સભ્યની ચર્ચા:Vyom25

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત![ફેરફાર કરો]

ભાઈશ્રી Vyom25, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

 • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
 • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
 • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
 • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
 • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
 • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
 • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
 • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
 • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
 • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
 • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

--sushant ૦૪:૦૫, ૧૭ નવેમ્બર ૨૦૧૧ (UTC)

આપે માગેલ સંદર્ભો અંગે[ફેરફાર કરો]

તમે માગેલ સંદર્ભ- સૂચી મોકલી છે .કોઈ પણ સંશોધન - ગ્રંથાલયમાં તે મળશે. ના મળે તો નેટ પર મળશે. ત્યાં પણ ના મળે તો મારા નામે જે ટ્રસ્ટ ચાલે છે તે ટ્રસ્ટના સંશોધન – ગ્રંથાલયમાં તો એ છે જ. તમને જે જ.ર.નં. અને વર્ગ નં. આપ્યા છે તે આ ગ્રંથાલયના છે. (Dr. Krishnakant Kadakia Trust , 385- saraswati nagar , Near Azad society, Ahmedabaad-380015 GUJARAT [Krishnakant Kadakia Trust Study & Research Library-( KKTSRLIB)]

સાહિત્ય એ ‘literary productions’ નું ‘collective body’ છે (-એ માટે ‘ The Modern Combined Dictionary’ OZA & BHATT, p. 208 & 325, R. R. Sheth & Co. Pvt. Ltd. MUMBAI 400 002 AHMEDABAD 380 001 , Edition: JUNE: 2011 – જ.ર.નં. 34399 {વર્ગાંક :491.4703 OZA} )

સાધન-સામગ્રી, ઉપકરણ, સરંજામ છે (-એ માટે 1. ‘સાર્થ ગુજરાતી જોડણી કોશ’ મગનભાઇ પ્રભુદાસ દેસાઈ, પૃ.851, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ , આવૃત્તિ : 5 {પુનર્મુદ્ર્ણ} 1967-જ.ર.નં.27302 {વર્ગાંક : 491.4703 DES } ) 2. ‘બૃહદ ગુજરાતી કોશ’-ખંડ-2 જો, કે. કા. શાસ્ત્રી , પૃ.2231, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ-380006, પ્ર.આ. 1981- જ.ર.નં. 27303 {વર્ગાંક : 491. 4703 SHA } )

દરેક તત્ત્વ એકતંબે (એક જૂથમાં) હોય છે અને એ રીતે જોડણીને હંમેશાં લેવાદેવા હોય છે. સાહિત્ય એટલે Association, Fellowship, Combination, Society, Literary અથવા Rhetorical Composition છે. (-એ માટે 1.‘ The Student’s Sanskrit English Dictionary , V. S. APTE, p.602 , Gopal Narayen & co. BOMBAY ,Second Edition, 1922, જ.ર.નં.—27306 {વર્ગાંક : 491. 203 APT } 2. ‘ The Gujarati-English Dictionary ‘VOL.II. B. N. Mehta & B.B. Mehta, p. 1519 ,Director of Languages, Gujarat State, Sector-10,Gandhinagar-382010, Second Edition: 1989-જ.ર.નં. 27305 {વર્ગાંક : 491. 4703 GUJ})

કોઈપણ વિષયની સામગ્રી તથા વિચાર ભાવના જ્ઞાન વગેરેનો ભાષામાં એકત્રિત થયેલો વૈભવ છે એ-’Literature in Journal ‘ છે -The science of Rhetoric , Art of poetry છે- કાવ્યનો પર્યાય છે (જેમાં રસ, ગુણ, અલંકારનો સમાસ હોય) (-એ માટે 1. ‘બૃહદ ગુજરાતી કોશ’-ખંડ-2જો, કે.કા. શાસ્ત્રી, પૃ.2231,યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ-380006, પ્ર.આ. 1981-જ.ર.નં.27303 {વર્ગાંક: 491. 4703 SHA} ) 2. ‘ The Student’s Sanskrit English Dictionary, V. S. APTE, p.602 , Gopal Narayen & Co. BOMBAY, Second Edition ,1922- જ.ર.નં.37306 {વર્ગાંક : 491. 203 APT}) --કડકિયા કૃષ્ણકાંત (ચર્ચા) ૧૮:૫૪, ૭ ઓકટોબર ૨૦૧૫ (IST)

હેલો મિત્રો હું ઇંગલિશ Wikipedia પ ર autoconfirmed સભ્ય છું પણ હું નવો અહીં છું. તમે અહીં મારો સંપર્ક કરી શકો છો. આભાર.

આપના પ્રતિભાવની આવશ્યકતા[ફેરફાર કરો]

મિત્ર Vyom25, મેં તાજેતરમાં ચોતરા ઉપર બે ચર્ચાઓ શરૂ કરી છે જે વિકિપીડિયાની નીતિઓ નિર્ધારિત કરવામાં અને આવશ્યક ફેરફારો માટે જરૂરી છે. આપને વિનંતી છે કે જો શક્ય હોય તો ચોતરા પર Mailing List અને ચિત્રો ચઢાવવા અંગેની નીતિ પર ફેરવિચાર અંગેની ચર્ચામાં ભાગ લઈ આપના અભિપ્રાયો જણાવશો. આ અભિપ્રાયો જેટલા વહેલા જણાવી શકશો તેટલા ઝડપથી આપણે ફેરફારો અહીં લાવી શકીશું. પરિવર્તન એ સૃસ્ટિનો નિયમ છે, અને આપણું ગુજરાતી વિકી વિકસી રહ્યું છે એટલે આપણે વખતો વખત આપણી નીતિઓ ઘડતા રહેવું પડે અને નવા ફેરફારો લાવતા રહેવું પડે. આમ કરતી વખતે અહીં રહેલા બહુમતિ સક્રિય સભ્યોની સહમતી મેળવવી હું આવશ્યક માનું છું, અને માટે આપનો મત જાણવાની ઉત્કંઠા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૩૪, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

