સભ્ય:Dsvyas/Paris OER

વિકિપીડિયામાંથી
૨૦૧૨ વિશ્વ મુક્ત શૈક્ષણિક સાધનો (OER) મહાસભા

યુનેસ્કો, પેરિસ, જૂન ૨૦-૨૨, ૨૦૧૨

૨૦૧૨ પેરિસ મુક્ત શૈક્ષણિક સાધનો ઘોષણા

પ્રાસ્તાવિક

વિશ્વ ઓઈઆર મહાસભા, ૨૦-૨૨ જૂન ૨૦૧૨ દરમ્યાન પેરિસમાં મળી હતી.

નીચેના સંલજ્ઞ આંતરરાષ્ટ્રીય વિધાનોને ધ્યાનમાં રાખીને:

માનવ અધિકાર (કલમ ૨૬.૧)ની વિશ્વવ્યાપી ઘોષણા, કે જેમાં કહેવામાં આવ્યું છે, "સહુને શિક્ષણનો અધિકાર છે";
અર્થશાસ્ત્રીય, સામાજીક અને સાંસ્કૃતિક હક્કો પરના આંતરરાષ્ટ્રીય કરાર (કલમ ૧૩.૧), કે જે "સહુને શિક્ષણનો અધિકાર"ને સ્વીકૃતિ આપે છે;
૧૯૯૭ની સાહિત્યિક અને કલાના કાર્યોને સંરક્ષિત કરતી બર્ન સમજૂતિ અને ૧૯૯૬ ડબલ્યુઆઈપીઓ પ્રકાશનાધિકાર સંધી;
સહસ્ત્રાબ્દિ ઘોષણા અને ૨૦૦૦ ડકાર કાર્યશિલતા માળખું, જેણે બાળકો, યુવાનો અને પુખ્તોને ગુણવત્તાસભર પ્રારંભિક શિક્ષણ પૂરું પાડવાની સર્વવ્યાપી બાંહેધરી આપી;
માહિતી સમાજ પરનું ૨૦૦૩ વિશ્વ શિખર સંમેલન, સિદ્ધાંતોની ઘોષણા, "લોક-કેન્દ્રીત, સમાવિષ્ટ અને વિકાસોન્મુખ માહિતી સમાજનું નિર્માણ કરવાની" પ્રતિજ્ઞા કરી "કે જ્યાં દરેક વ્યક્તિ માહિતી અને જ્ઞાનનું સર્જન કરી શકે, પ્રાપ્ત કરી શકે, ઉપયોગ કરી શકે અને તેને અન્યો સાથે વહેંચી શકે";
૨૦૦૩ની યુનેસ્કો ભલામણ કે જે સાઇબરસ્પેસની બહુભાષિતા અને વૈશ્વિક પહોંચની ચિંતા કરીને કરવામાં આવી છે;
સાંસ્કૃતિક અભિવ્યક્તિના વૈવિધ્યના રક્ષણ અને પ્રસાર પર મળેલું ૨૦૦૫ યુનેસ્કો સંમેલન, જેમાં કહેવામાં આવ્યું છે કે: "સમગ્ર વિશ્વમાંથી ઘનિષ્ઠ અને વવિધ્યસભર સાંસ્કૃતિક અભિવ્યક્તિઓની શૃંખલા પ્રત્યે સમાન પહોંચ તથા અભિવ્યક્તિ અને પ્રસારના સાધનો માટે સંસ્કૃતિઓની પહોંચ, સાંસ્કૃતિક વૈવિધ્યને સુદૃઢ બનાવવા તથા પારસ્પરિક સમજશક્તિને પ્રોત્સાહન આપવા માટેના અગત્યના ઘટકો છે"
અપંગતા ધરાવતી વ્યક્તિઓના હક્કો માટે મળેલું ૨૦૦૬ અધિવેશન (કલમ ૨૪), જે આવી અપંગતા ધરાવતી વ્યક્તિઓના શિક્ષણ માટેના હક્કનો સ્વીકાર કરે છે;
પ્રૌઢ શિક્ષણ પરની છ આંતરરાષ્ટ્રીય પરિષદો (CONFINTEA)ની ઘોષણાઓ પ્રૌઢ શિક્ષણ અને ભણતરની મૂળભૂત ભૂમિકા પર ભાર મૂકે છે.

