સભ્ય:Devendrakumar Amin

વિકિપીડિયામાંથી

મહામાનવ યુવા કેન્દ્ર સંસ્થાન

ઘણાં સમયથી સમાચારો માં, સોશ્યલ મીડિયા માં અને વ્યક્તિગત સંપર્ક દરમિયાન દલિત સમાજના લોકો સાથે થતાં અન્યાય અને દલિત સમાજ દ્વારા થતો તેનો વિરોધ, પ્રતિકાર ધ્યાનમાં આવ્યાં હતાં અને તેનો ઝીણવટથી અભ્યાસ કરતો હતો. આ દરમિયાન અન્યાય કર્તા અને અન્યાય સહન કરતાં સમાજ દ્વારા વૈમનસ્ય, નફરત ફેલાવનારી જે ભાષા નો પ્રયોગ કરવામાં આવતો હતો તે સમાજ ની એકતા માટે ખતરારૂપ જણાયો. મન ક્ષુબ્ધ થતું જતું હતું અને અસમંજસ હોઉં તેમ લાગતું. મસ્તિષ્કમાં ઘમાસાણ યુધ્ધ ચાલતું હતું, કેટલાક ગંભીર સવાલો ઉદ્દભવતા હતાં કે............. આવાં બનાવો કેમ બને છે ? આ બનાવોની પાછળ નું સત્ય, તથ્ય શું હશે ? શું એ સત્ય, તથ્ય ક્યારેય સમાજને એનાં અસલ સ્વરૂપમાં જણાવવામાં આવશે ખરાં ? અને જણાવવામાં આવશે તો એ સ્વીકારવામાં આવશે ? જાતિ ને કારણે ઉદભવતા ઊંચ નીચ નાં ભેદભાવ દૂર થશે ? દલિત સમાજ માટે વાપરવામાં આવતી અયોગ્ય ભાષા ક્યાંક વર્ગવિગ્રહ તરફ તો નહીં દોરી જાય ને દેશ, સમાજ ને ? જે પ્રમાણમાં દલિત સમાજ સાથે અન્યાય ના બનાવો બને છે તે ક્યારેય બંધ થશે ? અન્યાય નો વિરોધ કરતી વખતે જે ભાષા પ્રયોગ દલિત સમાજ દ્વારા કરવામાં આવે છે તે બંધ થશે ખરાં ? દલિત સમાજના કેટલાક લોકો દ્વારા વિરોધ ની ભાષા વપરાય છે તે દલિત સમાજના ભવિષ્ય ને નુકશાન તો નથી કરતી ને ? જે પ્રકારે અન્યાય નાં વિરોધ ની આડમાં બીજા સમાજ પ્રત્યે વૈમનસ્ય, નફરત ફેલાવવામાં આવે છે તે યોગ્ય છે ? આ વૈમનસ્ય, નફરત આવનારી દલિત પેઢી ને સમગ્ર સમાજ ની દુશ્મન તો નહીં બનાવે ને ? અન્યાય નાં વિરોધ ની આડમાં થતું રહેતું દેશની સંપત્તિ અને સંસ્કૃતિ ને કરવામાં આવતું નુકશાન યોગ્ય છે ખરાં ? જ્યારે દલિત સમાજનો જ મોટાભાગનો વર્ગ રોજ લાવીને રોજ ખાનારો હોય ત્યારે બંધ આપવા, રસ્તા રોકવા, વાહનવ્યવહાર ઠપ્પ કરી દેવાં જેવા રોજગારી નાં સાધનો ને અડચણ કરતાં પગલાં, કાર્યક્રમ યોગ્ય છે ખરાં ? અન્યાય નાં વિરોધ ની આડમાં થતો રહેલો સમાજ નો દુરુપયોગ બંધ થશે ખરાં ? કોઈ પણ બનાવ ની આડ લઈને સમગ્ર સમાજ ને નુકસાન થાય તેવાં કાર્યક્રમો યોગ્ય છે ખરાં ? શા માટે સમાજ ને નકારાત્મક પરિસ્થિતિમાં ધકેલવામાં આવી રહ્યો છે ? ભૂતકાળનાં અન્યાયો નાં જખ્મો ને ખોતરી ખોતરીને શા માટે સમાજને ડરાવવામાં આવી રહ્યો છે ? શું સમાજમાં નાં જાતિગત ભેદભાવ ને પ્રેમ, સૌહાર્દ અને ભાઈચારાની ભાવના થી દૂર ન કરી શકાય ? શું વિરોધ નો કોઈ સકારાત્મક માર્ગ હોઈ શકે ? સમાજ ડૉ. બાબા સાહેબ આંબેડકર ને અને એમનાં વિચારો ને એમનાં દ્વારા લખવામાં આવેલાં પુસ્તકો નો અભ્યાસ કરીને સમજે એ જરૂરી નથી ? કથિત સવર્ણ સમાજ અને કથિત દલિત સમાજ વચ્ચે અવિશ્વાસની ખાઈને પુરવા શું કરી શકાય ? અને એ કેટલો સમય લેશે ? આ બધાં જ સવાલો ને મસ્તિષ્કમાં રાખીને સમાજમાં સામાન્ય લોકોની સાથે સંવાદ કરવાની શરૂઆત કરી, લોકોને મળતાં અને સંવાદ કરતાં કેટલીક બાબતો ઉડીને આંખે વળગે એવી ધ્યાનમાં આવી કે જેટલી નકારાત્મક બાબતો સમાજના નામે ફેલાવવામાં આવે છે તેને સમાજ નાં મોટા ભાગના લોકો નું સમર્થન નથી, કેટલાક મુઠ્ઠીભર લોકો પોતાની રાજકીય મહાત્વાકાંક્ષા સંતોષવા સમાજનો દુરુપયોગ કરી રહ્યા છે જેમાં તેમનાં "હા જી હા" કરનારા 2 - 5 ટકા લોકો સિવાય સમાજના બહોળા વર્ગ નું તેમને સમર્થન નથી. તો કેટલાક લોકો ડૉ. બાબા સાહેબ આંબેડકરના વિચારનાં નામે પોતાનાં વિચારોનું મંડન કરવાની અને લોકોને ભ્રમિત કરવાની કોશિશ કરે છે એને પણ સમાજ નો શાંતિપ્રિય, વિચારક, અભ્યાસુ એવો મોટો વર્ગ નકારે છે સાથે સાથે સમાજનાં સામાન્ય લોકોની ચોકકસ એવી લાગણી છે કે પોતાના સમાજ ઉપર જાતિ ને લીધે કોઈપણ પ્રકારના અન્યાય ન થાય અને સંવિધાન દ્વારા આપવામાં આવેલો સમાનતા નો અધિકાર તેમને મળે અને સાથે સાથે એમને ચિંતા છે બાળકો નાં ઉજ્જવળ ભવિષ્ય ની, યુવા વર્ગ ને ચિંતા છે કારકિર્દી ની તો વડીલો એવું ઈચ્છે છે કે ભુતકાળ નું પુનરાવર્તન ન થાય, આ ચિંતા ને દૂર કરવા જે કોઈ પણ સકારાત્મક રસ્તો હોય તો આ સામાન્ય લોકો એની સાથે અડીખમ ઊભાં રહેવા તૈયાર છે જ અને સમાજમાં ફેલાવાતી દરેક નકારાત્મક બાબતો, વૈમનસ્ય, નફરત, ધિક્કાર ને તથા રાજકીય રોટલા શેકવા સમાજ નો દુરુપયોગ ને રોકવા કટીબદ્ધ અને તત્પર છે જ.