વ્યોમભાઈ, આપનો આભાર અને અભિનંદન. આપણી ટપાલ યાદી (મેઈલિંગ લિસ્ટ) હવે તૈયાર થઈ ગઈ છે, આપ અહીં મુલાકાત લઈને તેમાં જોડાઈ શકો છો.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૫૧, ૧૧ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

આજની મુલાકાત અને તમારા માર્ગદર્શન બદલ આભાર[ફેરફાર કરો]

આજની લા.દ. મહાવિદ્યાલય ખાતેના વિકિપિડિયાના સંમેલનમાં વ્યવસ્થિત માર્ગદર્શન આપવા બદલ ખૂબ્ ખૂબ આભાર. સમયાંતરે વાતચીતથી સંપર્કમાં રહીશું. આવજો. --Shaildve (talk) ૧૫:૨૨, ૨૪ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]

અરે શૈલભાઇ તમે પોતે જ ગુજરાતી ભાષા મારા કરતા વધુ જાણો છો. તમારું ટાઇપિંગ મારા કરતા સારું છે આ તો બસ તમને થોડી જાણકારી આપી. બાકી તો તમે પોતે જ બધું સમજી શકો એમ છો. હવે તમે કહેતા હતા એ મુજબ ગુજરાતી વિકિપિડિયા પર કામ ચાલુ કરી દો.--Vyom25 (talk) ૧૯:૩૦, ૨૪ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]

(ભાંગફોડિયા પ્રવૃત્તિ?)[ફેરફાર કરો]

આભાર, મોટાભાગે તો અન્ય વેબ કે બ્લોગ પરથી બેઠેબેઠું લખાણ લાવેલું જણાય છે, પણ અધિકૃત છે કે અનધિકૃત તે ચકાસવું પડશે અન્યથા દૂર કરાશે. પણ જે નામોલ્લેખ છે તે તો દૂર કરવાનો જ. (આપ એ બધાં નામ તો દૂર કરી જ દો, ત્યાં સુધીમાં હું અન્ય શક્યતાઓ ચકાસી લઈશ.) આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૩૭, ૩ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]

અશોકભાઈ, આ કોઈ ભાંગફોડિયા પ્રવૃત્તિ નથી. લખાણ અધિકૃત જ છે. પણ હા, તે લખાણ માટે વિકિપીડિયા ઊચિત સ્થળ નથી. તેમાં ફકરાઓને અંતે લખેલાં નામો વિવેચકોના છે, સાહિત્ય વિવેચકો. અને જે લખાણ છે તે બધું વિવેચન છે. આ લખાણ ફક્ત આ એક લેખમાં જ નહિ, ગુજરાતી સાહિત્યકારોના અન્ય ઘણા લેખોમાં ઉમેરાયેલું છે. મેં ગુજરાતી સાહિત્ય પરિષદને ઉદાહરણ સાથે બતાવ્યું હતું કે અહિં કેવી શૈલીમાં અને કેવા પ્રકારનું લખવું. આપણે તેમનું ધ્યાન ફરી એક વખત આ બાબત પરત્વે દોરી શકીએ છીએ.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૧, ૩ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
ઠીક છે હું ક. મા. મુનશી ના લેખમાંથી તે કાઢી નાખું છું, પણ આ ગુજરાતી સાહિત્ય પરિષદ એવા નામ વાળા કોઇ વ્યાપારી હિત વાળી સંસ્થાને આ રીતે એકાઉન્ટ બનાવવાની છૂટ છે?--Vyom25 (talk) ૧૧:૩૧, ૩ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
હેલો, Vyom25. તમારા માટે Harsh4101991નાં ચર્ચાનાં પાને નવો સંદેશો છે.
તમે ગમેત્યારે આ સુચના દૂર કરી શકો છો  તેને માટે ઢાંચો {{Talkback}} અહિંથી હટાવી દો.

આપના માટે પ્રત્યુત્તર[ફેરફાર કરો]

હેલો, Vyom25. તમારા માટે Sam.lditeનાં ચર્ચાનાં પાને નવો સંદેશો છે.
તમે ગમેત્યારે આ સુચના દૂર કરી શકો છો  તેને માટે ઢાંચો {{Talkback}} અહિંથી હટાવી દો.
હેલો, Vyom25. તમારા માટે Rahul Bottનાં ચર્ચાનાં પાને નવો સંદેશો છે.
તમે ગમેત્યારે આ સુચના દૂર કરી શકો છો  તેને માટે ઢાંચો {{Talkback}} અહિંથી હટાવી દો.

