સભ્ય:Gazal world/ગુલાબસિંહ

વિકિપીડિયામાંથી
ગુલાબસિંહ
પહેલી આવૃત્તિ (૧૮૯૭)નું મુખપૃષ્ઠ
લેખકમણિલાલ દ્વિવેદી
મૂળ શીર્ષકગુલાબસિંહ
દેશભારત
ભાષાગુજરાતી
પ્રકારરહસ્યવાદી નવલકથા
પ્રકાશન તારીખ
૧૮૯૭
દશાંશ વર્ગીકરણ
૮૯૧.૪૭૩

ગુલાબસિંહ એ ગુજરાતી લેખક મણિલાલ દ્વિવેદી દ્વારા લખવામાં આવેલ નવલકથા છે. આ નવલકથા લૉર્ડ લિટનની અંગ્રેજી નવલકથા 'ઝેનોની'ના આધારે રચવામાં આવેલ છે.

પ્રકાશનનો ઈતિહાસ[ફેરફાર કરો]

મણિલાલે ઓગસ્ટ ૧૮૮૫થી પોતાના સામયિક પ્રિયંવદામાં ગુલાબસિંહ નવલકથા હપ્તાવાર છાપવાની શરૂઆત કરી હતી, જે જૂન ૧૮૯૫ના સુદર્શનના અંકમાં પૂરી થઈ હતી. આ નવલકથા ૧૮૯૭ના જૂન મહિનામાં પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ હતી.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ઠાકર, ધીરુભાઈ (1956). મણિલાલ નભુભાઇ: સાહિત્ય સાધના. અમદાવાદ: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૨૧૫–૨૧૬. OCLC 80129512.

External links[ફેરફાર કરો]