સભ્ય:મહેશ્વરીબા ભાટી

વિકિપીડિયામાંથી

'રોગ દોષ અને બધા દુર કરતુ ‘મોરપંખ’

મોર આ સંસારનું સૌથી સુંદર પ્રાણી છે, તેને ભારતના રાષ્ટ્રીય પક્ષીની ખ્યાતી પ્રાપ્ત છે. આ સિવાય પણ મોર વિશ્વના લગભગ બધાજ દેશમાં મહત્વ ધરાવે છે અને લગભગ દરેક ધર્મમાં તેની અલગ અલગ માન્યતાઓ વ્યાપ્ત છે. ભારતીય મોટાભાગની પરંપરાઓમાં, મંદિરોમાં, કળા, પુરાણ, કાવ્ય, લોકસંગીતમાં મોરને આગવું અને વિશિષ્ઠ સ્થાન પ્રાપ્ત છે. હિંદુઓ તથા મુસલમાનોમાં મોર પંખને લઈને એવો વિશ્વાસ છે કે મોરપંખથી અમાગળ અશુભતા ટળે છે. વીશેષ રૂપમાં ખરાબ આત્માઓ કે દુષિત શક્તિઓ પાસે નથી આવતી. શાસ્ત્રો, ગ્રંથો, વસ્તુ તથા જ્યોતિષ શાસ્ત્રોમાં મોરપંખનું આગવું સ્થાન છે. હિંદુઓ માટે તો તે અતિ પવિત્ર છે કેમકે ભગવાન શ્રી કૃષ્ણે તેને પોતાના મસ્તક પર સ્થાન આપ્યું છે. મુળ રૂપે મોર દક્ષિણ એશિયાનું પક્ષી મનાય છે. મોરને દેવતાઓનું પક્ષી મનાય છે. સરસ્વતી દેવી તથા કાર્તિકેયનું પણ વાહન છે. તેથી જ વિદ્યાર્થી તેને પોતાની પુસ્તકોમાં રાખે છે. નેપાળ જેવા દેશોમાં મોરને બ્રહ્માની સવારી માનવામાં આવે છે. જાપાન, ઇન્ડોચીન, થાઇલેન્ડ અને બીજા પણ ઘણા દેશોમાં મોર પૂજ્ય છે. બૌદ્ધ દર્શનમાં મોર જ્ઞાનનું પ્રતિનિધિત્વ કરે છે. ગ્રીક પૌરાણિક કથાઓમાં મોરનો ઉલ્લેખ મૂળ અર્ગુસ અને જૂનોની વાર્તાઓમાં જોવા મળે છે, મોરપંખનો પ્રયોગ કેટલાય રીવાજ અને પરંપરામાં થાય છે. વસ્ત્રો, સિક્કાઓ, મંદિરો, વાસ્તુકળા વગેરેમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે.