Rahul Bott (talk) ૧૨:૦૮, ૨૧ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]

Article request: Transport for London[ફેરફાર કરો]

Do you do article requests? If so, are you interested in making a Gujarati stub article on en:Transport for London? If so, there is a Gujarati website that can help with making the article. Thank you WhisperToMe (talk) ૧૨:૧૪, ૨૨ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]

Okay...sure someone will look into it...--Vyom25 (talk) ૧૬:૧૬, ૨૨ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]
Ok. Do I need to make a post on a notice board or page? Thanks! WhisperToMe (talk) ૦૮:૪૭, ૨૪ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]
This is our local village pump so you can post a message there for wider coverage. If someone doesn't do it in a week; I will do it.--Vyom25 (talk) ૧૧:૦૭, ૨૪ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]
Ok. Thank you for your help! WhisperToMe (talk) ૨૦:૧૩, ૨૪ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]
I think it's been a week. So far I haven't seen an article in Gujarati about TfL. WhisperToMe (talk) ૦૭:૧૯, ૧ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
Thanks for reminding me I will do it today or latest by tomorrow.--Vyom25 (talk) ૧૦:૪૬, ૧ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
Ok :) WhisperToMe (talk) ૧૧:૩૯, ૧ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
ટ્રાન્સપોર્ટ ફોર લંડન; Take a peek. got most of info from English version and website you gave.--Vyom25 (talk) ૧૯:૦૫, ૧ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

Thank you so much! :) WhisperToMe (talk) ૨૧:૧૦, ૧ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

I made another request that I posted to the village pump, en:Brampton (a city in Canada with a large Indian population). So far the only Gujarati on the city's site that I know of is in http://www.brampton.ca/en/City-Hall/multilingual-services/Documents/multilingual-guide.pdf , but I can check if you want. If there is no response in seven days, is it fine if I ask you to do this one? WhisperToMe (talk) ૦૯:૨૦, ૨ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

Yeah no problem; don't bother with the search I will get most of stuff from English site. By the way Transport for london is good enough or you see some details missing? You don't know Gujarati but you can use google translate to get a fifty fifty idea (because its terribly crappy).--Vyom25 (talk) ૧૦:૩૫, ૨ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
Whups, sorry - I didn't see this. The article looks great to me :) - If anybody has any more ideas, they can add them easily as Gujarati is now also linked from the Commons. Do you have a draft of an article in Gujarati of Brampton? WhisperToMe (talk) ૦૮:૫૫, ૭ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
Recently the en:Southwest Inn fire occurred in Houston. It is the deadliest fire in the Houston fire department's history. The hotel included a Gujarati-style restaurant which burned along with the hotel. Are you interested in writing about the hotel fire in Gujarati? WhisperToMe (talk) ૦૯:૨૯, ૭ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
Sorry, I was away for a week so I am still coming at terms with new developments. First I would be making Brampton then I will give Southwest Inn fire a thought. The latter one ranks low on my notability.--Vyom25 (talk) ૨૦:૦૫, ૭ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
Ok :) - Yeah, Brampton is a good first priority WhisperToMe (talk) ૨૩:૦૬, ૭ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
Have you had a chance to start a stub on Brampton? WhisperToMe (talk) ૧૧:૪૧, ૨૮ જુલાઇ ૨૦૧૩ (IST)[ઉત્તર]
Sorry but no because I have been busy with Wikidata. But I will do it soon as it has been two months since we talked.--Vyom25 (talk) ૧૫:૨૪, ૨૮ જુલાઇ ૨૦૧૩ (IST)[ઉત્તર]
Thank you :) WhisperToMe (talk) ૨૩:૩૧, ૨૯ જુલાઇ ૨૦૧૩ (IST)[ઉત્તર]
હેલો, Vyom25. તમારા માટે Rahul Bottનાં ચર્ચાનાં પાને નવો સંદેશો છે.
તમે ગમેત્યારે આ સુચના દૂર કરી શકો છો  તેને માટે ઢાંચો {{Talkback}} અહિંથી હટાવી દો.

Rahul Bott (talk) ૧૪:૨૬, ૬ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

પાનું ખસેડવા વિશે[ફેરફાર કરો]

વ્યોમભાઇ, પાનું નવા નામ પર ખસેડ્યાં બાદ જૂના પાનાને દૂર કરવા માટે શું કરવું ? ત્યાં ડિલિટ ટૅગ મૂકવાનો ?--યોગેશ કવીશ્વર (talk)

ત્યાં માત્ર રીડાયરેક્ટ દેખાતું હશે અને ત્યાં delete છગડિયા કૌંસ વચ્ચે મૂકી દેતાં રદ કરવાનો ટેગ મૂકાય જશે. પછી કોઈ પ્રબંધક (ધવલભાઈ કે અશોકભાઈ) પાનું સમય મળ્યે દૂર કરી દેશે.--Vyom25 (talk) ૧૭:૩૬, ૨૨ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

શ્રેણી:રાસાયણિક તત્વો[ફેરફાર કરો]

વ્યોમભાઈ, આજે તમારું ચિંધેલું કામ કરવા બેઠો તો ધ્યાન ગયું કે આપણો ઢાંચો થોડો મોટો છે. અંગ્રેજીમાં એનું જ એક સંક્ષિપ્ત સ્વરૂપ જોવા મળ્યું. આપ એ બંને સરખાવી જોશો? આપણે નાનું સ્વરૂપ અહિં લાવીને તેને દરેક પાને ઉમેરવું છે કે પછી જે છે તેને જ મૂકીશું? ઢાંચો:આવર્ત કોષ્ટક = Template:Periodic table અને તેને Template:Compact periodic table સાથે સરખાવી જુઓ.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૫૩, ૨૪ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

મને નાનું મૂકવું વધુ યોગ્ય લાગે છે કારણ કે બહુ મોટો ઢાંચો કેટલાક લેખોને ઢાંકી દેશે. ઘણા લેખો ફક્ત એકાદ નાના ફકરા જેટલા જ છે તેમાં આ ઢાંચો ઘણો મોટો લાગશે માટે બને તો નાનો ઉમેરવો.--Vyom25 (talk) ૧૮:૨૨, ૨૪ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
નાનું અહિં લાવવાનો પ્રયત્ન કરું છું, પણ બહુ ઇન્ટ્રિકેટ ટેમ્પ્લેટ છે એટલે વાર લાગશે. કામ અદ્ધરતાલ ન રહે તે કારણે અત્યારે તો મેં મોટું કોષ્ટક ઉમેરી દીધું છે.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૪૮, ૨૬ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
સરસ....હા, ટ્રાય કરી જુઓ..--Vyom25 (talk) ૧૭:૨૨, ૨૬ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

