સભ્ય:Bhavansinh

વિકિપીડિયામાંથી
  નામ : શ્રી ભવાનસિન્હ ઠાકુર(પરમાર) ((પાલવી ઠાકોર)   છે.મુળ પાલવી ક્ષત્રિયા. આબુ ચન્દ્રાવતી પરમાર ક્ષત્રિયોના કેટલાક પુરુષો માળવા, ઉજ્જૈન-ધારા નગરી, મધ્યપ્રદેશ તેમજ સિંધ પાકીસ્તાન તરફ ગયા. માળવા તરફથી કેટલાક પરત ગુજરાતમાં પોતાના રાજ્ય વસાવ્યા. પ્રહલાદન દેવ પરમાર અને જગદેવ પરમાર ના કેટલાક વંશજો ઉત્તર ગુજરાતમાં વશ્યા તો તે પ્રહલાદન દેવ પરમાર કે જગદેવ પરમાર તરીકે ઓળખાયા હોવાનુ મનાય છે. તેમજ જગદેવ પરમાર ના કેટલાક વંશજો ખેર પરમાર તરીકે ઓળખાયા. એમના રાજ્યના નામ ઉપરથી ખેરાલુ ( મહેસાણા જિલ્લો) પડ્યું જે ખેર પરમારો એ વસાવ્યું હોવાનું મનાય છે. સિંધ બાજુ ગયેલા સોઢાજીના વંશજો સૌરાષ્ટ્રના મુળી બાજુ વસ્યા હોવાથી મુળી પરમાર તરીકે ઓળખાયા.વતન બૃહદ ખેરાલુ તાલુકાનું આસ્પા ગામ છે. જે મહેસાણા જીલ્લામાં જીલ્લાની પૂર્વ દીશામાં મુખ્ય મથકેથી આશરે ૫૦ કીમી. દુર છે. 

    પ્રહલાદનદેવ પરમાર અને જગદેવ પરમારના કેટલાક વંશજો પરમાર અને બારડ પરમાર તરીકે ઓળખાય છે. ઉત્તર ગુજરાત ના મહેસાણા અને બનાસકાંઠા તેમજ સાબરકાંઠા જિલ્લાના આ ક્ષત્રિયા પરમારો રાજપૂત અને ઠાકોર, એમ બન્ને શાખા ઓ કે વંશોમા જોવા મળે છે. પ્રહલાદન દેવ પરમાર તેમજ જગદેવ પરમાર ની કેટલીક પેઢીએ હાલના ડિસા અને કાંકરેજ તાલુકાના આખોલ, નાણી, ખીમાણા માં પરમાર વંશના જાગીરદાર ઠાકોરોએ (દરબાર) તેમની ઠકરાતો ઉભી કરેલી. આ વંશના રભાભા પરમાર નાં વંશજો " રભાતર " પરમાર તરીકે ઓળખાયા. વર્તનમાં રભાતર પરમારોના  બનાસકાંઠા, પાટણ તેમજ મહેસાણા જીલ્લાના કેટલાક વિસ્તારોમાં આવીને વસેલા છે.મૂળ બધા ભાયાતો એક જ બાપની (રભાભા પરમાર)પ્રજા છે. રભાતર પ્રમારો દરબાર, રાજપૂત અને ઠાકોર તરીકે પોતાની ઓળખાણ ધરાવે છે. રભાતર પરમારોની દાન કરવાની અને બીજા માટે મદદરૂપ થવાની ભાવના હાલમાં પણ યથાવત છે.