સભ્ય:Harshil 125

વિકિપીડિયામાંથી

વેબગુર્જરી[ફેરફાર કરો]

          વેબગુર્જરી ટૂંકમાં વે.ગુ. એ ગુજરાતી ભાષામાં વંચાતી સૌથી લોકપ્રિય વેબસાઇટમાંની એક છે. આ વેબસાઇટ શરૂ કરવાનો એક માત્ર હેતુ ગુજરાતી ભાષાનો સંવર્ધન જ હતો. વે.ગુ ની ટેગ લાઇનમાં જ લખ્યું છે કે ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ.
          આ વેબસાઇટની શરૂઆત લગભગ આજથી બે વર્ષ પહેલા જાન્યુઆરી 26 - 2013 ના રોજ થઇ હતી. એ પછી આ સફળતાના તમામ શીખરો સર કરતી ગઇ અને એમ કહીએ કે ગુજરાતી ભાષાની સર્વોત્તમ વેબસાઇટ છે તો તેમા કોઇ અતિશ્યોક્તિ ન કહેવાય.

== હેતુઓ :- ==

૧) નેટ પર ગુજરાતીમાં લખનારાં–વાંચનારાં સૌ કોઈને વ્યાપક રીતે જોડવાં અને પરસ્પરના સહયોગ માટે થઈને સૌને વધુ ઉપયોગી થઈ શકાય તે પ્રકારે મદદરૂપ અને માર્ગદર્શકરૂપ બનવું.

૨) વેબગુર્જરીને અનુકૂળ વ્યક્તિઓની હકારાત્મક શક્તિઓને યોજનાનાં કાર્યોમાં સાંકળવી.

૩) ઓનલાઈન ગુજરાતીને વિકસાવવા અને સંવર્ધિત કરવા જરૂરી પગલાં અંગેની વિચારણા કરવી તથા તેને અમલમાં મૂકવા માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવી.

૪) ગુજરાતી લેખકો–વાચકોની વેબવિશ્વ અંગેની અપેક્ષાઓ જાણવી અને તે મુજબ સમયસમય પર જરૂરી પગલાંઓ અંગેની વિચારણા કરવી.

૫) વૈશ્વિક સ્તરે રહેલાં ગુજરાતીઓમાં ગુજરાતીતાની અગત્ય સમજાય અને જળવાય તે માટે નેટના માધ્યમે શક્ય તેવા પ્રયત્નો કરવા.

૬) લેખકોને લેખનકાર્યની ગુણવત્તા માટે સહયોગ આપવો અને વાચકોને ઉત્તમ ગુજરાતી લખાણો તરફ અભિમુખ કરવાં. જોકે અહીં ગુજરાતી વેબજગતને ફક્ત સાહિત્ય સુધી સીમિત ન કરતાં અન્ય ક્ષેત્રોમાં પણ ઓનલાઈન ગુજરાતીના ઉપયોગને પ્રાધાન્ય મળે તેવા પ્રયત્ન કરવા.

૭) લેખનકાર્યમાં સુગમતા વધે તે માટેની જરૂરી ટૅકનિકલ સુવિધાઓ વિકસાવવા–પ્રસારવામાં મદદરૂપ થવું. જે કોઈ અસંગઠિત પ્રયાસો થતા હોય તેને ઓળખી તેમને એક મંચ આપી વૈશ્વિક ગુજરાતી સમાજ સુધી પહોંચાડવા. નેટ પર કાર્યરત સૌ કોઈને સાંકળીને વેગુનાં કાર્યોને હાથ ધરવાં અને તે સૌની વિશિષ્ટ સેવાઓને પ્રકાશમાં લાવીને પ્રચારવી – પ્રસારવી – બિરદાવવી.

૮) ગુજરાતી ભાષાના પ્રસારમાં નડતરરૂપ બાબતોને ચકાસવી અને તેના ઉપાયરૂપ કાર્યોને હાથ પર લેવાં.

૯) ગુજરાતી પ્રકાશનોને વધુમાં વધુ ડીજીટલાઈઝ કરી શકાય / ઓનલાઈન અથવા અન્ય ડીજીટલ માધ્યમો દ્વારા પ્રસારિત કરી શકાય તે માટે પ્રયત્નો કરવા.

૧૦) નક્કી થયેલા હેતુ મુજબ કાર્યક્ષેત્રો નક્કી કરવાં, તે કાર્યક્ષેત્રો મુજબ નિષ્ણાતોનાં જૂથ ગોઠવવાં અને સંકલન સમિતિના સભ્યોની સીધી દેખરેખ નીચે કાર્યો હાથ ધરવાં.