સભ્ય:Gazal world/જુથ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
જૂથમાં વ્યક્તિઓ એકબીજા સાથે સામાજિક સંબંધોથી જોડાયેલાં હોય છે.

જૂથ (અંગ્રેજી: Group) એટલે સરખી માન્યતાઓ અને સરખા આદર્શો ધરાવતી તેમજ સરખા ધ્યેયો મેળવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભેગી થયેલી અને એકબીજા સાથે સભાનતાથી આંતરક્રિયાઓ કરતી વ્યક્તિઓનો સમૂહ.[૧]

ઓલપૉર્ટ, શેરીફ, લ્યુઈન, ઍશ, કોચ વગેરે મનોવૈજ્ઞાનિકોએ જૂથના વિવિધ પાસાં વિશે સંશોધનો કર્યાં છે.[૧]

લક્ષણો[ફેરફાર કરો]

જૂથના સભ્યો સામાજિક ક્રિયાઓ દ્વારા એકબીજાને અસર કરે છે. જૂથની વ્યક્તિઓને એવુ લાગતું હોય છે કે આ જૂથ અમારું છે, અમે આ જૂથનાં છીએ અને એકબીજા ઉપર આધાર રાખીએ છીએ. આથી તેઓની વચ્ચે 'અમેપણા'ની ભાવના વિકસે છે અને તેઓ એકબીજા સાથે તાદાત્મ્યભાવ ધરાવે છે.

જૂથનું માળખું

જૂથનું માળખું તેના સભ્યો વચ્ચે રહેલા દરજ્જા અને ભૂમિકાના તફાવતને આધારે રચાય છે. કેટલાક જૂથનું માળખું જડ હોઈ સહેલાઇથી બદલાતું નથી. જેમ કે, સરકારી કચેરી. બીજા કેટલાક જૂથોના માળખામાં પરિવર્તન થઈ શકે છે. જેમ કે, સંશોધકોની ટુકડી. કેટલાક જૂથોનું માળખું ઊંચુ હોય છે. જેમ કે, લશ્કર. તેમાં હોદ્દાઓની ચડતા-ઉતરતા ક્રમમાં લાંબી નીસરણી જોવા મળે છે. અન્ય જૂથોમાં હોદ્દાના પગથિયા બે કે ત્રણ જ હોય છે.

જૂથમાં પરિવર્તન
જ્યારે જૂથના સભ્યો બદલાય, તેમની વચ્ચે સંઘર્ષની સ્તિતી ઉદભવે અથવા જૂથ ઉપર બાહ્ય દબાણો આવે ત્યારે જૂથમાં પરિવર્તન થતું રહે છે.

પ્રકારો[ફેરફાર કરો]

અસરકારક જૂથ

જે જૂથ પોતાના ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત કરે, અસરકારક પ્રવૃત્તિઓ કરે, જૂથના સભ્યોને સંતોષ આપે કે તેમની સર્જનાત્મક શક્તિઓનો વિકાસ કરે તેને અસરકારક જૂથ કહેવામાં આવે છે. ડગ્લાસ મૅકગ્રેગરના મતે આવા જૂથોમાં નિરાંતભર્યું વાતાવરણ હોય છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ઠાકર, ધીરુભાઈ, સંપા. (૧૯૯૬). "જૂથ". ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૭ (ચ – જ) (પ્રથમ આવૃત્તિ.). ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. pp. ૭૩૫–૭૩૭. OCLC 248967600. Unknown parameter |publication-location= ignored (મદદ); Check date values in: |date= (મદદ)