સભ્ય:Chinmay Nimish Desai/Elavenil Valarivan

વિકિપીડિયામાંથી

ઇલાવેનીલ વલારીવાન (જન્મ ૨ ઓગસ્ટ ૧૯૯૯ ના રોજ કડલૂર, તમિલનાડુ) એક ભારતીય મહિલા ખેલાડી છે, જે

હાલમાં ૧૦-મીટર એર રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે. આ ઉપરાંત તેણીએ અનેક વિશ્વ ખિતાબ

જીતેલ છે, વલારીવાન ૨૦૨૧ ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

વ્યક્તિગત જીવન અને પશ્ચાદ ભૂમિકા[ફેરફાર કરો]

વલારીવાનનો જન્મ ૨ ઓગસ્ટ ૧૯૯૯ ના રોજ તમિલનાડુના કડલૂરમાં થયો હતો. ત્યારબાદ તેમના માતાપિતા ગુજરાતમાં સ્થાયી થયા અને ત્યાં જ તેણીનો ઉછેર થયો. તેણીનું કુટુંબ શૈક્ષણિકક્ષેત્રે સંકળાયેલ છે. તેની માતા વનસ્પતિશાસ્ત્રમાં અને પિતા રસાયણશાસ્ત્રમાં પીએચડી ડિગ્રી ધરાવે છે. બાળપણથી જ વલારીવાનને એથ્લેટિક્સમાં ખુબ જ રસ હતો અને તેમાં પણ દોડવાની સ્પર્ધામાં તે સૌથી વધુ રસ ધરાવતી હતી, પરંતુ તેના પિતાએ તેને નિશાનબાજીની રમત અજમાવાની સલાહ આપી. પિતાની આ સલાહએ તેનું જીવન બદલી નાખ્યું અને નિશાનબાજી રમત તેણીને સૌથી રસપ્રદ લાગવા લાગી.[૧] વાલારીવાનની પ્રતિભા ભૂતપૂર્વ ભારતીય નિશાનેબાજ ગગન નારંગએ જોઈ અને તેને માર્ગદર્શન આપવાનું શરુ કર્યું. ૧૫ વર્ષની વયે તેણીએ ગગન નારંગ સ્પોર્ટસ પ્રમોશન ફાઉન્ડેશનના સહયોગથી જિલ્લા કક્ષાની રમતગમત શાળામાં (ડીએલએસએસ) તાલિમ લેવાની શરૂઆત કરી. તેણે તેની પ્રારંભિક તાલીમ નેહા ચૌહાણ પાસેથી પણ મેળવી હતી.[૧] વાલારીવાનના માતા-પિતાએ તેણીના રમત પ્રત્યેના ઉત્કટને હંમેશા સહકાર આપ્યો હતો અને

ઇલાવેનિલ વાલારિવાન
વ્યક્તિગત માહિતી
Nationalityભારત
જન્મ2 ઑગસ્ટ 1999
કુડ્ડલોર, તામિલનાડુ
Sport
રમત10 મીટર ઍર રાઇફલ શૂટિંગ
Rank1

શિક્ષણ પ્રત્યે તેના પર ક્યારેય દબાણ નહતું કર્યું. તેણે શરૂઆતમાં મેન્યુઅલ શૂટિંગ રેન્જમાં પ્રેક્ટિસ કરવી પડતી હતી જે દરરોજ પોતાની મેળે જોડવી અને નીકાળવી પડતી હતી. ધીરે ધીરે, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્પોટ્સ ઓથોરીટી ઓફ ઈન્ડિયા (SAI) તરફથી મદદ મળવાનું શરૂ થયું.[૧]

વાલારીવાનનું માનવું એમ છે કે તેનો સ્વભાવ ચંચળ અને સ્વયંસ્ફુરિત છે. પરતું નિશાનેબાજી જેવી રમતમાં મનને શાંત અને ધ્યાનને કેન્દ્રિત કરવું પડે છે અને આ બે લક્ષણો સિદ્ધ કરવામાં તેણીએ ખુબ મેહનત કરી છે.[૨] નારંગ, જેણે 2017 સુધી તેને માર્ગદર્શન આપ્યું, તેની કુશળતાને સુધારવામાં નારંગની મહત્વની ભૂમિકા હતી. મહિલા નિશાનેબાજીમાં વિશ્વમાં પ્રથમ ક્રમે પહોંચવાની યાત્રા માટે વલારીવાને નારંગ અને તેના માતાપિતાને શ્રેય આપ્યો છે.[૧]

કારકિર્દી અને સિદ્ધિઓ[ફેરફાર કરો]

