્યાસ કરી આગળ તમારૂં બહુમુલ્ય યોગદાન આપતા રહેશો. આ માત્ર મિત્રતાપૂર્ણ સૂચનો આપવાનો પ્રયાસ છે. તમે સ્થાનિક વિગતો પુરી પાડો છો એ ખરે જ અભિનંદનને પાત્ર કાર્ય છે. અંગત રીતે માઠું ન લગાડતાં વિકિની કેટલીક મર્યાદાઓ છે એ સ્વિકારીને આપનું અમુલ્ય યોગદાન આપતા રહેશોજી. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૫૦, ૧૮ ડિસેમ્બર ૨૦૧૩ (IST)

ભાઈ શ્રી નિલેશજી, નમસ્કાર. આપે આપના ગામના લેખમાં ફેરફારો કર્યા છે, જે આવકાર્ય છે. તમે કરેલા ફેરફારોને વિકિપીડિયાની નીતિ મુજબના હોય એની ચકાસણી કરવા માટેનું કાર્ય કરવાની જવાબદારી પણ કેટલાક લોકોએ સ્વીકારી છે અને તે મુજબ તેઓ કાર્ય બજાવે છે. આપ જરા પણ સંકોચ રાખ્યા વગર એમની જોડે મૈત્રીભાવે ચર્ચા કરી, આપનું અમૂલ્ય યોગદાન આપતા રહેશો, કેમ કે આપે આપની આજુબાજુનાં અન્ય ગામોના લેખ પણ માહિતીપૂર્ણ બનાવવાના છે. આ ઉપરાંત આપ આપના વિસ્તારના મહત્વના વ્યક્તિઓ વિશે પણ નવા લેખ બનાવશો તો મને આનંદ થશે. દા. ત. મંછારામભાઈ, છગનભાઈ કેદારિયા વગેરે. --૨૦:૦૯, ૧૯ ડિસેમ્બર ૨૦૧૩ (IST)

સૌ પ્રથમ તો, ઉપર સતિષભાઈ "સહી" કરવાનું ભુલી ગયા !!! વાંધો નહિ, સૌથી વધુ કાર્યરત એવા અમારા પરમ મિત્રથી ક્યારેક એવું વિસરાય પણ જાય. :-) પણ નિલેશજી, કૃપયા આપ જ્યાં પણ સંદેશ લખો ત્યાં "સહિ" જરૂર કરો. (કેમ થશે તે ઉપરના સ્વાગત સંદેશથી જાણવા મળશે.). અને શક્ય ત્યાં સુધી ગુજરાતીમાં ચર્ચા લખો. આપે મારા ચર્ચાના પાને કેટલાંક પ્રશ્નો પૂછ્યા તેનો શક્ય તેટલો સંતોષકારક ઉત્તર આપવા પ્રયાસ કરીશ. આપ નિઃસંકોચ, ક્યારેય પણ ચર્ચા કરી શકો છો, એ વિકિનો રિવાજ છે.
 • મુદ્દો (૧) ’આ ખાસ મુદ્દો છે’...વિકિ પર કોઈપણ પોતાનું યોગદાન આપી શકે છે અને અન્યના યોગદાનમાં વિકિયોગ્ય સુધારાઓ કરી શકે છે. અહીં એક વખત લખાય તે "સૌનું" સહિયારૂં લખાણ હોય છે આથી આપે "મારૂં" લખાણ કે યોગદાન કેમ હટાવાયું તેવું દુઃખ લગાડવાનું જ ન હોય. આપણે સૌએ સાથે મળીને લોકોને જ્ઞાનકોશ ઉપલબ્ધ કરાવીએ છીએ.
 • (૨) વસતીનો માત્ર આંક લખીએ તો તે સાચો છે કે ખોટો તે ખાત્રી કેમ થાય ? બીજું કે એ કયા વર્ષની ગણતરીનો અંક છે એ પણ ચોક્કસ જણાવવું જોઈએ. (યાદ રહે કે વિકિની શાખ તેનાં "સંદર્ભ" અને "ચકાસણીયોગ્યતા"ને કારણે છે) હું કે તમે વ્યક્તિગત રીતે ભલે કોઈ બાબતે ચોક્કસપણે જાણતા હોઈએ, સાચા જ હોઈએ, પણ વાચક આપણને ઓળખતા નથી. એને આપણું લખાણ "સાચું" હોવાની ખાત્રી તો જ થાય જો આપણે એ માટે વિશ્વાસપાત્ર સંદર્ભ આપીએ. (જેમ કે, વસતી ગણતરી વિષયે અપાયેલા અંકો સાચા જ છે એ અન્ય લોકો ચકાસી શકે એ માટે આધારભુત સંદર્ભ આપવો જોઈએ. મને આપની પર વિશ્વાસ છે, આપે અંક આધારભુત સ્રોતમાંથી જ લીધો હશે. પણ એ સ્રોતની વિગત અહીં જણાવવી જરૂરી હોય છે. ઉદા. લેખે આપ લેખ ગુજરાતની વસતીગણતરી ૨૦૧૧ અને તે પર આપેલા સંદર્ભો જોઈ શકો છો.) આ સંદર્ભ આપવાની વાત એક વખત આપ સમજી લેશો પછી ખરે જ આપને વિકિ પર કાર્ય કરવામાં વિશેષ આનંદ આવશે અને વિશ્વસનિયતા વિષયક વાત પણ સમજાશે એવું હું મારા અંગત અનુભવને આધારે, મિત્ર લેખે, જણાવું છું. આ લેખ હવે જોઈ જશો. તેમાં વસતી વિષયક માહિતી અને તેનો "સંદર્ભ" પણ આપ્યો છે તે પર ક્લિક કરી જોઈ લેશો. (અથવા અહીં ક્લિક કરી જુઓ] હવે તમે જ કહો કે "તમારા ગામ (!!!)" વિશે હું વધારે જાણું છું કે નહિ ! (મજાક કરૂં છું :-) ) વિકિની નીતિઓને લગતી વધુ માહિતી માટે તમે ઉપરનાં સ્વાગત સંદેશમાંથી ક્લિક કરીને જાણી શકશો.
