સભ્ય:Punitsinh jadeja

વિકિપીડિયામાંથી

🔥દેશના નવા ચીફ જસ્ટિસ બન્યા દીપક મિશ્રા, રાષ્ટ્રપતિએ અપાવ્યા શપથ

મુંબઇ સીરિયલ બ્લાસ્ટના દોષિત યાકૂબ મેમણની ફાંસી  વિરુદ્ધ અડધી રાત્રે સુનાવણી કરવા તથા નિર્ભયા બળાત્કાર કેસના દોષિઓને ફાંસીની સજા યથાવત રાખનારા જસ્ટિસ દીપક મિશ્રાએ આજે દેશના 45મા ચીફ જસ્ટિસ તરીકેના શપથ લીધા હતા.

🕹 આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને શપથ અપાવ્યા હતા.

🕹આ શપથ સમારોહમાં વડાપ્રધાન મોદી અને ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડૂ સહિત અનેક મોટા નેતા હાજર રહ્યા હતા.

🕹સુપ્રીમ કોર્ટના વર્તમાન ચીફ જસ્ટિસ જયદીશ સિંહ ખેહર રવિવારે નિવૃત થઇ ગયા છે.

🕹આઠ ઓગસ્ટના રોજ કાયદા મંત્રાલયે સતાવાર નોટિફિકેશન જાહેર કરીને દીપક મિશ્રાની નિમણૂકની જાહેરાત કરી હતી.

🕹 જસ્ટિસ મિશ્રા ભારતના ચીફ જસ્ટિસ બનનારા ઓડિશાના ત્રીજા જજ છે.

🕹આ અગાઉ ઓડિશાથી જસ્ટિસ રંગનાથ મિશ્રા અને જીબી પટનાયક પણ ચીફ જસ્ટિસ બની ચૂક્યા છે.

🕹જસ્ટિસ મિશ્રા યાકૂબ મેમણ પર આપેલા ચુકાદાને કારણે ખૂબ ચર્ચામાં આવ્યા હતા.

🕹 તેમણે આખી રાત સુનાવણી હાથ ધરીને યાકૂબને ફાંસી પર રોક લગાવા સંબંધિત અરજીઓનો નિકાલ કર્યો હતો. તેઓ પટણા અને દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે.

🕹 3 ઓક્ટોબર 1953ના રોજ જન્મેલા જસ્ટિસ મિશ્રા 17 ફેબ્રુઆરી 1996ના રોડ ઓડિશા હાઇકોર્ટના એડિશનલ જજ બન્યા હતા.