તે આ ચિત્ર હતું[ફેરફાર કરો]

No God

--યોગેશ કવીશ્વર (talk) ૨૩:૦૮, ૨૬ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

બરાબર, તો આમાં શું વાંધો છે??? હા, થોડું મોટું છે તેને નાનું કરી શકાય.--Vyom25 (talk) ૧૪:૩૩, ૨૭ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

માવજીંજવા (તા. બગસરા)[ફેરફાર કરો]

વ્યોમભાઇ, પેલા કોઇક ભાઇએ માવજીંજવા (તા. બગસરા)માં જે ફેરફાર કર્યો છે તે સાચો છે. તેમણે વ્યવસાયમાંથી માછીમારી કાઢી નાખ્યું હતું તે સાચુ છે. આ ગામનો માછીમારીનો વ્યવસાય નથી. કારણ કે બગસરા તાલુકામાં ક્યાંય દરિયો જ નથી. અમરેલી જિલ્લામાં રાજુલા અને જાફરાબાદ તાલુકામાં જ સમુદ્ર છે. હું અમરેલી જિલ્લાનો જ છું.-યોગેશ કવીશ્વર (talk)

જો તમને સાચું લાગતું હોય તો ઈતિહાસના પાને જઈ મારો ફેરફાર ઉલટાવી દો. માહિતી કારણ બતાવ્યા વિના દૂર કરાઈ એટલે મેં રદ કરેલ.--Vyom25 (talk) ૧૫:૦૦, ૨૭ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

મેં વ્યવસયમાંથી માછીમારી કાઢી નાખ્યું છે. આભાર સહ--યોગેશ કવીશ્વર (talk)

સિદ્ધરાજ[ફેરફાર કરો]

પ્રથમ તો આભાર વ્યોમજી. એકના વિનાના ત્રણ ત્રણ લેખ !! જો કે ભગોમં પ્રમાણે સાચું નામ, સાચી જોડણી "સિદ્ધરાજ" (ભગોમં) છે એટલે લેખ સિદ્ધરાજ જયસિંહ રાખ્યો અને અન્ય બે હટાવ્યા. આ લેખ પણ થોડો સુધારો માંગે છે. સમયાનુકૂલને રસ ધરાવતા મિત્રો સુધારે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૪૪, ૨૮ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

હા... આ વિકિડેટા પર કડીઓ સુધારતાં આવા લેખો મળે છે અને મળે છે તેમ કાં તો રીડાયરેક્ટ આપું છું કાં તો રદ કરવા ભલામણ કરું છું. લેખમાં ઘણા સુધારાની જરૂર છે. જોઈએ સમયાંતરે થશે અથવા તો મને રસ જાગશે તો હું સુધારીશ.--Vyom25 (talk) ૧૬:૪૮, ૨૮ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

"ભારત" પણ નથી !![ફેરફાર કરો]

વ્યોમજી, જરા ચર્ચા:હિંદી ભાષા પર છેલ્લું ઉમેરણ જુઓ. એ મારી મંદબુદ્ધી પ્રમાણેનું સંશોધન છે, આપ કદાચ કંઈક નવું પણ શોધી કહાડો ! --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૫૫, ૨૯ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

મેં કુદકો મારી જ દીધો છે.!!!--Vyom25 (talk) ૦૦:૦૦, ૩૦ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

અભિનંદન[ફેરફાર કરો]

શ્રી. વ્યોમભાઈ, વિકિડેટા પર પ્રબંધકની પદવી મેળવવા બદલ હાર્દિક અભિનંદન!--ધવલચર્ચા/યોગદાન ૦૫:૧૭, ૧૭ જુલાઇ ૨૦૧૩ (IST)[ઉત્તર]

આભાર, ધવલભાઈ.--Vyom25 (talk) ૧૧:૫૭, ૧૭ જુલાઇ ૨૦૧૩ (IST)[ઉત્તર]

મુંબઈ સમાચાર[ફેરફાર કરો]

વ્યોમભાઈ, જય માતાજી...સીતારામ... ઘણા દિવસે વિકિપીડિયામાં તમારી સાથે વાત કરી રહ્યો છું. હવે વાત એમ છે કે, મુંબઈ સમાચારમાં કોઈ લેખકે "સર ઝૂકા સકતે હૈં લેકિન સર કટા સકતે નહીં" શિર્ષક હેઠળ વિકિપીડિયા વિષે નથુરામ ગોડસેનાં એક લેખ બાબતે લખાણ કરેલ છે. જેની એક કડી તમને મોકલુ છું. સર ઝૂકા સકતે હૈં લેકિન સર કટા સકતે નહીં. જેમાં તેને એવુ લખેલ છે કે, ચેતવણી: ગૂગલ સર્ચ અને વિકિપીડિયાના પેજીસ પર હર વખત ભરોસો નહીં મૂકવાનો. નથુરામ ગોડસેનું વિકિપીડિયાનું પેજ જોજો. એમાં એણે બાપુને સવારે અગિયાર ને પાંચે ગોળી મારી એવું લખ્યું છે. વિકિપીડિયા બોડી બામણીનું ખેતર છે. કોઈ પણ લલ્લુપંજુ ત્યાં રાઈટર અને એડિટર બની જઈ શકે છે. નથુરામ ગોડસેએ ગાંધીજીને કેટલા વાગે ગોળી મારી એનું મહત્ત્વ કોઈને હોય કે ન હોય, વિકિપીડિયાની ઑથેન્ટિસિટી માટે આવી ભૂલો સ્પીક્સ અ લૉટ. આ ઉપરાંત વિકિપીડિયાના રાઈટરો બહુ જ સટલી કોઈ વ્યક્તિ વિશે તમને સારો કે ખરાબ અભિપ્રાય બંધાય તેવું લખી શકતા હોય છે. વિકિપીડિયામાંના અભિપ્રાયોનું મહત્ત્વ એટલું જ જેટલું મહત્ત્વ પાનના ગલ્લે થતી ચર્ચામાં ફેંકાતા અભિપ્રાયોનું.. તો શું આ બાબતે તમારૂ શું કહેવાનુ થાય ? આપણે તેને કાંઈ જવાબ આપવો પડે કે તે લેખકે લખ્યુ તે બરોબર છે... જય માતાજી..--જીતેન્દ્રસિંહ (talk) ૧૫:૨૯, ૧૩ ઓગસ્ટ ૨૦૧૩ (IST)[ઉત્તર]

