સભ્ય:Mayurshashtri

વિકિપીડિયામાંથી

શુક્ર ગ્રહ, સૌંદર્ય, કળા અને સ્ત્રીતત્વનો કારક ગ્રહ છે. તેનું મહત્વ ગુરુ ગ્રહ સમાન, બલકે જરા પણ ઓછું ન કહી શકાય તેવું છે. શુક્ર શબ્દમાં જ તેજસ અને ઓજસ સમાયેલા છે. શુક્ર ગ્રહ દૈત્યોના ગુરુ છે, તે વાત સર્વવિદિત છે. સંગીત, ભાર્યાસુખ, કામાવેગ, નૃત્ય અને સંગીત જેવા વિવિધ વિષયો જે મનુષ્યનું મન મોહી લે છે અને આકર્ષણ પ્રધાન છે, તે સર્વ શુક્રના ગુણો જાણવા, આવું પ્રાતઃ સ્મરણીય આચાર્યો કહી ગયા છે. કુંડળીમાં બળવાન અને પાપ દ્રષ્ટિ વગર રહેલ શુક્ર મનુષ્યને સાંસારિક સુખ અને ઉત્તમ જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે.

તમારી જન્મપત્રિકામાં શુક્ર ગ્રહનું સ્થાન જુઓ તે કયા ભાવે છે તે નોંધી, અહીં આપેલ ફળકથન જાણશો.

સુજ્ઞ વાચકોએ ધ્યાનમાં રાખવું કે અહીં ફળકથન શુક્ર ગ્રહની રાશિ મુજબ નહીં પરંતુ ભાવગત છે, માટે કુંડળીમાં શુક્રનું સ્થાન અર્થાત ભાવ જોવો અને ફળકથન વાંચવું, રાશિ નહીં. બારેય ભાવે રહેલો શુક્ર ક્યાં કેવું ફળ આપે તે આપણે આજે જાણવા પ્રયત્ન કરીશું.

લગ્ન ભાવે અર્થાત પ્રથમ ભાવે રહેલો શુક્ર સુંદર શરીર, પાંણીદાર નયનો, દીર્ઘાયુ અને સુખી જીવન આપે છે. આ શુક્ર વૈવાહિક સુખ ઉત્તમ છે, તેનો નિર્દેશ કરે છે. આવા જાતકોનું જીવનલક્ષ્ય આરામદાયક અને વિવિધ સુખસગવડોવાળું મકાન હોય છે.

દ્વિતીયભાવે રહેલો શુક્ર માણસને અનેક પ્રકારે ધનધાન્યથી યુક્ત અને ઉત્તમ દરજ્જાનો કવિ બનાવે છે, આવી વ્યક્તિને જીવનમાં ઉત્તમ પ્રકારના ભોજન અર્થાત જાતક પોતે લક્ષ્મીવાન હોઈ, વિવિધ પ્રકારે ભોજન પામે છે અને સુખી થાય છે. દ્વિતીયભાવ કુટુંબનો ભાવ હોઈ, જાતકને કૌટુંબિક સુખ ઉત્તમ પ્રકારે મળે છે, કુટુંબમાં તેને લાગણીભર્યા સંબંધો અને પ્રેમ મળે છે.

તૃતીયભાવે રહેલો શુક્ર, પોતાનું ફળ પૂર્ણ રીતે દર્શાવી શકતો નથી, આવા જાતકોએ સ્ત્રી સુખ પામવા અને સ્થિર લક્ષ્મી મેળવવા વધુ મહેનતની જરુર રહે છે. આ શુક્ર મનુષ્યને લેખનકળામાં પ્રવીણ બનાવે છે. લગ્ન વહેલા કરવાથી લગ્ન જીવનમાં સ્થિરતા રહે છે.

ચતુર્થભાવે રહેલો શુક્ર, જાતકને વાહન, મકાનથી યુક્ત અને મોટા સુખી શહેરમાં નિવાસ આપે છે. આ શુક્ર પર જો મિત્ર ગ્રહની દ્રષ્ટિ હોય તો જાતકને મોટી મિલકતનો લાભ દર્શાવે છે. મોટી ઉંમરે સંગીતકળાનો શોખ આપે છે.

પંચમભાવે રહેલા શુક્ર ગ્રહનું ફળ, અહીં શુક્ર ગ્રહ જાતકને બુદ્ધિમાન અને મંત્ર તંત્ર શાસ્ત્રનો જ્ઞાતા બનાવે છે. આ ભાવે રહેલો શુક્ર સંતાન બાબતે સુખ અને સંતાનો દ્વારા લક્ષ્મી સુખનો નિર્દેશ કરે છે. જો આ શુક્ર ભાગ્યનો સ્વામી હોય તો તો પૂછવું જ શું? અહીં શુક્ર સંતાન જન્મ પછી ભાગ્યોદય થાય અને લક્ષ્મીપ્રાપ્તિ થાય, તેમ નિર્દેશ કરે છે. જીવનમાં પ્રણય પ્રસંગો બને છે.

