સભ્ય:Koli kishan makwana

વિકિપીડિયામાંથી

. જસદણનો ઈતિહાસ જસદણનું પ્રાચીનતમ નામ શક-ક્ષત્રપવંશના રાજવી ‘ચષ્ટન’ ઉપરથી પડેલું છે.આશરે ઈ.સ. ની પહેલી સદીમાં જસદણની સ્થાપના શક-ક્ષત્રપવંશી રાજવી ચષ્ટને કરેલી હતી. આ વંશે આશરે કુલ ૩૦૦ વર્ષ (ઈ.સ. ની ૧લી સદીથી ૪થી સદી સુધી) શાસન કર્યું હતું. ત્યારબાદ જસદણ ગુપ્તવંશના શાસનનો એક પ્રાંત બન્યો હતો. (ઈ.સ.૪થી સદી થી ૭મી સદી સુધી.) ત્યારબાદ રાજપૂત યુગ દરમિયાન જસદણ વિશે કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી. પરંતુ વચ્ચેના સમયમાં ૧૦મી થી ૧૨મી સદી દરમિયાન જસદણ પાસે કુંદણી એ ઝાલા (મકવાણા)વંશના કોળી રાજપુતોની રાજધાનીનું નગર બન્યું હતું અને જસદણ ત્યારે તેના અંકુશ નીચે હતું. ૧૩ મી સદી દરમિયાન મુસ્લીમ આક્રમણો વધતા કુંદણીનું પતન થયેલું. તેમજ જસદણનું મહત્વ પણ નામશેષ થયેલ આમ જસદણ ૧૬મી સદી ગુજરાતના સુલતાનોનાં વર્ચસ્વ નીચે એક પ્રાંત તરીકે રહ્યું હતું.

ફરીવાર મુઘલ સતા નબળી પડતા, ૧૬મી સદીમાં ખેરડીનાં ખુમાણો એ જસદણ જીત્યું. તેમની પાસેથી જુનાગઢનાં ફોજદાર અમીન ખાન ઘોરીએ જસદણ જીતી લઈને ઈ.સ. ૧૫૮૦ થી ૧૫૮૯ એમ ૧૦ વર્ષ સુધી ગાદી સ્થાપી હતી. અમીન ખાન ઘોરી પાસેથી ખુમાણો એ અને તેમની પાસેથી ઈ.સ. ૧૬૬૫માં ખાચર વંશના શાસકો એ જસદણ જીતી લઈને ઈ.સ. ૧૬૬૫માં વિકાખાચરે જસદણ જીતી લઈને ઈ.સ. ૧૬૬૫માં વિકાખાચરે જસદણમાં ગાદી સ્થાપી હતી.

તેમના પછી જસદણ ઉપર ક્રમશઃ વાજ સુરખાચર- ૧લા, ચેલા ખાચર, આલાખાચર-૧લા, ઓઢા ખાચર, વાજસુર ખાચર-બીજા અને છેલ્લે આલાખાચર- બીજા એમ ૬ રાજવીઓએ જસદણમાં સુશાસન સ્થાપેલ.

વાજસુરરખાચર-પહેલા : સહજાનંદ સ્વામીના સમકાલીન હતા. તેમનો ન્યાય ખુબ જ કડક ગણાતો, ભલભલા ચોર-ડાકુઓ તેમના નામથી ધ્રુજતા. તેઓ ગોઠણની ઢાંકણીઓ ભાંગી નાખવાની નાના માં નાની સઝા કરતા. જેથી ચોર અને લુટારાઓ આ રાજ્ય માં ફરકતા પણ નહિ.

ચેલાખાચર : ચેલાખાચર પણ ન્યાયપ્રિય રાજવી હતા. તેમના નામના તીર ચાલતા. આ તીર લઈને વેપારીઓ છેક ધંધુકા સુધી કે ભાવનગર સુધી જાય તો પણ કોઈ તેમને અડકતું નહિ. તેઓ કોઈપણ ગુન્હેગારને સુળીયે ચડાવી દેતા. જસદણની સૂળી સારાએ કાઠીયાવાડમાં પ્રસિદ્ધ હતી.

આલાખાચર-પહેલાં : તેઓ ઉદાર અને ધર્મ સહિષ્ણુ તેમજ પ્રજાપાલક રાજવી હતા. બાખલવડનું આલણસાગર તળાવ ઈ.સ્.-૧૯૦૧માં બાંધીને દુષ્કાળમાં ખેડૂતોને સિંચાઇ અને પીવાના પાણી માટે સવલત કરી આપેલ હતી. તેમણે વિંછીયા ફરતે કિલ્લો બંધાવ્યો હતો. જસદણ ટાવર બંધાયેલ અને સૌ પ્રથમ દવાખાનું શરૂ કરાવેલ. તેમની ન્યાય પ્રીયતાને જહાંગીર ન્યાયપ્રિયતા સાથે સરખાવી શકાય.

ઓઢાખાચર : તેમનો રાજ્યકાળ અલ્પજીવી નીવડ્યો હતો. તેમણે જસદણ થી બોટાદ રેલ્વેનું કામ કરાવેલુ હતું. ઈ.સ્.-૧૯૧૨મા દુષ્કાળ પડેલ જે ઢેફાકાળ તરીકે ઓળખાયો હતો. આ વખતે તેમણે ૩૬ હજાર મણ અનાજ ખેડૂતોને દાનમાં વહેંચ્યું હતું.

વાજસુરરખાચર-બીજા : તેમનો રાજ્યકાળ પણ અલ્પજીવી નીવડ્યો હતો. તેમણે રાજકોટની રાજકુમાર કોલેજમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે જસદણ-બોટાદ રેલ્વે શરૂ કરી હતી. તેમણે જસદણમાં સૌપ્રથમ શાળા શરૂ કરી હતી. તેમણે હાલનો ‘ આનંદવિલાસ ‘ નામનો મહેલ બંધાવ્યો હતો અને હોસ્પિટલ માટે “ ઓઢાખાચાર હોસ્પિટલ “ નામનું બિલ્ડીંગ બંધાવ્યું હતું.

આલાખાચર: તમેના પિતાશ્રીનું અવસાન થયું ત્યારે તેઓ સગીરવયના હોવાથી તેમના માતુશ્રી કમરી બા એ જસદણની રાજગાદી સંભાળી હતી, જસદણને આધુનિક બનાવવામાં તેમનું મોટું યોગદાન છે. તેમણે જસદણમાં દારૂ ઉપર પ્રતિબંધ મુક્યો હતો.તેમજ વેઠપ્રથા બંધ કરી હતી. વજસુરેશ્વર મંદિર બંધાવ્યું હતું. કમરી બાઈ બ્રીઝ ભાદર નદી ઉપર બંધાવ્યો હતો. ખેડૂતો વ્યાજખોરો લેણીયાતોના પંજામાંથી છૂટે તે માટે ખેડૂત સંરક્ષણનો કડક કાયદો કર્યો હતો.

ઈ.સ. ૧૯૨૪માં આલાખાચરે જસદણની ગાદી સંભાળીને ૨૩ વર્ષ સુધી રાજ કર્યું હતું. જસદણમાં છેલ્લે રાજવી તરીકેનું માન તેમને ફાળે જાય છે. ભારત સ્વતંત્ર થતાં. અન્ય દેશી રાજ્યોની સાથે જસદણ પણ ભારતમાં જોડાઈને અખંડ ભારતનું અવિભાજ્ય અંગ બની ગયું

કોલિ કિશન મકવાણા [કુંદણી (જસદણ)]