વાહ બાપુ તમને અહીં જોઈને આનંદ થયો. આ ઈન્ટરનેટ અને બ્લોગે દરેક વ્યક્તિના હાથમાં કલમ પકડાવીને ગમે તેમ લખતા કરી દીધા છે. મેં લેખનો પ્રથમ ફકરો વાંચીને જ એવો અભિપ્રાય બાંધ્યો છે કે આ ભાઈ પાનના ગલ્લાની ચર્ચાને જ લાયક છે. દેશનેતાઓ વિશે આડેધડ બિનજવાબદારીપૂર્વકનું લખાણ જ બતાવે છે કે આ ભાઈની મનોસ્થિતિ અથવા તો માનસિક સ્તર ૧૬ વર્ષથી વધુ નથી. સુશાંતભાઈએ જવાબ આપ્યો છે હું જવાબ હવે આપીશ. આપનો ધ્યાન દોરવા બદલ ખૂબ ખૂબ આભાર. જય માતાજી...--Vyom25 (talk) ૧૭:૩૦, ૧૪ ઓગસ્ટ ૨૦૧૩ (IST)[ઉત્તર]

Article request: Toronto Pearson International Airport[ફેરફાર કરો]

I am not sure if/when you will have time on this, but since Brampton is in the service area of en:Toronto Pearson International Airport, when you have a chance, are you interested in starting a short Gujarati stub on the airport?

Thanks WhisperToMe (talk) ૧૧:૩૨, ૨૭ ઓગસ્ટ ૨૦૧૩ (IST)[ઉત્તર]

I don't have continuous net access now a days so I will try it but not in next few days. I m sorry for Brampton article as it has still not taken off. I am doing Brampton stub today.--Vyom25 (talk) ૧૧:૫૧, ૨૭ ઓગસ્ટ ૨૦૧૩ (IST)[ઉત્તર]
Thank you for doing Brampton! WhisperToMe (talk) ૧૩:૫૪, ૧ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

Have you had a chance to start additional articles? If you don't mind one more request, I'll add en:Central Monitoring System. It's a very important topic for Indian society.I am only requesting that you write a small stub You do not have to write all the thing. Thank you WhisperToMe (talk) ૧૪:૦૧, ૧૩ ઓકટોબર ૨૦૧૩ (IST)

Sorry for late reply, my problem is that my android device can't read Gujarati text and I can work only when I am using a pc so it will take time but I will get through.--Vyom25 (talk) ૧૦:૩૨, ૧૫ ઓકટોબર ૨૦૧૩ (IST)

શ્રી.વ્યોમભાઈ, આપે તા:૫ નાં રોજ સંદેશ આપ્યો હતો. પણ તહેવારો અને અંગત કારણોસર હું ગેર(ઘેર !)હાજર હોવાને કારણે તુરંત અમલવારી કરી શક્યો નહિ એ બદલ દિલગીર છું. જો કે આપે તુરંત બાજી સંભાળી લીધી એ બદલ આભાર. શ્રી.ધવલભાઈએ યોગ્ય ચેતવણી આપી જ દીધી છે. એમનો પણ આભાર. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૧૨, ૮ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

વિકિપીડિયા:વિકિપરિયોજના અક્ષાંશ રેખાંશ સુધારણા‎‎ - અદભુત ઝડપ[ફેરફાર કરો]

વ્યોમજી આપની ઝડપ જોઇને એમ લાગે છે કે ગુજરાતી ભાષામાં હવે ચીલઝડપ કે ચિત્તા જેવી ઝડપને સ્થાને વ્યોમઝડપ શબ્દ ઉમેરાવો જોઇએ. (જોકે ચીલઝડપ શબ્દને સમાચાર પત્રોએે હંમેશા ખરાબ સંદર્ભમાં જ વાપર્યો છે!). આપને અને ધવલજીને વાંધો ન હોય તો હાલમાં ધવલજીને સોંપેલો તાલુકો આપ લઇલો જેથી કોઇ એક જિલ્લો કાર્ય-પુર્ણતા તરફ આગળ વધે. --વિહંગ ૧૩:૧૦, ૧૧ નવેમ્બર ૨૦૧૩ (IST)