એ વાત પર ભાર મૂકે છે કે, મુક્ત શૈક્ષણિક સાધનો (Open Educational Resources - OER) એવી પરિભાષા ૨૦૦૨માં ભરાયેલી મુક્ત પાઠ્યક્રમ પરની યુનેસ્કોની સભામાં ઘડવામાં આવી હતી અને નિર્દેષ કરે છે કે, "શિક્ષણ, ભણતર અને સંશોધન માટેની સામગ્રી ગમે તે માધ્યમમાં હોય, ડિજિટલ કે અન્ય, તે લોક અધિકારમાં રહે અથવા મુક્ત પરવાના હેઠળ પ્રસિદ્ધ થાય જેથી અન્યો દ્વારા તેની પ્રાપ્તિ, વપરાશ, અનુકૂલન અને પુન:વિતરણ વિનામૂલ્યે અને તે પણ કોઈ નિયંત્રણ વગર કે ઓછામાં ઓછા નિયંત્રણ હેઠળ થઈ શકે. મુક્ત પરવાના નીતિને સુસંગત આંતરરાષ્ટ્રીય પ્રસ્થાપિત પ્રણાલિકાઓ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવ્યા હોય તેવા બૌદ્ધિક પ્રતિભાના હક્કોના વિદ્યમાન માળખા અંતર્ગત ઘડવામાં આવે અને તે લેખનોના મૂળ ઉત્પાદકના કર્તુત્વનો આદર કરે";

પાછી ખેંચે છે એવી મુક્ત શૈક્ષણિક સાધનો પરની વિદ્યમાન ઘોષણાઓ અને માર્ગરેખાઓને, જેવીકે, ૨૦૦૭ કેપ ટાઉન મુક્ત શિક્ષણ ઘોષણા, મુક્ત શૈક્ષણિક સાધનો પરની ૨૦૦૯ ડકાર ઘોષણા અને ૨૦૧૧ ભણતરના કોમનવેલ્થ અને ઉચ્ચ શિક્ષણક્ષેત્રમાં મુક્ત શૈક્ષણિક સાધનો પરની યુનેસ્કો માર્ગરેખા;

તે વાતની નોંધ લેતા કે, મુક્ત શૈક્ષણિક સાધનો (OER) ઉપર ટાંકેલા વિધાનોના ઉદ્દેશોને પ્રોત્સાહન આપે;


એમ ભલામણ કરે છે કે, દેશો તેમની સત્તા અને ક્ષમતા અનુસાર:

a. OER વિષે જાગૃતિ કેળવવાની વાતને અને તેના ઉપયોગને ઉત્તેજન આપે.

આજીવન સિક્ષણના પરિપ્રેક્ષ્યમાં દરેક સ્તરે, ઔપચારિક અને અનૌપચારિક, શિક્ષણની પ્રાપ્યતાનો વ્યાપ વધારવા માટે OERનો ઉપયોગ કરે અને તેને આગળ લાવે. આમ સામાજીક સમાવેશ, જાતિ સમન્યાય અને વિશેષ જરૂરિયાતો વાળા શિક્ષણના ક્ષેત્રે પ્રદાન કરે. OERના વધુને વધુ ઉપયોગ દ્વારા શિક્ષણ અને ભણતરની નિષ્પત્તિની ગુણવત્તા અને મુલ્ય-સાધકતા વધારે.

b. માહિતી અને સંચાર તકનિકી (ICT)ના ઉપયોગ માટેનું વાતાવરણ વિકસાવવામાં મદદ કરે.

કિફાયત બ્રોડબેન્ડ જોડાણ, વ્યાપક મોબાઈલ તકનિકી અને વિશ્વાસનિય વિજ સુવિધાઓ જેવા પર્યાપ્ત ભૌતિક માળખાનો વિકાસ કરીને ડિજીટલ વિકાસનો ખાડો પૂરે. મીડિયા અને માહિતી સાક્ષરતા વધારે અને મુક્ત માનક ડિજીટલ ફોર્મેટોમાં OERની વૃદ્ધિ અને ઉપયોગને પ્રોત્સાહન આપે.

c. OERને લગતી કુશળતાવાળી યોજનાઓ અને નીતિઓની અભિવૃદ્ધિને બળવત્તર કરે.

શિક્ષણને આગળ ધપાવવા માટેની બહોળી યોજનાઓ અંતર્ગત OERના ઉપ્તાદન અને ઉપયોગ માટેની નિયત નીતિના વિકાસને બઢાવો આપે.

d. મુક્ત પરવાના માળખા વિષેની સમજણને અને તેના ઉપયોગને આગળ વધારે.

મુક્ત પરવાનાઓ દ્વારા સમગ્ર વિશ્વમાં શૈક્ષણિક સામગ્રીના પુન:વપરાશ, પુનરાવર્તન, સંમિશ્રણ અને પુન:વિતરણમાં મદદરૂપ થાય. જેમાં, વિવિધ માળખાઓનો સમાવેશ થાય છે જે નાનાવિધ ઉપયોગોની છૂટ આપે છે અને છતાં કોઈપણ પ્રકાશનાધિકારધારકના હક્કોને પણ માન આપે છે.

e. ગુણવત્તાસભર શૈક્ષણિક સામગ્રીના ટકાઉ વિકાસ માટેની ક્ષમતા વધારવાના કાર્યોને સહાય કરે.

