સભ્યની ચર્ચા:SureshJani

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

મેં આજથી અહીં માહિતી મૂકવાની શરૂઆત કરી છે. પણ, ચિત્ર શી રીતે મૂકવું , તે મને સમજાતું નથી. એ બાબત મને જાણકારી આપવા વિનંતી છે.

સુરેશભાઈ, આપનું સ્વાગત છે. લાગે છે કે તમને ચિત્ર શી રીતે મુકવું તેની જાણ થઈ ગઈ છે. વધુમાં ઉર્વીશ કોઠારી લેખનું મેં પુનઃલેખન વિકિપીડિયાને અનુરૂપ શૈલીમાં કર્યું છે જે આપ જોઈ જાશો. વિકિમાં આપણે બ્લૉગ્સનો સંદર્ભ આપતા નથી અને લખતી વેળા એ સવિશેષ ધ્યાન રાખીએ છીએ કે લેખ માહિતી સભર બને અને તેમાં પ્રશસ્તિ કે વ્યક્તિગત ઉપલબ્ધિઓને વધુ પ્રાધાન્ય ના આપીએ. આશા છે કે આપ મારા કરેલા ફેરફારો સાથે સહમત થશો.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૧૬, ૨૮ ઓકટોબર ૨૦૧૧ (UTC)

સ્વાગત[ફેરફાર કરો]

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય SureshJani, સુપ્રભાત, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

--ધવલચર્ચા/યોગદાન ૧૦:૪૨, ૨૮ ઓકટોબર ૨૦૧૧ (UTC)

ફાધર વાલેસ[ફેરફાર કરો]

મેં નીચે મૂજબ પરિચય બનાવ્યો હતો. પણ તે પબ્લીશ થયો નથી ...


ફાધર વાલેસ, Carlos Valles

“માનવીને એ ન શોભે. યુવાનને એ ન પાલવે.”

” ઉત્તર તરફની દિશા એટલે પ્રગતિની દિશા. ઉન્નતિ તે આબાદી અને અધોગતિ તે બરબાદી. સ્વર્ગ ઉપર અને નરક નીચે. ચડવામાં લાભ છે ને ઉતરવામાં નુકસાન છે. એવા સહજ ખ્યાલો આપણા મનમાં છે. “


નામ

કાર્લોસ વાલેસ જન્મ

4 નવેમ્બર - 1925 ; સ્પેન કુટુમ્બ

માતા- મારીઆ ; પિતા - જોસેફ અભ્યાસ

Mએમ્.એ. (ગણિતMaths)-મદ્રાસ ગુજરાતી ભાષા - વિદ્યાનગરમાં વ્યવસાય સેંટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદમાં ગણિતના પ્રાધ્યાપક જીવન

10 વર્ષની વયે પિતાનું અવસાન સ્પેનીશ આંતરવિગ્રહને કારણે ઘર વિ. છૂટી ગયું. ચર્ચમાં શરણાર્થી તરીકે રહ્યા. 15 વર્ષની વયે દીક્ષા લીધી. 1949 - ભારતમાં આગમન. 1973 - અમદાવાદની પોળોમાં વિહારયાત્રા આરંભી. અને પરિવારો સાથે રહીને ‘રખડતા મહેમાન’ તરીકે રહ્યા. 1999 - 74 વર્ષની વયે સ્પેનીશ- અંગ્રેજી ભાષામાં વેબસાઇટ શરુ કરી. હાલ સ્પેનમાં નિવાસ મૂખ્ય રચનાઓ

નિબંધ – સદાચાર, જીવન જીવતાં, સાધકની આંતરકથા, શબ્દલોક, લગ્નસાગર, પરદેશ, મૃગચર્યાના લાભ, સમાજ ઘડતર, ફાધર વાલેસ લેખ સંચય – ભાગ 1 – 5 , રોમે રોમે, આત્મીય ક્ષણો, જીવનનું વળતર, ઘરના પ્રશ્નો 70 થી વધુ પુસ્તકો અંગ્રેજીમાં 25 થી વધુ પુસ્તકો ગુજરાતીમાં સાભાર

ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના

નવો પરિચય[ફેરફાર કરો]

મને હજુ નવો લેખ શી રીતે મૂકવો, તે આવડતું નથી.

જે વિષય પર લેખ શરૂ કરવો હોય તે વિષયની સાચી જોડણી શોધોના ખાનામાં લખીને ચકાસી જુઓ કે લેખ પહેલેથી અસ્તિત્વમાં તો નથી ને? આ ઉપરાંત ભળતી સળતી જોડણી વડે પણ શોધી જુઓ. જેમકે ફાધર વાલેસ, ફાધર વાલૅસ, વગેરે. જો પહેલેથી લેખ બનેલો નહી હોય તો તે નામ પર લાલ કડી દેખાશે, તેના પર ક્લિક કરતા જે એડિટ બોક્સ ખુલે તેમાં લખાણ લખીને ફેરફારો સાચવવાથી લેખ તૈયાર થઈ જશે. પણ સુરેશકાકા, એક વાતનું ધ્યાન રાખશો કે અહીં કોઈ પણ લેખ પ્રશસ્તિપૂર્ણ ના લાગે તેવી તટસ્થ ભાષામાં લખાણ લખવાનું છે. બ્લૉગ અને માહિતીકોશનું અંતર સાચવવાનું છે. આ ચર્ચાનાં પાનાંની છેક ઉપર મેં ઉર્વીશ કોઠારી લેખ અંગેનો સંદેશો મુક્યો છે અને તેમાં કરેલા ફેરફારો જોઈ જશો. કોઈપણ જગ્યાએ અટવાવ તો નિ:સંકોચ મારો સંપર્ક કરશો.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૨૩, ૧૭ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters[ફેરફાર કરો]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૮, ૩૦ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.