ધવલભાઈ અને તમારા તરફથી લીલી ઝંડી હોય તો મને કોઈ વાંધો નથી. ઝડપ તો હવે એક કામ કરવાની ઘરેડ નક્કી થઈ જાય એટલે આપોઆપ જ આવી જાય. છાપાંઓના સંદર્ભની વાત કરીએ તો છાપે નામ ચડવું એ મોટાભાગે ખરાબ સંદર્ભ જ હોય છે કેટલાક મુદ્દાઓ છોડીને. ;)--Vyom25 (talk) ૧૫:૫૮, ૧૧ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
હા ભાઈ, મારું કામ કોઈ પાર પાડતું હોય એમાં હું ના કેમ કરીને પાડું? માફ કરજો વિહંગભાઈ, આ કામમાં આગળ જ ન વધવા બદલ. ભલે મને સોંપેલો તાલુકો વ્યોમભાઈને સોંપો, પણ મને એક બીજો દૂરનો તાલુકો સોંપી રાખો, કદાચ હું પણ કામ ચાલુ કરી દઉં.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૫૨, ૧૧ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
હેહેહેહે....ધવલભાઈ ઉમરાળા તાલુકાના લગભગ બધાં જ ગામના ઈન્ફોબોક્ષમાં જીજે - ૪ ના સ્થાને વાહન કોડ જીજે-૧ આપેલ છે જે સુધારવો પડે એમ છે તો શું બોટ દ્વારા તે શક્ય છે? અહીં પણ નજર નાખજો --Vyom25 (talk) ૧૯:૫૭, ૧૧ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
હા, થઈ જશે.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૪૨, ૧૨ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

શીખંડી પર પ્રતિબંધ !![ફેરફાર કરો]

વ્યોમજી, ફરી એક વખત આભાર. એક તક આપવી એ આપણી ફરજ હતી. હવે એ સભ્ય પર પ્રતિબંધ મુકાયો છે. એ IP એડ્ડ્રેસ પણ હાલ પ્રતિબંધીત કરાયું છે. બીજું કે આપની "ઝડપ" હવે પ્રખ્યાતી પામવા લાગી છે ! (જો કે પરિયોજના સંચાલક વિહંગભાઈ પણ એ માટે અભિનંદનનાં હક્કદાર છે.) અભિનંદન. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૧૮, ૧૪ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

મારી ઝડપ વિહંગભાઈના આયોજન અને તમારી MO (મોડસ ઓપરેન્ડી, પોલીસ વાળી નહિ)ને આધારે છે. મેં પણ સેન્ડબોક્ષ બનાવી તેનો અને તાલુકાના નક્શાનો આધાર લીધો છે જેને આધારે ઝડપ ઘણી વધી જાય છે.--Vyom25 (talk) ૨૩:૦૬, ૧૪ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
ઓહો આ શીખંડીનો સંદર્ભ હું શીખંડીના ચર્ચાના પાનાં પરથી સમજ્યો.--Vyom25 (talk) ૨૩:૦૯, ૧૪ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
મને એમ કે તમે જ ફરી એક વખત "ઉગ્રતા" ધારણ કરી આ ’મા.ચો.’ શૈલીનો શબ્દપ્રયોગ કર્યો હશે. એટલે મેં એ અહીં અસંદર્ભ જ લખ્યો. (જો કે ફરી ચકાસતાં જણાયું કે એ ઉમેરો વિહંગભાઈએ કરેલો.) ચાલો આપને સમજાયું એટલે કામ પત્યું. અને હવે હું પાછો "ઘોઘા" ઉપડું ! (નહિ તો મિત્રો કહેશે કે; ‘હીરો ઘોઘે જઈ આવ્યો, ડેલીએ હાથ દઈ આવ્યો !’) આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૩૭, ૧૪ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
હું બાવળામાં ફરું છું.--Vyom25 (talk) ૨૩:૪૦, ૧૪ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
અરે, હું બાવળામાં ફરતો હતો ત્યારે જ તળાજા ખાતેનો ટ્રાન્સફર ઓર્ડર આવી ગયો હતો અને મને ખબર પણ ન હતી. વિહંગભાઈએ કમાલ કરી ચાલો હવે તળાજા તરફ ગાડી હાંકીશું.--Vyom25 (talk) ૦૦:૦૨, ૧૫ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

ગાંધીકથા[ફેરફાર કરો]

ગોઠવણી કરી આવ્યા. મસ્ત ગોઠવણી થઈ. ૧૨૫ ચિત્રો હતા. જાણ માટે. (તમારી ખોટ સાલી ! બાકી બહુ મજા આવત.) ધવલજી અને સુશાંતજીને મેઇલ દ્વારા જાણ કરી દીધી છે. રિપોર્ટ કાર્યક્રમ પત્યે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૨૧, ૨૮ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

ભાઈ, ભાઈ અશોકભાઈ તમે અને ભાવેશભાઈએ તો સપાટો બોલાવી દીધો. આપણો કાર્યક્રમ અને ખાસ તો આ ગાંધીકથા ગુમાવવા માટે જ મને અફસોસ થઈ રહ્યો છે પણ કાંઈ નહિ ફરી ક્યારેક વાત. વિડીયો રેકોર્ડીંગ થાય તો તે જોઈને સંતોષ માનીશું. પોસ્ટર મળી જ ગયું હશે એવું માની લઊં છું કારણ કે મને મારી આગળ ક્યાંય ન મળ્યું.--Vyom25 (talk) ૦૯:૦૬, ૨૯ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

ભેંસાણનું અરેસુ કરવા માટે વિનંતિ[ફેરફાર કરો]

પ્રિય મિત્ર વ્યોમભાઇ, તમે લોકોએ અદભુત કાર્ય કર્યુ છે. હવે જો આપને અનુકુળહોય તો તા. ભેંસાણ જિ. જુનાગઢ લેવા વિનંતિ. અન્ય કોઇ જાણીતો એ પરિચિત તાલુકો પહેલા ફરવાની ઇચ્છા હોય તો એંમા પણ કંઇ ખોટું તો નથી જ. આભાર. --લિ., વિહંગ વ્યાસંગી ૧૮:૧૬, ૧૦ ડિસેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