મોર પંખ કાલ શાર્પ દોષ નિવારણ : મોરપંખ ગ્રહ્બધા નિવારણ તથા જન્મ કુંડળીના દુષિત યોગ ના નિવારણ માટે પણ ખુબ જ ઉપયોગી છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ મોર્મુકુત પહેરતા તે પાછળ અનેક કથાઓ અને કારણો દર્શાવાયા છે, જેમની એક માન્યતા મુજબ ભગવાન શ્રી કૃષ્ણ ણી જન્મ કુંડળીમાં કાલશાર્પ દોષ હતો જેના નિવારણ માટે તેઓ હમેશા મોરમુકુટ ધારણ કરતા. કાલશાર્પ દોષને દુર કરવા માટે મોરપંખમાં અદભુત શક્તિ છે. કાલશાર્પ દોષ વાળા વ્યક્તિએ સોમવારે રાત્રે પોતાના ઓશિકામાં ૭ મોરપિચ્છ રાખી દેવા અને એ ઓશીકું હમેશા સુવા માં વાપરવું. પોતાના શયનખંડની પશ્ચિમ તરફની દીવાલમાં ૧૧ મોરપિચ્છ લગાવી દેવાથી કાલશર્પદોષની પીડા દુર થાય છે. મોર પંખ આયુર્વેદિક ઉપાય : આયુર્વેદમાં પણ મોરપંખ થી અનેક રોગોનું નિવારણ થાય છે. જેવાકે- ટી.બી., દમ, વ્યંધત્વ, પક્ષઘાત તથા મગજ ના તાવ વગેરે રોગોમાં સફળતા પૂર્વક ઉપચાર સંભવ છે. • જોર જોરથી શ્વાસ અને પાંસળી ચાલવાની બાળકોની બીમારીમાં મોરપંખની ભસ્મ ૧ ગ્રામ, તીખાની ભૂકી ૧ ગ્રામ ભેળવીને તેના એક સરખા ૬ ભગ કરવા. આવશ્યકતા પ્રમાણે ૧-૧ ભાગ દિવસમાં ૩ થી ૪ વાર લેવો. • વારંવાર થતા ઝાડા ઉલટી માટે મોરપિચ્છની એક ચપટી ભસ્મ મધ સાથે મેળવીને દિવસમાં ૨ વાર લેવી. • મોરપિચ્છ ભસ્મ મધ સાથે ચાટવા થી એડકી બંધ થાય છે. • શ્વાસ(દમ) તથા ચક્કર આવવાની બીમારીમાં ૧ રતી મોરપિચ્છ ભસ્મને ૩ રતી મધ સાથે લેવાથી લાભ થાય છે. • ઓપરેશન પછી થતી ઉલટી અને એડકી થી બચવા મયુરપંખની ભસ્મનો ઉપયોગ થાય છે. • આ ભસ્મ હોર્મોન્સ ઈમ્બેલેન્સ ને પણ ઠીક કરે છે. • સોળ સંસ્કારોમાંના પુંસવન સંસ્કારમાં ગર્ભસ્થ શિશુને હૃષ્ઠ પૃષ્ઠ બનાવવા માટે મોરપિચ્છ બસમ. સ્વર્ણ ભસ્મ. પ્રવાલ ભસ્મ, રજત ભસ્મના મિશ્રણનો પ્રયોગ કરવામાં આવે છે. • મયુરપંખ ભસ્મ સૌથી જેરીલા સર્પોના સર્પદંશના વિષને પણ નિષ્પ્રભાવી બનાવે છે. મોર પંખ વાસ્તુ ઉપાય : વાસ્તુશાસ્ત્રમાં મોરપંખ દ્વારા વાસ્તુદોષ નિવારણ ના અનેક પ્રયોગો આપેલા છે. ઘરમાં મોરપિચ્છ એવી જગ્યાએ રાખવું જોઈએ, જ્યાંથી તે સહેલાઈથી જોઈં શકાય. ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓને નષ્ટ કરીને તે સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. મોર અને સર્પની દુશ્મની જગવિખ્યાત છે. ઘરમાં મોરપિચ્છ રાખવાથી સાપ, વિચ્છી અને ગરોળી જેવા જેરીલા જીવજંતુઓ ઘરમાં પ્રવેશતા નથી. • બાળક જીદ્દી હોય તો છતના પંખા ના પાંખીયા પર મોરપંખ લગાવી દેવા. જેનાથી પંખા સાથે મોરપિચ્છની હવા પણ બાળકને લાગશે. ધીમે ધીમે તેની હઠ ઓછી થઈ જશે. • નવજાત શિશુના માથાની તરફ દિવસ-રાત એક મોરપિચ્છ ચાંદીના તાવીજમાં રાખીને રાખવાથી બાળક ડરતું નથી તથા કોઈં પણ ભારે નજર લાગતી નથી. • ઘરમાં મોરપિચ્છ રાખવાથી શુભતા નો સંચાર થાય છે અને સુખ સમૃધ્ધી અને લક્ષ્મી પ્રાપ્ત થાય છે. • જે વ્યક્તિ હમેશા મોરપિચ્છ પોતાની પાસે રાખે છે તેના પર કઈ અમંગલ થતું નથી. • ઘરનું મુખ્યદ્વાર વાસ્તુ વિરુધ્ધ હોય તો દરવાજા પર ત્રણ મોરપિચ્છ સ્થાપિત કરવા, મંત્રથી અભિમંત્રિત કરીને તેની નીચે ગણપતિની મૂર્તિ સ્થાપિત કરવી. • ઘરમાં પૂજાસ્થાન વાસ્તુ અનુસાર ના હોય તો તેને ઈચ્છાનુસાર મોર્પીચ્છ્થી શણગારવું અને બધા મોરપંખોને કુમકુમનું તીલક કરવું તથા શિવલીંગની સ્થાપના કરવી. પુજઘરનો દોષ દુર થશે. • ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણામાં મોરપંખ લગાવાથી બરકત વધે છે અને અચાનક મુશ્કેલીઓ નથી આવતી. મોર પંખ તંત્ર પ્રયોગ : કોઈ પણ રાધા-કૃષ્ણના મંદિરમાં શ્રી કૃષ્ણની મૂર્તિ પર મોરપિચ્છને ૪૦ દિવસ સ્થાપિત કરવું અને રોજ માખણ-મિશ્રીનો ભોગ લગાવવો, ૪૧માં દિવસે એ જ મોરપંખને મંદિરમાંથી દક્ષિણા-ભોગ અર્પણ કરીને ઘરે લાવવું. ત્યારબાદ પોતાના કબાટ,તિજોરી કે ધન રાખવાની જગ્યાએ રાખવું અને રોજ ધૂપ-દીપ કરવાથી અનુભવ થશે કે ઘરમાં સુખ-શાંતિ અને ધનની વૃદ્ધી થઇ રહી છે. મોરપંખને સમ્મોહનનું પ્રતિક માનવામાં આવે છે. જો શત્રુઓ વધારે હેરાન કરતા હોય તો મંગળવારે અથવા શનિવારે રાત્રીના સમયે મોરના પીચ્છા ઉપર હનુમાનજીના મસ્તકના સિંદુરથી દુશ્મનનું નામ લખીને પોતાના ઘરના મંદિરમાં આખી રાત રાખીને વહેલી સવારે સ્નાન કાર્ય વિના જ વહેતા પાણીમાં એ પિછાને વહાવી દેવાથી શત્રુ શત્રુતા છોડીને મિત્રતાનો વ્યવહાર કરશે. આમ સદીઓથી મોર તથા મોરપંખ અનેક રૂપે માનવ જાતિને ઉપયોગી બનીને પોતાની આગવી છાપ દરેક સંસ્કૃતિ ઉપર છોડી છે. અનેક દેવોના વાહનરૂપે, ઇન્દ્ર્દેવના સિહાસન પર સ્થાપિત થઈને, કૃષ્ણના મુકુટ પર બિરાજિત થઈને તથા અનેક મહાઋષીઓ દ્વારા પૂરનો-ગ્રંથો લખવા માટે કલમ રૂપે ઉપયોગી થઈને તે પોતાની મહત્તા સદીઓથી દર્શાવતું આવ્યું છે.