સભ્ય:Paras Vyas

વિકિપીડિયામાંથી

NRUSINHACHARYAJI

Q.- ___શ્રીમન્નૃસિંહાચાર્યજી કોણ હતાં ?

A.- ___તેઓશ્રીના દેહનો જન્મ સુરત જિલ્લામાં આવેલા કડોદ ગામમાં થયો હતો. જ્ઞાતિએ તેઓ વિસનગરા નાગર હતા. અમારો વર્ગ તેઓશ્રીને સમર્થ

      તત્ત્વવિદ્ બ્રહ્મવિદ્વરિષ્ઠ યોગૈશ્વર તરિકે સ્વીકારે છે.
      બ્રાહ્મણોને શ્રુતિ તથા સ્મૃતિ એ બે નેત્ર ગણાય છે, તે બેમાંથી જો એક ન જાણતો હોય તો તે કાણો, અને બે ન જાણતો હોય તો આંધળો કહેવાય છે. 

'આ સ્મૃતિકારનાં વચનોથી તે અન્મસરખાં મનુષ્ય શબ્દાર્થજ્ઞાનરહિત હોય છે તો તેમના અજ્ઞાનવડે કરાયેલા તિરસ્કારથી ધર્મના સ્વરુપમાં વસ્તુત: કાંઈ પણ

હાનિ થતી નથી; પણ તે ધર્મની "ચીડ"વાળા અધમ મનુષ્યોમાં ધર્મના અભાવે અધર્મની સ્થિતિ સદા આરુઢ રહે છે; અને તેથી તે અધર્મારુઢ પ્રાણીઓ

ઉત્તરોત્તર અધોગતિને જ પ્રાપ્ત થઈ મહાન્ ક્લેશના ભોક્તા થાય છે. માટે સુજ્ઞપણાની ઈચ્છાવાળા મનુષ્યોએ તો ધર્મવિષયઉપર કદાચિત્ પણ અપ્રીતિ

રાખવી નહિ. કારણ કે પોતાના નિરંતર ચઢતી કળાવડે પ્રકાશવાની અર્થાત્ ઉદયની અને અન્તમાં કલ્યાણની સર્વની ઈચ્છા છે, અને તે ધર્મથી જ થાય છે.

ત્યાં यतोङभ्युदयनि:श्रेयस्सिद्धि: स धर्म: ' જેનાથી ઉદય તથા કલ્યાણ થાય તે જ ધર્મ ' એમ સત્શાસ્ત્રોમાં કહ્યું છે.

श्री मन्नृसिंहाचार्यजी SHRIMAN-NRUSINHACHARYAJI