 • (૩) ગામના અક્ષાંશ-રેખાંશ ઈન્ફોબોક્ષમાં આપવાથી એ ગામ નકશામાં આપોઆપ પિનપોંઈટ થાય છે. બે વખત અપાતા અ-રે મોટાભાગે ઈન્ફોબોક્ષની ગોઠવણ ખોરવી નાખે છે. આ નક્કી થયેલી તકનિકી બાબત છે, એમાં બે વખત કે બાર વખત આપો એથી મને પ્રોબ્લેમ નથી, વિકિને છે !!!
 • (૪) ફેસબુક, બ્લૉગ વગેરેની ખાનગી વ્યક્તિઓ દ્વારા સંચાલીત સાઈટ્સની કડીઓ લેખમાં ન આપવાની વિકિની નીતિ છે, (જુઓ:en:Wikipedia:External links#Links normally to be avoided ખાસ તો, ક્રમાંક 10 & 11) અન્યથા તો વિકિમાં અને અન્ય સામાજીક મિડિયામાં ફરક શું રહે ? શું આપે આપેલી કડીઓ જે તે ગામની પંચાયત કે અધિકૃત સરકારી સંસ્થા દ્વારા ઓપરેટ થાય છે ? જો ના, તો એ અમાન્ય છે. (વિશ્વસનીયતાનાં આધાર પર) બાકી આપણે તા.પં. કે જિ.પં.ની અધિકૃત વેબસાઈટની કડીઓ અહીં રાખીએ જ છીએ.
 • (૫) તહેવારોની યાદીમાં અંગત વાંધો નથી પણ અમારો વર્ષોનો અનુભવ એમ કહે છે કે કોઈપણ લિસ્ટ પ્રકારની વિગતો આગળ હુંસાતુસીનું કારણ બને છે, (જેમ કે, જ્ઞાતિઓ, અટકો, જોવાલાયક સ્થળો, તહેવારો, મંદિરો, ગામનાં ફળિયાઓ કે લતાઓ વગેરે વગેરે) અને એટલે એ અમાન્ય કરાય છે. (જોઈએ તો એ બાબતના ઘણાં ઉદાહરણ ગુજ.વિકિ પર પણ મળી આવશે !)
 • (૬) ચિત્રો ખાસ કરીને અંગતતા અને ઉપયોગીતાનો મુદ્દો લઈ આવે છે. જાતે પાડેલાં, (અહીં એ જાતે પાડેલા છે એટલે મુદ્દો નથી) અને લેખને ઉપયોગી એવા ચિત્રો સદા આવકાર્ય છે જ. કેટલીક જાહેર બાબતોને લઈને જેમાં "ખાનગીપણું" (જેમ કે, પ્રાયવેટ પ્રોપર્ટી, વ્યક્તિઓ વગેરે) હોય તેવા ચિત્રો હિતાવહ નથી ગણાતા. (આ જ વાત ખાનગી મેઈલ એડ્ડ્રેસ, સરનામા, ફોન નંબર વગેરેને અમે લાગુ પાડીએ છીએ.) આ બાબતો ડાયરેક્ટિવ પ્રિન્સિપલ પ્રકારની અને વિવેકપૂર્વક અનુસરવાની ગણાય છે. આગળ કહ્યું તેમ વિકિની વિવિધ નીતિઓનો થોડો સમય કાઢી અભ્યાસ કરશોજી. આપે રસ દાખવ્યો અને સુંદર યોગદાન આપવાનું શરૂ કર્યું એ સરસ વાત છે. (અને એટલે જ મેં પણ આટલો લાંબો "લેખ" આપને ઠપકાર્યો ! :-) ) ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૩૫, ૧૯ ડિસેમ્બર ૨૦૧૩ (IST)