શુક્ર ષષ્ઠ, અર્થાત શત્રુભાવમાં હોતા જાતકને શત્રુઓની પીડા ઓછી કરે છે, પરંતુ આ ભાવે રહેલો શુક્ર, જાતકનું ધન ટકવા દેતો નથી. છઠે રહેલા શુક્રવાળા જાતક જીવનમાં હંમેશા સંયમપૂર્વક રહેવું, ખર્ચનો હિસાબ રાખવો અને ઉધારીથી દૂર રહેવાનું વિનમ્ર સૂચન છે. તેમ કરતાં તેઓ જીવનમાં સુખની પ્રાપ્તિ કરી શકશે.

શુક્ર સપ્તમ, અર્થાત ભાર્યાભાવમાં હોતા જાતકના જીવનનું કેન્દ્ર તેની સ્ત્રી હોય છે, પત્નીનું સુખ મળે છે, જે ઘણીવાર અતિ હોઈ તેમાં દુઃખ પ્રાપ્ત થતું હોય છે. કારક પોતાના સ્થાને પડ્યો હોઈ, પત્નીના ભાગે ઘણીવાર પીડા આવે તેવું આચાર્યો કહી ગયા છે. અહીં શુક્રની લગ્ન ભાવે દ્રષ્ટિ જાતકને સુખ આપે છે.

શુક્ર અષ્ટમ, અર્થાત રંધ્રભાવમાં હોતા જાતક ખૂબ ધનવાન, દીર્ઘાયુ અને અનેક પ્રકારે સંપત્તિનું સુખ પામે છે. અહીં શુક્ર વારસામાં ઘણી મિલકત મળે તેનો નિર્દેશ કરે છે. શુક્રના મિત્ર ગ્રહ અથવા શુભ ગ્રહની દ્રષ્ટિ આ યોગને ઓર તેજસ્વી બનાવી, જાતકને સુખી કરે છે.

શુક્ર નવમ, અર્થાત ભાગ્યભાવમાં હોતા જાતક ઉપરીવર્ગ અને વડીલો દ્વારા સુખી થાય છે, અહીં શુક્ર હોતા જાતકે પિતા અને વડીલોની આજ્ઞા શિરોમાન્ય રાખી કામમાં આગળ વધવું, તેમ કરતાં તેઓ સુખ પામશે. જેનાથી મનુષ્યનું સામાજિક જીવન રચાયેલું છે, તેવા મિત્રો, સ્ત્રી અને પુત્ર આ ત્રણેય બાબતોમાં મનુષ્ય સુખી થાય છે.

દસમ ભાવે રહેલો શુક્ર, મનુષ્યને શુભ કાર્યોમાં સહભાગી કરે છે. જીવનમાં ઉચ્ચપદ પ્રાપ્તિ થાય છે. બેંક અને નાણાંવિષયક ક્ષેત્રોમાં સંકળાયેલા આવા જાતકો ખૂબ ઉત્તમ કાર્ય કરે છે. સ્ત્રી તરફથી સન્માન અને કાર્યોમાં સ્ત્રીવર્ગથી લાભ દર્શાવે છે.

લાભ ભાવે રહેલો શુક્ર, મનુષ્યને વિજાતીય મિત્રો વિશેષ આપે છે. અહીં રહેલો શુક્ર જાતકને મિત્રોમાં વિશેષ પ્રિય બનાવે છે. જાહેર જીવનમાં જાતક સફળતા મેળવે છે.

વ્યયભાવે અર્થાત બારમાં ભાવે રહેલ શુક્ર ગ્રહ વિશેષ ફળદાયી છે. અહીં શુક્ર, ધન વૈભવ અને ઉત્તમ શૈયા સુખ આપનાર બને છે. બારમો ભાવ પરલોક, મોક્ષ અને વિદેશગમનનો ભાવ છે. શુક્ર ગ્રહ અહીં બેસતા મનુષ્યની મોક્ષની ઈચ્છા પણ ફળે છે તેવો વિદ્વાન જ્યોતિષીઓનો મત છે. આ જાતકોએ આંખોની સારસંભાળ વિશેષ રાખવી.

શુક્ર ગ્રહ શુભ અને સ્વયં લક્ષ્મીન