સ્થાનિક જરૂરિયાતો અને શિખનારાઓના સંપૂર્ણ વૈવિધ્યને ધ્યાનમાં રાખીને ઉચ્ચ ગુણવત્તાવાળી શૈક્ષણિક સામગ્રી તૈયાર કરે અને તેની વહેંચણી કરવા માટે શૈક્ષણિક સંસ્થાનોને સહાય કરે, શિક્ષકો અને અન્ય વ્યક્તિઓને તાલિમ આપે તથા ઉત્તેજે. OERની ગુણવત્તાનું ધ્યાન રાખવા અને તેનું સુનિશ્ચિત પરિક્ષણ થાય તેવા કાર્યોને વેગ આપે. OERની મદદથી થયેલા અભ્યાસની ફલશ્રુતિનું મુલ્યાંકન કરવા માટેનું માળખું વિકસાવવા માટે પ્રોત્સાહ આપે.

f. OER માટેના વ્યુહાત્મક મૈત્રી-જોડાણોને ઉત્તેજન આપે.

વિકસતી તકનિકીનો લાભ લઈને મુક્ત પરવાનાઓ હેઠળ મૂકવામાં આવેલી સામગ્રીનું આદાન-પ્રદાન કરવાની તકો વિવિધ માધ્યમોમાં ઊભી કરે. અને શિક્ષણ, ઉદ્યોગ, પુસ્તકાલય, માધ્યમ અને ટેલિકોમ્યુનિકેશન ઉદ્યોગોમાં અને તેમની વચ્ચે પરસ્પર નવી ભાગીદારી દ્વારા તેનું સાતત્ય જળવાઈ રહે તે બાબતની ખાતરી કરે.

g. વિવિધ ભાષાઓમાં અને સાંસ્કૃતિક અભિગમોમાં OERના વિકાસ અને અનુકુલનને પ્રોત્સાહન આપે.

સ્થાનિક ભાષાઓમાં અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં OERના ઉત્પાદન અને ઉપયોગની તરફેણ કરે જેથી તેની સુસંગતતા અને પ્રાપ્યતાની ખાતરી આપી શકે. આંતરસરકારી સંસ્થાઓએ તદ્દેશીય જ્ઞાન અને હક્કોનું માન જાળવતા રહીને વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓ વચ્ચે OERની વહેંચણીને પ્રોત્સાહન આપવું જોઈએ.

h. OER પરનાં સંશોધનને પ્રોત્સાહન આપે.

OERના વિકાસ, મુલ્યાંકન, ઉપયોગ અને નવાં-નવાં ક્ષેત્રોમાં તેની ઉપયોગિતાને પ્રોત્સાહન આપે અને તેને લગતી તકો અને પડકારોનું પણ મુલ્યાંકન કરે. OERના ક્ષેત્રમાં જાહેર રોકાણ માટેનો પાયો તૈયાર કરવા માટે થઈને શિક્ષણ અને ભણતરની ગુણવત્તા અને અસરકારકતા પર તેની અસરોનું ધ્યાન રાખે.

i. OER શોધવા, પુન:પ્રાપ્ત કરવા અને વહેંચવા જેવી ક્રિયાઓ માટે સુવિધા કરી આપે.

ચોક્કસ જરૂરિયાત માટેના OER શોધવા અને તેના ઉપયોગમાં સહેલાઈ લાવી શકાય તેવા સાધનોનો વિકાસ કરવાની પ્રક્રિયાને વેગ આપે. વૈવિધ્યસભર માધ્યમોમાં OERના ઉપયોગને સમાવિષ્ટ કરવા અને તેની આંતરિક તરલતા જળવાઈ રહે તે માટે યોગ્ય મુક્ત ધારાધોરણો અપનાવે.

j. જાહેર નાણાંના ઉપયોગ દ્વારા તૈયાર કરેલી શૈક્ષણિક સામગ્રીને મુક્ત પરવાના હેઠળ મૂકવાની નીતિને ઉત્તેજન આપે.

સરકાર/સક્ષમ સત્તાધિશો એ વાતનું ધ્યાન રાખે કે જાહેર નાણાંનો ઉપયોગ કરીને વિકસાવેલા શૈક્ષણિક સાહિત્ય/સામગ્રી મુક્ત પરવાના (તેમને ઉચિત લાગે તેવા બંધનો સહિત) હેઠળ ઉપલબ્ધ થાય જેથી તેમના નાગરિકો માટે નક્કર લાભ ઉભા કરી શકે. આ બાબતનું ધ્યાન રાખવાથી જાહેર ક્ષેત્રમાં રોકાણનિ મહત્તમ અસરકારકતા મળી રહેશે.

૨૦૧૨-૦૬-૨૨

Translation: Dhaval Sudhanva Vyas