ઢાંચાના પરીક્ષણાર્થે મુકેલો સંદેશ.[ફેરફાર કરો]

આમંત્રણ


પ્રિય મિત્ર Vyom25,

વિકિપીડિયા છેલ્લા ૧૧ વર્ષથી કાર્યરત છે, તેની સફળતાની ઉજવણી કરવાનો કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આપને વિનંતિ છે.
આપ જો અમદાવાદ કે તેના આસપાસના વિસ્તારોમાં વસતા હો તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપના સહયોગની પણ આવશ્યકતા છે.
ભાગ લેવા અને / કે સહયોગ આપવા માટે વિકિપીડિયા ૧૧ વર્ષની ઉજવણીના પાના પર આપેલ સુચનાને અનુસરીને આપની આ કાર્યમાં સહભાગી થવાની ઇચ્છા દર્શાવશો.
આભાર.
લી. પરીયોજના ટીમ વતી
એ.આર.ભટ્ટ

આ સંદેશ ફક્ત પરીક્ષણાર્થે છે. હાલમાં કશું કરવાની જરૂર નથી.

વિકિડેટાની જાવા સ્ક્રિપ્ટ[ફેરફાર કરો]

હેલો, Vyom25. તમારા માટે Ashok modhvadiaનાં ચર્ચાનાં પાને નવો સંદેશો છે.
તમે ગમેત્યારે આ સુચના દૂર કરી શકો છો  તેને માટે ઢાંચો {{Talkback}} અહિંથી હટાવી દો.

ગોષ્ઠિ[ફેરફાર કરો]

મા. Vyom25,
આ સમાચાર વાંચવા આપને વિનંતિ કરું છું અને તેમાં ભાગ લેવાનો આગ્રહ પણ. આપના જેવા સક્રિય યોગદાન કરતા સભ્યો પણ એ ચર્ચામાં જોડાશે તો આનંદ થશે. ચર્ચા આ રવિવારે (૭ ડીસેમ્બરે) સ્કાયપ (skype) પર યોજાશે.
આભાર.
--એ. આર. ભટ્ટ (talk) ૧૮:૦૫, ૧ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

ઢાંચો:Infobox flag[ફેરફાર કરો]

હેલો, Vyom25. તમારા માટે Ashok modhvadiaનાં ચર્ચાનાં પાને નવો સંદેશો છે.
તમે ગમેત્યારે આ સુચના દૂર કરી શકો છો  તેને માટે ઢાંચો {{Talkback}} અહિંથી હટાવી દો.

--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૪૫, ૧૮ જાન્યુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]

માત્ર ગુજરાતી વિકિડેટાની કડીઓ ધરાવતા લેખો[ફેરફાર કરો]

વ્યોમભાઇ, ગુજરાતી વિકિપીડિયાના ઘણાં લેખો વિકિડેટા સાથે સંલગ્ન છે પરંતુ તેઓ માત્ર ગુજરાતી લેખો સાથે જ જોડાયેલા છે. એવું એક ઉદાહરણ રૂબિન ડેવિડ છે. જે માટેનો અંગ્રેજી લેખ હાજર હતો છતાંયે મેં બનાવ્યો અને પછીથી દૂર કરવો પડ્યો :/ આવું ન થાય એ માટે એવા લેખોની યાદી તૈયાર કરી શકીએ? --KartikMistry (ચર્ચા) ૧૯:૩૭, ૨૨ ઓગસ્ટ ૨૦૧૫ (IST)[ઉત્તર]

KartikMistry, go to [૧]. Enter language(preffered)=gu; PagePile ID=433; Format=HTML (or whatever you want). A list will generated indicating pages having only Gujarati links on Wikidata and not having English pages linked to it; and note that it excludes over 18000 pages of villages of Gujarat which mostly dont have pages on English Wikipedia. If you add those 18000 villages to list, use PagePile ID=429 which has all 20,427 Gujarati wikipedia pages without corresponding english links. PagePile ID=430 lists all 18,238 villages. So after PagePile 430 - 429, we get 2,234 pages which are stored in PagePile ID=433. :) --Nizil Shah (ચર્ચા) ૦૧:૨૧, ૨૩ ઓગસ્ટ ૨૦૧૫ (IST)[ઉત્તર]
હેલો, Vyom25. તમારા માટે Dsvyasનાં ચર્ચાનાં પાને નવો સંદેશો છે.
આ સંદેશ મળ્યા સમય: ૨૦:૪૪, ૧૩ જાન્યુઆરી ૨૦૧૬ (IST). તમે ગમેત્યારે આ સુચના દૂર કરી શકો છો  તેને માટે ઢાંચો {{Talkback}} અહિંથી હટાવી દો.[ઉત્તર]

ભાષાંતર સાધન[ફેરફાર કરો]

નમસ્કાર વ્યોમભાઈ,

મેં ભાષાંતર સાધનનો ઉપયોગ કર્યો છે. "કચ્છનો ઈતિહાસ" એ મહાલેખમેં ભાષાંતર સાધન વાપરી તૈયાર કર્યો હતો. તેમાં કોઈક કીટક (બગ) આવ્યું છે. અને અચાનક ભાષાંતર કરેલા ૧૯ ફકરા દેખાતા બંધ થયેલા છે. અ કારાણે તે ટૂલ વાપરતા ભય લાગે છે. આ વાત મેં આપણા કાર્તિક ભાઈને કરેલી છે. તેમેણે કહ્યું છે કે ડાટાબેસમાં તે લેખના ભાષાંતર કરેલા ફકરા સાચવેલા છે અને તેને રોકતું કીટક પણ તેમણે શોધી કાઢ્યું છે આ સાથે તે દૂર કરવા તે વિષેની ફરિયાદ નોંધાવેલી છે. તેનું નિવારણ થાય એટલે ફરી તે ટૂલ વાપરવા માંડીશ. મને પણ તે ટૂલ ખૂબ જ ગમ્યું છે. તેમાં અમુક એક ખામીઓ વિષે સુધારાની જરૂર મને જણાઈ છે તે પણ મેં સુઝાવ આપ્યો છે. --Sushant savla (ચર્ચા) ૦૭:૩૫, ૨૫ જૂન ૨૦૧૬ (IST)[ઉત્તર]

