સભ્ય:પીઠવા પ્રકાશ

વિકિપીડિયામાંથી

Pithava Prakash C જય ભારત સાથ જણાવવાનું કે મારૂ નામ પીઠવા પ્રકાશ છે ને હું કોમ્પ્યૂટરનો ધંધો કરૂ છુ મારે મારી કુળદેવી બાલવીમાં વિષે ઘણું જાણવું છે તો આપ મને મદદ કરશો તેવી મને આશા છે મારૂ મૂળ વતન જુનાગઢ જીલ્લા ના માંગરોળ તાલુકાનો વાતની છુ અમે લુહાર છે ને મારા માતાજી વાડાસાડા ગામમા તેમનું મંદિર આવેલ છે તેની માહિતી જાણવી છે તો આપ મને તે જણાવશો તો આપનો ખૂબ આભાર માનિસ

ખોડીયાર માં નું સાચું નામ : જાનબાઈ માં

ખોડીયાર માં નું હત્યાર : ત્રિશુલ ખોડીયાર માં નું વાહન : મગર ખોડીયાર માં નો પ્રસાદ : લાપસી ખોડીયાર માં નો જન્મ દિવસ : મહા સુદ આથમ ( અસાડી બીજ ) ૭.૦૦ સંધ્યા ટાણું ખોડીયાર માં ની જન્મ ભૂમિ : રોહીશાલા ( ભાવનગર ) ખોડીયાર માં ની બા નું નામ : મીનલ દેવ ખોડીયાર માં ના બાપા નું નામ : મામનીયા દેવ

જેમ ઉપર મુજબ લખાણ આપને મોકલેલ છે તે પ્રમાણે મારે બાલવીમાં વિષે જાણવું છે તો આપ મને જરૂર જણાવશો તેવી આશા રાખું સીએચએચયુ

આ મંદિરમાં બાલવી માતાજી ઉપરાંત બુટ ભવાની, બહુચર માતાજી તથા બલાડ માતાજી એમ ચારેય બહેનો એકીસાથે બિરાજમાન છે.

ઉપલેટાથી ૨૧ કિ.મી. પોરબંદર જતાં હાઇવે રોડ પર વાડાસડા ગામ આવેલું છે અને આ ગામમાં બાલવી માતાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે.

આ મંદિરની સ્થાપના વિ.સં. ૧૬૦૦માં પોરબંદરના મહારાણા સરતાનજીના વરદહસ્તે થયેલી. એટલે કે આ મંદિર આશરે ૪૬૫ વર્ષ જૂનું છે.

આ મંદિરમાં બાલવી માતાજી ઉપરાંત બુટ ભવાની, બહુચર માતાજી તથા બલાડ માતાજી એમ ચારેય બહેનો એકીસાથે બિરાજમાન છે. આ મંદિરની સ્થાપના અષાઢી બીજના દિવસે થયેલ હોઇ. અષાઢીબીજે સમસ્ત ગામ ભાદર નદીનાં નવાં આવેલાં નીરથી માતાજીને સ્નાન કરાવે છે. માતાજીને ધજા ચઢાવવામાં આવે છે. સમસ્ત ગામ માતાજીની લાપસી કરીને આ પર્વની ઉજવણી કરે છે. મંદિરના પટરાંગણમાં હનુમાનજી, શિવમંદિર તેમજ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. બાલવી માતાજીના મંદિરે દરરોજ યાત્રાળુઓ ખૂબ જ આવે છે. રવિવાર તથા જાહેર રજાના દિવસે યાત્રાળુઓની સંખ્યા બહોળી હોય છે. આ મંદિરે યાત્રાળુ માટે સુંદર ધર્મશાળા તથા રહેવા તેમજ જમવાની સુંદર વ્યવસ્થા છે, જે ચોવીસ કલાક ચાલુ રહે છે. આ વ્યવસ્થા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે. બાલવી માતાજીના મંદિરે નવરાત્રિ તેમજ અષ્ટમીના દિવસે હવન થાય છે. આ મંદિર ખૂબ જ રમણીય તેમજ સુંદર છે. બાલવી માતાજીનાં દર્શન કરીને આપણે સર્વે ધન્યતા અનુભવીએ છીએ.