સભ્ય:Ardent-geroy

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

નમસ્કાર મિત્રો,

હું નામે તો નહિ પણ ઉપનામે Ardent Geroy ( નામ અડવીતરુ લાગ્યું ને મતલબ પણ જોડે જોડે જાણી જ લ્યો, રમતમાં એકલો જ ઉતારનાર ધગધગતો/જલદ ખિલાડી ).

વાંચન નો શોખ નાનપણ થી હતો અને ઉંમર ની સાથે સાથે વધતો ગયો, નાનપણ માં વાર્તાઓની નાની પુસ્તકો હિતોપદેશ, સિંદબાદ ની સફરો, ચાલીશ ચોર, ઝગમગની, ચંપક, ચાચા ચૌધરી, અરે વ્રત ની ચોપડીયો ની અંત માં આવતી વાર્તાઓ પણ વાંચવાની નથી છોડી. કિશોરવસ્થા વટાવ્યા બાદ વાંચનનો ટેસ્ટ વાર્તાઓ પરથી નવલકથા, આત્મકથા તરફ ક્યારે વળ્યો ખબર જ ના પડી, અભ્યાસક્રમ ના પુસ્તકો કરતા ઈત્તર વિષયોના પુસ્તકો તો જાણેે ઘર ની રોટલી કરતા પિત્ઝા માં વધારે રસ એમ. ઈન્ટરનેટ સાથે પરિચય થયા પછી તો પૂછવું જ શું વાંચન નો અભિગમ પણ બદલાયો પુસ્તકો થી ઈ-બૂક અને પીડીએફ સ્ટાઇલ અને પ્રાદેશિક થી આંતરાષ્ટ્રીય સાહિત્ય તરફ પગ મંડાયા. ક્યારેય વિષયો સાથે ભેદભાવ નથી રહ્યો આંખ આગળ જે પણ આવ્યું તે અને જેમાં પણ જીજ્ઞાશા જાગે તો તે સંતોષાય નહિ ત્યાં સુધી વાંચવું એ હવે તો નિત્યક્રમ થઈ ગયો.

હવે વાંચન કરતા કરતા પછી એ સમજાયું કે જો વાંચન પોતાના પુરતું જ રહે તો મતલબ શું એનો? પછી તો નક્કી કર્યું કે જે પણ વાંચો એ બીજા ચાર લોકો ને કહેવું/સમજાવવું. એમ કરતા કરતા ટવીટર અને બ્લોગની શરૂઆત થઈ.