સુશાંતભાઇ, તમે નાના ફેરફાર કરીને પ્રકાશિત કરીને ફરીથી તે જ લેખ પર કામ કરી શકો છો, જેથી ઉપરોક્ત પ્રકારના બગડાં નહી આવે (કામચલાઉ નિવારણ) :) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૮:૪૯, ૨૫ જૂન ૨૦૧૬ (IST)[ઉત્તર]
બરાબર, સુશાંતભાઈ, સોફ્ટવેર વડે કામ લેતાં કીટકની સમસ્યા તો ઉભી થતી જ હોય છે. કાર્તિકભાઈ તમે ખૂબ સરસ કામ કરો છો. લાગ્યા રહો.--Vyom25 (ચર્ચા) ૧૧:૩૦, ૨૫ જૂન ૨૦૧૬ (IST)[ઉત્તર]

વ્યોમભાઈ, નમસ્કાર. https://gu.wikipedia.org/wiki/સાયણ અને en.wikipedia.org/wiki/Sayan,_India બંનેની લિંક અલગ છે. મર્જ કરી આપશો. આભાર--સતિષચંદ્ર (ચર્ચા) ૦૦:૪૦, ૨૬ ઓગસ્ટ ૨૦૧૬ (IST)[ઉત્તર]

હું નવરો બેઠો હતો એટલે આ કામ કરી લીધું છે :) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૮:૫૪, ૨૬ ઓગસ્ટ ૨૦૧૬ (IST)[ઉત્તર]
આભાર, કાર્તિકભાઈ.--Vyom25 (ચર્ચા) ૧૨:૦૭, ૪ સપ્ટેમ્બર ૨૦૧૬ (IST)[ઉત્તર]

પ્રસ્તુત લેખ[ફેરફાર કરો]

ચર્ચા:પ્રસ્તુત લેખ જોઈ જવા વિનંતી.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૫૮, ૨ જુલાઇ ૨૦૧૭ (IST)[ઉત્તર]

Thank you for keeping Wikipedia thriving in India[ફેરફાર કરો]

I wanted to drop in to express my gratitude for your participation in this important contest to increase articles in Indian languages. It’s been a joyful experience for me to see so many of you join this initiative. I’m writing to make it clear why it’s so important for us to succeed.

Almost one out of every five people on the planet lives in India. But there is a huge gap in coverage of Wikipedia articles in important languages across India.

This contest is a chance to show how serious we are about expanding access to knowledge across India, and the world. If we succeed at this, it will open doors for us to ensure that Wikipedia in India stays strong for years to come. I’m grateful for what you’re doing, and urge you to continue translating and writing missing articles.

Your efforts can change the future of Wikipedia in India.

You can find a list of articles to work on that are missing from Wikipedia right here:

https://meta.wikimedia.org/wiki/Supporting_Indian_Language_Wikipedias_Program/Contest/Topics

Thank you,

Jimmy Wales, Wikipedia Founder ૨૩:૪૮, ૧ મે ૨૦૧૮ (IST)


પાણીપતની ત્રીજી લડાઈ[ફેરફાર કરો]

વ્યોમભાઈ, આપે બનાવેલા ઉપરોક્ત લેખને આવતા મહિનાના પ્રસ્તુત લેખ વિભાગ હેઠળ મૂકવામાં આવશે. આવો સુંદર લેખ બનાવવા બદલ આભાર અને અભિનંદન.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૧૦, ૮ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]

આભાર, ધવલભાઈ.--Vyom25 (ચર્ચા) ૧૫:૪૯, ૮ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]

સંદર્ભ સામગ્રી[ફેરફાર કરો]

આભાર. -Gazal world (ચર્ચા) ૧૪:૫૯, ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

Project Tiger 2.0[ફેરફાર કરો]

Sorry for writing this message in English - feel free to help us translating it

તમારા વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવવા માટે આવનારી સંશોધન પ્રવૃત્તિઓમાં ભાગ લઈને અમને મદદ કરો[ફેરફાર કરો]

પ્રિય @Vyom25:,

વિકિપીડિયામાં તમારા મહત્વના યોગદાનો માટે આભાર!

તમારા વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવવા માટે આવનારી સંશોધન પ્રવૃત્તિઓમાં ભાગ લઈને અમને મદદ કરો. આ તક માટે વધુ જાણવા માટે, કેટલાંક પ્રશ્નોનો જવાબ આપો અને અમે યોગ્ય ઉમેદવારોને મોજણી કરવા માટે સંપર્ક કરીશું.

આભાર, BGerdemann (WMF) (ચર્ચા) ૨૨:૫૬, ૨૮ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]

આ મોજણી અન્ય સેવા વડે કરવામાં આવશે, જે વધારાની શરતોને આધીન છે. અંગતતા અને માહિતીને સાચવવાની શરતો માટે, મોજણીનું અંગતતા લખાણ જુઓ.

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters[ફેરફાર કરો]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૮, ૩૦ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.