સમાજનાં બહોળા વર્ગની માન્યતા ને જોઈ ને એમનાં વિચારો અને એમની કલ્પના મુજબ નાં કાર્યને સાકારિત કરવું જોઈએ, જે પ્રેમ, હુંફ, એકતા, બંધુતા, સકારાત્મકતા, પૂર્વજો સાથે જોડાયેલાં રહેવાની તિવ્ર લાગણી જે સમાજનાં સામાન્ય લોકોમાં સુષુપ્ત અવસ્થામાં ધરબાયેલી પડી છે એને પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ સાથે સાથે કથિત સવર્ણ સમાજમાં આ સમાજ માટે જે ખોટી માન્યતાઓ અને પરંપરાઓ પ્રચલિત છે તેને દૂર કરવાનો ઉપાય કરવો જ રહ્યો.

આ "પ્રયત્ન કરવો જોઈએ" નાં મનોમંથન નાં પરિણામ સ્વરૂપ "શિક્ષણ..... સેવા..... રોજગાર..... નાં પાયા ઉપર રચાયું "મહામાનવ યુવા કેન્દ્ર સંસ્થાન". પ્રેમ, સૌહાર્દ, બંધુતા, એકતા, સકારાત્મકતા અને "સારૂં એટલું અમારૂં" નાં વિચારો થી સજ્જ સંસ્થાન એટલે જ "મહામાનવ યુવા કેન્દ્ર સંસ્થાન".