વલારીવાને અખિલ ભારતીય શાળા-કક્ષાની સ્પર્ધાઓથી જ લોકોને પ્રભાવિત કર્યા હતા અને ૨૦૧૭ માં તેણે ભારતીય નિશાનબાજી ટીમમાં પ્રવેશ મેળવ્યો.[૧] અને રાષ્ટ્રીય ટીમમાં પ્રવેશ મેળવવાથી તેની રમતમાં ઘણો સુધારો અને રમતને લગતી વધુ સુવિધાઓ પણ મળી. તેની પ્રથમ મોટી આંતરરાષ્ટ્રીય સફળતા ૨૦૧૮ માં આવી જ્યારે તેણે સિડનીમાં જુનિયર વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો. તે એવું માને છે કે આ જીત તેના માટે ખૂબ જ યાદગાર છે કારણ કે તે ફાઈનલના એક દિવસ પહેલા જ ત્યાં પહોંચી હતી અને લાંબી મુસાફરીના કારણે તેના પગ પણ સોજી ગયા હતા. પરંતુ તેણે માત્ર ચેમ્પિયનશિપ જ નથી જીતી પણ નિશાનેબાજીમાં એક નવો જુનિયર વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.[૧]

૨૦૧૯ માં બીજી એક મોટી ક્ષણ આવી જ્યારે તેણીએ રિયો ડી જાનેરોમાં આઇ.એસ.એસ.એફ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો. પાછળથી, તે જ વર્ષે ચીનના પુટિયનમાં આઇ.એસ.એસ.એફ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો અને તેણે પોતાની કેટેગરીમાં વિશ્વમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો.[૩] ૨૦૨૦ માં, તેણે શેખ રસેલ એર રાઇફલ ચેમ્પિયનશીપમાં, જે બાંગ્લાદેશ શૂટિંગ ફેડરેશન દ્વારા આયોજીત ઓનલાઈન ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો.[૪] એ જ વર્ષે, ભારતીય ઉદ્યોગ સંસ્થા એફ.આઈ.સી.સી.આઈ એ વલારીવાનને તેની સિધ્ધિઓ બદલ વર્ષના સર્વશ્રેષ્ઠ રમતવીર તરીકેનો એવોર્ડ એનાયત કર્યો.[૫]

૨૦૨૧ ના ​​ટોક્યો ઓલિમ્પિક્સમાં વલારીવાન ભારતમાટે મેડલની મજબુત દાવેદાર માનવામાં આવે છે.[૬]

ચંદ્રકો:[ફેરફાર કરો]

૨૦૧૮ જુનિયર વર્લ્ડ કપ, સિડનીમાં ગોલ્ડ.

વર્લ્ડ કપ ૨૦૧૯ માં ગોલ્ડ, રિયો ડી જાનેરો.

વર્લ્ડ ચેમ્પિયનશિપ ૨૦૧૯ માં ગોલ્ડ મેડલ, પુટિયન.

બાંગ્લાદેશ શૂટિંગ ફેડરેશન દ્વારા આયોજીત ઓનલાઇન ટૂર્નામેન્ટ 2020 શેઠ રસેલ એર રાઇફલ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ.

References:[ફેરફાર કરો]

https://www.bbc.com/gujarati/india-55940660

https://www.indiatoday.in/sports/other-sports/story/elavenil-valarivan-tokyo-olympics 2020-coronavirus-lockdown-shooting-news-1664643-2020-04-08

https://www.issf-sports.org/athletes/athlete.ashx?personissfid=SHINDW0208199901

https://www.firstpost.com/sports/wrestler-bajrang-punia-shooter-elavenil-valarivan-honoured-at-ficci-india-sports-awards-2020-9094771.html

https://www.femina.in/trending/achievers/elavenil-valarivan-awarded-ficci-sportsperson-of-the-year-180324.html

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ Makar, A. B.; McMartin, K. E.; Palese, M.; Tephly, T. R. (1975-06). "Formate assay in body fluids: application in methanol poisoning". Biochemical Medicine. 13 (2): 117–126. doi:10.1016/0006-2944(75)90147-7. ISSN 0006-2944. PMID 1. Check date values in: |date= (મદદ)
  2. 1.    https://www.indiatoday.in/sports/other-sports/story/elavenil-valarivan-tokyo-olympics 2020-coronavirus-lockdown-shooting-news-1664643-2020-04-08
  3. https://www.issf-sports.org/athletes/athlete.ashx?personissfid=SHINDW0208199901
  4. https://www.thehindu.com/sport/other-sports/elavenil-clinches-gold/article32887489.ece
  5. https://www.firstpost.com/sports/wrestler-bajrang-punia-shooter-elavenil-valarivan-honoured-at-ficci-india-sports-awards-2020-9094771.html
  6. https://www.femina.in/trending/achievers/elavenil-valarivan-awarded-ficci-sportsperson-of-the-year-180324.html