સભ્ય:AASHISH N SHAH

વિકિપીડિયામાંથી


રાષ્ટ્રીય શિક્ષક દિન’. મહાન કેળવણીકાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન આપણે ત્યાં શિક્ષક દિન તરીકે ઊજવાય છે. મિત્રો તમારા માનસપટ પર કોઈ શિક્ષક પોતાના અસરકારક વ્યક્તિત્વની અમીટ છાપ છોડી જાય છે. તેને તમે જિંદગીભર ભૂંસી નથી શકતા. આવા શિક્ષકો પ્રત્યે તમારો આદરભાવ વ્યક્ત કરવાનો ખાસ દિવસ છે ‘શિક્ષક દિન’. તમે પણ આ દિવસની ઉજવણી ખાસ રીતે કરવાની જોરદાર તૈયારીઓ કરી હશે.

દરેક વ્યક્તિના ઘડતરમાં બે વ્યક્તિઓનો વિશેષ ફાળો રહેલો છે. એક છે માતા અને બીજા ઉત્તમ શિક્ષક. આદર્શ શિક્ષક તમને જીવનમાં આગળ વધવા માટે પ્રેરક બળ, દિશા અને પ્રોત્સાહન પૂરું પાડે છે. આપણા ગૌરવવંતા ઈતિહાસમાં એવા કેટલાક મહાન ગુરુ-શિષ્યો અમર થઈ ગયા છે. ઈતિહાસના પાને તેમનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે.

આ મહાન ગુરુ-શિષ્યો છે સાંદપિની અને ભગવાન શ્રીકૃષ્ણ, દ્રોણાચાર્ય-અર્જુન, અતિ વિદ્વાન ચાણકય-ચંદ્રગુપ્ત. સાંદિપની, દ્રોણાચાર્ય અને ચાણક્યે તેમના તેજસ્વી શિષ્યોને જીવનમાં આગળ વધવાનો રાહ ચિંધ્યો. આ દિવસે તમારે કોઈ સારો સંકલ્પ કરવો જોઈએ અને શિક્ષકના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને સદ્ગુણોમાંથી પ્રેરણા લેવી જોઈએ.

શિષ્યની કર્તવ્યનિષ્ઠા

એક વખત સિકંદર અને તેના ગુરુ એરિસ્ટોટલ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. રસ્તામાં વરસાદના પાણીનો વહેળો આવ્યો. એરિસ્ટોટલ અને સિકંદરમાં એ વાતે વિવાદ થયો કે પહેલા વહેળો કોણ પાર કરશે? સિકંદરે નક્કી કર્યું કે પહેલાં તે વહેળો ઓળંગશે. એરિસ્ટોટલે સિકંદરની વાત માની લીધી. પણ પછી થોડા દુ:ખી થઈને એમણે કહ્યું, ‘તેં મારી આજ્ઞાનું પાલન ના કર્યું.’ સિકંદરે જવાબ આપતા કહ્યું, ‘ગુરુજી, મારી કર્તવ્યનિષ્ઠાએ જ મને એમ કરવા માટે પ્રેરણા આપી. એરિસ્ટોટલ હજારો સિકંદર તૈયાર કરી શકશે, પણ સિકંદર તો એક પણ એરિસ્ટોટલ તૈયાર નહીં કરી શકે.’ સિકંદરના આ ઉત્તરથી ગુરુ એરિસ્ટોટલ અત્યંત પ્રભાવિત થયા.

પ્રખર તત્વચિંતક ડૉ.રાધાકૃષ્ણન

સ્વ.ડૉ.રાધાકૃષ્ણન પ્રખર તત્વચિંતક અને આઝાદ ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ હતા. તેઓ સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના વિદ્વાન અને તત્વચિંતક હોવાથી ‘ભારતના પ્લેટો’ કહેવાતા. તેમનો જન્મ ચેન્નઈ પાસેના નાનકડા ગામ તિહુત્તણી ખાતે થયો હતો. તેમના પિતા શિક્ષક હતા. ડૉ. રાધાકૃષ્ણને દર્શનશાસ્ત્ર વિષયમાં બી.એ.નો અભ્યાસ કર્યો હતો. તેમણે વેદ-વેદાન્તનો પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓ ડોક્ટરેટની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી તર્કશાસ્ત્રના શિક્ષક બન્યા. ડૉ. રાધાકૃષ્ણને કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કામ કર્યું. તેઓ અંગ્રેજી ભાષા પર ગજબનું પ્રભુત્વ ધરાવતા હતા.

આ ઉપરાંત જુદી જુદી પ્રાદેશિક અને વિદેશી ૧૫થી વધુ ભાષાઓ લખી-વાંચી અને સમજી શકતા હતા. તેમણે ઘણાં ઉત્તમ પુસ્તકો લખ્યાં છે. વિદેશમાં પણ તેમણે ધોતિયું, પાઘડી અને લાંબો કોટ પહેરીને પ્રભાવશાળી ભાષણો આપ્યાં. તેઓ રશિયામાં ભારતના રાજદૂત બન્યા હતા. તેઓ રાજ્યસભાના અધ્યક્ષ બન્યા. ૧૯૬૨માં ભારતના રાષ્ટ્રપતિ બન્યા. શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ પદ સુધી કોઈ વ્યક્તિ પહોંચી હોય તેવી આ વિરલ ઘટના હતી. ૧૯૬૭ સુધી રાષ્ટ્રપતિ પદે રહ્યા. ૧૯૭૫ની સોળમી એપ્રિલના રોજ તેમનું અવસાન થયું.

Aashish n Shah aashishshah80@gmail.com