સભ્ય:Jitendra Nakum

વિકિપીડિયામાંથી

જિતેંદ્ર નકુમ નામ- જિતેંદ્ર વરસીંગભાઇ નકુમ જન્મ સ્થળ - ગામ, વડવિયાળા, તા- ઊના, જિલ્લો - જુનાગઢ , જન્મ - ૧૯૭૫ ની સાલમાં વડવિયાળા ગામના કારડિયા રાજપૂત પરિવાર માં મારો જન્મ થયો. માતા- મોતીબા વરસીંગભાઇ નકુમ પિતા- વરસીંગભાઇ હમીરભાઇ નકુમ દાદા- હમીરભાઇ ભીમભાઇ નકુમ દાદી - લક્ષ્મીબેન હમીરભાઇ નકુમ પ્રાથમિક શિક્ષણ - વડવિયાળા પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૭ સુધી અભ્યાસ કરીને ૧૯૮૮ થી પરમ પુજ્ય પાંડુરંગશાસ્ત્રી આઠવલે દ્વારા સંચાલિત ઋષિ કૃષિ વિદ્યાલય - તત્ત્વ જ્યોતિ ( રાજુલા- જિ, અમરેલી) માં અભ્યાસ. ત્રણ વરસ ના અભ્યાસ દરમિયાન સ્વાવલંબન , શિક્ષણ, સંસ્કાર અને સંસ્કૃતિના વારસાનું ગુરુજનો દ્વારા વૈદિક પધ્ધતિથી જ્ઞાન પ્રાપ્ત થયુ. શ્રીમદ ભગવત ગીતા, રુદ્રાષ્ટાધ્યાયી, રઘુવંશ, નીતિશતક, હિતોપદેશ, વિદુરનીતિ, જેવા સંસ્કૃત સાહિત્ય ના ગ્રંથો અને અંગ્રેજી સાહિત્ય નો ઉંડો અભ્યાસ કર્યો. ૧૯૯૧ થી ૧૯૯૩ ત્રણ વરસ અમદવાદ સ્થિત જીવન પ્રજ્ઞા વિદ્યાલય - ભાવનિર્ઝર, સેટેલાઇટ પાસે . અભ્યાસ કર્યો. જેમાં પણ હિંદી. સંસ્કૃત, અંગ્રેજી ભાષા, સાહિત્ય, કાવ્ય પ્રકાશ, વગેરે વિષયોનો વિદ્યાભ્યાસ કર્યો. શ્રીમદભગવત ગીતા ના વિવિધ વિષયો પર વકતૃત્વ આપી ને ઘણા જ સરસ અને સારા એવા વાતવરણ માં જીવનના પાઠો શીખવા મળ્યા. આજના ભૌતિક સમયમાં પ્રાચીન ઋષિ પ્રણિત ચાલતા તપોવન પધ્ધતિનો વિદ્યાભ્યાસ પ્રાપ્ત થયો. એ બધુ શક્ય બન્યું છે માત્ર ને માત્ર પરમ પુજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે ( પુજ્ય દાદાજી ) ના વિચારો થકી. ૧૯૯૪ એક વરસ માટે મુંબઇ સ્થિત તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ (થાણા ) માં અભ્યાસ કર્યો . ત્યાં ભારતીય તેમજ પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન નો અભ્યાસ કર્યો. દર્શન શાસ્ત્ર અને વિવિધ ગહન વિષયોનો ઊંડાણ પૂર્વક નો અભ્યાસ કર્યો. અને પુજ્ય દાદાજીના વરદ હસ્તે ( વિનીત ) ની ઉપાધી પ્રાપ્ત કરી. અભ્યાસ પૂર્ણ કરીને બેંગ્લોરની ફાર્માસ્યુટીકલ કંપની જગત ફાર્મા માં નોકરી કરી. ત્યારબાદ ૧૯૯૯ થી શિક્ષણ ક્ષેત્રે પદાર્પણ કર્યા. ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છાત્રાલય અને શાળા શરૂ કરી. આગળ વધતા પોતાની શૈક્ષણિક સંસ્થા ની સ્થાપના કરી. મહર્ષિ અત્રિ તપોવન નામની સંસ્થાની સ્થાપના કરી. સંસ્થામાંથી છુટીને અમદાવાદ માં શિક્ષણ સંસ્થા શરૂ કરી. ભગવતી ઇંસ્ટીટ્યુટ. ત્યારબાદ સૌરાષ્ટ્ર માં મારા વતનમાં પત્થર ની ખાણ નો ઉદ્યોગ જાતે શરૂ કર્યો. અને હાલ મોતી એક્ષપોર્ટ નામની કંપની ના માલિક તરીકે અમદાવાદ માં સ્થાઇ છું . પોતે- જિતેંદ્ર નકુમ પત્ની - લતા જિતેંદ્ર નકુમ પુત્ર - ધ્રુવ જિતેંદ્ર નકુમ પુત્ર - ધૌમ્ય જિતેંદ્ર નકુમ ૪૪- તક્ષશિલા હેબીટેટ, સરદાર પટેલ રીંગ રોડ, વસ્ત્રાલ , અમદાવાદ. ૩૮૨૪૧૫ .